* સરિતા *
જુઠું બોલી સરિતા સાગરને મળવા ગઈ છે
હવે કયા મોઢે ઘેર પાછી આવે
એને ખબર હતી કે પર્વતની પહોંચ પાંચ ગાઉ
હવે મોકળા મેદાને એ આગળ નીકળી ગઈ છે
ખબર છે કે ખારો છે તોય ભળવા ગઈ છે
હવે કેમ કરી પાની પાછી કરે
એને એમ કે મારી મધુરતાથી મીઠડો કરી દઉં
એટલે ખુદને ખોઈ ખાર ગળવા ગઈ છે
મળ્યા પછી મન ભરાણું પાછી વળવા ગઈ છે
હવે પિતાનો પ્રેમ ને ઘર ઘણુ સાંભરે
બનું વાદળી ને પર્વત પાસે પહોંચી જાઉં
એટલે,,,હવે
ઓઢી બરફની ચાદર ને ઘરમાં ક્યાંક સંતાણી છે.