* પાણી *
વાંક કાઢી વરસાદનો માણસ લુચ્ચો ..તો ખસી ગયો
પાણી પાણી કરે જીવ ને એ બોટલ ભરીને લઈ ગયો
આ તડકે તાણ્યા તીર ને નદીએ સુકાણા નીર
કેમ કરી જીવે જીવ હવે એના કર્મે લખ્યા કથીર
હિલોળા લઈ જ્યાં લહેરાતો હતો બાજરો
ત્યાં આજ ધુળની ડમરી ને કોરો લુ નો વાયરો
દૂરથી દિખતો હતો રળિયામણો એ આજે ભૂંડો ભાસે ભાખરો
જાડી જોખરાં તડકે બળે ને પેલો ખાખ થઈ ને ઉભો ખાખરો
પંખી પારેવા નાહતા હતા દરિયા જેવા ડેમમાં
આજ કુંડા ખાબોચિયા શોધે છે ફળીયા અને સેમમાં
તું જંગલ જંગલ ખોદી વળ્યો ને તારા ડુંગરે ડુંગરે ડેરા બનાયા
તારા વાંકે જે વરસતા હતા વાદળાં,, એને પણ તે વેરી બનાયા
આજ ધારી ધારીને તું ઢોળી નાખે પણ એક દિ' ધાર્યું ધણીનું થાશે
ટીંપે ટીંપે વલખા થાશે ને ............પરપોટે પરપોટે પાણી થાશે
પછી,, હે માનવ તારું શુ થાશે...!!----- nag