The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
https://open.spotify.com/episode/2XZExfmzwudvcE4x1gVIBA?si=qILSkMaOQ4W0evQuMEX4dw સફળતા.... સાંભળો... સ્પોર્ટીફાય પર..
ઘડપણ...
https://open.spotify.com/show/6twToJ2iJiPfvQ5wvMG1jF?si=15NtcRB-Rxm9_EpzgzuP1A મારૂં નવું પોડકાસ્ટ સાંભળી લાઈક અને ફોલો જરૂર આપશો અવનવા અમારા પોડકાસ્ટ સાંભળવા...... ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🏻જય શ્રીકૃષ્ણ 🙏🏻
જોઇ તને બાગમાં ફુલ પણ શરમાઈ ગયું, સાંજ થતાં કરમાઈને કાંટામાં લપાઈ ગયું.... વિજલડી ચમકી એક ક્ષણ તો એવું લાગ્યું, અંજવાળું ડરીને કેવુ ગગનમાં સંતાઈ ગયું .... વરસાદી ટીપાએ ઝાકળને પુછી જ લીધું, ધરતીમાં સમાવછુ હું તું કેમ હવા થઈ ગયું ? મળતા જ નયનો જોને મને શું થઈ ગયું, વરસી પડી આંખો એવી ને હૈયું ખીલી ગયું... સ્નેહને મળી પાંખો એ આભને આંબી ગયું, ભમરાની ચાહને સુમન રસ એનો આપી ગયું... -DOLI MODI..URJA
એક પછી એક કદમ ઉપાડી કેટલી દૂર નીકળી ગઈ, સફર શરૂ કરતી કીનારાની શોધમાં નીકળી ગઈ.... વહેતી રહી મદ મસ્ત બની મથંમ મથંમ સૂર સાજે, ચુભતા શુળને પ્રેમથી એ ગળે મળતી મળતી ગઈ.... વન વગડા વીધંતી, ડુંગર કૂદતી રાહ ચલતી થઈ, ઝીલતી રહી ધરા ખોળે એ પ્રેમ વીસરતી નહીં..... કીનારાની ખોજમાં એ જો ખુદને જ ભૂલી ગઈ, હા ! ખુદને ભૂલી ગઈ..... સાથે લઈ ને ચાલતી ધારા એ નયને સ્તબ્ધ થઈ, જોઈ બંન્ને કીનારા સાથે શરમે નજરું ઢળી ગઈ.... હા! જોઈ બંન્ને કીનારા સાથે, ચાહ હતી શું ? નીકળીતી જવા ક્યાં ? કીનારા સાથે સરીતા જો નીકળી કીનારાની શોધમાં, હા ! સરીતા નીકળી કીનારાની શોધમાં...... -DOLI MODI..URJA
સર્જન કર્યું સ્રુષ્ટીનુ મેં સોંપી તારા હાથમાં, હાલ બેહાલ થયા જગના ગયું જીવતર રાખમાં, સમજાય તો સારું હવે કેટલું સમજાવું શાનમા, નથી રહેવાતું ! માનવી તુ સમજીશ કઈ જબાનમાં...... અફાટ કુદરત આપી ખોળે, એ તો જાય બધી એળે, વન વગડા, સમંદરને આભે, તારી તું મરજી ખોળે, સમજાય તો સારું હવે કેટલું સમજાવું શાનમા, નથી રહેવાતું ! માનવી તુ સમજીશ કઈ જબાનમાં..... ભૂલી જાવ છું તને જોઈને, પૂછું એનો જવાબ દઈ દે, માલીક તું છે મારો કે હું તારો એ આજ બસ તું કહી દે, સમજાય તો સારું હવે કેટલું સમજાવું શાનમા, નથી રહેવાતું ! માનવી તુ સમજીશ કઈ જબાનમાં..... મૃત્યુને તું માત આપે, જન્મ લીધો તારા હાથમાં, ચાંદ સૂરજને ચકમા આપે, હિમાલય રાખે બાનમાં, સમજાય તો સારું હવે કેટલું સમજાવું શાનમા, નથી રહેવાતું ! માનવી તુ સમજીશ કઈ જબાનમાં...... થાકયો હું સમજાવી ! ભૂલો તારી મેં ઘણી માફ કરી, બાળતુ મારો છે ને રહેશે, ભોલેનાથે કબૂલાત કરી, સમજીજા હવે બાળ તું પ્રભુ ભક્તિ મનમાં ધરી, નથી રહેવાતું કહ્યા વગર એમાં સૌની ભલાઈ ખરી...... -DOLI MODI..URJA
લઈ હાથોમાં હાથ ચાલવું છે, મળે જો ઉમ્ર એક વધારે તો ! ખેડવી છે જીવન સફર તારી સાથે... કરું છુ અરજી ને આજીજી, સાંભળ જો પ્રભુ ધારે તો ! ખેડવી છે જીવન સફર તારી સાથે... હૈયાની હાટડીએ હર પળ છે તું સ્નેહની સરવાણી અણનમ રાખે તો ! ખેડવી છે જીવન સફર તારી સાથે... દોસ્તી કે દુશ્મની એમાં, તું નજર પ્રેમ ભરી જો રાખે તો ! ખેડવી છે જીવન સફર તારી સાથે... સાત પગલે સાતે જન્મએ તું, સાત ફેરાએ સદૈવ રહેશું સાથે તો.. ખેડવી છે જીવનની આ સફર તારી સાથે ... -DOLI MODI..URJA
વગર મૌસમનો તું વરસ્યો છે, લાગે છે કોઈ મોર બહું તરસ્યો છે... વહેતું પાણી આંખોથી છુપાવવા, આજ તું કોઈની સહિયર બન્યો છે.... ✍️ ડોલી મોદી'ઊર્જા'
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser