The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સુવાવડ ગયાં બે વર્ષમાં ઘરમાં બે બહેનોની સુવાવડ ગઈ, અને એના આધારે એવું કહી શકું કે સુવાવડ ક્યારેય સ્ત્રીને એકલીને નથી આવતી, સુવાવડ આવે છે આખાં ઘરને..! જેમ સ્ત્રીને સુવાવડમાં હોર્મોનલ ચેન્જીસ આવે એમ ઘરમાં પણ બદલાવ આવે છે; વહેલું સુઈ જતું ઘર મોડે સુધી જાગે 😴😴; મોડું ઉઠતું ઘર સ્ત્રી ઉઠે એ પહેલા ઉઠે;⏰⏰ સ્ત્રી સાથે ઘરમાં ટેન્શન પણ ફરતું હોય; સ્ત્રીના ઉઠવા-ન્હાવા-ખાવા-પીવા-સૂવાનાં ટાઈમ ટેબલ સાથે ઘરનું ટાઈમ ટેબલ વણાઈ ગયું હોય; સ્ત્રીના દુખાવા સાથે ઘરને ગભરામણ થવા લાગે; ડિલિવરી પછી સ્ત્રીને દુખાવાથી છુટકારો થાય અને ઘરને ડિલિવરીનાં ટેન્શનમાંથી; બાળકનું મોઢું જોઈને સ્ત્રીનાં મોઢાં પર રોનક ખીલે અને એ બન્નેનાં મોઢાં જોઈ ઘરની ખુશીનું ઠેકાણું ન રહે.! 🥳🥳જેમ બાળકના આવવાથી સ્ત્રીનું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એમ એ બાળક સેન્ટર ઓફ અટેન્શન થઈ આખાં ઘરને ગાર્ડન ગાર્ડન કરી દે.. પછી તો બાળક સાથે સ્ત્રીનું શિડ્યુલ ગોઠવાય એમ જ એ બાળક સાથે ઘરનું શિડ્યુલ ગોઠવાય. અડધી રાત્રે બાળક ખાવા જાગે/રોવે અને એ ઉંહકારા-પડકારા સાથે જ ઘર પણ ઉજાગરા કરે, બાળકની બીમારી આખા ઘરનું નૂર લઈ લે..! અને એટલે જ કહી શકું છું કે, સુવાવડ ક્યારેય સ્ત્રીને એકલીને નથી આવતી, સુવાવડ આવે છે આખાં ઘરને..! - અર્જુન સથવારા
પ્રેમમાં બે પાત્રો હોય: એક પાત્ર ઘણું બધું આપે અને બીજું પાત્ર બધું લે.. પણ મારું માનવું છે કે એક પાત્ર માટે તો પ્રેમ એ ખોટનો ધંધો થઈ જાય છે.. આપવાવાળું પાત્ર આપે જ રાખે, બદલામાં એને ખાસ એવું કશું ન મળે, સમયનાં એક પોઇન્ટ પર તો અટેંશન પણ નહિ.. લેવાવાળું પાત્ર સામે ચાલીને-સામેથી માંગીને પણ લીધાં જ રાખે, કંઇક આપવાનું આવે તો છટકબારીઓ શોધે.. એક પાત્ર દિલોજાનથી સંબંધ નિભાવે, બીજું પાત્ર ગણતરી કરીને.. એક પાત્રને પ્રેમમાં સમયનું પણ ભાન ન રહે અથવા તો એ ખુદ જ દરકાર ન કરે, બીજું પાત્ર પોતાનાં સમયે જ પ્રેમ કરે.. એક પાત્ર સમયની પરવા કર્યા વગર બીજાં પાત્ર માટે હંમેશા હાજર હોય, અને બીજું પાત્ર પાંચ મિનિટ આપવાની હોય તોય દસ જણનાં બહાનાં બતાવશે.. એક પાત્ર પ્રેમમાં બધું જ કરી છૂટવા તૈયાર હોય, બીજું પાત્ર એ સાહસ બદલ સહેજ પણ સાથ ન આપે.. 😐😐☹️☹️ - અર્જુન સથવારા
... ખાલીપો ... સવારે જાગતાં વેંત ફોન જોયો, ત્યાં હાઈકનાં સ્ટીકરનો મેસેજ નહોતો.. તૈયાર થઈને બેઠેલો, ત્યાં યાદ આવ્યું કે આજે તો કોઈ ફોન નહિ આવે કે "રાવપુરા ઊભજો".. ઑફિસ પહોંચ્યો ત્યાં કોઈ હળદરવાળું દૂધ પીવાવાળું નહોતું..! કોઈ બોલવાવાળું નહોતું કે, "ચાલો ને, સેવતરી ખાવી છે..!" કામ હાથમાં લીધું તો અવાજ ન સંભળાયો, "લાવો હું લખું, તમે બોલો.!" બાર વાગે કોઈએ ન કીધું કે, "હાલો ને, ભૂખ લાગી છે..!" કોઈએ જમતાં પહેલા હાથ ધોઈને હાથ રૂમાલ ન માગ્યો.. જમતી વખતે કોઈએ થાળીમાંથી ગરમ રોટલી ઉઠાવી એનાં બદલે ઠરેલી રોટલી ન મૂકી..! કોઈ જમતી વખતે છાશ માટે ન લડ્યું.. માસીએ પણ પૂછ્યું, "ચકલી ક્યાં.?" બસ એટલું જ કહી શક્યો, "એ તો ગઈ..!" કોઈએ પાન વિલાસ હાથમાંથી ખેંચીને રોડ પર ફેંકી નહિ.. કોઈએ બપોરે આવીને "થાકી ગઈ, બાપા..!" ના રોદણા ન રડ્યાં.. કોઈએ ત્રણ વાગે દેકારો ન કર્યો કે "હાલો ને, ચા પીવી છે અને તમને રખડવાનું સૂઝે છે..!" કોઈ ન બોલ્યું કે બીજી વાર ચા પીવી છે..! કોઈએ પેલી સુગમની ધાનાદાળની પડીકીમાંથી ભાગ ન પડાવ્યો.. કોઈએ સાંજે બેસીને ગમે તે ટોપિક પર ચર્ચાઓ ન કરી.. ઓફિસેથી પાછા ફરતા કોઈએ મારો હાથ નહોતો પકડ્યો.. ખાલી હતો એ હાથ, ખાલી હતી એ જગ્યા, ખાલી ખાલી લાગે છે મન..!! 😔😔😢😢
મેં જોઈ છે એક સફર : એક છોકરીની એક સ્ત્રી બનવા સુધીની, એક ટીનેજર ગર્લથી એક મચ્યોર્ડ મધર બનવા સુધીની. મારી બેન, જલુ'દી.. સૌથી મોટી એટલે સૌથી વધુ જવાબદાર. અમારા ભાઈ-બહેનોમાં ફેમિલી પ્રોબ્લેમ્સ એણે સૌથી વધુ જોયેલાં છે, એટલે જ કદાચ બધામાં સૌથી ગંભીર એ છે. મને યાદ છે એણે અગિયારમુ પાસ કર્યું પછી બારમું ન ભણી, કેમ કે બાપાને ચારેયના ભણવાની ફી પોસાય એમ નો'તી. બસ ત્યારથી લાગી ગયેલી ઘરે ટેકો કરવામાં. જવાબદારી પહેલાંથી થોપાયેલી એટલે ચાલાકીની આવડત ન આવી એનામાં. આજે આ લખવાનું મન થયું કેમ કે આજે એ એક મા છે, બે મહિના પહેલા એક ફૂલ જેવી દીકરીને એણે જન્મ આપ્યો. આજે વિચાર કરતાં એની સાથેનો સમય એક ફ્લેશબેકની જેમ મગજમાં ફરી ગયો. એની ભણવાની ચોપડીઓ પરથી મારું ચિત્રોનું દોરવું, પપ્પા સાથે એની સ્કૂલની વાલી મિટિંગોમાં જવું, કોઈ સહેજ જોરથી કંઈ કહી દે તો તરત આંખમાં આંસુંનું આવી જવું, સાંજે થાકી-પાકીને એનું કામેથી આવવું અને છતાંય રસોઈથી માંડી તમામ કામો પતાવવા, અમે ત્રણ લડતાં ને કોઈ એનું ન માને છતાં એનું વચ્ચે પડવું, એની એ કાચબા સ્પીડથી કામ કરવાની ખરાબ આદત, કોલેજ કાળમાં મારી ને કોઇ છોકરીની વાત એનાં સુધી પહોંચે તો કોઈને નં'ઈ કહેવાની શરતે માખણ મારી માહિતી કઢાવવાની એની આદત, મારા કપડાંની ખરીદીમાં એની જ પસંદનું કલર કોમ્બિનેશન, એનાં કપડાં ની ખરીદીમાં કલર અને પેટર્ન ની દલીલોમાં દુકાનદારનું અમારી સામે તાકી રહેવું, ભણવામાં એવરેજ હતી એટલે એનું પહેલાં ધોરણનું રિઝલ્ટ હાથમાં આવે ત્યારે પેટ પકડીને હસવું (એ રિઝલ્ટમાં 91% લખ્યા છે..!!?), ટેક્નોલોજી સાથેનો એનો છત્રીશનો આંકડો, જ્યારે પહેલી વાર એને છોકરો જોવા આવેલો ત્યારે એનાં ચહેરા પરની એ ગુલાબી શરમ, સગાઇ પછી બનેવી સાથે વાત કરતા કરતા ફોન ચાલુ રાખીને જ એનું ઉંઘી જવું, પપ્પાને ખબર પડતાં પહેલાં એને જગાડી મારું એને પથારીમાં સુવરાવવુ, રોજની અમારી બંનેની એ જ બાબતની રઝકઝ, લગ્ન વખતે એનું એ ધુધવાયેલુ મન, ખુશી અને ઉદાસી મિશ્રિત એનો એ ચહેરો. એ બધું અત્યારે નજર સામે ઊભું થઈ ગયું. જેમ વિડિયો ગેમના લેવલ આગળ વધતા જઈએ ને ચેન્જીસ ધ્યાનમાં આવે એમ એનાં સ્વભાવના ચેન્જીસ હું જોઉં છું. એક દીકરી બની, પછી બહેન, પછી ફિઆન્સે, પછી પત્ની અને આજે એક મા.. -અર્જુન સથવારા "અજ્જુ"
પહેલી વાર એને જોઈને હૃદયનો ધબકારો ચૂકી જવું, એ પ્રેમ નથી તો બીજું શું છે..? સામે બેઠાં બેઠાં છાની નજરે એને જોયા કરવું, એ પ્રેમ નથી તો બીજું શું છે..? વાત કરવી છે પણ ફોન નંબર આપતા બીક લાગે છે, એ પ્રેમ નથી તો બીજું શું છે..? વ્હોટ્સ એપ પર એનાં ઓનલાઇન થવાની રાહ જોયા કરવી, એ પ્રેમ નથી તો બીજું શું છે..? ચેટીંગમાં વાતો જ ન ખૂટે એટલે ફાલતુ ટોપિક કાઢવા, એ પ્રેમ નથી તો બીજું શું છે..? એના ઑફલાઈન હોવાથી મારું આખી ચેટ વાંચી જવું, એ પ્રેમ નથી તો બીજું શું છે..? રોજ રૂબરૂ મુલાકાતની રાહ જોયા કરવી, એ પ્રેમ નથી તો બીજું શું છે..? એની પાતળી આંગળીઓનું મારા વાળમાં ગોળ ફરવું, એ પ્રેમ નથી તો બીજું શું છે..? એનાં સપનાનાં રાજકુમાર જેવું ખુદને બદલી નાખવું, એ પ્રેમ નથી તો બીજું શું છે..? મારા ઉપવાસમાં એનું ઘરેથી ફરાળ લઈ આવવું, એ પ્રેમ નથી તો બીજું શું છે..? હું ભૂખ્યો હોવ તો એનુંય ઉપવાસ કરવું, એ પ્રેમ નથી તો બીજું શું છે..? એની સામું પણ કોઈ જુએ તો ગુસ્સાથી મારું કતરાવું, એ પ્રેમ નથી તો બીજું શું છે..? એ કોઈ સાથે હસીને વાત કરે તો મારું ઈર્ષ્યાથી સળગી મરવું, એ પ્રેમ નથી તો બીજું શું છે..? એને રાજી જોઈને મારુંય ખુશ ખુશાલ થઈ જવું, એ પ્રેમ નથી તો બીજું શું છે..? એની સવારની એ સ્માઈલથી જ મારો દિવસ સુધરી જવો, એ પ્રેમ નથી તો બીજું શું છે..? એનાં ઉદાસ ચહેરાથી મારુંયે ખિન્ન થઈ જવું, એ પ્રેમ નથી તો બીજું શું છે..? એનાં એક આંસુનું મારી છાતી વીંધી નીકળી જવું, એ પ્રેમ નથી તો બીજું શું છે..? - અર્જુન સથવારા 'અજ્જુ'
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser