Bazi - 6 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બાજી - 6

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

બાજી - 6

બાજી

કનુ ભગદેવ

6 - ગાયત્રીદેવીનું ખૂન...!

અમીચંદ નર્યા-નિતર્યા ભય, ખોફ અને અચરજથી ગાયત્રી સામે તાકી રહ્યો હતો.

એવી જ હાલત મહેશ, રાકેશ અને સારિકાની હતી.

અમીચંદ મનોમન ઈશ્વરનો ઉપકાર માનતો હતો કારણ કે આજે રામલાલના દિકરાન લગ્ન હોવાથી બંગલાના બધા નોકર ચાકર તેના લગ્નમાં હાજરી આપવા માટે દેવગઢ ગયા હતા.

‘ આ...આ તું શું કહે છે ગાયત્રી...?’ એણે પોતાના ગભરાટ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં પૂછ્યું.

‘ ચૂપ...તમારી ગંદી જીભે મારું નામ પણ લેશો નહીં... તમે ખૂની છો...માણસાઈ જેવી કોઈ ચીજ તમારામાં નથી. મેં આજ સુધી તમારા કાળા કરતૂતોને ચૂપચાપ સહન કર્યા છે. પરંતુ હવે હું કોઈ કાળે સહન નહીં કરું...! પૈસાની લાલચના કારણે તમે સુજાતાને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે... તમારા જેવો નીચ માણસ મેં બીજો કોઈ નથી જોયો...?’

‘ ભગવાનને ખાતર શાંત થાઓ મમ્મી...!’ રાકેશે લાચારીથી હોઠ કરડતાં કહ્યું.

‘ ચૂપ મર નાલાયક...! મારી કૂખેથી મહેશ અને તારા જેવાં નાલાયકે જન્મ લીધો છે, એ વાતનો મને ખૂબ જ અફસોસ થાય છે...! પેલી કહેવત સાચી જ છે કે બાપ એવા દિકરા...! એ કહેવતને તમે સાર્થક કરી બતાવી છે. તમે પણ તમારા બાપ પર જ ગયા છો નાલાયકો...!’ ગાયત્રીનાં અવાજમાં કારમો રોષ ગાજતો હતો., ‘ તમારા જેવા શયતાનોને છોડીને ચાલી ગઈ. એ સરોજે સારું જ કર્યું. છે. નહીં તો તમે લોકો એને પણ ન છોડત...! તમારા લોકોની સાથે આ ચુડેલ પણ સામેલ હશે એવી મને આશા નહોતી. વાત પૂરી કરીને એણે નફરતભરી નજરે સારિકા સામે જોયું.

‘ ધીમે બોલો મમ્મી...!’ મહેશે કરગરતાં અવાજે કહ્યુ, ‘ તમારો અવાજ આજુબાજુમાં રહેતા પાડોશીઓ સુધી પણ પહોંચી શકે તેમ છે. આ સંજોગોમાં કુટુંબની આબરૂ પર પાણી ફરી વળશે.’

‘ નીચ...તારા ખૂની કુટુંબને, કુટુંબ કહેતા તને શરમ નથી આવતી ?’

‘ બસ, બહુ થયું હવે...!’ સહસા અમીચંદ વીફરેલા અવાજે બોલ્યો, ‘ હવે જો તારા મોંમાથી એક શબ્દ પણ બહાર નીકળશે તો હું તારી જીભ ખેંચી કાઢીશ સમજી...?’

‘ તમારા જેવા નીચ પતિ પાસેથી આવી જ આશા રાખી શકાય છે...! સારું કામ તો કોઈ દિવસ તમને સૂઝે જ નહીં.! તમે જોઈએ તો મારી જીભ ખેંચી કાઢો કે જોઈએ તો મને મારી નાખો...! પણ હું હવે ચૂપ નહીં રહું! તમે અને તમારું કુટુંબ ખૂની છે, એ વાત હું દુનિયા આખીને જણાવી દઈશ!’

સહસા સારિકાની નજર બારીમાંથી દેખાતા બંગલાના ફાટક પર પડી.

વળતી જ પળે તે એકદમ ચમકી ગઈ.

ફાટક પર ઈન્સ્પેકટર વામરાવ ચોકીદાર સાથે વાત કરતો ઊભો હતો.

‘ પિતાજી...ઈન્સ્પેકટર...’ એ સ્વગત બબડતી હોય એવા અવાજે બોલી.

‘ ક્યાં છે...?’ મહેશે ગભરાયેલા અવાજે પૂછ્યું.

‘ ફાટક પર ચોકીદાર સાથે વાત કરે છે. ઈન્સ્પેકટર વામનરાવ છે...!’ કહેતાં કહેતાં સારિકાના કપાળ પર પ્રશ્વેદ બિંદુઓ ચમકી ઊઠ્યા.

‘ સારું થયું...!’ ગાયત્રી ઝડપથી દ્વાર તરફ આગળ વધતાં બોલી, ‘ તમે લોકોએ સુજાતાને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. એ વાત હમણાં જ હું ઈન્સ્પેકટર સાહેબને જણાવી દઉં છું...!

તમારો ભાંડો ફોડી નાખું છું...!’

‘ રાકેશ...મહેશ...મારું મોં જોઈને શું ઊભા છો નાલાયકો...!’ અમીચંદ જોરથી તડુક્યો, ‘ ગાયત્રીને પકડીને અંદરના ખંડમાં લઈ જાઓ. નહીં તો એ કમજાત વાનરાવ પાસે આપણો ફાંડો ફોડીને ફાંસીને માંચડે પહોંચાડી દેશે.’

રાકેશ અમે મહેશે ગાયત્રીને પકડી લીધી.

ગાયત્રીએ મદદ માટે બૂમ પાડવાનો પ્રયાસ કર્યો તો રાકેશે તેનું મો દબાવી દીધું.

ત્યારબાદ તેઓ ગાયત્રીને ધકેલીને-ઘસડીને અંદરના રૂમમાં લઈ ગયા.

ગાયત્રી તેમની ચુંગલમાંથી છટકવા માટે ફાંફાં મારતી હતી.

અંદર પહોંચીને બારણું બંધ કર્યા પછી તેમણે ગાયત્રીને પલંગ પર સૂવડાવી દીધી.

જ્યારે રાકેશનો એક હાથ ગાયત્રીના મોં પર સખતાઈથી દબાયેલો હતો અને બીજા હાથેથી એણે ગાયત્રીના બંને હાથ પકડી રાખ્યા હતા.

ભય અને ગભરાટને કારણે રાકેશને એ વાતનું પણ ભાન નહોતું રહ્યું કે એનો હાથ ગાયત્રીના મોંની સાથે સાથે નાક પર પણ દબાયેલો છે. એ શ્વાસ નથી લઈ શકતી અને એની આંખોના ડોળા પડળમાંથી બહાર ઘસી આવવા મથે છે.

‘ પિતાજી...એ કમજાત ઈન્સ્પેકટર અહીં જ આવે છે.’ સારિકા બોલી.

‘ તું તારી જાત પર કાબૂ મેળવ સારિકા...! તને ગભરાયેલી જોઈને એ કમજાતને નાહક જ વહેમ પડશે!’

સારિકા પોતાના ગભરાટ એ જ ખંડમાં એક સોફા પર બેસી ગયો.

અમીચંદ આગળ વધીને એ જ ખંડમાં એક સોફા પર બેસી ગયો.

થોડી પળો બાદ વામનરાવ અંદર પ્રવેશ્યો.

તેની સાથે સબ.ઈન્સ્પેકટર અમરજી પણ હતો.

‘ આવો ઈન્સ્પેકટર સાહેબ...! બેસો...! અમીચંદ સ્વસ્થ થવાનો પ્રયાસ કરતાં બોલ્યો.

પરંતુ વામનરાવે અમીચંદ તથા સારિકાનો ગભરાટ પારખી લીધો હતો. અલબત્ત, એ બંને શા માટે ગભરાયેલા છે, તે એને નહોતું સમજાતું.

એણે વેધક નજરે અમીચંદ સામે જોયું.

અમીચંદ એની નજરોનો તાપ નહોતો જીરવી શકતો.

‘ શું પીશો ઈન્સ્પેકટર સાહેબ...?’

‘ ના...કંઈ નહીં...’

‘ બોલો, શા માટે આવવું પડ્યું ?

‘ અમસ્તો જ આવ્યો છું. અહીંથી પસાર થતો હતો એટલે મને થયું કે ચાલ, આપને પણ મળતો જઉં...અરે હા...’ જાણે અચાનક યાદ આવ્યું હોય એમ વામનરાવ બોલ્યો, ‘ મિસ્ટર અમીચંદ, સુજાતાએ તમારી તરફેણ કરતી જુબાની આપી છે.’

‘ આપ નાહક જ એના ખૂનના પ્રયાસની અમારા પર શંકા કરતા હતા. વાસ્તવમાં એ ખૂન કે આપઘાતનો નહીં, પણ એક અકસ્માતનો જ બનાવ હતો.’

‘ મિસ્ટર અમીચંદ, પોલીસનું કામ જ શંકા કરવાનું છે. ખેર, હવે મને રજા આપો...’

અમીચંદે ધીમેથી માથું હલાવ્યું.

વામનરાવ અમરજી સાથે ચાલ્યો ગયો.

એના ગયા પછી બે-ત્રણ મિનિટ બાદ અમીચંદ ઊભો થઈને જે ખંડમાં મહેશ તથા રાકેશ ગાયત્રીને લઈ ગયા હતા. એ ખંડમાં પહોંચ્યો.

‘ ગાયત્રીને છોડી દો...’ એણે કહ્યું.

‘ આપણી મમ્મીનો કોઈક ઉપાય શોધવો પડશે પિતાજી...!’ મહેશ ગાયત્રીના પગ છોડતાં બોલ્યો.

રાકેશે ગાયત્રીના મોં પરથી હથેળી ખસેડી તો તરત જ એની ગરદન એક તરફ નમી ગઈ.

એની હાલત જોઈને સૌ ગભરાઈ ગયા.

‘ મમ્મી કદાચ બેભાન થઈ ગઈ લાગે છે.’ રાકેશે બોલ્યો.

પરંતુ શ્વાસ રૂંઘાઈ જવાને કારણે ગાયત્રી મૃત્યુ પામી છે, એ વાતની તેને ખબર નહોતી.

ગાયત્રીના ફાટી ગયેલાં ડોળા જોઈને અમીચંદ જડવત્ બની ગયો.

એણે આગળ વધીને ગાયત્રીના ધબકારા તપાસ્યા.

વળતી જ પળે એના ચહેરાનો રંગ ઊડી ગયો. દિમાગ ક્રિયાશૂન્ય થઈ ગયું.

‘ શું થયું પિતાજી...?’ સારિકાએ પૂછ્યું.

અમીચંદ મહેશ તથા રાકેશને ઉદ્દેશીને કાળઝાળ અવાજે બોલ્યો, તમે...તમે બંનેએ ભેગા થઈને ગાયત્રીને મારી નાંખી છે નાલાયકો...! એક વધુ ઉપાધિ વહોરી લીધી છે.’

‘ શું...?’ મહેશ, રાકેશ અને સારિકા પર જાણે કે વીજળી ત્રાટકી.

ત્રણેયના ચહેરા પર ભય અને અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા.

‘ હા...ગાયત્રી મૃત્યુ પામી છે...ક્યાંક તમે બંનેએ એનું ગળું તો નથી દબાવી દીધું ને ?’

‘ ના, પિતાજી...મેં તો માત્ર મોં જ દબાવી રાખ્યું હતું.’ રાકેશ બોલ્યો.

‘ અને મેં પગ પકડી રાખ્યા હતા...!’ મહેશે ગભરાયેલા અવાજે કહ્યું, ‘ કંઈ પગ પકડવાથી કોઈ ન મરી જાય...! હવે શું થશે પિતાજી...?’

‘ શું કરવું ને શું નહી, એ જ મને તો કંઈ નથી સમજાતું. આપણે ગાયત્રીના મૃતદેહને ક્યાંક તો ઠેકાણે પાડવો જ પડશે ને ? કોઈનેય આપણા પર રજ માત્ર પણ શંકા ન આવે, એ રીતે ઠેકાણે પાડવો પડશે.’

‘ મૃતદેહને ઠેકાણે પાડવાની કોઈક નક્કર યોજના ઘડી કાઢીએ પિતાજી...!’ રાકેશ બોલ્યો.

‘ અમે કંઈ જલ્દીથી નક્કર યોજના ન બને રાકેશ...! આ કંઈ ચા બનાવવા જેટલું સરળ કામ નથી. ખેર, આ બાબતમાં આપણે જોરાવરની સલાહ લેશું.’

‘ એ તો ઠીક છે...પણ અત્યારે મૃતદેહનું શું કરવું છે ?બંગલાના નોકરો આવવાની તૈયારીમાં જ છે!’

‘ મહેશ, અત્યારે તો મૃતદેહને તારા રૂમમાં ફ્રીઝમાં મૂકી દે!’

‘ શું...?’ મૃતદેહને ઘરમાં રાખવો છે ?’

‘ ધોળે દિવસે મૃતદેહને બંગલામાંથી બહાર કાઢીને તારે ફાંસીએ લટકવું છે મૂરખ...?’

મહેશે લાચારીથી હોઠ કરડ્યો.

  • ***
  • વામનરાવ પોતાના ફલેટમાં પ્રવેશીને વસ્ત્રો બદલવા માટે બીજા રૂમમાં જતો હતો, ત્યાં જ સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

    એણ આગળ વધીને રિસીવર ઊંચક્યું.

    ‘ હલ્લો...ઈન્સ્પેકટર વામનરાવ સ્પીકીંગ!’

    ‘ સર, હું અમરજી બોલું છું...’

    ‘ બોલ...’ કહેતાં કહેતાં વામનરાવની આંખોમાં ચમક પથરાઈ ગઈ. સાંજે અમીચંદ, તથા સારિકાનો ગભરાટ જોઈને એણે તરત જ પોતાના એક મિત્રને ત્યાં અમરજીને લઈ જઈ, વસ્ત્રો બદલાવીને સાદા વેશમાં અમીચંદના બંગલા પર નજીક રાખવાનું કામ સોંપી દીધું હતું. ત્યારબાદ તેણે અમરજીની મદદ માટે સાદા વેશમાં ત્રણ સિપાહીઓને પણ મોકલી આપ્યાં હતાં.

    ‘ સર, મહેશ, રાકેશ અને બંગલાના ત્રણ-ચાર નોકર ક્યાંક બહાર જવાની તૈયારી કરે છે. શું એ લોકોનો પીછો કરું ?’

    ‘ એ લોકો શા માટે બહાર જાય છે, તેની કંઈ ખબર પડી છે ?’

    ‘ ગાયત્રીદેવી સાંજે મંદિરે જવા માટે નીકળી હતી, ને હજુ સુધી પાછી નથી ફરી એવું મેં સાંભળ્યું છે. એ લોકો કદાચ તેને શોધવા માટે જ જાય છે.’

    ‘ મને કંઈક ગરબડ લાગે છે અમરજી...!

    ‘ એ ગરબડ શું હોઈ શકે છે. સર...?’

    ‘ એ જ તો હજુ સુધી હું નથી સમજી શક્યો. નહીં તો ક્યારનો ય એ લોકો પર પંજો ઉગામી ચૂક્યો હોત!’

    ‘ હવે મારે માટે શું હુકમ છે ?’

    ‘ અમીચંદ ક્યાં છે ?’

    ‘ બંગલામાં જ છે!’

    ‘ મહેશની પત્ની સારિકા...?’

    ‘ એ પણ બંગલામાં જ છે!’

    ‘ એ પોતાની માતા-પિતાને ત્યાં ગઈ છે. એવું મેં સાંભળ્યું છે.

    ‘ અમરજી...સરોજ પોતાના માતા-પિતાને ત્યાં નથી ગઈ એવી મને શંકા છે.’

    ‘ આ બાબતમાં અત્યારે તો ખાતરીપૂર્વક શું કહી શકાય ?

    ‘ અમરજી, તું સરોજના માતા પિતાને પત્તો લગાવ! હું એને મળીને સરોજ તેમને ત્યાં ગઈ છે કે નહીં, એની તપાસ કરીશ. જો એ પોતાના માતા-પિતાને ત્યાં ન હોય તો માની લેજે કે એ લોકોએ તેનું ખૂન કરી નાંખ્યુ છે. જે લોકો સુજાતાના ખૂનનો પ્રયાસ કરે, એ લોકો સરોજનું ખૂન પણ કરી શકે છે.’

    ‘ ભલે, સર...!’

    ‘ બે સિપાહીઓને મહેશ તથા રાકેશની પાછળ મોકલી આપ.’

    ‘ ઓ.કે...સર...!’

    ‘ વારૂ, અમીચંદને મળવા માટે કોઈ આવ્યું હતું. ?’

    ‘ હા...વિશાળગઢનો નામચીન બદમાશ જોરાવર આવ્યો છે. એ હજુ પણ બંગલામાં જ છે!’

    ‘ જોરાવર પર નજર રાખ...! એ બહાર નીકળે ત્યારે એનો પીછો કરજે...હું પણ જમીને ત્યાં આંટો મારી જઈશ.’

    ‘ ઓ.કે...સર...’

    ‘ વામનરાવે રિસીવર મૂકી દીધું.

    ત્યારબાદ જમી, વર્દી પહેરી, જીપમાં બેસીને અમીચંદના બંગલાને ફરતું ચક્કર માર્યા પછી એ જ્યારે પોલીસ હેડ-ક્વાર્ટરે પહોંચ્યો ત્યારે રાતના સાડા દસ વાગી ગયા હતા.

    એણે એક સિપાહી પાસે ચા મંગાવી અને ધીમે ધીમે તેના ઘૂંટડા ભરવા લાગ્યો.

    એ જ વખતે મહેશ અને રાકેશ તેની ઓફિસમાં પ્રવેશ્યા.

    ‘ આવો...’ વામનરાવ બોલ્યો.

    ત્યારબાદ એના સંકેતથી મહેશ તથા રાકેશ એની સામે પડેલી ખાલી ખુરશીએ પર બેસી ગયા.

    ‘ બોલો...શા માટે આવવું પડ્યું ?’ વામનરાવે કપ ખાલી કરીને ટેબલ પર મૂકતાં પૂછ્યું.

    ‘ ઈન્સ્પેક્ટર સાહેબ...?’ મહેશ ઉદાસ અવાજે બોલ્યો, ‘ અમારી મમ્મી સાંજે મંદિરે જવા નીકળી હતી ને હજુ સુધી ઘેર પાછી નથી ફરી.’

    ‘ તમે સીધા તમારા બંગલેથી જ આવો છો ?’

    ‘ ના....એમે મમ્મીની ઘણી શોધ કર્યા પછી અહીં આવ્યા છીએ.’

    ‘ તો પછી આ દરમિયાનમાં તેઓ ઘેર પહોંચી ગયા હોય એ બનવાજોગ છે.’

    ‘ ના, ઈન્સ્પેકટર સાહેબ...પંદર મિનિટ પહેલાં અમે એક પબ્લિક બૂથમાંથી અમારા બંગલે ફોન કર્યો હતો. મમ્મી હજુ સુધી નથી આવી. આ વખતે રાકેશ બોલ્યો હતો.

    ‘ તમે લોકોએ ગાયત્રીદેવીને ક્યાં ક્યાં શોધ્યાં હતા.?’

    ‘ જે જે જગ્યાએ તેમના હોવાની શક્યતા હતી, એ બધી જગ્યાએ અમે તપાસ કરી ચૂક્યા છીએ.’

    ‘ ગાયત્રીદેવી અચાનક ક્યાં ગુમ થઈ ગયા ?’

    ‘ શું ખબર પડે સાહેબ!’

    ‘ ક્યાક તેમનું અપહરણ તો નથી કરવામાં આવ્યું ને ?’ વામનરાવે પૂછ્યું.

    ‘ ઈન્સ્પેકટર સાહેબ, આપ પણ શું નાખી દેવા જેવી વાત કરો છો! મોટી ઉંમરની સ્ત્રીનું અપહરણ કોઈ વળી શા માટે કરે ?’

    ‘ મિસ્ટર મહેશ, તમારી પાસેથી પૈસા મેળવવાની લાલચને કારણે તેમનું અપહરણ કરવામાં આવ્યું હોય એ બનાવાજોગ છે.’

    ‘ ઓહ...આ વાત પ્રત્યે તો અમારું ધ્યાન જ નહોતું ગયું.’ રાકેશે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું.

    ‘ તમે હેડ કોન્સ્ટેબલ પાસે ફરિયાદ નોંધાવી દો...’

    ‘ હું પણ ગાયત્રીદેવીને શોધવા માટે થોડા સિપાહીઓને રવાના કરું છું. આ દરમિયાન જો તેઓ ઘેર પાછા ફરે, અથવા તો તેમનું અપહરણ કરવામાં આવ્યું હોય અને અપહરણ કરનારાઓ તરફથી તમને કોઈ સંદેશો મળે તો તરત જ મને તેની જાણ કરજો.’

    ‘ ભલે, ઈન્સ્પેકટર સાહેબ...?’

    ‘ એક વાતનો જવાબ આપશો મિસ્ટર મહેશ ?’

    બંનેએ પ્રશ્નાર્થે નજરે વામનરાવ સામે જોયું.

    ‘ હું બે વખત તમારા બંગલે આવ્યો, પરંતુ બંને વખતે મિસ્ટર રાકેશની પત્નિ સરોજ ગેરહાજર હતી. શું એ ક્યાંય બહારગામ ગઈ છે ?’ વામનરાવે એ બંનેને તેને ચમકાવવા માટે જાણી જોઈને જ આ અડધો કર્યો હતો.

    વામનરાવની વાત સાંભળીને બંનેના ચહેરાનો રંગ ઊડી ગયો.

    પરંતુ વળતી પળે તેમણે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો.

    ‘ સરોજ પોતાના પિતાજીને ત્યાં ગઈ છે. ઈન્સ્પેકટર સાહેબ!’ રાકેશે ફિક્કું સ્મિત ફરકાવતાં જવાબ આપ્યો.

    ‘ ઓહ...’ વામનરાવ બબડ્યો.

    બંને તેની ઓફિસમાંથી બહાર નીકળી ગયા.

    રાકેશ ખોટું બોલ્યો છે, એ વાત વામનરાવ તરત જ સમજી ગયો હતો. ક્યાંક ને ક્યાંક જરૂર દાળમાં કાળું છે એવું તેને લાગતું હતું.

    તે એક સિગારેટ સળગાવીને વિચારમાં ડૂબી ગયો.

    બીજી તરફ ફરિયાદ નોંધાવ્યા પછી મહેશ તથા રાકેશ પોલીસ હેડ-ક્વાર્ટરમાંથી બહાર નીકળીને કારમાં બેઠા.

    મહેશે કાર સ્ટાર્ટ કરીને દોડાવી મૂકી.

    બંનેના મનમાં હજુ પણ વામનરાવનો ભય સમાયેલો હતો.

    ‘ મહેશ...!’ સહસા રાકેશ બોલ્યો, ‘ મને આ ચાલાક ઈન્સ્પેકટરના અણસાર સારા નથી દેખાતા. એણે આપણને સરોજ વિશે પૂછ્યું હતું.’

    ‘ એટલે...? તું કહેવા શું માગે છે ?’

    ‘ સરોજ પોતાના બાપને ત્યાં ગઈ છે કે નહીં, એ વાતની તપાસ જરૂર વામનરાવ કરશે! જો સરોજ ત્યાં નહીં હોય તો શું થશે...?’

    ‘ બીજું શું થશે...? બહુ બહુ તો આપણે એના પણ ગુમ થયાની ફરિયાદ નોંધાવવી પડશે ?’

    ‘ માત્ર ફરિયાદ નોંધાવવાથી જ મામલો પૂરો નહીં થઈ જાય મહેશ! વામનરાવ પાણીમાંથી પૂળા કાઢશે.’

    ‘ એટલે...?’

    ‘ એટલે એમ કે એ સરોજને શોધવાનો પ્રયાસ કરશે...! એ સરોજને શોધીને તેની પાસેથી સાચી હકીકત જાણી લેશે એવો ભય મને લાગે છે.’

    ‘ ના, સરોજ...! જો સરોજને પોલીસ પાસે આપણે ભાંડો ફોડવો હોત તો ક્યારનો ય ફોડી ચુકી હોત! એનો હેતુ આપણને કાયદાની ચુંગલામાં સપડાવવાનો નથી લાગતો. વામનરાવ કદાચ સરોજ પાસે પહોંચી જશે તો પણ એને નિરાશ જ થવું પડશે. સરોજ તેને આપણા કરતુતો વિશે કશું જ નહીં જણાવે.

    ‘ ભગવાન જાણે શું થશે!’

    ‘ જે કંઈ થશે તે સારું જ થશે. રાકેશ...!’ મહેશ તેને આશ્વાસન આપતાં બોલ્યો. ‘ તું હિંમત રાખ...! મમ્મીનો મૃતદેહ ઠેકાણે પડી જવા દે પછી આપણે સુજાતાને પણ મમ્મી પાસે જ મોકલી આપીશું. ગોપાલનાં લગ્ન વંદના સાથે થતાં જ આપણા સારા દિવસો આવી જશે...’

    રાકેશ એક ઊંડો શ્વાસ લઈને રહી ગયો.

    થોડીવારમાં જ તેઓ પોતાનાં બંગલે પહોંચી ગયા.

    કારને ગેરેજમાં મૂકીને જ્યારે મહેશ પોતાના શયનખંડમાં પહોંચ્યો, ત્યારે એક વાગવામાં દસ મિનિટ બાકી હતી.

    સારિકાને શયનખંડમાં ગેરહાજર જોઈને એણે જોરથી તેના નામની બૂમ પાડી.

    પછી અચાનક પોતાના શયનખંડના ફ્રીઝમાં ગાયત્રીનો મૃતદેહ પડ્યો છે એ વાત તેને યાદ આવી.

    આ વાત યાદ આવતાં જ એના રૂંવાડા ઊભા થઈ ગયા.ચહેરા પરસેવે રેબઝેબ બની ગયો.

    થોડી પળો બાદ સારિકા ગભરાયેલી હાલતમાં અંદર આવી. તે એક પળ માટે પણ નથી સૂતી એ વાત મહેશ તેની લાલઘુમ આંખો પરથી તરત સમજી ગયો.

    ઘરમાં મૃતદેહ પડ્યો હોય તો ઊંઘ આવે પણ કેવી રીતે ?

    એને મનોમન રાકેશે ગાયત્રીનું નાક દબાવી રાખવાની મુર્ખાઈ પર ખૂબ જ ક્રોધ ચડ્યો હતો.

    પરંતુ હવે ક્રોધે ભરાવાથી કંઈ જ લાભ થાય તેમ નહોતો.

    રાકેશ પર ક્રોધ ઠાલવાથી ગાયત્રીનો મૃતદેહ ઠેકાણે નહોતો પડી જવાનો!’

    ‘ તું ક્યા ચાલી ગઈ હતી. ‘ એણે સારિકા સામે જોતાં કહ્યું.’

    ‘ હું ગોપાલના રૂમમાં બેઠી હતી.’

    ‘ કેમ...? અહીં તેને ડર લાગતો હતો ?’

    ‘ હા...મૃતદેહ પડ્યો હોય તો ડર લાગે જ ને!’

    ‘ સારિકા...’ મહેશનો અવાજ ગંભીર હતો.

    સારિકાએ પ્રશ્નાર્થે નજરે તેની સામે જોયું.

    ‘ તારી આ વાત વાતમાં ગભરાઈ જવાની ટેવ બહુ ખરાબ છે. મહેશે પૂર્વવત્ અવાજે કહ્યું’ ઈન્સ્પેકટર વામનરાવ આદું ખાઈને આપણી પાછળ પડી ગયો છે. એ કમજાત અમને સરોજ વિશે પૂછપરછ કરતો હતો, અને એ બાબતમાં વધું પૂછપરછ કરવા માટે તે અહીં પણ આવી શકે તેમ છે. જો તું એની સામે આ રીતે ગભરાઈ જઈશ તો તેને આપણા પર કોણ જાણે કેવી કેવી શંકા આવશે. આપણે કોઈપણ સંજોગોમાં એની શંકાની પરિધિમાં નથી આવાવનું...નહીં તો એ આપણો પીછો નહીં છોડે! આ સંજોગોમાં આપણે મમ્મીના મૃતદેહને પણ ઠેકાણે નહીં પાડી શકીએ.’

    ‘ મહેશ...જો તને ખોટું ન લાગે તો એક વાત કહું...!’

    ‘ અત્યારે, મારું મગજ ઠેકાણે નથી.એટલે...ખેર, બોલ...’ મહેશે કબાટમાંથી વ્હીસ્કીની બોટલ કાઢતાં કહ્યું.

    ‘ આપણે આપણો ગુનો કબૂલ કરી લેવો જોઈએ...!’

    ‘ શું...?’

    ‘ હા...’

    ‘ તારું માથું તો નથી ભમી ગયું ને ? ગુનો કબૂલ કરવો, એ આપઘાત કરવા સમાન છે...! આપણે જાણીજોઈને આપણા મૃત્યુને આમંત્રણ આપવું એમ તું ઈચ્છે છે ?’

    ‘ મહેશ...!’ સારિકાનો અવાજ ગંભીર હતો, ‘ ખૂન અને આગ છૂપાવવાની નથી છૂપાતા!’

    ‘ સારિકા...છૂપાવનાર જો હોંશિયાર હોય તો કંઈક જ છૂપાવવું તેને માટે અઘરૂં નથી!’

    ‘ માજીનો આત્મા આપણને શાંતિથી નહીં રહેવા દે એવું મને લાગે છે. એ આપણને બરબાદ કરી નાખશે.’

    ‘ સારિકા...તું હવે તારા લવારો બંધ કરીશ...! મહેશે ક્રોધથી સળગતી નજરે તેની સામે જોતાં કહ્યું.

    સારિકા ચૂપ થઈ ગઈ.

    જ્યારે મહેશ પોતાને માટે વ્હીસ્કીનો પેગ બનાવીને ધીમે ધીમે તેના ઘૂંટડા ભરવા લાગ્યો.

  • ***
  • સવારના સાડા નવ વાગ્યા હતા.

    ઈન્સ્પેકટર વામનરાવ પોતાની ઓફિસમાં બેઠો હતો.

    એના હાથમાં એક સિગારેટ સળગતી હતી અને તે અમીચંદના કુટુંબ વિશે વિચારતો હતો.

    સહસા ટેલિફોનની ઘંટડીના અવાજથી તેની વિચારધારા તૂટી ગઈ.

    ‘ હલ્લો...’ એણે રિસીવર ઉંચકીને કાને મૂકતાં કહ્યું, ‘ ઈન્સ્પેકટર વામનરાવ સ્પીકીંગ...!’

    ‘ ઈન્સ્પેકટર સાહેબ, હું વિલાસરાય હોસ્પિટલનો ચીફ મેડીકલ ઓફિસર માથુર બોલું છું.’

    ‘ બોલો, સાહેબ...!’

    ‘ અમારી હોસ્પિટલમાં મિસીસ ગોપાલ એટલે કે સુજાતા નામની જે યુવતીને ઝેરી અસરની સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, એ હોસ્પિટલમાંથી નાસૂ છૂટી છે’

    ‘શું...?’ વામનરાવે અચરજથી પૂછ્યું.

    ‘ હા.ઈન્સ્પેકટર સાહેબ...!’

    ‘ શું રાત્રે જ નાસૂ છૂટી છે.?’

    ‘ ના...વ્હેલી સવારે સાડા પાંચ વાગ્યે નર્સે તેને દવા આપી હતી...ત્યારબાદ નવ વાગ્યે તને ઇંજેક્શન આપવાનું હતું. પરંતુ જ્યારે નર્સ ઇંજેક્સન આપવા માટે ગઈ, ત્યારે એ પોતાના રૂમમાં નહોતી.’

    ‘ એની માનસિક હાલત કેવી હતી માથુર સાહેબ...?’ વામનરાવે પૂછ્યું.

    ‘ એ હાલથી જ કંઈક મુંઝવણમાં લાગતી હતી...શૂન્યમાં તાકી રહેલી હતી...વાત વાતમાં ચમકી જતી હતી. ઉપરાંત એનો સ્વભાવ પણ ચીડીયો થઈ ગયો હતો....’

    ‘ ઓહ...તો સુજાતા માનસિક તાણ અનુભવતી હતી ખરું ને ?’

    ‘ હા...’

    ‘ માથુર સાહેબ...સુજાતા હોસ્પિટલમાંથી નાસૂ છૂટી છે. એવું આપે કેવી રીતે માની લીધું ? એનું અપહરણ નહીં થયું હોય એની શી ખાતરી છે ?’

    ‘ કોઈ ખાતરી નથી.પરંતુ હું માનું છું. ત્યાં સુધી સુજાતાનું અપહરણ નથી થયું. એ પોતાની મરજીથી જ ચાલી ગઈ ચે.’

    ‘ શુ હાલમાં એને મળવા માટે તેના કુટુંબીઓ સિવાય બીજું કોઈ આવ્યું હતું. ?’

    ‘ હા...કાલે હું રાઉન્ડમાં નીકળ્યો. ત્યારે મેં તેની પાસે એક બુરખાધારી સ્ત્રીને બેઠેલી જોઈ હતી.’

    ‘ કોણ હતી એ ?’

    ‘ ખબર નથી... અગાઉ મેં ક્યારેય તેને સુજાતા પાસે નહોતી જોઈ...!’

    ‘ ઓહ તો એ સ્ત્રીની મુલાકાત પછી જ સુજાતાની માનસિક હાલત ખરાબ થઈ ગઈ ખરું ને ?

    ‘ હા, એમ જ માની લો... આપ એનાં નાસી છૂટવાની ફરિયાદ નોંધીને તેને શોધવાનો પ્રયાસ કરો...!’

    ‘ જરૂર...એ મળશે કે તરત જ હું આપને જાણ કરીશ.’ કહીને વામનરાવે રિસીવર મૂકી દીધું.

    ત્યારબાદ એ ફરીથી વિચારમાં ડૂબી ગયો. વળતી જ પળે તે ઊભો થઈને ઓફિસમાંથી બહાર નીકળી ગયો.

    ગઈકાલે સુજાતાને મળવા આવેલી સ્ત્રી કોણ હતી ? એણે સુજાતાને એવું તે શું કહ્યું. કે જેના કારણે તેની માનસિક હાલત ખરાબ થઈ ગઈ અને તે હોસ્પિટલમાંથી નાસૂ છૂટી ?

    ઘણું વિચાર્યા પછી તે એવા પરિણામ પર પહોંચ્યો કે એ બુરખાધારી સ્ત્રીએ, અમીચંદ વિગેરેએ એને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, એ વાત તેને જણાવી દીધી હતી પરિણામે મોતના ભયથી એ નાસૂ છૂટી.

    વળતી જ પળે તેનો ચહેરો એકદમ કઠોર થઈ ગયો.

    બીજી તરફ માથુંર સાહેબે સુજાતાની નાસી જવાની સમાચાર અમીચંદને પણ આપી દીધા હતા.

    પરંતુ સુજાતા હજુ સુધી ઘેર નહોતી પહોંચી.

    સુજાતાના નાસી ગયાના સમાચાર સાંભળીને સૌના મોતિયા મરી ગયા.

    એ શા માટે નાસી છૂટી, તે કોઈ ને ય નહોતું સમજાતું.

    ઘેર પહોંચતા જ પોતાને મારી નાંખવામાં આવશે એ વાત તો એના મગજમાં નહોતી આવી ગઈ ને ?

    તેઓ જેમ જેમ વિચારત જતા હતા, તેમ તેમ તેમનું દિમાગ ગુંચવાતુ જતું હતું. પરંતુ તેઓ કોઈ નક્કર પરિણામ પર નહોતાં આવી શકતા.

    ‘ સાહેબ...’

    સહસા રામલાલન અવાજથી તેમની વિચારધારમાં ભંગ પડ્યો.

    અમીચંદે પ્રશ્નાર્થે નજરે તેની સામે જોયું.

    ‘ ઈન્સ્પેકટર સાહેબ આપને મળવા માટે આવ્યા છે.’

    ‘ વામનરાવે વિચાર આવતાં જ અમીચંદનું કાળજું કંપી ઉઠ્યા.

    મહેશ, રાકેશ અને સારિકાની હાલત પણ તેમનાથી કમ નહોતી.

    તેઓ કંઈ બોલે એ પહેલાં જ વામનરાવ ડ્રોંઈગરૂમમાં પ્રવેશ્યો.

    ‘ હલ્લો, મિસ્ટર અમીચંદ...!’

    ‘ સૌ સ્વસ્થ થવાનો પ્રયાસ કરવા લાગ્યા.

    તેમનો ગભરાટ વામનરાવથી છૂપો નહોતો રહ્યો.

    ‘ આવો ઈન્સ્પેકટર સાહેબ...?’ અમીચંદે સ્મિત ફરકાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં કહ્યું.

    ‘ આપને માટે એક માઠા સમાચાર છે મિસ્ટર અમીચંદ!’

    ‘ શું...?’

    ‘ વિલાસરાય હોસ્પિટલમાંથી વીસેક મિનિટ પહેલાં મારા પર ત્યાંના ચીફ મેડીકલ ઓફિસર માથુર સાહેબનો ફોન આવ્યો હતો.તેમના કહેવા મુજબ આપની પુત્રવધું સુજાતા હોસ્પિટલમાંથી નાસી છૂટી છે.’

    ‘ હા, અમને પણ આ સમાચાર તેમની પાસેથી મળ્યા છે!’ અમીચંદ ઉદાસ અવાજે બોલ્યો.

    ‘ ઓહ...તો શું સુજાતા અહીં નથી આવી ?’

    ‘ ના...’

    ‘ ખેર, એને શોધવામાં સરળતા રહે એટલા ખાતર મને તેના એક ફોટાની જરૂર છે.’

    અમીચંદે સારિકાને સુજાતાનો ફોટો લઈ આવવાની સૂચના આપી.

    સારિકા અંદરના ભાગમાં ચાલી ગઈ.

    ‘ અરે હા...’ જાણે અચાનક જ યાદ આવ્યું હોય એમ વામનરાવે પૂછ્યું. ‘ ગાયત્રીદેવીના કંઈ સમાચાર મળ્યા...? એમનો પત્તો લાગ્યો...?’

    ‘ ના, સાહેબ...! એ ઘેર આવી ગયો હોત તો આપને જાણ ન કરત ?’ અમીચંદે કહેતાં તો કહી નાંખ્યુ પરંતુ મનોમન એ ખૂબ જ ગભરાઈ ગયો હતો. કારણ કે મહેશના શયનખંડના ફ્રીજમાં જ ગાયત્રી મૃતદેહ પડ્યો હતો.

    અમીચંદની સાથે સાથે મહેશ તથા રાકેશ પણ આમ જ વિચારતા હતા.

    વામનરાવ જલ્દી ચાલ્યો જાય, એ માટે તેઓ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતા હતા.

    એ જ વખતે સારિકા, સરોજનો ફોટો લઈને આવી પહોંચી

    એણે એ ફોટો વામનરાવને આપી દીધો.

    ફોટાને ગજવામાં મૂકીને વામનરાવ વિદાય થઈ ગયો.

    એના ગયા પછી સોએ છૂટકારાનો શ્વાસ લીધો.

    મોતીલાલ પોતાની ઓફિસમાં બેઠો હતો.

    એ સરોજનો જ વિચાર કરતો હતો. એ તેમની એકની એક દિકરી હતી.

    ચાર વર્ષ પહેલાં સરોજ એની મરજી વિરદ્ધ અમીચંદના વચેટ પુત્ર રાકેશ સાથે લગ્ન કરી લીધા હતા. એણે સરોજને ઘણું સમજાવી હતી. પરંતુ તેના મગજમાં પ્રેમનું ભૂત ઘુસી ગયુ હોવાને કારણે એ કેમેય કરીને નહોતી સમજી...એમે તેને મિલકતમાંથી રદબાતલ પણ કરવાની ધમકી આપી હતી. પરંતુ સરોજ પર તેની ધમકીની કોઈ અસર નહોતી થઈ.

    આ વાતને ચાર વર્ષ વીતી ગયા હતા.

    આ ચાર વર્ષ દરમિયાન ન તો સરોજ તેની પાસે આવી કે ન તે એ સામેથી તેને મળવા ગયો! અલબત્ત, તે સાસરે ખુશ છે કે નહીં, એની તપાસ એ જરૂર પોતાના નોકરો મારફત અવારનવાર કરાવી લેતો હતો.

    પરંતુ આજે તેને સરોજ ખૂબ જ યાદ આવતી હતી.

    મનોમન, પોતે સરોજને માફ કરીને આવતી કાલે તેને મળવા માટે અમીચંદને ત્યાં જશે એવા નિર્ણય પર તે આવ્યો.

    એના ચહેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયા.

    તે એક સિગારેટ સળગાવીને ધીમેધીમે એના કસ ખેંચવા લાગ્યો.

    સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

    ‘ હલ્લો...’ એણે રિસીવર ઉંચકીને કાને મૂકતાં કહ્યું, મોતી લાલ સ્પીકીંગ...!’

    ‘ બોલો...’

    ‘ મારે આપની દિકરી સરોજ વિશે થોડી માહિતી જોઈએ છે...’

    ‘ કેમ...? સરોજે શું કર્યું છે...?’ મોતીલાલે ચમકીને પૂછ્યુ. એના ચહેરા ચિંતાના હાવભાવ છવાઈ ગયા.

    ‘ આપ ગભરાઓ નહીં...આપની દિકરીએ કંઈ નથી કર્યું. તે આપની પાસે આવી છે કે નહીં, એટલું જ હું જાણવા માગું છું.

    ‘ એટલે...?આપ કહેવા શું માગો છો ઈન્સ્પેકટર સાહેબ!’

    ‘ મિસ્ટર મોતીલાલ...સરોજ આજે આઠ દિવસથી પોતાને સાસરે નથી.’

    ‘ શું...?’ મોતીલાલે નર્યા અચરજથી પૂછ્યું.

    ‘ હા, મિસ્ટર મોતીલાલ... મે આપના જમાઈ રાકેશને પૂછ્યું તો સરોજ આપને ત્યાં આવી છે, એવો જવાબ એણે મને આપ્યો હતો...’

    ‘ ના...સરોજ મારી પાસે નથી આવી.’

    ‘ ઓહ...તો...’

    ‘ હા...હા...બોલો ઈન્સ્પેકટર સાહેબ...! આપ ચૂપ શા માટે થઈ ગયા...?’ કહેતા કહેતાં મોતીલાલનું હૃદય કોઈક અજાણી આશંકાથી ધબકવા લાગ્યું.

    ‘ મિસ્ટર મોતીલાલ...! સરોજ અને ગુડ્ડી સાથે કંઈક અજુગતું બન્યું હોય એવું લાગે છે.

    ‘ એટલે ?’

    ‘ આ બાબતમા અત્યારે ખાતરીપૂર્વક કશું જ કહી શકાય તેમ નથી.’

    ‘ આપ મારાથી કંઈક છૂપાવો છો ઈન્સ્પેકટર સાહેબ!’ મોતીલાલના અવાજમાં શંકાનો સૂર હતો.

    ‘ ના, એવું કંઈ નથી મિસ્ટર મોતીલાલ! સરોજને શોધવા માટે હું મારાથી બનાત તમામ પ્રયાસો કરી છૂટીશ. અને એ મળશે કે તરત જ આપને જાણ કરીશ. ઓ.કે...’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

    મોતીલાલે પણ રિસીવર મૂકી દીધું.

    એના દિમાગમાં એક જ સવાલ હથોડાની માફક ઝીંકાતો હતો.

    ક્યાંક અમીચંદે પોતાના કુટુંબીઓ સાથે મળીને સરોજ અને માસૂમ ગુડ્ડીનુ ખૂન તો નથી કરી નાંખ્યું ને ?

  • ***
  • અમીચંદ માનસિક રીતે ખૂબ જ મુંઝાઈ ગયો હતો. પોણી બોટલ વ્હીસ્કીની ખાલી કરી નાંખ્યા પછી પણ એણે નશો નહોતો ચડ્યો.

    એ હાથમાં વ્હીસ્કી ભરેલો ગ્લાસ ઉંચકીને પોતાના ખંડમાં આમથી તેમ આંટા મારતો હતો.

    અચાનક એની નજર બારીમાંથી દેખાતી સડક પર સ્થિર થઈ ગઈ.

    સડક પર બંગલાની સામે બે શંકાસ્પદ માણસો વાતો કરતાં ઊભેલા તેને દેખાયા. એ બંને પોલીસના માણસો છે, તે વાત તરત જ એના મગજમાં આવી ગઈ. પોલીસ હજુ પણ બંગલા પર નજર રાખે છે. એ વાત તેને સમજાઈ ગઈ. આ સંજોગોમાં ગાયત્રીનો મૃતદેહ કેવી રીતે ઠેકાણે પાડવો, એ તેને નહોતું સમજાતું. એનો મૃતદેહ ઠેકાણે પાડવો એકદમ જરૂરી હતો. કારણ કે તેઓ વામનરાવની શંકાની પરિધિમાં આવી ગયા હતા.

    એ ગમે ત્યારે આવીને બંગલાની તલાશી લઈ શકે તેમ હતો.

    અમીચંદ જોરાવરની રાહ જોતો હતો. એ જોરાવરને મળીને આજે રાત્રે બંગલામાંથી ગાયત્રીનો મૃતદેહ ખસેડવાનું નક્કી કરી ચુક્યો હતો.

    સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

    એણે આગળ વધીને રિસીવર ઊંચક્યું.

    ‘ હલ્લો...અમીચંદ સ્પીકીંગ!’

    ‘ પિતાજી...હું ભરતપુરથી ગોપાલ બોલું છું...!’ સામે છેડેથી ગોપાલનો પરિચિત સ્વર તેને સંભળાયો.

    ‘ બોલ...’ કહેતાં કહેતાં અમીચંદનું કાળજું કંપી ઉઠ્યું. જ્યારે ગોપલની સાચી હકીકતની ખબર પડશે, ત્યારે એના પર શું અસર થશે, એની કલ્પના કરતાં જ તે ધ્રુંજી ઉઠ્યો.

    ‘ પિતાજી...ગેલેક્સી એન્ટરપ્રાઈઝ એક અઠવાડિયા પછી પેમેન્ટ આપવાનુ કહે છે...હું ત્યાં આવું કે પેમેન્ટ ન મળે ત્યાં સુધી અહીં જ રોકાઉં.

    ‘ પેમેન્ટ લઈને આવજે ગોપાલ! અત્યારે સખત નાણાંભીડ છે!’

    ‘ ભલે, પિતાજી..ઘેર બધા મજામાં છે ને ?’

    ‘ હા...,તારું ધ્યાન રાખજે...’

    ‘ જી, પિતાજી...’

    ‘ ઓ.કે...કહીને અમીચંદે રિસીવર મૂકી દીધું.

    ત્યારબાદ એણે એકી શ્વાસે પોતાનો ગ્લાસ ખાલી કરી નાંખ્યો.

    ગોપાલ હજુ કમ સે કમ આઠ-દસ દિવસ સુધી નહીં આવે, એ વિચારે એણે થોડી રાહત અનુભવી.

    ***