The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
★મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા....હર ફિક્ર કો હવામે.. ★ મેં પલ દો પલ કા શાયર હું... ★ તુમ અગર સાથ દેને કા વાદા કરો...મેં યુહી. ★ચલો ઈક બાર ફિરસે અજનબી .... ★આગે ભી જાને ન તું,પીછે ભી જાને ના તું જો ભી હૈ બસ યહી ઈક પલ હૈ. * મિલતી હૈ જીંદગી મેં મહોબ્બત કભી કભી જેવા જીવનની વાસ્તવિકતા રજુ કરતા ગીતોના ગીતકાર મશહુર શાયર સાહિર લુધ્યયનવી તેના જન્મ દિવસે યાદ કરીએ Happy Birthday SAHIR LUDHYANVI માનવીય સંબંધો (Relationship)વિશે સાહિરે ખૂબ સરસ પ્રેક્ટિકલ સોંગ્સ લખ્યા છે ખેંચી તાણીને -ને દુઃખી થઈ થઈ ને નિભાવતાં સંબંધો માટે 'ચલો ઈક બાર ફિરસે' માસાહિર કેવી સ્પષ્ટ અને પ્રેક્ટિકલ વાત કરે છે આ સોન્ગ માં ઈક લાઇન કેટલી અદભૂત છે તે આ પંક્તિઓ વાંચશો -સાંભળશો તરતજ ખ્યાલ આવશે .કોઈ મોટિવેશન -લેક્ચર વગર ફક્ત સરળ પંક્તિઓ માં સાહિર કહે છે तार्रुफ़ रोग हो जाये तो उसको भूलना बेहतर ताल्लुक बोझ बन जाये तो उसको तोड़ना अच्छा वो अफ़साना जिसे अंजाम तक लाना ना हो मुमकिन वो अफ़साना जिसे अंजाम तक लाना ना हो मुमकिन उसे इक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा સબંધ જયારે અવરોધ રૂપ બની જાય ताल्लुक बोझ बन जाये જયારે રિલેશન બોજરૂપ લાગ્યા કરે ત્યારે પ્રેમ થી છૂટા પડવામાંજ મજા છે સાહિર લખે છે 'ખૂબ સુરત મોડ દેકર છોડના અચ્છા' અહીં ફક્ત પ્રેમીઓ પતિ પત્ની નિજ વાત નથી કિન્તુ મિત્રો,કર્મચારી -માલિક કે અન્ય સંબધો ને પણ એટલુંજ લાગુ પડે છે આ ગીત કોઈ પણ તકરાર કર્યા વગર છેલ્લે પાર્ટી -ઉત્સવ કરીને પણ જુદા પડી શકાય - સાહિર ના શબ્દો ખુબસુરત મોડ દેકર જુદા પડી શકાય છે -આકાશ પટેલ મોરબી જો પોસ્ટ ગમી હોય તો કોમેન્ટ ચોક્કસ કરો
કૃષ્ણ હોવું એટલે શું ? કૃષ્ણ હોવું એટલે Committed હોવું. આજે સંબંધોમાંથી Commitment ભૂલાતું જાય છે કૃષ્ણ આખી જીંદગી Commitment માટે જીવી ગયા. એમણે રાધાને પ્રેમ કર્યો. રાધાને મૂકીને આગળ નીકળી ગયા પણ પ્રેમનું Commitment પાળ્યું. આજે કૃષ્ણનાં નામની આગળ એની પત્ની રૂકમણિનું નામ નહીં પણ રાધાનું નામ લેવામાં આવે છે. કૃષ્ણ આપણને Commitment શીખવે છે. કાચા તાંદૂલ ખાઇને એમણે દોસ્તીનું Commitment પાળ્યું. સંબંધોમાં મોટેભાગે ઇગો બાજુ પર મૂકવો પડે. એ પણ કરવું પડે જે ન કરવાનું નક્કી કરીને બેઠાં હોવ. ભીષ્મ અને કર્ણ બેઉ પોતાનાં ઇગોને બાજુ પર ન મૂકી શક્યા. કૃષ્ણએ ઇગોને બાજુ પર મૂકી દીધો. ભીષ્મએ પોતાનો પ્રતીજ્ઞા પાલનનો ઇગો બાજુ પર મૂકીને જો રાજગાદી સંભાળી લીધી હોત તો કુરુવંશનું નિકંદન ન નીકળ્યું હોત. કર્ણનું Commitment કૌરવો માટે ન હતું. એનાં દાનવીર હોવાનાં ઇગો માટે હતું. એણે જો કવચ કુંડળ દાનમાં ન આપી દીધા હોત તો કૌરવો જીતી ગયા હોત. કૃષ્ણ જ એકમાત્ર એવા હતા જેમણે પાંડવો માટે પોતે જ લીધેલી પ્રતીજ્ઞા તોડી અને ચક્ર ઉંચકીને મારવા દોડી ગયા. કૃષ્ણએ દ્રૌપદી સાથેનો સંબંધ પણ એટલા જ Commitment સાથે નિભાવ્યો. યુધ્ધ દ્વારા કૌરવો સાથે વેર લેવાનું વચન એમણે પાળ્યું. એનાં હજાર ચીર પૂરીને એના પ્રત્યે Committed રહ્યા. યુધ્ધમાં પોતાની સેના મોકલીને એમણે દુર્યોધનને આપેલું Commitment પણ પાળ્યું. એ રણ છોડીને ભાગી ગયા કારણ કે જાણતા હતા કે જરાસંઘ ચડાઇ કરશે અને પ્રજાને શાંતિથી જીવવા નહીં દે. એમણે પ્રજાની સાથે સ્થળાંતર કર્યું એક નવી જ નગરી સ્થાપી અને એને સોનાની પણ બનાવી. આ એમનું રાજા તરીકેનું પ્રજા માટેનું Commitment હતું. ગોકુળવાસીઓને કૃષ્ણ પર ભરોસો હતો કે એ એમની રક્ષા કરશે જ. જ્યારે ખૂબ વરસાદ પડ્યો ત્યારે કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન પણ ઉંચકી લીધો. ક્યારેક-ક્યારેક સંબંધમાં ભરોસો જાળવવા ગોવર્ધન પણ ઉંચકી લેવો પડે. કૃષ્ણ ધર્મ માટે પણ Committed હતા. કૃષ્ણએ કહ્યું, કે “ જ્યારે જ્યારે ભારતવર્ષમાં અધર્મ વધી જશે ત્યારે ત્યારે હું અવતાર લઇશ ” સંબંધોનાં ટકી જવા અને એનાં જીવી જવા પાછળ સૌથી અગત્યની ચીજ છે Commitment. જેને પ્રેમ કરો એને Committed રહો. કૃષ્ણ સંબંધોમાં Commitment શીખવે છે. સંબંધોમાં Commitment નું નામ જ કૃષ્ણ છે. દરેક કૃષ્ણ ભક્તે પોતાની જાતને એક વચન ચોક્કસ આપવુ જોઈએ કે સંબંધોમાં Committed રહેવાનું... ! 🕉️🙏🕉️ || કૃષ્ણમ વંદે જગતગુરુ ||🙂🙏🏼
યુદ્ધ ટાળવાના તમામ પ્રયત્ન પછી પણ જો યુદ્ધ અનિવાર્ય હોય તો તેને જીતવાના તમામ પ્રયત્ન કરે એ કૃષ્ણ
પ્યાર, લગ્ન, મૈત્રી કરાર, ડેટિંગ, ચેટીંગ, ના કોઈ અણધાર્યા અને આશ્ચર્ય જનક ન્યુઝ મળે કે આપણે તરતજ ઉત્તેજિત થઈને સોશિયલ મીડિયા ગજવીએ છીએ. અલબત્ત રમૂજ કે હળવાશ પૂરતું ઠીક છે બાકી દરેક બધાંતા - તૂટતા સંબંધો પાછળ એક થી વધુ કારણ હોય છે સુસ્મિતા સાત જિંદગી જીવે એટલા રૂપિયા એની પાસે ઓલરેડી છે અને લલિત મોદી 700 યુવતી ઓ (અલબત્ત જે રૂપિયા થી આકર્ષિત થાય તેવી યુવતીઓ) સાથે ફરી શકે તેવી તેની સ્ટ્રેન્થ છે બન્ને ના રિલેશન માં પૈસા કે યુવાની સિવાય ના કેટલાંક બીજા કારણો પણ સંભવિત છે માણસ ની અંદર શુ ચાલતું હોય તે કળી શકવું ખુબજ મુશ્કેલ છે .સોશિયલ મિડિયા દ્વારા પણ માણસ એકલતા દુર કરવાનો પ્રયત્ન કરતો હોય છે. મોટો બિઝનેસ ધરાવતો - સ્ટાફ કે કર્મચારીઓ થી ઘેરાયેલ માણસ એકલો ન જ હોય તે વહેમ રાખવા જેવો નથી એજ રીતે ફેમીલી સાથે રહેતી નું સૌથી મોટું દુઃખ કદાચ એકલતા હોય શકે છે ઘણું બધું beyond our imagination ( આપણી કલ્પના બહાર નું હોય ) છે. -આકાશ
જ્યાં સુધી સામે વાળી વ્યક્તિ ના ન બોલાયેલ શબ્દો સંભળાતા કે સમજાતા નથી ત્યાં સુધી મિત્રતા કે સંબંધો માં કશુંક ખૂટતું હોય છે -Ashok patel
જિંદગી એટલે...? ( નવા વર્ષ ના વિચારો) કોઈ પણ મોટી ફિલસુફી કે મોટિવેશન ની વાત નથી કરવી આજે. જીંદગી ને ખુબજ કરીબ થી અને વાસ્તવિક રીતે સમજવી છે . જીંદગી એટલે સમય કે વક્ત. પસાર થતો સમય એટલે પસાર થતી જીંદગી. તો જીંદગી ને આનન્દ મય બનાવવા અને વેડફાતી બચાવવા સમય ને વેડફાતો બચાવવો પડે. સાવ સરળ ગણિત છે કે સમય નું મેનેજમેન્ટ એટલે જીવન નું મેનેજમેન્ટ પણ ખરી સમસ્યા અહીથી જ શરૂ થાય છે માણસ સમય નું મેનેજમેન્ટ પોતાના લક્ષ સિદ્ધ કરવામાં કે પૈસા કમાવવા કરે છે જે સંપૂર્ણ જીંદગી નથી પણ જીવન નો એક ભાગ છે. આ બહુ મોટી છેતરામણી ઘટના છે કેટલાક પૈસા કે લક્ષ્યાંકો પુરા કરવામાં માં જીંદગી નાં અમુલ્ય વરસો પસાર થઈ જાય અને જીવવાનુ જ ભુલાય જાય છે અને આપણ ને પ્રતિતિ થાય છે કે ગઢ આયા પણ સિંહ ગયા એટલેજ મનોજ ખંડેરિયાંએ ગઝલ માં લખ્યું છે *પુછ એને કે જે શતાયું છે (શતાયુ -100 વરસ ના) ક્યાં કેટલું ક્યારે જીવાયું છે તમે જાત ને પૂછો તમે છેલ્લી વાર "ખૂબ મજા પડી ગઈ" એવું ક્યારે બોલ્યા હતા.ક્યારે અને ક્યાં કારણો થી તમે ખુશ થયા હતા. આપણે જાણીએ છીએ કે દરેક ના આનંદ બની પરિભાષા અલગ અલગ હોય શકે પણ કેટલીક બાબતો સર્વ સામાન્ય છે પ્રવાસ કે પીકનીક , સંગીત ના કાર્યક્રમ, ફિલ્મ, મિત્રો સાથે ની મહેફિલ, શુભ પ્રસંગો, પ્રથમ વરસાદ માં ભીંજાવુ, કોઈ શાંત મન્દિર કે બાગ જેવા સ્થળે બેસવું. અચાનક કોઈ સ્નેહી કે જૂનો મિત્રમળી જવો જીંદગી નું કોઈ ભવ્ય સ્વપ્ન પૂરું થવું વગેરે ... અને દરેક ખુશી સમય, ઉંમર, સ્થળ, સાથી, સાધન વગેરે બાબતો પર નકકી કરી શકાય બાળક ને ફંનવર્લ્ડ અને વૃધ્ધ ને મન્દિર ની શાંતિ માં જીંદગી મળી જતી હોય છે જીંદગી ના કોઈ પણ કામ કે પ્રયત્ન નો અંતિમ હેતુ સુખી થવાનો છે સુખ ની ઇમારત આનન્દ , રોમાન્સ, રોમાંચ ,મસ્તી,શાંતિ અને સઁતોષ ના પાયાઓ ઉપર ઉભી હોય છે પણ આ છ બાબતો કઈ કઈ પ્રક્રિયા માંથી મળે છે તો જિંદગી ને ભરપુર જીવવા શુ કરવું જોઈએ કેટલું અર્થહીન ત્યજવું જોઈએ તે દરેક શાંતિ થી વિચારી લેવા જેવું છે 40-50 પછી કેટલા પૈસા છે એના કરતાં કેટલો સમય છે તે વિચારવા જેવું ખરું બિઝનેશ, નોકરી ,રિલેશન્સ, ફેમિલી, મિત્રો , સમાજ આપણી જિંદગી ની ખુશીઓ માં કેટલી હદે પોઝિટિવ કે નેગેટીવ ભાગ ભજવે છે છેલ્લા અઠવાડિયામાં માં તમે કેટલો સમય મન ભરી ને જીવ્યા એ યાદ કરો વિસ્તૃત ચર્ચા હવે પછી -અશોક પટેલ 'આકાશ' પ₹મોરબી (આપના વિચારો સ્વાગત છે)
જયારે અમે વીસી હાઇસ્કુલ માં ઘો 10માં હતા ત્યારે મોરબી માં ફરી વાર 'જાની દુશ્મન 'નામની રહસ્યમય ભૂત કથા વાળી ફિલ્મ આવેલી મને અને મારા મિત્ર જગત ને આ મુવી જોવાની તીવ્ર ઇચ્છા થઈ પણ સમયકાઢવો -ઘરે થી મન્જુરી લેવી વગેરે ખુબજ અઘરું કાર્ય એક ગુરુવારે મિત્ર જગાએ મને કહ્યું આજે છેલ્લો દિવસ છે ફિલ્મ તો જોવીજ છે બપોર 12 થી 3 માં જૂની ફિલ્મો આવતી અને સ્કૂલ 12.30 એ છૂટે તો મેળ પડે નહીં આ થી મેં કહ્યું એક દીવસ સ્કુલ ની રજા રાખી દઈએ , તો જગત કહે ના યાર પેલો 'દવે' સર છે એનો પીરીયડ મિસથાય તો તે બીજે દીવસે લોહી પીશે આમેય ઇ મારો જાની દુશ્મન જ છે એટલે રજા નહિ આપણે રીસેસ માં આવતાં રહીશું મેં કહ્યું ok અમે સ્કુલે ગયા પણ તે દિવસે અમારા ક્લાસ માં દવે સાહેબ (નામ બદલ્યું છે)પોતેજ ગેરહાજર હોવાથી અમોને ખુબજ અફસોસ થયો અમે પ્લાન મુજબ રીસેસ માં ગાપચી મારી અને ખૂબ મજાથી ફિલ્મ એન્જોય કરી બીજે દિવસે હજુ અમે અમારા કલાસ હતા ભૂતિયા મુવી નો નશો હજુ ઉતર્યો ન હતો દવે સર નો ત્રીજા પીરીયડ હતો સર આજે મૂડમાં હતા તેને કહ્યું "તમને ફ્રેશ કરવા તમને એક ફિલ્મની સ્ટોરી ટૂંકમાં કહું છું " અને સર 'જાની દુશ્મન ફિલ્મ ની સ્ટોરી રહસ્યમય રીતે કહેવા લાગ્યા પણ તેને વાર્તા માં બે ભૂલો કરી જગો ઉત્સાહ માં આવી સાહેબ ની ભૂલો સુધારવા જતો હતો પણ મેં તેનો હાથ જોરથી દબાવી રોક્યો (સત્ય ઘટના હોવાથી સાહેબ નું સાચું નામ લખ્યું નથી) અશોક પટેલ -'આકાશ'
જયારે અમે વીસી હાઇસ્કુલ માં ઘો 10માં હતા ત્યારે મોરબી માં ફરી વાર 'જાની દુશ્મન 'નામની રહસ્યમય ભૂત કથા વાળી ફિલ્મ આવેલી મને અને મારા મિત્ર જગત ને આ મુવી જોવાની તીવ્ર ઇચ્છા થઈ પણ સમયકાઢવો -ઘરે થી મન્જુરી લેવી વગેરે ખુબજ અઘરું કાર્ય એક ગુરુવારે મિત્ર જગાએ મને કહ્યું આજે છેલ્લો દિવસ છે ફિલ્મ તો જોવીજ છે બપોર 12 થી 3 માં જૂની ફિલ્મો આવતી અને સ્કૂલ 12.30 એ છૂટે તો મેળ પડે નહીં આ થી મેં કહ્યું એક દીવસ સ્કુલ ની રજા રાખી દઈએ , તો જગત કહે ના યાર પેલો 'દવે' સર છે એનો પીરીયડ મિસથાય તો તે બીજે દીવસે લોહી પીશે આમેય ઇ મારો જાની દુશ્મન જ છે એટલે રજા નહિ આપણે રીસેસ માં આવતાં રહીશું મેં કહ્યું ok અમે સ્કુલે ગયા પણ તે દિવસે અમારા ક્લાસ માં દવે સાહેબ (નામ બદલ્યું છે)પોતેજ ગેરહાજર હોવાથી અમોને ખુબજ અફસોસ થયો અમે પ્લાન મુજબ રીસેસ માં ગાપચી મારી અને ખૂબ મજાથી ફિલ્મ એન્જોય કરી બીજે દિવસે હજુ અમે અમારા કલાસ હતા ભૂતિયા મુવી નો નશો હજુ ઉતર્યો ન હતો દવે સર નો ત્રીજા પીરીયડ હતો સર આજે મૂડમાં હતા તેને કહ્યું "તમને ફ્રેશ કરવા તમને એક ફિલ્મની સ્ટોરી ટૂંકમાં કહું છું " અને સર 'જાની દુશ્મન ફિલ્મ ની સ્ટોરી રહસ્યમય રીતે કહેવા લાગ્યા પણ તેને વાર્તા માં બે ભૂલો કરી જગો ઉત્સાહ માં આવી સાહેબ ની ભૂલો સુધારવા જતો હતો પણ મેં તેનો હાથ જોરથી દબાવી રોક્યો (સત્ય ઘટના હોવાથી સાહેબ નું સાચું નામ લખ્યું નથી) અશોક પટેલ 'આકાશ'
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser