• ઠંડો ધાબળો •
આ કડકડતી ઠંડીમાં થરથર કાંપે સરીર,ને ઉંઘવાનું મન થાય
જો હોત ત્રેવડ એમની એક ધાબળો લેવાની
તો કોને,,,
આમ.. ફૂટપાથ પર પાંદડા પાથરી કાગળ ઓઢવાનું મન થાય
સરરર,,કરતો છાતી સસોરવો નીકળે પવન,ને સંતાવાનું મન થાય
જો હોત એમની જુંપડીની જગ્યાની એકાદ આકારણી
તો કોને,,,
આમ.. ઉઘાડું આકાશ ઓઢી બહાદુરી બતાવવાનું મન થાય
સૌને ટાઢમાં તાપણું કરી,તલસાંકળી ખાવાનું મન થાય
જો હોત તાકાત એમના ટાઢા રોટલામાં ટાઢ રોકવાની
તો કોને,,,
આમ.. તમારો રસ્તો રોકી છુટ્ટા માગવાનું મન થાય.
--nag