Quotes by Chetan Pappu Parikh in Bitesapp read free

Chetan Pappu Parikh

Chetan Pappu Parikh

@chetanparikh


મૃગજળ પાછળ હરણ જેમ દોડે ,
મારા મનમાં એવું જ કંઈ સળવળે,
ઈચ્છાઓનુ રણ નભે જેટલું વિસ્તરે,
આરંભનુ એક કિરણ ન મળે,
રસ્તાઓ સૂના ભેંકાર ભાસે,
આત્મજનોનું મૌન મનમાં ખળભળે,
કાગળના ફૂલો છે સુંદર રંગીન,
કેદ ભ્રમર કેવા ટળવળે,!

લાખ કોશિશ કરી જોઈ ઊડવાની,
પાંખ વગર ક્યાં કોઈ ઝળહળે,
ચરણો પણ હવે છે થાક્યાં,
ચાલવાનું તો ટાળ્યું ન ટળે,
આશા અમર છે ઈચ્છાઓ અપાર,
માંગ્યુ જીવનમાં બધું જ ન મળે,

'માહીર'
ચેતન પરીખ

Read More

જય મુકેશબાબા તારો તારો ખેલ નીરાલો,
જીયો ને અચાનક જ અમલમાં મૂકી દીધો,
જનતા ને દોડતા કરી દીંધા,
99₹મા આખી દુનિયા ને જીતી લીધી,
303,માં જગને જીયો મય બનાવી લીધો,
જય મુકેશબાબા__________________
એરટેલ ના ધંધા મંદ કરી દીધા,
આઈડિયા ને આઈડિયા કરતા કરી દીધા,
યુનીનોર ને દૂર ધકેલી દીધા,
3જી વાડા ને થોડા નિરાશ પહેલા કયૅા,
2200₹નો તમાચો મારી ખુશ કરી દીધાં,
જીયો માં જીવ ભરી દીધો,
જય મુકેશબાબા___________________
bank તો બસ કહી દીધાં,
મોબાઇલ મા પ્રાણ પુર લીધા,
જનતાને ખુશખુશાલ કરી દીધા,
ઝડપને ધીમી કરી લીધી,
હલક

Read More

બાળપણ ફરી ન આવશે કદી,
માંની લોરી ફરી ન સંભળાશે કદી,
શેરી માં કીકીયારીઓ ન સંભળાશે કદી,
ગીલી ડંડા ફરી ન રમાશે કદી,
બાળપણ ફરી ન આવશે કદી, ________
ઝઘડા,તકરાર ન થશે કદી,
આંબલી પર ન ચડાશે કદી,
આંબા પરથી કેરી ન તોડાશે કદી,
વાડીથી ફરીયાદ ન આવશે કદી,
સખા ફરી ન મળશે કદી,
માતા મીઠા ઠપકા ન આપશે કદી,
બાળપણ ફરી ન આવશે કદી, __________
રંગ હોળીના માનસ પરથી ન જશે કદી,
દિવાળીની રોનક ન આવશે કદી,
પતંગો પકડવા ન જવાશે કદી,
પનિહારી ની મટકી ન ફોડાશે કદી,
બાળપણ ફરી ન આવશે કદી, __________
સંસ્મરણો ન ભૂલાશે કદી,
માનસપટ

Read More

વષાૅ રે વષાૅ આવ તુ ,
હિમાલય થી હિમ રૂપે આવ તુ,
અરબ સાગર થી નીર રૂપે આવ તુ,
વાદળ ને ગજાૅવ તુ,
વીજળીને ચમકાવ તુ,
વષાૅ રે વષાૅ આવ તુ,_______
નદીઓ ને છલકાવ તુ,
સાગરની લહેરો ને વહાવી તુ,
ધરતી ને મહેકાવ (2)તુ,
લીલોતરી ફેલાવો તુ,
વષાૅ રે વષાૅ આવ તુ,_______
પીપાસા ખગની મીટાવ તુ,
ફુલો ને હરકાવ (2)તુ,
અતિશય ન આવ(2)તુ,
લેશ પણ ન આવ(2)તુ,
વષાૅ રે વષાૅ આવ તુ________

'માહીર'
ચેતન પરીખ

Read More

જીંદગી નો કાઈ ભરોસો નહી
ગમે ત્યારે હાથતાળી દઇ જાય,
જાણે હસતુ ફુલ અચાનક જ,
કરમાય ને ખરી (2)જાય,
કોઈ લાગવગ ત્યાં ચાલે નહી,
ગમે તેને (2)લઇ જાય,
અમીર ,ગરીબ, ચોર , શાહુકાર,
એના માટે બધા જ સરખા,
કેસ તારીખની વાત જ નહીં,
સીધો ઈન્સાફ(2)જ થઇ જાય,
જે મેળવ્યું,જે ખોવ્યુ,જે લણ્યુ,
એની આગળ બધું જ ભૂત થઇ જાય,
કેટલી ગાડીઓ છે, બંગલો છે,
સોનું ,ચાંદી,હીરા, મોતી (2)ની,
એની આગળ કોઈ વાત જ નહી,
બધું જ અહીં નુ અહીં જ રહી જાય,

'માહીર'
ચેતન પરીખ

Read More

મે કવિતા તારા માટે લખી,
કવિતામાં મે પ્રેમ ની કડીઓ લખી,
મે એમાં મારા દિલના અરમાનો લખ્યા,
મે મારા દિલની ધડકન લખી,
મે કવિતા_____
મે તારા રૂપની લડીઓ લખી,
મે તારા હોઠ ની મધુરતા લખી,
મે તારી અંગડાઇ પર અલફાઝ લખ્યા,
મે તારા પર મતલા લખ્યા,
મે તારા પર રુવાઈ લખી,
મે કવિતા _____
મે પ્રેમ નો ઈઝહાર લખ્યો,
મે મારા દિલનો એકરાર લખ્યો,
મે મારી હર સહર તારા નામે લખી,
મે મારી હર સાંજ તારા નામે લખી,
મે કિવતા_____

'માહીર'
ચેતન પરીખ

Read More

(2) મેઘા
મેઘા રે મેઘા ,
તુ કાંઈ મહેર કર,
સુની રે ધરા,
તુ કાંઈ મહેર કર,
સુકી રે નદી,
તુ કાંઈ મહેર કર,
સુકા રે ખેત,
તુ કાંઈ મહેર કર,
પયાસા રે ખગ,
તુ કાંઈ મહેર કર,
મોંઘા રે ધાન,
તુ કાંઈ મહેર કર
કોરા રે બાગ,
તુ કાંઇ મહેર કર,
ઉનો રે વાયરો,
તુ કાંઈ મહેર કર,
લતાઓ રે સુકી,
તુ કાંઈ મહેર કર,
હેરાન રે માનસ,
તુ કાંઈ મહેર કર ,

' માહીર'
ચેતન પરીખ

,

Read More

(9) પ્રેમ
પ્રેમ
એટલે
ચુંબન
કે
ચાદર પરની
કરચલીઓ
કે
પરસ્પરની લાગણી
કે
સમપૅણની
ભાવના
કે
પરસ્પર
વિશ્વાસ
કે
અણસમજ્યો
કોયડો

'માહીર'

ચેતન પરીખ

Read More

(10)મારા ચિતડાનો ચોર
મારા ચિતડાનો ચોર
મારો શામળિયો____મારો
કેવો સુંદર છે નંદકિશોર
અેવો મારો શામળિયો
પીળા પીતાંબર ધારી
મારો શામળિયો
મોરપીંછ થી શોભે
મારો શામળિયો____મારા
મોરલી વગાડતો
મારો શામળિયો
ગોપીઓને સતાવતો
મારો શામળિયો
કાળો -કામણગારો
મારો શામળિયો____મારા
ગાયો ચરાવતો
મારો શામળિયો
સખાઓ સાથ રમતો
મારો શામળિયો
કાળીયા નાગને હંફાવતો
મારો શામળિયો
નવીન (2)લીલાઓ કરતો
મારો શામળિયો___મારા
દ્રોપદી ના ચીર પુરતો
મારો શામળિયો
પાંડવોના સખા બનતો
મારો શામળિયો
અજૅુનનો સાથીૅ બનતો
મારો શામળિયો___મારા
વિદુરનો મહેમ

Read More