Quotes by CHETAN OZA in Bitesapp read free

CHETAN OZA

CHETAN OZA

@chetanoza.952375
(4)

કાગડાઓ એક થઇ ક્રા ક્રા કરે,
કોયલ ની કૂ કૂ ના દબાવી શકે,
કારણ કે કાગડાઓ પોતા ના કંઠ મા કોયલ ની કૂ કૂ ના લાવી શકે !

એક પગે પાણી માં સ્થિર થઇ બગલાઓ ધ્યાની નો ઢોંગ તો રચાવી શકે,
પણ હંસલા ની જેમ સાચા મોતી નો ચારો ના ચરી શકે ના પચાવી શકે !

જુઠ્ઠી જમાત બધી એક થઇ થોડાં દિ’ સચ્ચાઇ ના શબ્દો ને રુંધી શકે,
પણ ખોટાબોલાઓ સચ્ચાઇ ના સાચા ખોળા કદિ ના ખુંદી શકે !

વિરોધી ઇર્ષ્યાળુ સફળ માણસ ના વેરી થઇ વાળ ને વિખેરી શકે,
પણ જેના પર રામ મારો ક્રુપા કરે એનું માથુ કદિ ના વધેરી શકે !

(માટે) મુંજાશો મા તમે મોંઘા માનવીઓ મૌજ અને મસ્તિ થી મ્હાલ્યા કરો,
ભલે ને શ્વાન બધા ભસતા હોય રાત દિ’હાથી છો હિમ્મત થી હાલ્યા કરો !

Read More

સત્ય સાંભળવું નથી તો તરત મારો ચોકડી ,
અંતર થી ઓગળવું નથી ? તો તરત મારો ચોકડી !

ભક્તિ નો ભંડાર ભરીયો છે અખુટ સંસાર માં,
ભજન માં ભળવું નથી તો તરત મારો ચોકડી !

શમા સળગે છે દિવસ ને રાત મહોબત્ત ની અહીં,
એ આગ માં બળવું નથી ?તો તરત મારો ચોકડી !

સત્ય ના ઉપદેશકો તમે પણ સમજી જજો,
પ્રિત્ત્યુ માં પલળવું નથી તો તરત મારો ચોકડી !

તમે પણ પીડી ઇજારો રાખ્યો ક્યા સચ્ચાઇ નો ?
મળવુ નથી,ભળવું નથી ? તો તરત મારો ચોકડી !

:-ચેતન પ્રજાપતિ-:

Read More

ક્યારનો ચિંતા કરે છે કાલની, ઠાર પહેલાં આગ અબ્બીહાલની.
આમ નવરો લાગું છું, પણ છું નહીં, રાહ જોઉં છું તમારી ચાલની.
રમતાં-રમતાં બાળકે લીટા કર્યા, હસ્તરેખા થઈ ગઈ દીવાલની!
રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના, વાત બહુ કરતો હતો જે વહાલની.
આભ નીચે એક જણ કચડાઈ ગ્યો, છે જરૂરત કોઈને અહેવાલની?

ચેતન પ્રજાપતિ

Read More

આંખમાં મોઘમ હતું એ વાંચવું ભૂલી ગયા
પ્રેમનો રસ્તો મળ્યો તો ચાલવું ભૂલી ગયા

કોઈ પૂછે તો પ્રણયની વારતા છે એટલી
દિલ જરા તૂટી ગયું ને સાંધવું ભૂલી ગયા

રાત-દિન એ શોધવામાં ખોઈ નાખી જિંદગી
એકબીજાનાં હ્રદયનું બારણું ભૂલી ગયા

એક પળમાં લાગણી જાહેર થઈ ચર્ચાઈ ગઈ
એક આંસુ આંખમાં સંતાડવું ભૂલી ગયા

એકલો દીવો હતો ને રાત વરસાદી હતી
આપણે હોવાપણું ઓગાળવું ભૂલી ગયા

એ વળાંકે આજ પણ ઊભા છીએ વર્ષો પછી
આપથી જુદાં થયા ને ક્યાં જવું ભૂલી ગયા

ચેતન પ્રજાપતિ

Read More

હું ભરતી - ઓટ વગરનો એક કિનારો શોધું છું
ને નથી આવવાનાં જે એમનાં વિચારો શોધું છું,
વધુમાં વધુ શું થશે એમ પૂછી બેઠો છું જાતને
પાછળ આપેલાં આવા દિલાસા હજારો શોધું છું.
આશ હતી ભર ઉનાળે રણ પ્રદેશમાં પાણી જેમ
મૃગજળમાં આપેલ એ વર્ષો જૂનો ઈશારો શોધું છું
આવજો મળીશું એ જગ્યા એ જ્યાં છૂટા પડ્યા હતા.
લખવા આ કવિતા આજે હું દર્દનો વધારો શોધું છું.
ખબર છે તમે સળગાવી નાખી છે એ યાદો જતાં જતાં.
કદી નાં નિભાવ્યા એ જન્મોજન્મનાં કરારો શોધું છું

Read More

દિલદારો ની દુનિયા મા દિલગીરી શબ્દ નુ સ્થાન નથી,
એ સંબંધ આત્મિયતા નો છે જ્યાં માન કે અપમાન નથી !

આ દિલ ને જો ડર લાગે તો એ પથ્થર ને પણ ઇશ્વર માને,
પણ પાપ પુણ્ય થી દુર રહે તો ભક્ત નથી ભગવાન નથી !

શુ વાત કરુ એ દુનિયા ની જે દુનિયા છે દિલ વાળા ની,
અહી ફક્ત રહે છે યજમાનો કોઇ ઘડીક ના મહેમાન નથી !

જે વાતે વાતે દિમાગ થી વહેવાર કરે વેપાર કરે,
એને કહી દ્યો કે દુર રહે બેહોશ છે એને ભાન નથી !

Read More

માની લીધેલા કહેવાતા શુભ ચિંતકો જશે,
પોતા ની અનુકુળતા પ્રમાણે અહીં હશે,
બસ માનવી છીએ કોઇ દેવ તો નથી,
જે એકલા રહ્યા એ છેવટ એકલા થશે !

અહી રામ અને ક્રુષ્ણ જેવા એકલા ગયા,
સિકંદરો કલંદરો જોગંદરો ગયા,
જતિ,સતિ,લક્ષ્મીપતિ જોગી વિજોગી ગ્યા,
મુછો મરડતા,પ્રુથ્વિપતિ ખોંખારતા ગયા !

જે ગયા એના સરનામાં કે દેશ ના રહ્યા,
ના રહ્યા કોઇ વાયકો સંદેશ ના રહ્યા,
એ માથા ના અંબોડલા ના કેશ ના રહ્યા,
એ પાઘડી એ ટોપીઓ એ ખેસ ના રહ્યા !

છતાંય માનવી કાં અભિમાન લઇ ફરે ?
કાં અલ્લા કે ઇશ્વર કે ના ભગવાન થી ડરે ?
કાં ત્રિગુણી માયા ના ચક્કર માં ફર્યા કરે ?
ધરાર કવિ ચેતન આવુ વિચાર્યા કરે !
ચેતન પ્રજાપતિ

Read More