Quotes by Rohit Bhupendra in Bitesapp read free

Rohit Bhupendra

Rohit Bhupendra

@humsabbhaibhai3761


मेरे भीतर जो में था ,अब खुद से ही रुठ गया है

कुछ खास थे जो लोग मेरे , अब उनसे भरोसा टूट रहा है

कुछ बदलाव मेरे भीतर महसूस कर रहा हूं में

अब दूसरो का कम और खुद का ज्यादा सोचता हूं में

Only_rb_

Read More

પ્રેમ ની કોઈ વ્યાખ્યા ન થઈ શકે
હૃદય નું માત્ર જોડાણ થઈ શકે !

પ્રેમ ની કોઈ વ્યાખ્યા ન થઈ શકે
પ્રેમ નો અનુભવ માત્ર થઈ શકે !

પ્રેમ ની કોઈ વ્યાખ્યા ન થઈ શકે
મન માં લાગણી ઓ માત્ર હોઈ શકે !

R.B.A.

Read More

આજે ઈસ્વરે પૂછ્યો અઘરો સવાલ છે .
ને માનવી મોટી મુંઝવણ માં મુકાય છે
કેટલાક ને એકટાણું ભોજન પ્રાપ્ત નથી .
ને અમુક મોંઘા ભાવે ગુટખા ખાય છે ..
પ્રકૃતિ નો અસિમિત જ્યારે ઉપયોગ થાય છે
ત્યારે જ આવી સમસ્યાંઓ સર્જાય છે .
માનવી કોરોના ને દોષ આપતો જાય છે
પણ આ તો માનવીના કર્મો નો પ્રતાપ છે .
ઉપભોગ તરીકે માનવી પશુઓ ને ખાય છે.
જેના પરિણામ માનવી ઘરમાં કેદ થાય છે .
સૃષ્ટિ નું ચક્ર બરાબર ફરતું જાય છે .
રાત્રે નભમાં તારલા ચમકતા દેખાય છે .
પ્રદૂષણ માં ભારે ઘટ થતી જણાય છે .
માનવી તોય હજીય શા ને મૂંઝાય છે .
મંગળ પર જઇ જીવન ની શોધ કરાય છે
ને જ્યાં જીવન છે ત્યાં બરબાદી થાય છે
આજે ઈસ્વરે પૂછ્યો અઘરો સવાલ છે .
ને માનવી મોટી મુંઝવણ માં મુકાય છે .


R.B.A

Read More

કાગળ ની નાવ લઈ , આપણે સાગર પાર જાવું છે .
એક-મેક ની મિત્રતા ના , સ્નેહમાં બંધાઈ જાવું છે .

મધરાત્રી ની તે જૂની , યાદો માં ખોવાઈ જાવું છે .
ચાલ ઉભો થા આજે , કાળની મુસાફરીએ જાવું છે .

ધૂંધળી થયેલી તે ક્ષણો ને , કટકો મારવા જાવું છે
બોલ શુ કહેવું છે તારું , તારેય સાથે આવવું છે ??

R.B.A.

Read More

એ પ્રેમ નો કોઈ અંત નથી .
જે વ્યક્ત થઈ શકતો નથી .

એ માર્ગ નો કોઈ અંત નથી.
જેની નિશ્ચિત મંજીલ નથી .

R.B.A

ત્યારે હું યાદ આવીશ

ખાતરી છે કે તારો સાથ નથી મળવાનો આ જીવન માં ,
પણ તારા હસતા જીવનમાં મારુ નામ સાંભળીશ ,
ત્યારે હું યાદ આવીશ .

આમ તો હું તારા જીવનમાં થી ચાલ્યો જઈશ સદાને માટે ,
પણ તને પામવા કરેલા પ્રયત્ન ને યાદ કરીશ ,
ત્યારે હું યાદ આવીશ.

આમ તો તું સમજે છે મારા પ્રેમને એક રમત,
પણ જયારે તું કોઈના દલડાને પામવા આંસુ પાડીશ ,
ત્યારે હું યાદ આવીશ .

તને શું ખબર છે કે કેટલો પ્રેમ હું તને કરું છું ,
પણ જ્યારે તું કોઈના પ્રેમમાં નિષ્ફળ જઈશ,
ત્યારે હું યાદ આવીશ ..

R.B.A.

Read More

----------------- ★ પ્રેમ ★----------------

હું તેનો થઈ જાવ એ વાત તો છે જ !
પણ જો તે મારી ન થાય તો શું પ્રેમ નથી ?

હું તેની બધી વાત માની લવ એ તો છે જ !
પણ જો તે મારી વાત ન માને તો શું પ્રેમ નથી ?

હું તેની રાહ જોતો રહું આ વાત તો છે જ !
પણ જો તે મારી રાહ ન જુએ તો શું પ્રેમ નથી ?

હ્ર્દય માં મારા જો લાગણી છે તો છે જ !
ભલે ને તેને અહેસાસ નથી તો શું પ્રેમ નથી ?

તેના મનમાં મારો વિચાર નથી તો નથી જ !
તો મારા અંતર માં રહેલો પ્રેમ , શુ પ્રેમ નથી ?


---------------- R.B.A. -------------

Read More

એટલો તો હું મજબૂત છું ..


કોઈ અજાણ્યું મને તરછોડે તો મને કોઈ ફરક ના પડે
એટલો તો હું મજબૂત છું .

કોઈ દિવસ જો હું પળી જાવ તો મને કોઈ ફરક ના પડે
એટલો તો હું મજબૂત છું .

તેના જીવન માં મારુ સ્થાન ન હોઈ તો મને કોઈ ફરક ના પડે
એટલો તો હું મજબૂત છું.

મારી કોઈ ઈચ્છા અધૂરી રહે તો મને કોઈ ફરક ના પડે
એટલો તો હું મજબૂત છું .

R.B.A.

Read More

આજ સુર તાલ ઊઠ્યા મારા મનમાં .
ને ઊળ્યો હું બની પંખી આ નભ માં .
જયારે પડ્યો હું મિત્રો તમારા સંગમાં .
છલકાયો લાગણીનો દરિયો મારા મનમાં .

R.B.A

Read More

હું સમજ્યો કે તે એક સુંદર ગુલાબ નું ફૂલ છે ...

ને ટૂંક સમયમાં જાણ થય કે આ મારી ભૂલ છે ...

😉😉😉😉😉
R.B.A