Quotes by Chauhan Prashant in Bitesapp read free

Chauhan Prashant

Chauhan Prashant

@chauhanprashant081712


વાત જાણે કે એમ હતી,
એમની વિખરાયેલી લટોમાં એક અદા હતી.

આંખોથી પ્રવેશી એમની તસ્વીર હ્રદયમાં,
બંધ આંખે જોવાની એમને એક મજા હતી.

ગુલાબના ફુલ માંય ન મળી વિશેષ મહેક,
તેમને સ્પર્શેલી હવાની સોડમ ઘણી તાજા હતી.

વહેતો પવન પણ શરમથી થંભી ગયો,
એમની પાલવ લહેરાવવાની રીત જ કાંઈ જુદા હતી.

નથી રહી ઈચ્છા હવે પામવાની ઈશ્વર ને,
જાણે એમની સૂરત પણ કોઈ મંદિરની ખુદા હતી.

શોધી રહ્યો છું હું હવે ખુદને આ જગતમાં,
એમની ચાહમાં જાત ભૂલ્યાની મનગમતી આ સજા હતી.

- પ્રશાંત ચૌહાણ ( પાલનપુર )

Read More

વર્ષો પછી આંખો આજે હલકી અનુભવી,
નક્કી તારી યાદો વહી છે એમાંથી...

- પ્રશાંત ચૌહાણ ( પાલનપુર )

વર્ષોથી મૌન રહેલી હૃદયની લાગણીઓને,
હમણાં-હમણાં વાચા ફૂટી છે.

કૈક બંધનો હતા અજાણ્યા કોઈ ભયના,
સ્પર્શ તારો થયો ને તંતુએ તંતુએ તૂટી છે.

મોતી તો ઘણાય સારી જાય છે વેદનાના એ દરિયામાંથી,
પણ તુજ સમ "અનમોલ" હીરા ને સાચવે એ જ તો મારી મુઠ્ઠી છે.

નથી માનતો હું કે છે આ જગતમાં દુઃખ નું અસ્તિત્વ,
બાકી તમે કોઈની ચાહતને કસોટીમાં ઢાળો એ રીત જ સાવ ખોટી છે.

અચાનક ચાલી નીકળ્યો છું અજાણી આ રાહ પર,
સાથ તમારો ઈચ્છું છું નહિતર અંતે તો એ જ માટી છે.

ઘણે દૂરથી નજર નાંખી એક આસ લઈ તુજ સમીપે આવ્યો છું,
પ્રકૃતિ એ પણ ઉજ્જડ આ પ્રદેશમાં વર્ષા કઇંક છાંટી છે.

જેમ જડ્યું હોય નાના બાળને એમ વિચારી રાજી થાઉં છું,
દિવસે તો ઉજાગરો હતો જ ને હવે રાતેય બહુ મોટી છે.

હે ઈશ્વર! તું પણ શું યાદ રાખીશ મને,
એક પ્રેમના ખાતર મે તારી પણ ભક્તિ છોડી છે.

- પ્રશાંત ચૌહાણ ( પાલનપુર )

Read More

રોમે-રોમ પ્રગટ્યા છે પ્રેમ ના દીવા,
જેની અગન આજે દિલ સુધી જાય છે.

અસીમિત છે ઇચ્છાઓ મારી તમને કશુંક કહેવાની,
બસ હોઠ અને હ્રદય વચ્ચે કિનારા થોડા બંધાય છે.

ગંગાના નીર મા રહી જ છે ક્યાં એ શક્તિ હવે,
ખારા-ખારા પાણીએ મનની વ્યથા ધોવાય છે.

જરા વિચારો કેવી હાલત હશે એ લાચાર "જુગારી' ની,
બાજી પોતાના હાથમાં છે અને બીજા જીતી જાય છે.

શું મૌન રહેવું એ પણ ગુનો છે આ જીવનમાં?
બાકી શબ્દ સાથે અથડાઈને પ્રેમના વહાણ કંઈક તૂટી જાય છે.

કેવું બદનસીબ હશે બિચારું એ પાંદડું,
વસંતની ઋતુ માંય પીળું પડી જાય છે.

અજાણ હતો અત્યાર સુધી હું પ્રેમની વ્યાખ્યા થી,
જેની તીવ્રતાનું બ્રહ્મજ્ઞાન હવે મને થાય છે.

માફીની અપેક્ષા સાથે આટલે જ ઉભો રહી જાઉં છું,
બાકી પહાડોમાં પડેલા પડઘા પાસે આવતા ઘણીવાર લાગી જાય છે.

- પ્રશાંત ચૌહાણ ( પાલનપુર )

Read More

પહેલું મિલન


એક આથમતી સાંજે અમે મળ્યા,
ઢળતા સૂરજની ત્યાં હાજરી હતી.

અપેક્ષા કરતા વધુ સમય મળ્યો,
સૂર્યાસ્ત પછી પૂનમની ચાંદની હતી.

પ્રથમ તો કોણ કરશે શરૂઆત વાતની,
બંને ના હોઠો પર છુપી એક કંપારી હતી.

થયું આગમન અચાનક ત્યાં ખામોશી નું,
બંને હ્રદયની પરસ્પરની આ વાણી હતી.

"હિંમત" થી શબ્દ એક સરી પડ્યો "તમે...",
ને ફરી પાછી નીરવ ઠંડા પવનની મિજબાની હતી.

સમય જાણે થંભી ને સાથ આપી રહ્યો હતો,
એને પણ જાણવાની ઈચ્છા અમારી કહાણી હતી.

સ્વસ્થ થઈ પુછી લીધું, "ચાહું છું આપનો સાથ જીવનભર",
એના મૌન મા મારા પ્રેમ ની અસર વર્તાતી હતી.

રોમે-રોમ પ્રગટ્યા હતા પ્રેમના દીવા,
ચાંદની ની શીતળતા એ ભીતર અગન જલાવી હતી.

આભાર માનું છું હું એ ઉપકારી પ્રકૃતિ નો,
એ સાંજ, એ રાત માથે અમારા મિલનની જવાબદારી હતી.

- પ્રશાંત ચૌહાણ ( પાલનપુર)

Read More