Quotes by Indra Parmar in Bitesapp read free

Indra Parmar

Indra Parmar

@indraparmar51gmail.com3618
(996)

દુઃખ લઈને બદલામાં સુખ દેવાની મને ટેવ છે.

જ્યાં જ્યાં દેખું દુકાળ રોકી ન શકુ આંખને,
અનરાધાર આ આંખોને વરસી જવાની ટેવ છે.

અંધારા નહીં રહે હું હોઈશ જ્યાં,
જાત જલાવી અજવાળા કરવાની મને ટેવ છે.

કરી લો હલકું મનને મહેણાં મારી મારીને,
કઈ નહિ બોલું મૌન રહેવાની મને ટેવ છે.

મારું હતું તોય જવા દીધું એ વ્યક્તિને,
કદાચ સબંધો ગુમાવવાની મને ટેવ છે.

ખબર છે પ્રણય પ્રણય નો તો એનો,
ખબર છે તોય જાન હથેળી પર ધરી દેવાની ટેવ છે.

ને એ દોસ્ત ના હાથમાં તો સદાય ખંજર હોતું,
મારે તો શું ? ઘાવ ઝીલી જવાની ટેવ છે.

કબર હોય કે ખોળો તારો શું ફરક પડે ?
સુઈ જઈશ મને તો સતત સૂવાની ટેવ છે.

દુઃખ લઈને બદલામાં સુખ દેવાની મને ટેવ છે.

-Indra Parmar

Read More

જુદા થયા પછી જ પડે છે ખબર આ પ્રેમની
તું તાજમહેલ ને શાહજહાં ની વાત જવા દે

-Indra Parmar

અબોલ પંખી ને પુરે પાંજરે તો કેવું લાગે ?
હોમ કોરોન્ટાઈન થાય બોલતો માનવી
શું એવું લાગે ?

-Indra Parmar

તને નહીં પડે ખબર આ પ્રણયની જવા દે
છોડ આ બધી વાતો હ્દયની જવા દે

મને ખબર છે તારી, તને હવે નથી ફાવતું મારી સાથે 
હું જ જાવ છું તું નહીં જઈ શકે , છોડ હાથ જવા દે

નથી એકેય તારો નભમાં નથી ચંદ્ર પણ ઊગ્યો
અંધકાર જીતી જશે આજે, તું ખોલ મુઠ્ઠી આગિયા ને જવા દે

ખબર પડે છે પ્રેમની કોઈ થી જુદાં થઈ ને જ 
તું તાજમહેલ ને આ શાહજહાં ની વાત જવા દે

આ રાત ને દિવસ જોયા નથી મેં મળતા કદી
અમારી કહાની પણ છે કંઈક એવી છોડ જવા દે 

Read More

તમારી જરૂર છે એવું નથી
ને હું એકલો જીવી નહિ શકું કંઈ એવું નથી
લાજ રાખવા વાયરાની હું ઓલવાયો છું આજે
બાકી એ મને બુઝાવી જાય એવું નથી

-Indra Parmar

Read More

તમારો બનાવી તમે
અધવચ્ચ છોડી દિધા

અમે તો અમૃત સમજ્યા
ને  પ્યાલા તમે ઝેર ના ધરી દિધા

ખબર નહીં એવા કેવા
ગુના કરી દિધા

નયન  થી મળાવી નયનો
તમે તો પાગલ કરી દિધા

ન દવા મળે ન વૈધ કોઈ
એવા તો તમે રોગ લગાવી દિધા

તમારા જ વિચારો તમારા જ સપના
આ દિલમાં પણ તમને વસાવી લિધા

જગમાં નથી રહ્યું કોઈ હવે મારૂં
તમારા ભરોસે સંબંધો બધા દુર કરી દિધા

-Indra Parmar

Read More

ઠંડી આ રાતોમાં યાદોનું હું કવચ બની આવીશ જોજે
ને સુકાયેલી તારી આંખોના દરિયા માં હું પુર લાવીશ જોજે

લઈને આવીશ વાતો નું વાવાઝોડું તારી પાસે
ને તારા મૌન ને હું ઝંઝોળી નાખીશ જોજે

પવન બની સ્પર્શ્યા કરીશ ઘડી ઘડી તારા તન ને
મારો ચહેરો તારી નજરો સમક્ષ લાવીશ તું જોજે

અને તારા કદમો સાથે મારા પણ ડગ ભરાશે
થોડું પાછળ ફરી પગલાં નાં નિશાનો તું જોજે

પ્રણય મારો તારા ગયા પછી પણ રહેશે
મારી કબર પણ નામ તારું લેશે તું જોજે

-Indra Parmar

Read More