The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સાહિત્ય ની શક્તિ ઈશ્વર તુલ્ય હોય તેની ઉપર મને પારાવાર વિશ્વાસ છે. ભલે અતિશયોક્તિ લાગે, પરંતુ બ્રહ્માંડમાં જે કાંઈ વિલસી રહ્યું છે તેને ઈશ્વરીય શક્તિ માનવામાં આવે છે. જે બ્રહ્માંડમાં છે તે જ સાહિત્યકારો ની વાણી માં ગૂંથાયેલુ છે. અને સાંભળો જે બ્રહ્માંડમાં નથી એવું સાહિત્યકારોની વાણીમાં આવે છે! દા.ત. શશશૃંગ સૃષ્ટિમાં નથી પણ સાહિત્યકારોની સૃષ્ટિમાં છે! આકાશ પુષ્પ કોઈએ જોયું? પણ સાહિત્યકારોની તે સૃષ્ટિ છે! આમ સાહિત્યકારો આકાશમાં પાતાળમાં વળી પૃથ્વી પર ગંગધારા જુએ એ સાહિત્યકાર! સૃષ્ટિમાં એકજ ગંગા છે - હિમાલયની ગંગોત્રીમાંથી પ્રસવી ગંગા સાગરમાં ભળી જાય છે. "પ્રકૃતિ પુરુષ નું આકાશ" મારી નવલકથામાંથી.
ષોડશી મન ષોડશી ન જાગે કોડ થાયે રોમાંચિત પલ પલ, દેખે ઉભાર ઊગતા, અંગઉપાગ વિસ્મય થવાય. એવી ષોડશીને મનમાં અચરજ થાય, ને. કલ્પના ની પાંખે યોવન વીંઝે પાંખ, સોળે સાન વળી વીશીએ ઉઘડે વાન. - મારી નવલકથા - "લીલી કુંજાર વસુંધરા જાગ!" માંથી.
કાળ કેરી વર્તાવી શકે છે,મહેર ની વાણી પણ કરી શકે છે.માણસે ક્યારેય સમય થી ડરીને ચાલવા ની લગીરેય જરૂર નથી.કાળને પોતાનુ કામ કરવા દો, તમે તમારું કામ કરો... જિંદગી ની સફર નો આ એકમાત્ર આદર્શ હોય શકે.કાળની ક્રૂરતા ની માનવીએ કદીયે પરવા નથી કરી તેથી કુદરત ના રૌદ્ર રૂપ વિરુધ્ધ લડી લડી સંસ્કૃતિ નો દીપક જલતો રાખી શક્યો છે. માનવના ખમીરને પડકારતી સૃષ્ટિ એ નમતું જોખ્યું છે માનવીએ નહીં. માણસ અંધકારથી ક્યારેય ગભરાયો નથી,કારણ એ પ્રકાશનું સંતાન છે. પરમાત્મા એટલે અપરિમિત પ્રકાશપૂજ.કાળની એક લહેરખી પૂરી થઈ અને શ્રધ્ધાદીપને અજવાળે યાત્રા જારી રાખવાનો પૈગામ આપતી ગયી. #નિર્દય
ઋતુઓના ઉગ્ર મિજાજને ઝીલી કળા- સાહિત્ય ના સમંદર માં માથાબોળ નહાઈ લેવું જોઈએ. ભલે ઉનાળાની લૂથી તો પારધીના બાણે પથ્થર પણ વીંધાય ... એવી એની ઉગ્રતા માં પણ ઉનાળાની કાળઝાળ ઋતુ માં રાત લાંબી ચાંદ તારલા શાતા આપે, આરામ થી સ્ફૂર્તિ બક્ષતી યમરાજ ને પણ જીતી જવા જેવો દિવસ અને મોરપીંછ ના ગાલીચા જેવી રાત એજ ઉનાળાની વાત મારા બિરાદરો...!
જમાનો ક્યાંય નથી ચાલ્યો ગયો માણસ નું મર્કટ મન જેટ ગતિએ દોડી દોડી પાંગળું અને પામર બની ગયું... વર્તમાન સમયની વિવિધ પ્રકારની વિભિષીકાઓ એનું પ્રમાણ છે.માણસની જીજિવિષાઓ અપરંપાર છે અને ઝડપી દોડી રહી છે દોસ્તો. #ઝડપી
મિત્રો...! જીવન છે પરિવર્તનશીલ, ઉકળતા ચરુ જેવું એટલે જિંદગી જેની ઝંખના કરે, જેવી ઈચ્છા પ્રકટ કરે પરંતુ હંમેશાં આનંદ થાય તેવું કરવું જો તેમ કરતાં જીવ બળે યા ભીતરી આત્મા ન કોળે તો ન કરવું.અભાવને નહીં ઉપસ્થિતિ ને પ્રેમ કરવો... શાંતિ અર્થે. બીજી વાત, મૌન પાળવામાં પરમસુખ પ્રાપ્ત થાય છે. મૌન માણસનું વ્યક્તિત્વ બદલી નાખશે છે.ક્રોધનુ શમન થાય છે.છૂપી શક્તિ ઓ જાગ્રત થાય છે.ભૂમિનો સ્પર્શ થતાં પરમ શાંતિની અનુભૂતિ થાય છે.ધરતી તો જીવનદાત્રી છે. #શાંત
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser