The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
“સાહેબ ઉપરવાળો બધું દેખે છે” આ શબ્દો છે ફૂટપાથ પર શ્રી રામ નામની ધજા વેચનાર ગરીબ - મજદૂર પણ નખશિખ ઈમાનદાર દંપત્તિના… આજે સવારે હું એમની પાસે ધજા ખરીદવા ગયો તો મને કહ્યું કે સાહેબ ૧૨૦ની ધજા છે. મેં કહ્યું આપી દો. તો એમણે મને કહ્યું બધા આવે છે પૈસા માટે રકઝક કરે છે પણ તમે ના કરી એટલે ૧૦૦ રૂપિયા જ આપો. કેટલો રાજીપો અને દરિયાદિલી! કદાચ એમને પણ રૂપિયા કમાવા છે પણ કચકચ કરીને નહી. મેં ધજા હાથમાં લઈ મારા ખિસ્સામાં રહેલી ૧૦૦ ની નોટ (જે ગડી વાળેલી હતી અને એમાં બીજી ૫૦ ની નોટ હતી જેનાથી હું અજાણ હતો) આપી અને ઘર તરફ ચાલવા લાગ્યો ત્યાં પાછળથી અવાજ આવ્યો, “ ઓ સાહેબ ૧૫૦ નય ૧૦૦ જ આપવાના તમારે.” હું પાછો વળ્યો અને કહ્યું મેં ૧૦૦ જ આપ્યાં. તો એમણે કહ્યું “ કે સાહેબ નોટની અંદરથી ૫૦ રૂપિયા નીકળ્યા જે તમારા છે અને હરામનું ના લેવાય .. સાહેબ ઉપરવાળો બધું દેખે છે.” આ વાત સાંભળી અને એમની ઇમાનદારી જોઈ હું સાચે જ ખુશ થઈ ગયો. આ નાનકડી ઘટના ઘણું કહી - સમજાવી જાય છે. અભણ અને સમજદારનો ફર્ક સમજાવી જાય છે. દુનિયાનાં ચોકમાં કદાચ બધું વેચાતું મળી શકે પણ સંસ્કાર, ખાનદાની અને ઈમાનદારી વેચાતી ના મળે. મહેનત કરનાર માણસ પણ જીવ કેટલો સંતોષી! અંતે મેં કહ્યું કે તમારો એક ફોટો લેવો છે તો એના માટે પણ ના પાડી છતાં મે એમના એટેન્શન વિનાનો ફોટો લીધો મારા સંતોષ માટે… સાચું કહું તો આ માણસનાં રૂદિયામાં સાચે જ રામ પ્રસ્થાપિત થયા છે. મારા આજના જાતઅનુભવ સાથે સમગ્ર ભારતવર્ષને મર્યાદા પુરુષોત્તમ પ્રભુશ્રી રામનાં આગમનની હાર્દિક શુભેચ્છાઓ. જયશ્રી રામ….
એક ઓર પ્રયાસ કરીએ. સૂરજ સામે દિવો ધરીએ. બહુ કરી મંઝીલની ચર્ચા, ચલો હવે ડગલાં ભરીએ. કર્યું જ નથી ખોટુ કશુંયે, તો દુનિયાથી શાને ડરીએ? સીધી રીતે માંગી લઈશું, ખોટી રીતે નય કરગરીએ. કાલે ઉઠીને જરુર પડે તો? ચલો થોડી યાદો સંઘરિયે. “અભિદેવ”
કદર ના કરે એવાને છોડતા ચાલો. સ્વમાનનું ઓઢણ ઓઢતા ચાલો. ઝરણાંની માફક વહેશે આ જિંદગી, અહમના બર્ફને ઓગાળતાં ચાલો. શ્વાસ ગૂંગળાય ખોળિયામાં જઈને, બંધનની બેડીઓને તોડતા ચાલો. પહોંચવા ચહો જો સત્યની સમીપે ફરેબના ફુગ્ગાઓ ફોડતા ચાલો. બહાર”અભિદેવ”હંગામીનગર છે, ભીતર કાયમી ઠેકાણું શોધતા ચાલો. “અભિદેવ”
ભાગ્યશાળી માનું છું કે હું તારી કુખે અવતર્યો. માં તુ વ્હાલનો દરિયો... નવ - નવ મહિના ઉદરમાં રાખી, જતન જીવથી વધારે કીધું.. રડવાનો મારો સુર સાંભરી, પ્રસવનું દુઃખ ભુલાવી દીધું... તડકો - છાયો ભૂલી જઈને ઉછેર મારો કર્યો. માં તુ વ્હાલનો દરિયો. ખેતર - પાદર કડીયાકામની, કાળી મજૂરી કીધી. તકલીફ પડે ના મુજને લગીરે, બસ એની ચિંતા કીધી. તારા પરસેવાના પાણીથી મુજને તે સંચર્યો. માં તુ વ્હાલનો દરિયો.. શું કરું તો ચૂકવી શકું, ઋણ તારું આ જનમમાં? માગું છું બસ એટલું કે, હર જનમમાં મળે તારો ખોળો. અડસઠ તીરથ મળી ગયા મને જ્યાં ચરણસ્પર્શ તારો કર્યો. માં તુ વ્હાલનો દરિયો.... મારી વ્હાલી " લક્ષ્મી માં" ને વિશ્વ માતૃ દિવસ નિમિત્તે અર્પણ... દેવેન્દ્ર ભીમડા "અભિદેવ"
જાણ્યું કે ઝેર છે તો પણ હસીને પી ગઈ મીરાં. મનથી વરી માધવને માધવમાં સમાઈ ગઈ મીરાં. “અભિદેવ”
આ સફરમાં કોઇ સારુ તો કોઇ ખરાબ મળે છે. ને સરનામાં વગરના પત્રોના ય જવાબ મળે છે. કૈં અમથું નથી કર્યુ અમે મયખાને જવાનું બંધ એમની આંખોમાં હવે જામ-એ-શરાબ મળે છે. સારા થવાનો અનુભવ સમજાવું દાખલા તરીકે, એ રીતે જેમ કંટકોની વચોવચ ગુલાબ મળે છે. કડવા જરુર લાગે છે સૌને સાચુ બોલનારાઓ, પણ સમજો તો એના ફાયદા બેહિસાબ મળે છે. વાંચવું કે નૈ એ તમારી ઈચ્છાની વાત છે દોસ્ત, બાકી અમારી આંખોમાં ખુલ્લી કિતાબ મળે છે. “અભિદેવ”
જો હ્રદયથી શુધ્ધ થશો. તો આપમેળે બુધ્ધ થશો. “અભિદેવ”
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser