Quotes by Dipty Patel in Bitesapp read free

Dipty Patel

Dipty Patel Matrubharti Verified

@dip212
(391)

સહારો છે મને હવે એક તારો,
મદાર વિના ભૂલી માર્ગ ખારો.

સર્વત્ર સુણું છું માત્ર તારો નારો,
જગતના તાત વિના નથી આરો.

સહીને ઘણો અપકર્મોનો ભારો,
પશ્ચાતાપથી હવે હ્રદયાગ્નિ ઠારો.

સંસાર સાગર મોહમાયાનો ગારો,
તરવા માપ છોડ્યો હું પદનો પારો.

નામસ્મરણ વિના નથી કોઇ ચારો,
સન્મુખ આવી આપો દર્શનનો વારો.

કરશો ક્યારે પ્રભુ તમે ઉધ્ધાર મારો,
ક્યારેક તો તમે ભક્તિ સામે હારો.

ચરણોમાં રાખો પાલક જો તમે ધારો,
પતિત પાવન પ્રભુ 'શ્રીકૃપા'થી તારો.

દીપ્તિ પટેલ'શ્રીકૃપા'
વડોદરા.

Read More

મનહર છંદ
યતિ - ૮/૧૬/૨૪



નાજુક હોય તાંતણો, વાતમાં ઓછું આવશે,
જવાબો ખુદ શોધતી , રાતભર જાગીને.

વહે અનુભૂતિઓમાં , વાયદો તું આવવાનો,
કરમાતી લાગણીઓ , ધાયલ હું થઈને.

તૂટીને જે ભાંગી જતાં , દર્દ ઘૂંટ જો પીવાથી,
વાગી ઉઠ્યા સાત સૂર , સાથે ઘાવ લઈને.

મુજથી જુદો ખુદને , કોમળતા નીતરતી,
રુહ સુધ્ધાં ભીંજવીને , ઇદાબત કરીને.

કોઈ ખૂણે રહી ગયાં , પણ એક ઘેલછામાં,
મિથ્યા જગ સમેટીને , 'શ્રીકૃપા' પ્રકાશીને.

દિપ્તી પટેલ'શ્રીકૃપા'
વડોદરા.

Read More

દુહો...

‍આસવ કરી કર્મ અવધિ,

તાલ સભર જ તારણ,

ખાલી હાથ ભર્યા જગે,

કમાડ હ્દય કારણ.

દીપ્તિ પટેલ 'શ્રીકૃપા'
વડોદરા.

Read More

દુહો..

અરમાન ખોજ અવનવી,

         શાંત પવનો સાથે,

મૃગજળ બનીને  મંઝિલ,

           હેમ કથીર હાથે.

દિપ્તી પટેલ'શ્રીકૃપા'
વડોદરા..

Read More

દરિયા માનવ દિલોના,
      સજાવું મધુર સપને
તિમિરના ગૂઢ તેજને,
       સુખદ સ્નેહ ઇ સ્વજને.

દિપ્તી પટેલ'શ્રીકૃપા'
વડોદરા.

Read More

ભુજંગ પ્રયાત છંદ
લગાગા લગાગા લગાગા લગાગા

તમારી શક્તિની સવારી પધારી,
કરો  ને  ઈશારો  દયાની  વધારી,
વિશ્વાસે  તમારી  દર્શને  ઉદ્ધારી,
હવે તો મનાવી મહિમા ઉચ્ચારી.

સત્કારુ  વહેલા  પરોઢે  લગીરે,
પુકારુ  દયાના  ભરોસે  સદાયે,
તુ જો ભાગ્ય મારા ઉજાળે જરાયે,
નિરાશા ભગાવી હૃદયમાં વસીયે.

વહેંચી કરુણા જ ઝોલી ભરીને,
નિહાળું  સૃષ્ટિના  નિયંતા  કરીને,
નમીને   ભજીને  મનાવી  ફરીને,
રિઝાવો ભરી શ્રીકૃપાથી ધરીને.

દિપ્તી પટેલ'શ્રીકૃપા'
વડોદરા.

Read More

બનાવવી  છે ચૂંદડી  મારે મારી  માતાની,
બનાવી મારા હાથથી ચૂંદડી મારી માતની.

લાલ-લીલી ચૂંદડીમાં ભાત અનેરી મારી માતની,
ટમટમતાં આભલાં લગાવી ચૂંદડી મારી માતની.

સોનાના તારે કેમ કરી મઢાવું ચૂંદડી મારી માતની,
ખોબલે ખોબલે લાગણી પરોવી ચૂંદડી મારી માતની.

રૂપાના ફૂલડાં કેમ કરી મઢાવું ચૂંદડી મારી માતની,
નીચોવી મારા સ્વપ્નો હેતે ભરી ચૂંદડી મારી માતની.

ઓઢાવું જગદંબે પ્રેમે આ ચૂંદડી મારી માતને,
દર્શન આપીને તારો આ જીવન ચૂંદડી મારી માતની.

દિપ્તીબેન પટેલ.
વડોદરા.

Read More

ઘણી ગોઝારી ઘટના,
       કુટેવ  બની  કાળ,
  દર્દ  ઊપર  દુર્ઘટના,
        સતત રાખ સંભાળ.

દિપ્તી પટેલ'શ્રીકૃપા'
વડોદરા..

Read More

મમતા તારી માવડી,

      રંગીલો રણકાર,

ન  તરે મારી નાવડી,

       ઝાલ  હાથ ઝણકાર.

દિપ્તી પટેલ'શ્રીકૃપા'
વડોદરા

કાળો કેર કોરોના,
સંગઠન ટાળ સંગ,
મહારોગ ઍ વિશ્વ મહીં,
જન જાગૃતથી જંગ.

દિપ્તી પટેલ'શ્રીકૃપા'
વડોદરા.

Read More