The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સાહેબ.... એ વ્યકિત જ બુધ્ધિશાળી છે જેને એ ખબર પડે છે કે કયારે કઈ વાત ઉપર ચર્ચા કરવી અને કયારે કઈ વાતને નજર અંદાજ કરવી.... 🌷સ્નેહ વંદન... 🌷જય માતાજી....
કવિ શ્રી દાદ ની ખુબ સરસ રચના.. નહીં ઓછું વધુ કંઈ લઉં, પ્રભુ તું આપે એટલું લઉં'. 'મોંઘા હોય તો ય મોતી ખવાય નહીં ખાય સૌ બાજરો ને ઘઉં, મિલના માલિકથી તાકા પે'રાય નહીં સવા ગજ પ્હેરે સૌ, પ્રભુ તું આપે એટલું લઉં'.. 'સમંદર પીધે પ્યાસ બુઝે નહીં અપચો થઈ જાય બઉ, મીઠડું નાનું ઝરણું મળે તો અમૃત ઘુંટડા લઉં, પ્રભુ તું આપે એટલું લઉં'... 'ઘરના ગોખમાં પ્રભુ મળે તો હાલું શીદ ગાઉ ના ગાઉ, "દાદ" કહે પ્રભુ તારી દુનિયામાં તું રાખે તેમ રહું પ્રભુ તું આપે એટલું લઉં'...
સાહેબ.. સાચો મિત્ર તમારા ચહેરા પરનો ભાવ જાણી શકે, તમારા હાસ્ય પાછળનુ દુઃખ સમજી શકે, તમારા ગુસ્સા પાછળનો પ્રેમ સમજી શકે, તમારી નિરાશાને ખંખેરી ને એક ઉર્જાનો સંચાર કરે, તમારી સામે પોતાની મોટાઈ અને માનને પણ ઠોકર મારી દે, અને આ બધુ કોઈ પણ સ્વાર્થ વગર કરે ત્યારે સમજવુ કે આવા મિત્રોને ફ્રેન્ડશિપ બેલ્ટની જરૂર નથી ખાલી દિલથી સુખ દુઃખમા એની સાથે રહેજો એટલે 365 દિવસ મિત્રતા દિવસ ઉજવાય જશે.. તમામ મિત્રોને મિત્રતા દિવસની દિલથી શુભેચ્છા.. -Hamir khistariya
સાહેબ... હયાત માતાપિતા જો આપના વર્તનથી,આપના વહેવારથી જો સંતોષજનક જીદંગી જીવતા હોય અને એ સંતાનોની સાથે નહી,પરંતુ સંતાનો એની સાથે રહેતા હોય તો એ સમય એ માતા-પિતા માટે સર્વશ્રેષ્ઠ સમય હશે... સૌ ને પિતા દિવસની શુભકામનાઓ..
સાહેબ.. જીવનમા કોઈને મળવાનુ મન થાય તો મળી લેજો, યાદ કરવાનું મન થાય તો ફોન કરી લેજો, રડવાનુ મન થાય તો રડી લેજો, માફ કરવાનું કે માફી માગવાનું થાય તો માંગી લેજો, ગળે મળવાનું મન થાય તો ગળે લગાડી લેજો, હસવાનુ મન થાય તો હસી લેજો, કારણ કે આ જીદંગી છે જેનો કોઈ ભરોસો નથી કઈ મેમરી છેલ્લી હશે..!!!!!!🙏🙏🙏💞💞
સાહેબ.. જે માણસ વસ્તુ,વ્યકિત,વિચાર અને વર્તનને જાણી અને સમજી શકે એ વ્યકિત સર્વ શ્રેષ્ઠ કહી શકાય.. 🌷સ્નેહ વંદન.. 🌷જય માતાજી..
ખુલ્લામા ખડખડાટ કરતા માનવીઓને અમે એકાંતમા રડતા જોયા છે, અને શિખરો સર કરેલા સિકંદરને અમે પગથિયે પડતા જોયા છે. પાછો નય હટુ કહેતા પ્રધાનને પણ વખત ઉપર પાછા વળતા જોયા છે તો કાયર સમજીને કાઢી મૂકેલને અમે લાજ માટે લડતા જોયા છે. શબરીની સાધના સાથે એને રામ મળતા જોયા છે તો દશરથને દિકરા વિના "શ્યામ" આયા બળતા જોયા છે. -શ્યામ ગઢવી
દોસ્તીની શરૂઆત છે આંસુ દોસ્તીનો અંત છે આંસુ થોડું હસ્યા તોય શું થોડું રડયા તોય શું દોસ્તી આખરે છે આંસુ દોસ્તીનું દર્દ છે આંસુ દર્દની દવા છે આંસુ દોસ્તીમા કાંઈ મેળવીએ કે નહિ, દોસ્તીની હાલત છે આંસુ દોસ્તીમા પ્રેમ મેળવીએ કે નહિ દોસ્તીમા પ્રેમનું સ્વરૂપ છે આંસુ દોસ્તીની શરૂઆત છે આંસુ દોસ્તીનો અંત છે આંસુ
સાહેબ.. માતા-પિતા જયારે આપણા સ્વભાવને લીધે આપણને સલાહ આપતા ડર અનુભવે ત્યારે સમજી લેવું કે આપણી પડતીની શરૂઆત થઈ ગઈ છે.... 🌷સ્નેહ વંદન.... 🌷જય માતાજી.....
સાહેબ... જીવન અને પાણી સતત વહેતા સારા, રોકાયેલા નહિ... -Hamir khistariya
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser