The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ક્યાં સુધી રમતમાં રાજનીતિ થતી રહેશે ?? ભારતીય કુશ્તી સંઘનાં પ્રમુખ તરીકે બૃજભૂષણ શરણસિંહનાં સાથી સંજયસિંહની જીત સાથે જ શુભેચ્છાઓ અને ફૂલોની માળા બૃજભૂષણને પહેરાવવામાં આવી રહ્યાં છે. તેનાં પરથી જ ખ્યાલ આવી જાય છે કે, છેલ્લા એક દાયકાથી કુશ્તી સંઘની ધૂરા સંભાળનાર અને મહિલા રેસલરોએ જેની પર ગંભીર આરોપો લગાવ્યાં છે એવા બૃજભૂષણ પાસે જ કુશ્તી સંઘની કમાન રહેશે. જેની પર એફ.આઈ.આર. નોંધાવવા માટે રેસલરોને ધરણા કરવાં પડ્યા હતાં અને અંતે હાઈકોર્ટની ખલેલ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી એવાં બાહુબલી સાંસદ સામે ' પૂર્ણ બહુમતવાળી સરકાર ' પણ કોઈ એક્શન લેવા પાંગળી દેખાતી હતી. બૃજભૂષણ સામે ધાક-ધમકી, હત્યા, હુલ્લડ, અપહરણ જેવા 38 જેટલાં ગંભીર આરોપો લાગેલા છે એવાં વ્યક્તિનાં હાથમાં દેશની પ્રતિષ્ઠિત કુશ્તી સંસ્થા રહે તે ખૂબ જ ગંભીર બાબત છે. નવી સંસદમાં વિરોધ કરવા બદલ અને પોતાનાં વિચારો રજૂ કરવા પર જનતાનાં પ્રતિનિધિ એવાં 146 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે બૃજભૂષણને હજુ સુધી સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી. સરકાર આવાં વ્યક્તિને છાવરીને શું સાબિત કરવાં માંગે છે ? રેસલરોએ મહિલા અધ્યક્ષ બનાવવા માટે પૂરી તાકાત લગાવી હતી પરંતુ બૃજભૂષણ જૂથનો વ્યક્તિ જીતી જતા તેમને હવે ન્યાયની આશા રહી નથી. પ્રેસ કોન્ફરન્સમાં ઓલિમ્પિક ચેમ્પિયન તેમજ દેશને અનેક વાર ગૌરવ અપાવનાર દીકરી સાક્ષી મલિક રડી પડી અને ટેબલ પર રેસલિંગ શૂઝ મૂકીને કુશ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ઓલિમ્પિક ચેમ્પિયન બજરંગ પુનિયાએ સન્માનનીય પદક પદ્મશ્રી પ્રધાનમંત્રી આવાસ બહાર મૂકીને પરત કર્યો હતો. તેમજ બૃજભૂષણનાં નજીકનાં સાથીને ચૂંટણી મેદાનમાં નહીં ઉતારવાનું વચન ન પાળવાનો સરકાર પર આરોપ લગાવ્યો છે. એક તરફ સરકાર ઓલિમ્પિકની યજમાની મેળવવાનાં પ્રયાસો કરી રહી છે અને બીજી બાજુ દેશનાં રેસલરો પ્રત્યે જ આવો ઘોર અન્યાય થઈ રહ્યો છે. સરકાર ક્યાં સુધી ચૂપ રહેશે ? સરકારે દેશનાં દરેક સામાન્ય માણસનો અવાજ સાંભળવો પડશે. સરકારે સમજવું પડશે કે, ફક્ત નવી ઈમારત બાંધવાથી વિશ્વની સૌથી મોટી લોકશાહીનું રક્ષણ થઈ જતું નથી !! લેખક - બાદલ સોલંકી Instagram Id - @baavlo_chhoro
My Article In Today's Divya Bhaskar Newspaper...💙
મણિપુર પ્રત્યે આવી નિરસતા કેમ ? બે મહિનાથી વધારે સમય થઈ ગયો છતાં મણિપુર હજુ સુધી સળગી રહું છે. 130 થી વધારે લોકોનાં મૃત્યુ થઈ ગયા છે અને 50,000 થી વધારે લોકો બેઘર બની ગયાં છે. મણિપુરનાં લોકો દર્દથી ચીસો પાડી રહ્યાં છે પરંતુ સાંભળનાર કોઈ નથી. ભારતનાં એક અભિન્ન અંગમાં આવી દયનીય સ્થિતિ છે અને બાકીનાં ભારતનાં લોકોને તેનાથી જરાય ફરક પડી રહ્યો નથી. નોર્થ - ઈસ્ટનાં રાજય પ્રત્યે આવી દ્રષ્ટિ દેશની અખંડિતતા માટે યોગ્ય નથી. દિવસભર યુક્રૈન - રશિયા અને અમેરિકા - ચીન ઉપર પ્રાઈમ ટાઈમ ન્યૂઝ ચલાવતું ટીવી મીડિયા દેશનાં જ એક રાજયમાં ચાલી રહેલી હિંસા પ્રત્યે તદ્દન ખામોશ છે. જ્યારે કોઈ રાજયમાં ચૂંટણી હોય છે ત્યારે રાજકીય પાર્ટીઓ તે રાજયમાં મહિનાઓ સુધી ડેરો જમાવી રાખે છે અને કોઈ પણ રીતે સત્તા પ્રાપ્ત કરવી એ એક જ લક્ષ્ય હોય છે. અંતે જો સત્તા ના પણ મળે તો નેતાઓને તોડી - જોડીને પણ રાજયમાં કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં સત્તા મેળવીને જ જંપે છે. તો આવી હોંશિયારી, આવી ચાણક્ય બુદ્ધિ હિંસા રોકવા માટે કેમ નથી વાપરતા એ સવાલ થાય છે. શા માટે એક રાજયને સળગતું છોડીને નેતાઓ આવનારી વિધાનસભા અને લોકસભા ચૂંટણીની સભાઓ ગજવી રહ્યાં છે. શું રાજનીતિમાં સત્તા પ્રાપ્ત કર્યા બાદ પક્ષો અને નેતાઓની જવાબદારી પૂરી થઈ જાય છે ? મણિપુરનાં લોકોનો ડબલ એન્જિન સરકાર પરથી ભરોસો તૂટી રહ્યો છે. સરકાર પ્રજાની રક્ષા કરવામાં નિષ્ફળ નીવડી છે. જયાં મંત્રીઓનાં ઘર સળગાવવામાં આવી રહ્યાં હોય તો ત્યાંની સામાન્ય પ્રજાની શું સ્થિતિ હશે એ આપ કલ્પી શકો છો. લોકોનો સરકાર પ્રત્યે આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે. તેઓ દેશનાં યશસ્વી પ્રધાનમંત્રીથી એક શાંતિની અપીલની આશ લઈને બેઠા છે. સરકારે તાત્કાલિક કોઈ નક્કર પગલાં ભરીને શાંતિ સ્થાપિત કરવી જોઈએ. કારણ કે, નોર્થ - ઈસ્ટનાં રાજ્યોમાં પહેલાથી જ દુશ્મન દેશની નજર છે, તેથી ભારતની એકતા તુટવી ન જોઈએ નહીંતર તેનું પરિણામ આપણે સૌએ ભોગવવું પડશે. લોકતંત્રમાં લોકોની રક્ષા કરવી એ સરકારની ફરજ છે અને જો સરકાર તેમાં પાછી-પાની કરશે તો જનતા તેમને આવનાર ચૂંટણીમાં ઘરે બેસાડતા ખચકાટ નહીં કરે એ સરકારે ભૂલવું ન જોઈએ. લેખક - બાદલ સોલંકી
સ્કૂલની યાદો... સ્કૂલ એટલે મંદિર એવું આપણને બાળપણમાં શીખવવામાં આવતું હોય છે અને સાચે જ સ્કૂલ એક એવી પવિત્ર જગ્યા હોય છે કે જયાં જીવનને સોનાથી મઢવાની શરૂઆત થાય છે. એવું જ મારુ મંદિર કે એવી જ મારી સ્કૂલ એટલે નિર્માણ હાઈસ્કૂલ. સ્કૂલનાં દિવસો યાદ કરુ એટલે સવારનાં પહોરમાં સમૂહમાં ગવાતી એ પ્રાર્થના, પહેલા લેક્ચરનો ઉત્સાહ, ક્યારેક લેશન ના કર્યું હોય તો શિક્ષકનાં મારની બીક, ડબ્બામાં લાવેલો નાસ્તો કરવા રિશેષની રાહ જોવાની તાલાવેલી, ચાલુ લેક્ચરે મિત્રો સાથે સંતાઈને વાત કરવાની કળા, બેન્ચીસ પર પોતાનું નામ કોતરીને તેને હંમેશા માટે અમર કરી દેવાની મજા તેમજ છેલ્લા લેક્ચરે ક્યારે બેલ પડે અને ફટાફટ ઘરે જઈએ તેની ઉતાવળ - આ બધું યાદ કરીએ એટલે આંખોનાં ખૂણા ભીનાં થઈ જાય છે. આપણે જ્યારે નાના હોઈએ ત્યારે સ્કૂલે જવામાં ખૂબ કંટાળો આવે છે પરંતુ મને-કમને જવું પડતું હોય છે. ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે, સ્કૂલ એ તો આપણાં જીવનરૂપી ઈમારતનો પાયો છે અને જો પાયો કાચો રહી જાય તો તેની ઉપર મજબૂત ઈમારત બાંધવી અશક્ય છે. તેથી જ હું મારી સ્કૂલનો હંમેશા આભારી છું કે, તેણે મારો મજબૂત પાયો ચણ્યો અને તેથી હું આજે જયાં પણ છું તે મારી સ્કૂલ અને તમામ શિક્ષકોનાં લીધે જ છું. સ્કૂલમાંથી મળેલું જ્ઞાન અને સંસ્કાર જીવનનાં અંતિમ શ્વાસ સુધી આપણી સાથે રહે છે. ક્યારેક આપણને કોઈ શિક્ષક કોઈ કારણસર વઢે કે મારે તો આપણને તે સમયે ખરાબ લાગતું હોય છે પણ તેમનાં દ્વારા પડેલો માર જ આપણાં ભવિષ્યને ક્યારેક સાચી રાહ ચીંધી દે છે. હું મારા જીવનમાં મને મળેલા દરેક શિક્ષકનો આજન્મ આભારી રહીશ. સ્કૂલમાંથી મળેલું પ્રાથમિક શિક્ષણ જ જીવનભરનાં શિક્ષણનો આધાર હોય છે. મને ધન્ય કરનારી એવી મારી શાળાને કોટી કોટી વંદન. મારી સ્કૂલની દિવાલ પર લખેલી પંક્તિઓ યાદ આવે છે કે, " શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જયાં વહે..." લેખક - બાદલ સોલંકી મોબાઈલ નં. - 9106850269 InstaGram ID - @baavlo_chhoro
जहाँ डालियो पे सूरज उगता है थालियों में चाँद चमकता है ; सुबह की कोमल किरणो के संग हररोज हिंदुस्तान उभरता है । जहाँ की नारी पे सिंदूर सजता है खिले फूल के जैसे हर गाँव महकता है ; पंछियो के मीठे कलरव के संग हररोज हिंदुस्तान उभरता है । जहाँ हर महोल्ले में भाईचारा दिखता है सागर और पहाड़ भी जैसे चहकता है ; मुरली के मधुर तानों के संग हररोज हिंदुस्तान उभरता है । 🇮🇳 ।। जय हिंद ।। 🇮🇳 लेखक :- बादल सोलंकी InstaGram ID - @baavlo_chhoro
हिंदुस्तान उभरता है… जहाँ डालियो पे सूरज उगता है थालियों में चाँद चमकता है ; सुबह की कोमल किरणो के संग हररोज हिंदुस्तान उभरता है । जहाँ की नारी पे सिंदूर सजता है खिले फूल के जैसे हर गाँव महकता है ; पंछियो के मीठे कलरव के संग हररोज हिंदुस्तान उभरता है । जहाँ हर महोल्ले में भाईचारा दिखता है सागर और पहाड़ भी जैसे चहकता है ; मुरली के मधुर तानों के संग हररोज हिंदुस्तान उभरता है । 🇮🇳 ।। जय हिंद ।। 🇮🇳 लेखक :- बादल सोलंकी Whatsapp No :- 9106850269
उन नामर्दो की कायरता से शर्मसार है पूरी मानवजात, तुम्हारी एक-एक चीख की कल्पना से नम है ये अखियां। हम सब शर्मिंदा है बिटियां...!! तुम्हारे लहु का कतरा-कतरा बारबार हमसे ये पूछ रहा है, मैं लाचार थी, लेकिन क्या आपने भी पहेन रखी है बेड़िया ? हम सब शर्मिंदा है बिटियां...!! न जाने तुम कितनी तड़पी होगी, कितनी गिड़गिड़ाई होगी, तुम्हारी इस बर्बर बेबसी को याद रखेगी आनेवाली पीढ़िया। हम सब शर्मिंदा है बिटियां...!! वो बेगुनाह हजार बार प्रश्न करेगी सत्ता के साहूकारो से, मिटाने को मेरा अस्तित्व क्या कम पड़ गयी लकड़िया ? हम सब शर्मिंदा है बिटियां...!! तु ना आना इस देश मेरी लाड़ो...!! लेखक :- बादल सोलंकी
નાનકડી ઢીંગલી જેવી રૂડી-રૂપાળી ને રહે હંમેશા સતેજ, જો નામ પૂછો તો નેન ડોલાવતી કહે ત્વીષા મૌલિક પટેલ. જૂહી-પ્રિયંકા કે પછી હોય માધુરી સૌ છે તેનાં જ દીવાના, આ ચૂલબૂલી નૌટંકી ક્વીને તો મન મોહી લીધા છે બધાનાં. તેનાં એક્સપ્રેસન નિહાળી સૌની આંખો રહી જાય છે દંગ, આ બિંદાસ અમદાવાદી છોકરીએ મચાવી દીધો છે હડકંપ. તેની અલગ ડાન્સિંગ સ્ટાઈલ જોઈ સૌ કોઈ છે હૈરાન, તેનાં જેવો જ છે તેનો બેસ્ટ ફ્રેન્ડ એવો ટચૂકડો વિહાન. ચારેકોર બસ ત્વીષાની તારીફોનાં જ તોરણ બંધાયા છે, તેને વ્હાલ કરવાં ખુદ ભગવાન પણ ધરતી પર આવ્યાં છે. - બાદલ સોલંકી ( બાવલો છોરો ) Whatsapp No :- 9106850269
તા. 14/02/2019 નાં રોજ પુલવામા (કાશ્મીર) માં થયેલા આતંકી હુમલામાં આપણાં દેશે 42 અમૂલ્ય રત્નો ગુમાવ્યાં છે. આ હુમલાથી સમગ્ર દેશ અત્યંત દુઃખી છે. હું શહીદ થયેલા આપણાં જવાનોને મારી આ કવિતા દ્વારા શબ્દોરૂપી શ્રદ્ધાંજલિ અર્પુ છું... ????? જવાન છું મારી માતાનાં ઘડપણનો જો કે એક માત્ર આધાર છું, પણ આ પવિત્ર ધરતી કાજે હજાર વાર મરવા તૈયાર છું. કેમ કે હું જવાન છું... જઈને કહી દો દુશ્મનોને કે હવે તેમની ઔકાતમાં રહે, જેને આસમાન પણ ના ઝુકાવી શક્યું એવો પહાડ છું. કેમ કે હું જવાન છું... સરહદ પારની કડવી હવા મારુ કંઈ નહીં બગાડી શકે, લાખ આંધીઓની વચ્ચે પણ જલતો એક ચિરાગ છું. કેમ કે હું જવાન છું... બંદુકમાંથી ગોળી છોડતાં પહેલા સો વાર વિચારી લેજો, મારા દેશ પર ચલાવાતી દરેક ગોળીનો આખરી જવાબ છું. કેમ કે હું જવાન છું... ભૂલી જજો હવે શાંતિ અને સૌહાર્દની એ જૂની વાતો, અનેક દગા ખાઈને ઊભું થયેલું હું નવું હિન્દુસ્તાન છું. કેમ કે હું જવાન છું... - બાદલ સોલંકી ( બાવલો છોરો ) Whatsapp No :- 9106850269
આંખોની અદાકારી :- તમારી પ્રતિક્ષામાં રાતમાં ગમગીની છવાઈ ગઈ, આપનાં પગરવનાં અવાજથી ચાંદની પણ હરખાઈ ગઈ. દિલમાં ડેરો જમાવીને બેઠી હતી તમારી યાદો, આપનો એક મીઠો ટહુકો સાંભળી એ ફેંદાઈ ગઈ. તમારી એક વાતમાં જ ખબર નહીં ક્યારે આખી રાત વીતી ગઈ, તમારા માટે તો રાત પણ મારા માટે તો આખી કાયનાત નીકળી ગઈ. તમારું મહેકતું મુખડું જોઈ ફૂલોને પણ ઈર્ષા થાય છે, કે આ પાપી ધરતી પર આવી સુંદરતા ક્યાંથી ખીલી ગઈ. તમારી આંખોની અદાકારીને જરા સાચવીને વાપરો, એવું જાણવાં ન મળે કે, તમારી કાજળને પણ આંખ નીકળી ગઈ. - બાદલ સોલંકી ( બાવલો છોરો ) Whatsapp No :- 9106850269 【 આપ મારી લખેલી Stories પણ MatruBharti App પર વાંચી શકો છો. 】
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser