The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અરે મીઠા આત્મા ! મુજથી કર જે હોય કરવું, સદાનો ત્હારો હું, અરર ! પણ એ ના વિસરવું; દુઃખે ડોળાયેલી લહરી મુજ હૈયા ઉપરની, સુવાડું છું તેને પ્રણય અણમૂલો તુજ સ્મરી. રહી થોડી બાકી તુજ પ્રણયની એક કણિકા, નહીં ઢોળું તેને ! જીવિત મુજ ઢોળું ક્યમ ભલા ?! વિનોદે તેને તો હૃદય મુજ આશ્વાસિત કરી હજુ મીઠાં ગીતો મરણ સુધી હું ગાઈશ, સખિ ! દુઃખોની જ્વાલાથી સુરસ સુખપંખી ફફડશે, વિચારો સૌ મ્હારા ઝળહળ થતી પાંખ ધરશે; નભે નાચન્તી તે લહરિ સ્વરનીમાં ભળીશ હું - તહીં સુધી એવાં મધુર ગીત ગાઈ શકીશ હું. અહોહો ! એવું કૈં તુજ જિગરનું આ જિગરમાં, હજો એવું મ્હારૂં કંઈક પણ ત્હારા હૃદયમાં; અરે ! બન્ને વચ્ચે પ્રણય વસતો એક દિવસે, નિશાની તેની એ તુજ હદયને શું નવ રુચે ? મ્હને ખેંચે છે તે તુજ જિગરને શું નવ અડે ? ન શું મ્હારે માટે તુજ જિગરમાં સ્થાન જ ન મળે ? અરે ! હું તો ત્હોયે જરૂર વસનારો તુજ ઉરે ! અરે ! ત્હોયે તુંને હજુ લઈ જનારો નભ પરે ! #વીસરવું
લોકો કાળા ધોળા ચહેરા ની વાતો કરે અહીં જોવો એક કાળી ભેંસ અને બીજી ધોળી ગાય વચ્ચે નો પ્રેમ આપડે જરૂર કંઈક શીખવા ની જરૂર છે જય હિન્દ #ચહેરો
ચહેરા ની તો વાત છે સાહેબ તમે છોકરી ની પ્રોફાઇલ બનાવો એટલે તમને વધારે લાઈક મળે આ પણ ચહેરા ની તો કરામત છે જય હિન્દ #ચહેરો
ચહેરા ને ઓળખતા આવડવો જોઇએ. કેટલાક નિર્દોષ ચહેરા પાછળ ક્રુતા છૂપાયેલી હોય છે અને કેટલાક આપણાને દેખાતા ક્રુ ચહેરા માં નિર્દોષ વ્યક્તિ છૂપાયેલી હોય છે માટે લોકો ને અંદર થી ઓળખો બાહર થી નહીં જય હિન્દ #ચહેરો
ચહેરા ક્યાં દેખતે હો દિલ મેં ઉતરક દેખો ના #ચહેરો
આજ ગરીબ ખેડૂતો એ કુદરત ની આ કળા ને દુઃખ થી અનુભવી મારા ઘર નો ફોટો આ અનુભવવું એ બીજા કરતા બહુ વધારે છે #અનુભવવું
જીવન ને સાર્થક કરવા જીવન ને જ અનુભવવું જોઈએ #અનુભવવું
તું જ્યારે થી ગઈ છેને ત્યાર થી તને અનુભવવું છું. ખબર નહિ કે એ કઈ અશુભ ઘડી હશે જ્યારે તું મને મળી હતી અને આમ થોડા સમય માં જાદુ ની છડી જેમ મારા પર જાદુ કરી જતી રહીશ પણ દુઃખ એ બાબત નું છેકે કારણ પણ ના આપ્યું એટલે એ કારણ ના કારણ ને આજે અનુભવું છું. પણ આજ એ નરસિંહ મહેતા યાદ આવે જેણે કહ્યું હતું ભલું થયું ભાગી જંજાળ સુખે થી ભજસુ સીતારામ🙏🙏🙏 #અનુભવવું
અનુભવવું એ શબ્દ બહુ ગંભીર શબ્દ છે કેમ કે જેણે અનુભવ્યું હશે એને ખબર હશે તમે વિચારતા હસો કે હું ક્યાં અનુભવ ની વાત કરું છું. તો સાંભળો મેં મારી જિંદગી માં એકવાર એક મોટો દુઃખ નો અનુભવ કરેલો એ વાત જ્યારે યાદ કરી તો પગ નીચે થી ધરતી ખસી જાય. એ દિવસ જ્યારે હું રમતો રમતો બાહર થી ઘરે આવ્યો અને ખબર પડી કે ઘર નો સૂરજ આથમી ગયો હતો જેમ સૂરજ આથમ્યા પછી ઉગે પણ આ સૂરજ ક્યારે પાછો નતો ઉગવાનો એ મને ખબર હતી એ દિવસ મારી જિંદગી નો કાળો દિવસ હતો કેમકે મેં અને મારા પરિવારે ઘર ને સોના ના કિરણ થી અજવાળું કરનાર સૂરજ આજે કાયમ માટે આથમી ગયો હા મારા પાપા એ દિવસે આ દુનિયામાં નતા રહ્યા અનુભવવું સુ કેવાય એ મને તે દિવસે ખબર પડી અત્યારે હું નહીં પણ મારા આંસુ આ લખી રહ્યા હોય એમ મને લાગે છે વધારે નથી લખવું કેમ કે મારી આંખો નો વરસાદ હવે ના પાડે છે લખવાં નો જય હિન્દ #અનુભવવું
મારી જનમટીપ’માં તો સાવરકરજી એ એમના જીવન દરમ્યાનની વાત કરી છે પરંતુ આ ડૉ. શરદ ઠાકર લિખિત ‘સિંહપુરુષ’ માં તો એમના અવસાન બાદ પણ કેવા કેવા રાજકારણ રમાય છે એના પર લખ્યું છે અને એ રાજકારણ પરથી તો ડૉ. શરદ ઠાકરને આ ‘સિંહપુરુષ’ લખવાની પ્રેરણા મળી એના કરતા લખવાની ફરજ પડી એમ કહી શકાય. ‘મારી જન્મટીપ’માં દાયકાઓ પહેલાની ભાષા અને ઉપરથી અનુવાદ હોવાથી ‘સિંહપુરુષ’ વાંચવા માટે મન દ્રઢ થયું. અને જ્યારે ‘સિંહપુરુષ’ની પ્રસ્તાવના વાંચી ત્યારે થયું કે કોઈપણ લેખકના કોઈપણ પુસ્તક વાંચ્યા પહેલા જ અભિપ્રાય બાંધી લેવો એ ન તો માત્ર મુર્ખામી છે બલ્કે એમનો દ્રોહ પણ ગણાય! હવે જયારે ‘સિંહપુરુષ’ વંચાય ગઈ ત્યારે એવા તારણ પર પહોંચ્યો છું કે દરેક દરેક ભારતીય, આમ તો (ગુજરાતીમાં હોવાથી) ગુજરાતીઓએ આ ‘સિંહપુરુષ’નું વાંચન ફરજીયાત કરવું જોઈએ જેથી જેઓના મનમાં અન્ય લોકોએ સાવરકરજી અંગે ખોટી ધારણા બંધાવી છે એનો છેદ ઉડી જાય અને ખ્યાલ આવે કે આ માણસ કેટલો બહુમુખી પ્રતિભાશાળી હતો! ફેસબુક હોય કે રૂબરૂમાં મને જ્યાં પણ આ પુસ્તક વિશે વાત કરવાની થઇ છે, હું એક વાત ખાસ કહું કે આ વાંચ્યા પછી કમ સે કમ થોડા દિવસો માટે તો માનસિક અસ્વસ્થતા આવી શકે એવી તૈયારી રાખજો. કેમ કે સાવરકરજીને તો ૧૯૪૭ પછી એટલે કે સ્વતંત્રતા બાદ પણ જાણે કાળાપાણીની સજા સમાપ્ત ન થઇ. અને તેઓને સતત અવગણવામાં આવ્યા અને છેલ્લે છેલ્લે તો ગાંધીજીની હત્યા કેસમાં પણ ‘ફિટ’ કરી દેવાનો પૂરો કારસો રચવામાં આવ્યો, જેમાંથી તેઓ આ કેસ સાથે સંકળાયેલ નથી એ સાબિત તો થઇ ગયું પણ સ્વાભાવિકપણે ત્યારબાદ ઘણા જ વ્યથિત અને વિક્ષિપ્ત થઇ ગયા હશે ! મને લાગે છે કે તેઓએ ફ્રાંસના માર્સેલ્સના દરિયામાં જંપલાવ્યું અને કમનસીબે પકડાય ગયા ત્યારે કે કાળકોટડીમાં એમના પર જે દમન ગુજારવામાં આવ્યું ત્યારે કે પછી પોતાના ભાઈઓ એ જ જગ્યાએ એટલે કે આંદામાનમાં છે એ ખબર પડી અને મિલન-મુલાકાત ન થઇ ત્યાં સુધી કે પછી એમના લાડકવાયાને ભગવાને છીનવી લીધો ત્યારે જે દુઃખ, જે દર્દ થયું હશે એનાથી વધુ ત્યારે થયું હશે કે એમની નિયત પર એમની દેશભક્તિ પર આવો કુઠારાઘાત? આંદામાનમાં કાળાપાણીની તન-મન તોડી નાંખનાર સજા દરમ્યાન આત્મહત્યાના પણ વિચાર આવેલ પરંતુ તેઓ પર કુદરત અને આપણા તરફથી કહેર વરતાવવાનો હજી બાકી હશે કે આત્મહત્યાના વિચારને અમલમાં મૂકી શક્યા નહિ પણ ત્યાં ય શાંતિથી બેઠા ન રહ્યા કે ન તો રેંટીયો કાંતતા રહ્યાં. પણ હિન્દુમાંથી મુસ્લિમ બનાવવાની ધર્માંતર પ્રવૃત્તિ અટકાવી, સાહિત્ય તો રચ્યું પણ એને ઉતારવા માટે જેલમાં કોઈ સાધન ન મળતા તેઓ જેલની દીવાલો પર ખીલ્લીથી લખતા અને કંઠસ્થ કરતા રહ્યાં, સાથોસાથ અન્ય લોકોને અક્ષરજ્ઞાન આપતા આપતા લોકોને જેલમાં વાંચતા કર્યા, પુસ્તકાલય ઊભું કર્યું. તેઓ જેલમાં રહ્યાં પણ અન્ય લોકોને છોડાવવા એમનો ‘કેસ લડ્યા’, એ ધારત તો શરણાગતિ સ્વીકારીને આઝાદ થઇ શક્યા હોત, કરોડો જ નહી કદાચ અબજો રૂપિયા પણ કમાઈ શક્યા હોત, આમ પણ ‘સિંહપુરુષ’ અમથા થોડા કહેવાયા છે? એમની દુરંદેશી પણ ગજબની હતી, તેઓએ ભારતના ભાગલા અને કાશ્મીરની વિશે જે ભવિષ્ય ભાખ્યું એ કમનસીબે ગાંધી-નેહરુની ટૂંકી દ્રષ્ટી તેમજ નબળા મનને લીધે સાચું પડ્યું. શબ્દો ની લીમીટ પુરી થઈ ગયી એટલે વધુ નહિ લખાય વંદેમાતરમ …. જય હિન્દ…. ભારત માતાની જય #ભવ્ય
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser