Quotes by D.r. Chaudhary in Bitesapp read free

D.r. Chaudhary

D.r. Chaudhary

@d.r.chaudhary8985


કાયમ તો રહેવાનું નથી ધરતી પર,
શું કામ વાદ વિવાદ કરીએ,
ચાલ ને દોસ્ત સમય કાઢી
બે ચાર મીઠી વાત કરીએ....♥️

* પાણી *
વાંક કાઢી વરસાદનો માણસ લુચ્ચો ..તો ખસી ગયો
પાણી પાણી કરે જીવ ને એ બોટલ ભરીને લઈ ગયો

આ તડકે તાણ્યા તીર ને નદીએ સુકાણા નીર
કેમ કરી જીવે જીવ હવે એના કર્મે લખ્યા કથીર

હિલોળા લઈ જ્યાં લહેરાતો હતો બાજરો
ત્યાં આજ ધુળની ડમરી ને કોરો લુ નો વાયરો

દૂરથી દિખતો હતો રળિયામણો એ આજે ભૂંડો ભાસે ભાખરો
જાડી જોખરાં તડકે બળે ને પેલો ખાખ થઈ ને ઉભો ખાખરો

પંખી પારેવા નાહતા હતા દરિયા જેવા ડેમમાં
આજ કુંડા ખાબોચિયા શોધે છે ફળીયા અને સેમમાં

તું જંગલ જંગલ ખોદી વળ્યો ને તારા ડુંગરે ડુંગરે ડેરા બનાયા
તારા વાંકે જે વરસતા હતા વાદળાં,, એને પણ તે વેરી બનાયા

આજ ધારી ધારીને તું ઢોળી નાખે પણ એક દિ' ધાર્યું ધણીનું થાશે
ટીંપે ટીંપે વલખા થાશે ને ............પરપોટે પરપોટે પાણી થાશે
પછી,, હે માનવ તારું શુ થાશે...!!----- nag

Read More

😊

હું તમને ના કું , કે તમે કો કે કું

-D.r. Chaudhary

• ઠંડો ધાબળો •
આ કડકડતી ઠંડીમાં થરથર કાંપે સરીર,ને ઉંઘવાનું મન થાય
જો હોત ત્રેવડ એમની એક ધાબળો લેવાની
તો કોને,,,
આમ.. ફૂટપાથ પર પાંદડા પાથરી કાગળ ઓઢવાનું મન થાય

સરરર,,કરતો છાતી સસોરવો નીકળે પવન,ને સંતાવાનું મન થાય
જો હોત એમની જુંપડીની જગ્યાની એકાદ આકારણી
તો કોને,,,
આમ.. ઉઘાડું આકાશ ઓઢી બહાદુરી બતાવવાનું મન થાય

સૌને ટાઢમાં તાપણું કરી,તલસાંકળી ખાવાનું મન થાય
જો હોત તાકાત એમના ટાઢા રોટલામાં ટાઢ રોકવાની
તો કોને,,,
આમ.. તમારો રસ્તો રોકી છુટ્ટા માગવાનું મન થાય.
--nag

Read More

वो चला गया, ये भी बीत जाएगा
कुछ भी करलो,, एक दिन वक्त ही जीत जाएगा.।
#nag

હવે એના વાંક મને દેખાશે નઈ
એની ભૂલને નાદાનીથી વધુ કંઈ કેવાસે નઈ
કારણ,,,, આ પ્રેમ છે સાહેબ....
હવે એનાથી અલગ ક્યાંય રેવાસે નઈ_🥰

-D.r. Chaudhary

Read More

તારા દુઃખે દુઃખી હું,,ને મારા દુઃખે દુઃખી તું
આ પ્રેમ છે સાહેબ,જેની એક પાંખ હું તો બીજી તુ
એટલે જો તું હશે તો એ પળ જીવી જાઉં હું,,
ને હું રોવું તો એ આંસુ પીવી જાય તું..._

-D.r. Chaudhary

Read More

* સરિતા *
જુઠું બોલી સરિતા સાગરને મળવા ગઈ છે
હવે કયા મોઢે ઘેર પાછી આવે
એને ખબર હતી કે પર્વતની પહોંચ પાંચ ગાઉ
હવે મોકળા મેદાને એ આગળ નીકળી ગઈ છે

ખબર છે કે ખારો છે તોય ભળવા ગઈ છે
હવે કેમ કરી પાની પાછી કરે
એને એમ કે મારી મધુરતાથી મીઠડો કરી દઉં
એટલે ખુદને ખોઈ ખાર ગળવા ગઈ છે

મળ્યા પછી મન ભરાણું પાછી વળવા ગઈ છે
હવે પિતાનો પ્રેમ ને ઘર ઘણુ સાંભરે
બનું વાદળી ને પર્વત પાસે પહોંચી જાઉં
એટલે,,,હવે
ઓઢી બરફની ચાદર ને ઘરમાં ક્યાંક સંતાણી છે.

Read More

* ઉજળા પૂતળા *
સાતિર દિમાગથી તો ખાલી છેતરી શકાય
ભેળા રેહવા માટે તો ભોળા બનવું પડે
ને કોણે કહ્યું કે,,
હોશિયારીથી તો સૌના દિલ જીતી લેવાય
હાચો પ્રેમ કરવા તો ઓધળા બનવું પડે

ભેગુ કરવાથી તો ખાલી ઘર ભરાય
ભવની ભૂખ ભાગવા તો પૂતળા બનવું પડે
એક વાત તો છે,,કે
સાથે રાખવા હોય સૌને તો
દૂધથી ધોળા ને આગ થી ઉજળા બનવું પડે

કે,, સારું નરસું તો કહેતી રહેશે દુનિયા
ખારા દરિયામાં સમાવું હોય તો મોળા બનવું પડે
ને એવું નથી કે,,
આગળ જઈ આનો કોઈ અંત આવશે
પારકા ને પોતાના કરવા તો સદાય સુવાળા બનવું પડે.--

Read More