Bazi - 4 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બાજી - 4

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

બાજી - 4

બાજી

કનુ ભગદેવ

4 - ખૂનનો પ્રયાસ...!

મહેશ, રાકેશ અને સારિકા ચહેરા પર અવર્ણનીય આનંદના હાવભાવ છવાયેલા હતાં.

તેમને અમીચંદની વાત પર જાણે કે ભરોસો નહોતો બેસતો.

‘ તમે સાચું જ કહો છો પિતાજી...!’ રાકેશના અવાજમાં શંકા હતી, ‘ તમે અમારી મશ્કરી તો નથી કરતાં ને ?

સરોજે ઉપેક્ષાભરી નજરે અમીચંદ, મહેશ અને રાકેશ સામે જોયું.

એ ત્રણેય તેને કરિયાવરના ભૂખ્યા વરૂઓ લાગતા હતા.

ગાયત્રી પણ એ ત્રણેય વિશે આમ જ વિચારતી હતી.

‘ ના...હું મશ્કરી નથી કરતો રાકેશ...અમીચંદનો અવાજ ગંભીર હતો, ‘ બિલાડીના ગળામાંથી નસીબ જોગે ઘંટ નીકળી ગયો. છે એમ જ માની લો ? વિશાળગઢના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ નરોત્તમની એક માત્ર પુત્રીને આપણો ગોપાલ મેગ છે... એણે તેની સાથે જ લગ્ન કરવાની હઠ પકડી છે. એની હઠ પાસે નરોત્તમને નમતું જોખવું પડ્યું છે. બાકી તો ક્યાં એ ને ક્યાંય આપણે ? આપણો પગ એના જોડામાં આવે જ નહીં.! ગોપાલ વંદનાના લગ્ન થતાં જ તેઓ આપણું દેવું ચુકતે કરી દેશે, એટલું જ નહીં. કંપનીને ફરીથી જીવતો કરવા માટે પચ્ચીસ લાખ રૂપિયા રોકડા પણ આપશે! લગ્ન પછી, એની કરોડો રૂપિયાની મિલકત આપણી થઈ ગઈ છે, એમ જ માની લો...’

‘ ઓહ...તો આપણા ખરાબ દિવસોએ વિદાય લીધી છે ખરૂં ને પિતાજી...?’ મહેશે પૂછ્યું.

‘ હા...’

‘ આવા શુભ કામમાં ઢીલ ન કરવી જોઈએ પિતાજી...!’ સારિકાએ પોતાનું મંતવ્ય વ્યકત કરતાં કહ્યું, ‘ સારા કામમાં સો વિધ્નો આવે, એ કહેવત તો તમે જાણતા જ હશો.’

‘ તારી વાત છે સારિકા...! ક્યાંક વંદના પોતાનો નિર્ણય ન બદલી નાંખે! નરોત્તમ, એની હઠને કારણે જ આપણી સાથે સંબંધ બાંધવા તૈયાર થયો છે. નહીં તો આપણા જેવા કકડા કુટુંબમાં કોણ દિકરી આપે ?’

‘ પિતાજી...તમને ખોટું ન લાગે તો એક વાત કહું...’ સરોજ ધીમા અવાજે બોલી.

‘ તું તો ચૂપ જ રહે સરોજ...! રાકેશે રોષભરી નજરે તેની સામે જોતાં કહ્યું, ‘ તને પાણીમાંથી પૂળા કાઢવાની ટેવ છે, એની મને ખબર છે. તારી એક વાતમાંથી બીજી તેર વાતો નીકળશે!

‘ રાકેશ...’ અમીચંદે તેને ઠપકો આપતો હોય એવા અવાજે બોલ્યો, ‘ સામા માણસની વાતને કાપી નાખવાની તારી આ કુટેવ ક્યારે જશે ? પહેલાં સરોજની વાત તો સાંભળ...’ એણે સરોજને ઉદ્દેશીને કહ્યું, ‘ બોલ સરોજ...શું કહેવું છે તારે...? મને તારી વાતથી જરા પણ ખોટું નહીં લાગે!’

‘ ગોપાલે પોતાને માટે કોઈક છોકરી પસંદ કરી લીધી હોય એ બનવાજોગ છે. આ સંજોગોમાં શું થશે પિતાજી...?’ સરોજે ધડાકો કર્યો.

મહેશ, રાકેશ અને સારિકા જડવત્ બની ગયાં. જો સરોજે કહ્યું. એમ હસે તો શું થશે ? એનો વિચાર તેઓ કરતાં હતા.

‘ સરોજ...શું ગોપાલે તારી પાસે કોઈ છોકરીનો ઉલ્લેખ કર્યો છે ?’

‘ ના, પિતાજી...મેં તો માત્ર શક્યતા જ જણાવી હતીં.’

‘ તો તો પછી ચિંતા કરવા જેવી કોઈ વાત નથી.’ અમીચંદ બોલ્યો. ગોપાલને સુજાતા સાથે પ્રેમસંબંધ છે, એ વાત એણે તેમનાથી છૂપાવી રાખી હતી, ‘ મને ગોપાલ પર ભરોસો છે...! એ કોઈ સંજોગોમાં મારી વાત નહીં ટાળે! કદાચ જો તે કોઈ યુવતીને ચાહતો હશે તો પણ કુટુંબનાં હિતને ધ્યાનમાં રાખીને આપણે તેને સાચી હકીકત જણાવી દેશું. એ કુટુંબની આબરૂ બચાવવા ખાતર પોતાના પ્રેમનું બલિદાન આપીને વંદના સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જશે.’

એ જ વખતે જોરાવરે ડ્રોંઈગરૂમમાં પગ મૂક્યો.

‘ આવ જોરાવર...!’ અમીચંદે તેને આવકાર આપતાં પૂછ્યું, ‘ બોલ...’

‘ સાહેબ...!’ જોરાવરનો અવાજ ગંભીર હતો, ‘ મને કહેતાં ખૂબ જ દુ:ખ થાય છે કે આપની તમામ આશાઓ પર પાણી ફરીવળ્યું છે.’

‘ એટલે...?’ અમીચંદે ચમકીને તેની સામે જોતાં પૂછ્યું.

એની આંખોમાં ચિંતાના હાવભાવ છવાઈ ગયા હતા.

એ જ હાલત મહેશ, રાકેશ અને સારિકાની હતી.

‘ ગોપાલે આર્ય સમાજ મંદિરમા મજૂર યુનિયનના નેતા સ્વર્ગીય દામોદર ત્રિવેદીની પુત્રી સુજાતા સાથે લગ્ન કરી લીધા છે.’

જોરાવરની વાત બોંબ વિસ્ફોટની ગરજ સારી ગઈ.

‘ આ તું શું બકે છે જોરાવર...?’ અમીચંદે ચીસ જેવા અવાજે પૂછ્યું, ‘ તે નશો તો નથી કર્યો ને ?’

‘ ના, સાહેબ...હું પૂરેપૂરો ભાનમાં છું. મારા માણસે જ્યારે આ સમાચાર આપ્યા ત્યારે પહેલાં તો મને પણ તેની વાત પર ભરોસો નહોતો બેઠો, પરંતુ મેં જ્યારે રૂબરૂ આર્ય સમાજ મંદિરે જઈને જોયું ત્યારે મને ખાતરી થઈ ગઈ. લગ્નની વિધિ પૂરી થઈ ગઈ હતી. એ બંનેએ સુજાતાની માતા સારિતાદેવીની અંતિમ ઈચ્છાને માન આપીને લગ્ન કરી લીધાં છે.’

‘ એટલે...?’

‘ સરિતાદેવી મૃત્યુ પામી છે...! ગઈ કાલે તેને અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી.’

જોરાવરની વાત સાંભળીને અમીચંદ, મહેશ, રાકેશ અને સારિકાના ચહેરા કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયા.

જાણે પોતે બંગલામાંથી સીધા ફૂટપાથ પર આવી ગયાં હોય એવો ભાસ તેમને થતો હતો.

વળતી જ પળે અમીચંદની આંખો અંગારાની માફક ભભુકવા લાગી.

‘ એ નાલાયકની આ હિંમત...? એણે મારી રજા વગર લગ્ન કરી લીધા...? આવવા દો એને...હું એ કમજાતને ગોળી ઝીંકી દઈશ...! એણે કાળઝાળ રોષથી કહ્યું.’

‘ શાંત થાઓ પિતાજી...! ક્રોધે ભરાવાથી કશું જ નહીં વળે...?’ મહેશ થાકેલાં અવાજે બોલ્યો.

‘ મહેશ સાચું કહે છે પિતાજી...! વાતને લંબાવવાથી કોઈ લાભ નહીં થાય...!

મગજ ઠંડો રાખો...!’ રાકેશે કહ્યું.

અમીચંદના ચહેરા પર વિચારના હાવભાવ છવાઈ ગયા.

ત્યારબાદ સારિકા, ગાયત્રી અને સરોજ પોતપોતાના રૂમમાં ચાલ્યાં ગયાં.

‘ પિતાજી...’ તેમનાં ગયાં પછી મહેશ બોલ્યો, ‘ મને એક ઉપાય સૂઝે છે.’

‘ શું...?’

‘ એક વાત તો ચોક્કસ જ છે ને કે વંદના લગ્ન કરશે તો માત્ર ગોપાલ સાથે જ કરશે ?’

‘ હા...’

‘ તો તો પછી આપણા વીસેય આંગળા ધીમાં જ છે એમ માની લો...આપણે એક નાનકડું કામ કરવું પડશે.’

‘ શું?’

‘ સુજાતાનું ખૂન...’

‘ પણ...’

‘ આમાં પણ, બણને કોઈ સ્થાન નથી પિતાજી...! તમે તમારી જિંદગીમાં પાંચ-દસ ખૂન કરી ચૂક્યા છો ને આ એક ખૂનની વાતથી ગભરાઓ છો ?’

‘ એવું કંઈ નથી મહેશ...!’ શું તે સુજાતાના ખૂન માટે કોઈ ફુલપ્રુફ, જડબેસલાક યોજના બનાવી છે ?’

‘ ના...યોજના બનાવતા વાર પણ કેટલી લાગશે ?’

‘ મહેશની વાત સાચી છે પિતાજી...! યોજના બની જશે... એ કામ તમે મહેશ પર છોડી દો. તમે મગજ ઠંડો રાખીને સમજ દારીથી કામ લો...’

‘ ઓહ...તો એનો અર્થ એ થયો કે આપણે દામોદરને ઘેર જઈ, સરિતાના અવસાન અંગે શોક વ્યક્ત કરીને ગોપાલ તથા સુજાતાને માનભેર અહીં લાવવાનાં છે ખરું ને ?’

‘ હા...’ મહેશ બોલ્યો, ‘ આપણે આપણી યોજનામાં મમ્મી કે સરોજને સામેલ નથી કરવાના...! યોજના વિશે આપણે તેમને ગંધ સુધ્ધાં નથી આવવા દેવાની!’

અમીચંદે સહમતિ સૂચક ઢબે માથું હલાવ્યું.

બીજે દિવસે ગોપાલ તથા સુજાતાને માનભેર લઈ આવવામાં આવ્યા.

ગાયત્રી અને સરોજ, સુજાતાને જોઈને ખુશ થઈ ગયા હતા.

અમીચંદ સુજાતાને વહુ તરીકે કબૂલી લેશે એની કલ્પના તેમણે નહોતી કરી.

એક કલાક પછી નરોત્તમનું તેડું આવતાં અમીચંદ તેને મળવા માટે ચાલ્યો ગયો.

અત્યારે એ નરોત્તમની સામે બેઠો હતો.

નરોત્તમનો ચહેરો કમાનની જેમ ખેંચાયેલો હતો. એની આંખો ક્રોધથી લાલઘુમ થઈ બની ગઈ હતી.

‘ મિસ્ટર અમીચંદ...! મેં તમારી પાસેથી આવી નાલાયકીની આશા નહોતી રાખી.’

‘ પણ નરોત્તમ સાહેબ...!’ અમીચંદનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો.

‘ શટઅપ...’ નરોત્તમ જોરથી તડુક્યો, ‘ ગોપાલ સાથે વંદનાનો સંબંધ નક્કી થઈ ગયો છે, એ વાત મેં તારા સ્નેહી, મિત્રો તેમજ સગાં-વ્હાલાઓને જણાવી દીધી છે. હવે એ લોકો પાસે મારી શું આબરૂ રહી ? મારે વિશે તેઓ શું વિચારશે ? હું તમને બરબાદ કરી નાંખીશ... રસ્તે રઝળતા ભિખારી બનાવી દઈશ!’

‘ નરોત્તમ સાહેબ... ભગવાનને ખાતર એવું કરશો નહીં!’ અમીચંદ કરગરતાં અવાજે બોલ્યો, ‘ મને માફ કરી દો... આમાં મારો જરા પણ વાંક નથી. એ નાલાયકે ચૂપચાપ મંદિરમાં જઈને સુજાતા સાથે લગ્ન કરી દીધા. મને આ વાતની ખબર હોત તો હું હરગીઝ એના લગ્ન સુજાતા સાથે ન થવા દેત!’

‘ તમે મને મૂરખ બનાવો છો ?’ નરોત્તમે ક્રોધથી દાંત કચકચાવતાં પૂછ્યું.

‘ ના...મારા પર ભરોસો રાખો...હું સાચું જ કહું છું.’

‘ તો પછી તમે સુજાતાને માનભેર શા માટે તેડી લાવ્યા ?’

‘ હ..હું...’

‘ જુઓ મિસ્ટર અમીચંદ...!’ નરોત્તમ વચ્ચેથી જ તેની વાતને કાપી નાંખતા બોલ્યો, ‘ મારી પાસે ખોટું બોલશો નહીં. ખોટી વાતો પ્રત્યે મને સખત નફરત છે! બોલો, સુજાતાને તેડી લાવવા પાછળ તમારી શું ચાલે છે ?’

‘ નરોત્તમ સાહેબ...ઠંડું લોખંડ, ગરમ લોખંડનો કાપી નાંખે છે, એ તો આપ જાણતા જ હશો. જે કામ બળથી ન થાય, તે કળથી કરવું જોઈએ. જો હું ક્રોધે ભરાઈને ગોપાલને ઘરમાં ન આવવા દેત તો એ સુજાતાને લઈને બીજે ક્યાંક ચાલ્યો જાત! આ સંજોગોમાં ભવિષ્યમાં ક્યારેય એના લગ્ન વંદના સાથે ન થઈ શકત!’

‘ ઓહ...તો તમે હજુ પણ ગોપાલના લગ્ન વંદના સાથે કરવાનું સપનું જુઓ છો એમ ને ?’

‘ હા, નરોત્તમ સાહેબ...! અને વંદના પણ આમ જ ઈચ્છે છે, એની મને ખબર છે.

‘ હૂં...’ નરોત્તમના ગળામાંથી હૂંકાર નીકળ્યો, ‘ હવે તમે શું કરવા માંગો છો ?’

‘ મેં સુજાતાને, ગોપાલના માર્ગમાંથી ખસેડી નાંખવાનો નિર્ણય કરી લીધો છે નરોત્તમ સાહેબ!’

‘ તમે સાચું કહો છો ?’

‘ હા...’

‘ આ કામમાં કેટલો સમય લાગશે ?’

‘ વધુમાં વધુ ત્રણ મહિના...!’

‘ જો તમે ત્રણ મહિનામાં આ કામ નહીં કરો તો તમારે વાટકો લઈને ફૂટપાથ પર ઊભા રહેવાનો વખત આવશે એટલુંયાદ રાખજે.’

‘ આપ બેફિકર રહો...’

‘ અને એક બીજી વાત સાંભળી લો...’

‘ શું...?’

‘ લગ્ન પછી ગોપાલ તમારે ત્યાં નહીં, પણ મારા બંગલામાં મારી સાથે જ રહેશે. હું વંદનાને મારી નજરથી દૂર રાખવા નથી માંગતો.’

‘ ભલે...મને કંઈ વાંધો નથી.’

‘ ત્યારબાદ અમીચંદ વિદાય થઈ ગયો.

  • ***
  • અમીચંદ ક્રોધથી સળગતી નજરે મહેશ સામે તાકી રહ્યો હતો.

    ‘ મહેશ...આપમે ટૂંક સમયમાં સુજાતાનું ખૂન કરવાના છીએ એ વાત તે સારિકાને જણાવી દીધી છે ને ?’

    ‘ હા...પણ...’

    ‘ શટઅપ... અક્કલના ઓથમીર...! તું તારી જાતને બુદ્ધિશાળી માને છે....પરંતુ તારામાં અક્કલનો છાંટો પણ નથી. સ્ત્રી પર ભરોસો મૂકવો એ આપણા પગ પર કુહાડી મારવા સમાન છે બેવકૂફ...! મેં મારી જિંદગીમાં આ જાતના કેટલાય કાવાદાવ કર્યા છે, પરંતુ તારી માને એની ગંધ સુધ્ધાં નથી આવવા દીધી. એ તો સારું થયું કે રાકેશ સમયસર આ વાત મને જણાવી દીધી. નહીં તો તું કોણ જાણે શું ય ભાંગરો વાટી નાંખત.’

    મહેશે આગ્નેય નજરે રાકેશ સામે જોયું.

    ‘ તું રાકેશની સામે શું ડોળા તતડાવે છે ? ભૂલ તારી જ છે.!’

    ‘ તમે તો પિતાજી મારી વાત સાંભળ્યા વગર જ મારી ભૂલ કાઢ્યે રાખો છો...! સાંભળો...સુજાતાના ખૂનમાં આપણને સારિકાની મદદમી જરૂર પડશે...! એની મદદ વગર મારી યોજના પાર નહીં પડે એમ જ માની લો!’ મહેશે ગંભીર અવાજે કહ્યું.

    ‘ તારી યોજના શું છે ?’

    મહેશે એ બંનેને પોતાન યોજના જણાવી દીધી.

    યોજના સાંભળ્યા પછી તેમની આંખોમાં ચમક પથરાઈ ગઈ.

    ‘ પિતાજી..આ યોજનામાં બહુ ખર્ચ પણ નહીં થાય! માત્ર બે જીવતી ભીંત ગરોળીની જરૂર પડશે અને ગોપાલને ત્રણ દિવસ માટે ક્યાંક બહારગામ મોકલવો પડશે.

    ‘ ભીંત ગરોળીની વ્યવસ્થા હું કરી આપીશ!’ રાકેશ બોલ્યો.

    ‘ અને ગોપાલ ત્રણ ને બદલે તેર દિવસ સુધી બહારગામ મોકલવાનું કામ હું કરી નાખીશ!’ અમીચંદે કહ્યું.

    ‘ મારી યોજના તમને કેવી લાગી પિતાજી...?’

    ‘ તારી યોજના ખરેખર ફુલપ્રુફ અને જડબેસલાક છે. પરંતુ આ બાબતમાં ગાયત્રી કે સરોજને કંઈ ન જણાવે એવી સૂચના તું સારિકાને આપી દેજે.’

    ‘ એ સૂચના તો મેં ક્યારની તેને આપી દીધી છે.’

    ‘ વેરી ગુડ...’

    ‘ ત્યારબાદ તેઓ યોજના વિશે ચર્ચા કરવા લાગ્યા.

    સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

    ‘ હલ્લો...અમીચંદ સ્પીકીંગ...!’ અમીચંદે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું.

    ‘ અમીચંદ સાહેબ...! હું કરોડીમલ બોલું છું....!’ સામે છેડેથી કરોડીમલ મારવાડીનો અવાજ સાંભળીને અમીચંદના ધબકારા વધી ગયા.

    કરોડીમલે ઉઘરાણી માટે ફોન કર્યો છે એ વાત તરત જ તે સમજી ગયો હતો. એણે દેવું ચૂકવવા આપેલી મુદતમાં હવે બાર દિવસ જ બાકી રહ્યા હતા જો તેરમાં દિવસે તેને પૈસા નહીં મળે તો એ કંપની તથા બંગલાની હરરાજી કરાવી નાખશે એ વાતની એને ખબર હતી.

    ‘ ફરમાવો સાહેબ...!’

    ‘ બસ, ખાલી તમારી તબિયતનો સમાચાર જાણવા માટે જ ફોન કર્યો છે!’

    ‘ આપની કૃપાથી બરાબર છે સાહેબ!’

    ‘ અરે, કૃપા તો ઉપર વાળાની જોઈએ...! એની કૃપાથી જ બધું થાય છે!’

    ‘ આપના જેવા મહાન માણસની કૃપા પણ જોઈએ કરોડીમલ સાહેબ!’

    ‘ અરે હું તો બહુ નાનો માણસ છું.... ખેર કરજ ચુકવવાની તારીખ નજીક આવતી જાયછે.તો તમને યાદ છે ને ?’

    ‘ હા...’

    ‘ એક વખત તમે મારું દેવું ચુકતે કરી દો...પછી તમને જરૂર હશે તો ફરીથી વ્યવસ્થા કરી આપીશ! હું રકમને દર વર્ષે નવી કરું છું....અર્થાત્ દરેક પાર્ટી પાસેથી પરત લઈને ફરીથી નવેસરથી વ્યાજે આપું છું. એ તો તમે જાણો જ છો.?’

    ‘ હા, જાણું છું...પણ...’

    ‘ પણ, શું સાહેબ...?’ મારા હિસાબમાં પણ-બણતી કોઈ શક્યતા નથી હોતી એની તો તમને ખબર જ હશે. ખેર હવે જ્યારે તમે પણનું પૂછડું લગાડ્યું જ છે તો કહી નાખો...’

    ‘ મને થોડી મુદત વધારી આપો...’

    ‘ એટલે...?’

    ‘ હું બાર દિવસ પછી તમારું કરજ ચૂકતે કરી શકુ...! મને બે મહિનાની મુદત વધારી આપો...!’

    ‘ બે મહિના...?’

    ‘ હા...’

    ‘ ના, સાહેબ ના...! તમે બે મહિનાની વાત કરો છો...? અરે, હું તો બે દિવસની મુદત પણ વધારી શકું તેમ નથી. બાર દિવસ તમારા છે ને તેરમો દિવસ મારો છે... વ્યાજ સહિત રકમ તૈયાર રાખજો...! અત્યારે વ્યાજ કરતાં તો શેરમાં વધુ નફો મળે છે. હું એ રકમ શેરમાં રોકવા માગું છું. સારું, ત્યારે...’

    સામે છેડેથી સંબંધ કપાઈ ગયો તો અમીચંદે પણ રિસીવર મૂકી દીધું.

    ત્યારબાદ એ ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ પર વળેલો પરસેવો લૂંછવા લાગ્યો.

  • ***
  • ચાર દિવસ પછી

    સાંજના છ વાગ્યા હતા.

    ડ્રોંઈગરૂમમાં સૌ કોઈ વાતો કરતાં બેઠા હતાં.

    અચાનક મહેશે સારિકાને કશોક સંકેત કર્યો. ત્યારબાદ તે ઊભો થઈને બહાર નીકળી ગયો.

    એના ગયા પછી પાચેક મિનિટ બાદ સારિકા પણ ઊભી થઈ ને તેની પાછળ પાછળ પોતાના શયનખંડમાં પહોંચી.

    ‘ શું વાત છે મહેશ...?’ એણે પ્રશ્નાર્થે નજરે તેની સામે જોતાં પૂછ્યું.

    મહેશે ચારે તરફ નજર દોડાવી. પછી એણે ગજવામાંથી બે લાંબી કાચની બોટલો કાઢી. એક બોટલમાં તરલ પ્રવાહી ભર્યું હતું. જ્યારે બીજી બોટલમાં મરેલી ભીત ગરોળી હતી.

    સારિકા યોજનાથી વાકેફ હોવાને કારણે એણે તરત જ બંને બોટલો છૂપાવી દીધી.

    ‘ આમ તો હું તને મારી યોજના જણાવી ચૂક્યો છું. પરંતુ તેમ છતાંય તું મારા સંતોષ ખાતર, તારે શું શું કરવાનું છે એ કહી નાખ...!’

    ‘ સાંભળ...મારે સુજાતાને મસાલેદાર, તીખી અને ચણના લોટવાળી વાનગીઓ જમાડવાની છે. ગોપાલ બે દિવસથી બહારગામ ગયો છે. અને તું પણ આજની રાત બહાર હોઈશ એટલે મારે સુજાતાને આપણા શયનખંડમાં સૂવડાવવાની છે. ત્યારબાદ પાણીના એક ગ્લાસમાં, ગરોળીની ઉકાળીને તૈયાર કરવામાં આવેલું ઝેર ભેળવી દેવાનું છે. મસાલેદાર તથા ચણાના લોટથી વાનગીઓ આરોગવાને કારણે રાત્રે સુજાતાને તરસ લાગશે...એ ઝેર ભેળવેલું પાણી પીને સૂઈ જાય એટલે મારે બીજી બોટલમાં જે મરેલી ગરોળી છે, તેને ગ્લાસમાં મૂકી, બંને બોટલોને ફોડીને લેટ્રીનના ફલશમાં પધરાવીને તેના નાશ કરી નાખવાનો છે.’

    ‘ વેરી ગુડ....પરંતુ એક વાત તું ભૂલી ગઈ લાગે છે.’

    ‘ કઈ વાત...!’

    ‘ ગ્લાસ પર તારા આંગળાની છાપ ન આવવી જોઈએ...! માત્ર શયનખંડમાં પાણીનો ગ્લાસ મૂકી જનાર કામવાળી અથવા તો પછી સુજાતાના જ આંગળાની છાપ આવવી જોઈએ.’

    ‘ તું ફિકર ન કર...! હું મારી કાર્યવાહી કરતી વખતે હાથ-મોજા પહેરવાનુ નહીં ભૂલું...’

    ‘ એક બીજી વાત..આજે રાત્રે લાઈટ ચાલી જશે એટલે બધાના રૂમમાંથી મીણબતી રાખવી પડશે...તારે મીણબત્તીને પલંગથી દૂર જ રાખવાની છે...!’

    ‘ મને યાદ જ છે...!’

    ‘ સરસ...’ કહેતાં કહેતાં મહેશના ચહેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયા.

    ત્યારબાદ એ ચાલ્યો ગયો.

    એ જ રાત્રે નવ વાગ્યે

    ગાયત્રી, સારિકા, સરોજ અને રાકેશ ડાયનિંગ હોલમાં બેઠાં હતા.

    તેઓ અમીચંદની રાહ જોતાં હતા.

    બે નોકર જમવાનું પીરસતા હતા.

    થોડી વાર પછી અમીચંદ ડાયનિંગ રૂમમાં આવીને એક ખુરશી પર બેસી ગયો.

    ‘ મહેશ ક્યાં છે...?’ એણે બધાની સામે ઊડતી નજર ફેંક્યા પછી પૂછ્યું.

    ‘ રાજેશને ત્યાં ગયો છે’ ગાયત્રીએ જવાબ આપ્યો.

    ‘ કેમ...?’

    ‘ ભગવાન જાણે...થોડીવાર પહેલાં એનો ફોન આવ્યો હતો. રાજેશની તબિયત ખરાબ હોવાથી તે આજની રાત એની પાસે જ રોકવાનો છે.’

    ‘ ઓહ...’

    ‘ ત્યારબાદ સૌ ડીનર કરવા લાગ્યાં.

    સારિકાએ આગ્રહ કરીને સુજાતાને ખૂબ જ ખવડાવ્યું.

    ડીનર કર્યા પછી સૌ ડ્રોંઈગરૂમમાં આવીને બેઠાં.

    ‘ પિતાજી...!’ અચાનક રાકેશ બોલ્યો, ‘ તમે ક્યારેય ભૂત જોયું છે ?’

    ‘ ના...’

    ‘ મેં જોયું છે...! ગઈ કાલે જ રાત્રે મેં સુભાષ રોડ પર ભૂત જોયું હતું.’

    ‘ શું...?’ અમીચંદે ચમકીને પૂછ્યું. કહેવાની જરૂર નથી કે એ માત્ર અભિનય જ કરતો હતો.

    સૌની નજર રાકેશ પર સ્થિર થઈ ગઈ હતી.

    ‘ હા, પિતાજી...’

    ‘ તેં ભૂત નહીં જોયું હોય...! તું અંધારામાં કોઈ વૃક્ષ-વેલાને ભૂત માની બેઠો હોઈશ!’

    ‘ ના, પિતાજી... એ ખરેખર ભૂત જ હતું. હું રાત્રે સાડા બાર વાગ્યે ગેલેકસીમાં અંગ્રેજી ફિલ્મ જોઈને ઘેર આવતો હતો. રસ્તામાં અચાનક જ સુભાષ રોડ પર ટેક્સી બગડી ગઈ. અર્થાત્ ભૂતે ટેક્સી બગાડી નાખી. પછી અચાનક જ અમારી પાસે એક ઠીગણો માનવી આવીને ઊભો રહ્યો. એણે ટેક્સીના ડ્રાઈવર પાસે બીડી માંગી. ડ્રાઈવરે એના હાથમાં બીડી મૂકી તો કહેવા લાગ્યો કે એમ નહીં. મારા મોંમાં મૂકીને સળગાવી આપ! ડ્રાયવરે એના મોંમાં બીડી મૂકવા માટે હાથ લંબાવ્યો પરતુ એનો હાથ તેના મોં સુધી ન પહોંચી શક્યો. આંખના પલકારમાં જ એ માનવી ઠીંગણામાંથી લાંબો તાડ જેવો બની ગયો. અમારા હોંશ ઊડી ગયા.’

    ‘ પછી શું થયું રાકેશ...?’ સારિકાએ ચહેરા પર પણ ભયમિશ્રિત ગભરાટના હાવભાવ છવાઈ ગયાં હતા.

    ‘ પછી, શું...? એ ભૂતે ડ્રાઈવરને તમાચો ઝીંકી દીધો. એ બિચારો બેભાન થઈ ગયો. પછી હું પણ ભાન ગુમાવી બેઠો. જ્યારે અમે ભાનમાં આવ્યા ત્યારે ત્યાં કોઈ જ નહોતું. સડક ઉજ્જડ હતી. રાત્રે હું જેમતેમ કરીને ઘેર પહોચ્યો તો ભયના અતિરેકથી આખી રાત મને ઊંઘ ન આવી.’

    ‘ ભૂત દેખાવું અશુભ ગણાય છે દિકરા...! તું આઠ મંગળવાર સુધી ઉપવાસ અને સવા મહિના સુધી હનુમાન ચાલીસાના પાઠ કર!’

    ‘ ભલે મમ્મી...પણ...’

    ‘ પણ, શું...?’

    ‘ મમ્મી, કોણ જાણે કેમ, એ ભૂત અહીં આવીને મને મારી નાંખશે એવું મને લાગે છે!’

    ‘ એવું કંઈ નહીં થાય દિકરા...! તું નાહક જ ગભરાય છે.’ જો પાતના રૂમમાં ભૂત ઘૂસી આવશે તો શું થશે ? પોતે એકલી છે... ગોપાલ ભરતપુર ગયો છે...! આ વિચાર આવતાં જ સુજાતા મનોમન ગભરાઈ ગઈ હતી.

    અમીચંદ, રાકેશ, મહેશ અને સારિકાના કાવતરાથી એ બિચારી સાવ અજાણ હતી.

    ત્યારબાદ સૌ પોતપોતાના રૂમમાં સૂવા માટે ચાલ્યાં ગયા.

    સુજાતાને કેમેય કરીને ઊંઘ નહોતી આવતી.

    પછી અચાનક લાઈટ ચાલી ગઈ તો એનો ગભરાટ એકદમ વધી ગયો.

    એને રાકેશે કહેલી ભૂતની વાત યાદ આવી.

    ‘ રામલાલ...!’ અચાનક એના કાને અમીચંદનો ઊંચો અવાજ અથડાયો.

    ‘ જી, સાહેબ....!’

    ‘ મોતીલાલના બંગલામાં તો લાઈટ છે...આપણા બંનેની લાઈનો એક જ ફીડરમાં છે તો પછી આપણી લાઈટ શા માટે ચાલી ગઈ...?’

    ‘ કદાચ આપણી લાઈનમાં કંઈક ખોટકો થયો લાગે છે સાહેબ!’

    ‘ તું તાબડતોબ વિદ્યુત બોર્ડની ઓફિસે ફોન કરીને ફરિયાદ નોંધાવી દે! ફરિયાદ વિભાગનું કામકાજ ચોવીસેય કલાક ચાલુ રહે છે.’

    ‘ ભલે સાહેબ, પણ...’

    ‘ પણ શું...?’

    ‘ સાહેબ....આપણો ફોન કદાચ બગડી ગયો છે.’

    ‘ એવું કેવી રીતે બને...? સાંજે તો ફોન ચાલું હતો...!’

    ‘ ભગવાન જાણે સાહેબ...! ડાયલ ટોન જ નથી સંભળાતો...!’

    ‘ ભગવાન જાણે સાહેબ...! ડાયેલ ટોન જ નથી સંભળાતો...!’

    ‘ ખેર...ફોનને પડતો મૂકીને બધાના રૂમમાં મીણબત્તી સળગાવ!’

    ‘ ભલે સાહેબ...!’

    ‘ સુજાતાને હવે પોતાના રૂમમાં એક મિનિટ માટે રોકાવું પણ ભારે લાગતું હતું.

    એ પોતાના શયનખંડમાંથી બહાર નીકળી આવી.

    ‘ હું હમણાં જ મીણબત્તી મૂકી જઉં છું દિકરી...!’ રામલાલ બોલ્યો, ‘ તું ગભરાઈશ નહીં.!’

    ‘ રહેવા દો કાકા...મીણબત્તીની કંઈ જરૂર નથી.’

    ‘ કેમ...?’

    ‘ હું ભાભી પાસે સૂઈ જઉં છું.’ કહીને સુજાતા સારિકાનાં ખંડ તરફ આગળ વધી ગઈ.

    એનું હૃદય કોઈક અજ્ઞાત ખોફથી ધબકતું હતું.

    એ સારિકાના ખંડમાં પહોંચીંને તેની સાથે જ ડબલ બેડના પલંગ પર સૂઈ ગઈ.

    થોડી વારમાં જ તેન ઊંઘ આવી ગઈ.

    એના મોતની પળો નજીક આવતી જતી હતી.

    સારિકા સૂતી હતી. પરંતુ એની આંખોમાં ઊંઘનું નામોનિશાન પણ નહોતું.

    એ ઉકાળેલી ગરોળીનું ઝેર પાણીના ગ્લાસમાં ભેળવી ચૂકી હતી અને હવે સુજાતા એ પાણી પીએ તેની રાહ જોતી હતી. એના ધબકારા એકદમ વધી ગયાહતા.

    છેવટે સુજાતાને તરસ લાગતાં એણે આંખો ઊઘાડી.

    રૂમમાં મીણબત્તીનું આછું અજવાળું પથરાયેલું હતું.

    અનાયાસે જ એની નજર ટેબલ પર પડેલાં પાણીના ગ્લાસ પર પડી.

    એ પલંગ પર બેઠી થઈ ગઈ.

    વળતી જ પળે એણે ગ્લાસ ઊંચકીને એકી શ્વાસે ખાલી કરી નાખ્યો.

    સારિકાએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ પોતે સુજાતાનું ખૂન કરે છે. એ વાત યાદ આવતાં જ એનો સમગ્ર દેહ પરસેવાથી તરબતર થઈ ગયો.

    પાણી પીધા પછી ગ્લાસને ટેબલ પર મૂકીને સુજાતા સૂઈ ગઈ. પાંચ મિનિટમાં જ તેના નસકોરા ગુંજવા લાગ્યા.

    સારિકા ચૂપચાપ ઊભી થઈ.

    એણે ગાદલા નીચેથી એક બોટલ કાઢી...હાથમાં હાથ-મોજા ચડાવ્યા. પછી બોટલ ઉઘાડીને તેમાં રહેલી ગરોળી ગ્લાસમાં નાખી દીધીં.

    આટલું કાર્ય પછી એણે બંને બોટલોને લેટ્રીનમાં લઈ જઈ, ફોડીને તેને સફેદ ટેંકમાં પધરાવી દીધી.

    ત્યારબાદ તે હાથ-મોજા કાઢી, પલંગ પર સૂઈ ગઈ.

    થોડીવાર પછી અચાનક જ સુજાતાનું માથું ભસવા લાગ્યું.

    એ પલંગ પર બેઠી થઈ ગઈ.

    એને ચક્કર આવતાં હતા.

    એણે તરત જ સારિકાને ઊઠાડી.

    એ બિચારીને શું ખબર કે સારિકા જાગતી જ હતી અને એના મોતની રાહ જોતી હતી!

    ‘ શું વાત છે સુજાતા...?’ સારિકાએ જાણે ગાઢ ઊંઘમાંથી ઊઠી હોય એમ આંખો ચોળતાં પૂછ્યું.

    ‘ મને ખૂબ જ ચક્કર આવે છે ભાભી...! મારું માથું ભમે છે...! જીવ એકદમ ગભરાય છે...!’

    ‘ શું થયું...?’

    ‘ એ જ વખતે સુજાતાને ઉલટી થઈ.

    એના આંતરડા મરડાવા લાગ્યા.

    સુજાતાને રૂમ ગોળ ગોળ ફરતો લાગ્યો.

    એની આંખો સમક્ષ અંધકાર છવાતો જતો હતો.

    ‘ શું થયું સુજાતા...?’ સારિકા તેને હચમચાવતાં બોલી,

    એને જવાબ આપવાને બદલે સુજાતા બાતરૂમ તરફ દોડી.

    પરંતુ બાથરૂમના બારણાં પાસે પહોંચતાં જ તે ઢળી પડી.

    ઉલટી થવાને કારણે એના વસ્ત્રો બગડી ગયા હતા.

    સારિકા તરત જ રૂમમાંથી બહાર નીકળી ગઈ.

    એણે તરત જ કુટુંબના સભ્યોને ઉઠાડ્યા.

    અમીચંદ અને રાકેશ જાગતા જ હતા.

    ત્યારબાદ સારવાર માટે સુજાતાને વિશાલગઢની સૌથી મોંઘી હોસ્પિટલમાં લઈ જવામાં આવી.

    હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસરે સજાતાને તાપસી.

    ‘મિસ્ટર અમીચંદ...!’ એણે ગંભીર અવાજે કહ્યું, સુજાતાએ ઝેર પી લીધું છે અથવા તો તેને પીવડાવવામાં આવ્યું છે.’

    ‘ શું...?’ અમીચંદે, રાકેશ અને સારિકાએ ચમકવાનો શાનદાર અભિનય કર્યો.

    જ્યારે ગાયત્રી અને સરોજના દિમાગમાં સન્નાટો છવાઈ ગયો હતો.

    ‘ પણ...પણ આવું કેવી રીતે બને ર્ડોક્ટર સાહેબ...? સુજાતાને વળી શા માટે ઝેર પીવું પડે...?’ અમીચંદે નર્યા અચરજથી પૂછ્યું.

    ‘ એ તો હવે શું ખબર પડે...? ખેર, અમે ઉલટીની રસાયણિક તપાસ કરાવીશું...એનાં પરથી એણે કયા પ્રકારનું ઝેર પીધું છે.એની ખબર પડી જશે.’

    ‘ તપાસ તો પછી પણ થશે ડોક્ટર સાહેબ....!’ અમીચંદ રડમસ અને કરગરતાં અવાજે બોલ્યો, ‘ પહેલાં આપ સુજાતાને બચાવવાનો પ્રયાસ કરો...! અમે આપનો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ...!’

    ‘ એની સારવાર ચાલુ જ છે મિસ્ટર અમીચંદ...? અન્ય ડોક્ટરો એમના શરીરમાંથી ઝેર કાઢવાનો પ્રયાસ કરે છે....આ બાબતમાં હાલ તુરત ખાતરીપૂર્વક કશું જ કહી શકાય તેમ નથી. મને તો આ બનાવ ખૂન અથવા તો આપઘાતનો લાગે છે. એટલે પોલીસને જાણ કરવી જરૂરી છે.’

    ‘ વાત પૂરી કરીને એણે ટેલિફોનને નજીક સરકાવ્યો.

    વળતી જ પળે તે પોલીસ હેડક્વાર્ટરનો નંબર મેળવતો હતો.

    સામે છેડેથી જવાબ મળતાં જ એણે ઈન્ચાર્જ ઈન્સપેકટર વામનરાવને બંધી વિગતો જણાવીને તાબડતોબ હોસ્પિટલે આવવાનું જણાવ્યું.

    અમીચંદ, સારિકા અને રાકેશના ચહેરા કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયાં હતા.

    માડં માંડ તેમણે પોતાની જાત પર કાબૂ મેળવ્યો.

    પોલીસના આગમનની કલ્પના માત્રથી જ તેમને મનોમન ગભરટ છૂટતો હતો.

    ***