Bazi - 10 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બાજી - 10

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

બાજી - 10

બાજી

કનુ ભગદેવ

10 - ગુનાની કબૂલાત...!

અમીચંદ, મહેશ, રાકેશ અને ગોપાલ ઉઘાડા પગે સ્મશાનમાં ગાયત્રીદેવીની, ચિતાની રાખ પાસે ઊભા હતા.

તેમનાથી થોડે દૂર હાથમાં પૂજાની સામગ્રીના થાળ સાથે ત્રણ-ચાર નોકરો ઊભા હતા.

એક પંડિત ચિતાની રાખ પર ગંગાજળ છાંટીને મંત્રોચ્ચાર કરતો હતો.

એના આદેશથી નોકરોએ થાળ નીચે મૂકી દીધા.

વિધિ પૂરી થયા પછી પંડિતજીએ ત્રણેય ભાઈઓને રાખમાંથી અસ્થિફૂલ લેવાનો સંકેત કર્યો.

ગોપાલનું હૈયું હચમચી ઊઠ્યું હતું. ત્રમેયે માત્ર ધોતિયું જ પહેર્યું હતું.

એની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી.

અમીચંદ, મહેશ અને રાકેશની આંખોમાં પણ આંસુ ચમકતાં હતાં પરંતુ એ નકલી હતા.

વળતી જ પળે ત્રણેય રાખમાંથી અસ્થિફૂલ વીણવા લાગ્યા.

અમીચંદે પોતાનાં નકલી આંસુઓ લૂંછવાનું નાટક કરવા લાગ્યો.

સહસા પોલીસજીપનું સાયરન સાંભળીને ગોપાલ, પંડિત અને નોકરોને બાદ કરતાં બાકીના ચારેયના રૂંવાડા ઊભા થઈ ગયા.

મહેશ અને રાકેશના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી.

વળતી જ પળે જીપ તેમની નજીક આવીને ઊભી રહી ગઈ.

ત્યારબાદ જીપમાંથી ઈન્સ્પેકટર વામનરાવને ઉતરતો જોઈને તેઓ ર્સ્વાંગે ધ્રુજી ઊઠ્યા.

વામનરાવ પૂરાવાઓ સાથે તેમની ધરપકડ કરવા માટે આવ્યો છે, એ વાત તરત જ તેઓ સમજી ગયા.

તેમની નજર સામે ફાંસીનો ગાળીયો તરવરી ઊઠ્યો.

‘ ઈન્સ્પેકટર સાહેબ...!’ અમીચંદ લથડતા પગે તેના તરફ આગળ વધ્યો.

‘ મિસ્ટર અમીચંદ...ભવિષ્યમાં જ્યારે પણ હું તમારી પાસે આવીશ, ત્યારે પૂરાવા લઈને જ આવીશ, એમ મેં કહ્યું હતું ને ? ગાયત્રીદેવીના ખૂનીઓ વિરુદ્ધ જડબેસલાક પૂરાવો...!’

‘ તમે કહેવા શું માગો છો ઈન્સ્પેકટર સાહેબ...?’

‘ અમરજી..!’ એની વાત પ્રત્યે ધ્યાન આપ્યા વગર વામનરાવ અમરજીને ઉદ્દેશીને બોલ્યો.

‘ યસ સર...!’

‘ મહેશની ધરપકડ કરી લે...!’

‘ નહીં...’ મહેશના મોંમાંથી હળવી ચીસ સરી પડી.

વળતી જ પળે અમરજીએ આગળ વધીને મહેશનો હાથ પકડી લીધો.

‘ ઈન્સ્પેકટર સાહેબ...!’ સહેજે ચીસ જેવા અવાજે કહ્યું, ‘ મેં મમ્મીનું ખૂન નથી કર્યું!’

રાકેશની હાલત તો એના કરતાંય ખરાબ હતી.

‘ મિસ્ટર મહેશ...!’ વામનરાવે ગજવામાંથી સોનાનું લોકેટ કાઢીને તેને બતાવતાં કહ્યું, ‘ આ લોકોટ તમારું જ છે ને ?’

‘ હા...મારું જ છે...ખોવાઈ ગયું હતું...આપને ક્યાંથી મળ્યું ?’ મહેશે પૂછ્યું.

‘ જે ખેતરમાં તમે લોકોએ ગાયત્રીદેવીનો મૃતદેહ ફેંક્યો હતો. ત્યાંથી...! એ ખેતરના માલિકને આ લોકેટ મળ્યું હતું.’

‘ શું...?’

‘ હા...તમે ગાયત્રીદેવીનું ખૂન કર્યું છે! મૃતદેહ ફેંકતી વખતે આ લોકેટ તમારા ગળામાંથી પડી ગયું છે સમજ્યા ?’

મહેશનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો.

ગોપાલ તિરસ્કારભરી નજરે મહેશ સામે તાકી રહ્યો હતો.

મહેશને ગોળી ઝીંકી દેવાની તીવ્ર લાલસા એની નસેનસમાં ઉછાળા મારલા લાગી.

માંડમાંડ એણે પોતાનો ક્રોધ પર કાબૂ મેળવ્યો.

પંડિતજી અને નોકરો હેબતાઈ ગયા હતા.

મહેશ, ગાયત્રીદેવીનો ખૂની હશે એવી તો કોઈએ કલ્પના પણ નહોતી કરી.

‘ અમરજી...તું કોની રાહ જુએ છે...? આ કમજાતને હાથકડી પહેરાવી દે!’

વળતી જ પળે અમરજીએ મહેશને હાથકડી પહેરાવી દીધી.

‘ આપ નાહક જ મારા પર શંકા કરો છો ઈન્સ્પેકટર સાહેબ! મહેશ બોલ્યો, ‘ મેં મારી મમ્મીનું ખૂન નથી કર્યું.’

જવાબમાં વામનરાવે ક્રોધથી દાંત કચકચાવ્યા.

‘ શું હું ઝભ્ભો પહેરી શકું છું...?’

‘ ના...પોલીસ હેડક્વાર્ટરે ચાલ! ત્યાં પહોંચીને હું તને શાનદાર સૂટ પહેરાવીશ!’

‘ ઈન્સ્પેકટર સાહેબ...તમે મહેશને આંગળી પણ અડકાડશો તો સારું નહીં થાય!’ અમીચંદ બોલ્યો.

‘ તમે આંગળી અડકાડવાની વાત કરો છો...? અરે, હેટક્વાર્ટરે પહોંચીને હું તમારા આ નાલાયક કપૂતની એવી હાલત કરીશ કે તે જિંદગીભર મને યાદ રાખજો. તમારે જોઈએ તો કમિશ્નર સાહેબ પાસે ફરિયાદ કરી શકો છો...આ કમજાતની ધરપકડનું વોરંટમેં કોઈ મામૂલી માણસ પાસે નહીં, પણ સીધું આઈ.જી. સાહેબ પાસેથી મેળવ્યું છે. આ કેસનો રિપોર્ટ એસ.પી.સાહેબ મારફત આઈ.જી. સાહેબ પાસે પહોંચશે. આ કેસને તમે મામૂલી સમજો છો ?

વામનરાવ ચહેરા પર છવાયેલા ખતરનાક હાવભાવ જોઈને મહેશના દેહમાં ભયનું એક ઠંડુ લખલખું વિજળીના કરંટની માફક ફરી વળ્યું.

મહેશ આ ક્રૂર ઈન્સ્પેકટર સામે લાંબો વખત નહીં ટકી શકે એવું રાકેશને લાગતું હતું.

વામનરાવ મહેશને લઈને ચાલ્યો ગયો.

  • ***
  • જાણે રાકેશ પાગલ થઈ ગયો હોય એ રીતે અમીચંદ તેની સામે તાકી રહ્યો હતો.

    ‘ આ તું શું બકે છે મૂરખ...? તારું માથું તો નથી ભમી ગયું ને ?’

    જોરાવર અને સારિકા પથ્થરના પૂતળાની જેમ સ્થિર ઊભાં હતા.

    ‘ હું બકતો નથી પણ સાચું જ કહું છું’ રાકેશનો અવાજ ગંભીર હતો, ‘ એ જલ્લાદ સામે મહેશ તો શું ભલભલા બદમાશો પમ નથી ટકી શકતા તો મહેશની શું વિસાત છે ?’

    ‘ તું કહેવા શું માંગે છે ?’

    ‘ જો મહેશ, મમ્મીનાં ખૂનનો ગુનો કબૂલી લેશે તો વામનરાવ મને પણ પકડી લેશે. એટલે હું તો અહીંથી તાબડતોબ વંજો માપી જવા માગું છું.’

    ‘ શટઅપ...’ અમીચંદ જોરથી બરાડ્યો, ‘ તું અહીંથી નાસી જઈશ તો ઉલ્ટું તારા પર વામનરાવની શંકા વધુ મજબૂત બની જશે.’

    ‘ પણ પિતાજી...’

    ‘ જો દિકરા...’ અમીચંદ વચ્ચેથી જ તેને અટકાવીને બોલ્યો, ‘ તું આ રીતે ગભરાઈશ તો તારી સાથે સાથે અમે બધા પણ ફસાઈ જશું. મને મહેશ પર પૂરો ભરોસો છે...! એ વામનરાવ સામે નહીં તૂટે અને કદાચ તૂટશે તો પણ તારું નામ નહીં આપે એની મને પૂરી ખાતરી છે. મહેશ કંઈ મૂરખ નથી...! લોકેટના આધારે વામનરાવ તેને ખૂની પુરવાર કરી શકે તેમ નથી એ વાત તે બરાબર સમજે છે. અને ઘડીભર માટે માની લે કે એણે તારું નામ આપી દીધું, તો પણ શું થઈ ગયું ? વામનરાવ બહુ બહુ તો તારી ધરપકડ કરશે...કંઈ તને ફાંસીએ નહીં લટકાવી દે!’

    ‘ સાહેબ સાચુ કહે છે રાકેશ! તું હિંમત રાખ...!’ જોરાવરે તેને આશ્વાસન આપતાં કહ્યું.

    ‘ તું બેફિકર રહે રાકેશ...! મારા પર ભરોસો રાખ...! મહેશ અને તારી સાથે સાથે જોરાવર, પકડાઈ જશે તો પણ હું તમને વધુ વખત પોલીસ કસ્ટડીમાં નહી રહેવા દઉં! હું તમને જામીન પર છોડાવી લઈશ. પછી તમારા કોર્ટમાં કેસ ચાલશે. તારી મમ્મીના ખૂનનો કેસ...! પરંતુ વામનરાવ તમારી વિરુદ્ધ ગમે તેવું ચાર્જશીટ તૈયાર કરશે તો પણ કેસમાં કંઈ દમ નહીં હોય! કોર્ટની ન છૂટકે તમને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવા પડશે!’

    રાકેશના ચહેરા પર વિચારના હાવભાવ છવાઈ ગયા.

  • ***
  • મહેશ ટોર્ચર ચેર પર બંધનગ્રસ્ત હાલતમાં બેઠો હતો.એના વાળ વિખેરાઈ ગયા હતા. ચ્હેરા પર ઠેકઠેકાણે ઢીમચાં ઊપસી આવ્યાં હતા.

    આંખો સૂઝીને લાલઘુમ થઈ ગઈ હતી.

    પોલીસે ચૌદમું રતન અજમાવતા જ એ તૂટી ગયો હતો. ગાયત્રીદેવીનું ખૂન પોતે કર્યું છે, એમ એણે કબૂલ કરી લીધું.

    પરંતુ તેમ છતાંય વામનરાવે તેનો પછી નહોતો છોડ્યો.ગાયત્રીદેવીનું ખૂન માત્ર મહેશે જ નહોતું કર્યું, કુટુંબનું કોઈક બીજું સભ્ય પણ એમાં સામેલ હતું, એવી તેને શંકા હતી.

    એ સભ્યને બચાવવા ખાતર મહેશે ખૂનનો આરોપ પોતાના માથા પર ઓઢી લીધો છે, એમ તે માનતો હતો.

    અત્યારે એ ક્રોધથી સળગતી નજરે મહેશ સામે તાકી રહ્યો હતો.

    ‘ બોલ, કમજાત...!’ એ આગળ વધીને તેના માથાના વાળ પકડતાં હિંસક અવાજે બોલ્યો, ‘ ગાયત્રીદેવીના ખૂનમાં તારી સાથે બીજું કોણ કોણ સામેલ હતું ?’

    ‘ હું સાચું કહું છુ ઈન્સ્પેકટર સાહેબ...! મારા પર ભરોસો રાખો...મારા મમ્મીનું ખૂન મેં એકલાએ જ કર્યું હતું.’

    ‘ ચૂપ...કમજાત...’ વામનરાવે એના ગાલ પર અવળા હાથની ઝાપટ ઝીંકતા કાળઝાળ અવાજે કહ્યું, ‘ મને તારી વાત પર જરા પણ ભરોસો નથી. તું ગીતાજી હાથમાં ઉપાડીને કહીશ તો પણ તારા જેવા...એક માના ખૂની પર ભરોસો નહીં બેસે. તારે સાચું કહેવું જ પડશે. તું નહીં કહે ત્યાં સુધી હું તારો પીછો નથી છોડવાનો...! મારી સામે કાળમીંઢ પથ્થર જેવું કલેજુ ધરાવતા બદમાશો પણ તૂટી જાય છે તો તારી શું વિસાત છે ? સાચું બોલ...નહીં તો મહિનાઓ સુધી તારે ઓર્થોપેડીક હોસ્પિટલમાં રહેવું પડશે...હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા પછી પણ તું સરખી રીતે નહીં ચાલી શકે! હું તને એક આંખે આંધળો, એક કાને બહેરો અને એક પગે લંગડો બનાવી દઈશ!’

    ‘ ના...!’વામનરાવની વાત સાંભળીને મહેશ કંપી ઊઠ્યો. આંધળો, બહેરો અને લંગડો થવાની કલ્પના માત્રથી જ એ પરસેવે રેબઝેબ બની ગયો.

    ‘ બોલ...સાચી વાત બકે છે કે પછી હું મારું કામ શરૂ કરું...?’

    ‘ હું આપને કેવી રીતે ખાતરી કરાવું સાહેબ...?’ મહેશ રડમસ અવાજે બોલ્યો.

    એની વાત પૂરી થતાંની સાથે જ વામનરાવ ભૂખ્યા વાઘની જેમ તેના પર તૂટી પડ્યો.

    ટોર્ચર રૂમમાં મહેશની કાળજું થરથરાવી મૂકતી ચીસો ગુંજવા લાગી.

    માર ખાઈ ખાઈને છેવટે તે બેભાન થઈ ગયો.

    ‘ આ કમજાતને ભાનમાં લાવ અમરજી...!’ વામનરાવે અમરજી સામે જોતાં કહ્યું.

    વામનરાવનું રૌદ્ર સ્વરૂપ જોઈને અમરજી પણ ઘડીભર માટે ધાક ખાઈ ગયો હતો.

    એણે મહેશના માથા પર પાણી રેડ્યું.

    દસેક મિનિટ પછી મહેશ ભાનમાં આવ્યો.

    એ ધ્રુજતી હાલતમાં ભયભીત નજરે પોતાની સામે ઊભેલાં વામનરાવ સામે તાકી રહ્યો.

    ‘ અમરજી...’ સહસા વામનરાવ હિંસક અને ક્રૂર અવાજે બોલ્યો.

    ‘ યસ સર...’

    ‘ પેલો લોખંડનો ગરમ કરેલો સળીયો લઈ આવીને આ કમજાતની એક આંખમાં ચાંપી દે! એ સીધી રીતે નહીં બકે એવું મને લાગે છે!’ મહેશને ગભરાવવાના હેતુથી જ એણે આવું કહ્યું હતું.

    અમરજી ખરેખર જ લોખંડનો ધગધગતો સળીયો લઈને મહેશ તરફ આગળ વધ્યો.

    ‘ ના...’ મહેશ ભયભીત અવાજે બોલ્યો, ‘ મારા પર દયા કરો...’

    ‘ જો તું સાચી હકીકત નહીં જણાવે તો હું તારા પર જરા પણ દયા નહીં રાખું કમજાત...! આ તો હજુ પાશેરાની પહેલી પૂણી છે...! તારે આનાથી પણ વધુ યાતનાઓ ભોગવવી પડશે...હજુ પણ માની જા...!’ વામનરાવ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘ સાચી હકીકત જણાવે છે કે પછી અમરજી, તારી આંખે ફોડી નાંખે...?’

    ‘ ક...કહું છું...’

    ‘ વામનરાવની આંખમાં ચમક પથરાઈ ગઈ.

    એના સંકેતથી અમરજી સળીયાને યથાસ્થાને મૂકી આવ્યો.

    ‘ બોલ...’

    ‘ મમ્મીનું ખૂન રાકેશે કર્યું હતું...’

    ‘ કેવી રીતે...?’

    જવાબમાં મહેશે તેને બધી હકીકત જણાવી દીધી.

    ‘ હું...’ એની વાત સાંભળ્યા પછી વામનરાવના ગળામાંથી હૂંકાર નીકળ્યો, ‘ જ્યારે હું ડ્રોંઈગરૂમમાં અમીચંદ સાથે વાત કરતો હતો, એ વખતે તમે બંને અંદરના ખંડમાં ગાયત્રીદેવીનું ખૂન કરતા હતા ખરું ને ?’

    ‘ હા, ઈન્સ્પેકટર સાહેબ, પરંતુ મમ્મીનું ખૂન અજાણતાં જ થયું હતું.’

    ‘ જ્યારે મે તલાશી લીધી, ત્યારે તમે ગાયત્રીદેવીના મૃતદેહને ક્યાં છૂપાવી રાખ્યો હતો ?’

    ‘ જોરાવરે મમ્મીના મૃતદેહને કારની ડીકીમાં મૂકી દીધો હતો.’ મહેશે જવાબ આપ્યો.

    ‘ એ પહેલાં મૃતદેહ ફ્રીઝમાં પડ્યો હોત ને ?’

    ‘ હા...’

    ‘ સરસ...હવે એ પણ કહી નાખ કે તમે સુજાતાને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં ?’

    ‘ હા...’

    ‘ શા માટે...?’

    જવાબમાં મહેશે તેઓ શા માટે સુજાતાને મારી નાખવા માંગતા હતા તેની વિગતો વામનરાવને જણાવી દીધી.

    ‘ તમે જ સુજાતાનું ખૂન કર્યું હતું ને ?’

    ‘ ના...’

    ‘ સાચું બોલ કમજાત...’

    ‘ હું સાચું જ કહું છું ઈન્સ્પેકટર સાહેબ!’

    વામનરાવે મહેશની આંખોમાં પોતાની આંખો પરોવી. મહેશ સાચું કહે છે એની તેને ખાતરી થઈ ગઈ.

    ‘ ગાયત્રીદેવીનો મૃતદેહ ઠેકાણે પાડવામાં તને કોણે મદદ કરી હતી ?’ છેવટે એણે પૂછ્યું.

    ‘ રાકેશ અને જોરાવર!’

    ‘ તમે લોકોએ ગાયત્રીદેવીના મૃતદેહને દાટવાને બદલે શા માટે શેરડીનાં ખેતરમાં ફેંકી દીધો હતો ?’

    મહેશે તેને દેવગઢ હાઈવે પર મળેલી પોલીસની જીપ વિશે તેને જણાવી દીધું.

    અને ત્યારબાદ માત્ર ચાર જ કલાકમાં વામનરાવ સચ્ચાઈના મૂળ સુધી પહોંચી ગયો. એટલું જ નહીં, એણે રાકેશ તથા જોરાવરની ધરપકડ કરીને તપાસનો રિપોર્ટ આઈ.જી.સાહેબને પહોંચાડી દીધો.

    નાગપાલને પણ એને ફોન કરીને બધી વિગતો જણાવી દીધી હતી.

    ગાયત્રીદેવીના ખૂનીઓને જોવા માટે પોલીસ હેટક્વાર્ટરમાં લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ.

    પોલીસે માંડમાંડ ભીડ પર કાબૂ મેળવ્યો.

    એકઠી થયેલી ભીડનો એક જ અવાજ હતો કે આવા ખૂનીઓને જીવતાં જ જમીનમાં દાટી દેવાં જોઈએ.

    આખા શહેરમાં અમીચંદની આબરૂ ધૂળ-ધાણી થઈ ગઈ.

    લોકો તેમની સામે જોવામાં પણ પાપ માનવા લાગ્યા.

  • ***
  • વામનરાવે જોરાવર તથા રાકેશની ધરપકડ કરી તે પહેલાંની આ વાત છે.’

    મહેશે પોતાની મમ્મીનું ખૂન કર્યું હશે એની તો ગોપાલે કલ્પના પણ નહોતી કરી. જે લોકો મમ્મીનું ખૂન કરી શકે છે, તેઓ સુજાતાને પણ મારી શકે છે! સુજાતાને આપઘાત નથી કર્યો, પણ તેનું ખૂન કરવામાં આવ્યું છે.

    ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની તેને ઈચ્છા થતી હતી. અત્યારના સંજોગો જોતાં અને પોતાની જાત પ્રત્યે પણ નફરત થઈ ગઈ હતી.

    ટેલિફોનની ઘંટડીના અવાજથી તેની વિચારધારા તૂટી ગઈ.

    પછી એક ઊંડો શ્વાસ લઈને તે ફોન પાસે પહોંચ્યો.

    ‘ હલ્લો...’ એણે રિસીવર ઉંચકીને ઉદાસ અવાજે કહ્યું, ‘ હું ગોપાલ બોલું છું.’

    ‘ મિસ્ટર ગોપાલ, હું બ્લેક ટાઈગર બોલું છું.’

    ‘ બ્લેક ટાઈગર...?’ ગોપાલે મુંઝવણભર્યા અવાજે પૂછ્યું.

    ‘ હા...તમે મારે વિશે કંઈ નથી જાણતા, પરંતુ હું તમારા આખા કુટુંબ વિશે બધું જ જાણું છું. સુજાતાએ આપઘાત નથી કર્યો, પણ તમારા કુટુંબીજનોએ જ તેનું ખૂન કર્યું છે! અગાઉ એ લોકોએ તેને ગરોળીનું ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઈશ્વરની કૃપાથી એ બચી ગઈ હતી. સુજાતાને મારી નાખવા પાછળ તમારા પિતાજીનો શો હેતું હતો એની તમને ખબર છે ?’

    ‘ ના...’

    ‘ તો સાંભળો...સુજાતાનું ખૂન કરીને તેઓ તમારા લગ્ન નરોત્તમ ઝવેરીની પુત્રી વંદના સાથે કરવા માંગતા હતા જેથી નરોત્તમ પાસેથી તેમને કરિયાવર રૂપે લાખો રૂપિયા મળી શકે! તમે લોકો ફૂટપાથ પર આવવાની તૈયારીમાં છો, એ તો તમને તમારા પિતાજીએ જણાવ્યું જ હશે!’

    ‘ ઓહ...’

    ‘ મહેશે તમારી મમ્મીનું ખૂન નથી કર્યું એવો વિચાર તમને આવતો હશે. પરંતુ વાસ્તવમાં તમારી મમ્મીનું ખૂન મહેશ અને રાકેશે જ ભેગા થઈને કર્યું છે અમીચંદે સુજાતાને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે, એ વાતની તમારા મમ્મીને ખબર પડી ગઈ હતી અને તેઓ આ વાત પોલીસને જણાવી દેવા માગતા હતા. પરંતુ મહેશ અને રાકેશે તેમનું મોં હંમેશને માટે બંધ કરી દીધું. હવે હું તમને તમારા પિતાજીનું સાચું રૂપ જણાવું છું.’

    અને જ્યારે ગોપાલ ફોન પર બ્લેક ટાઈગર મારફત જાણવા મળ્યું કે અમીચંદે પોતાની કોલગર્લ માનો ખૂની છે, એટલું જ નહીં, એણે શંકર, તેની પ્રેમિકા, પ્રેમિકાની મા અને સુજાતાના પિતા દામોદરના પણ ખૂન કર્યા છે, ત્યારે એના ચહેરા પર નર્યા-નિતર્યા અચરજ અને અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા.

    એના હાથમાંથી રિસીવર છટકી ગયું.

    કાળઝાળ રોષથી એનાં જડબાં ભીંસાયા. વળતી જ પળે તે અમીચંદના રૂમમાં પ્રવેશ્યો.

    ‘ પિતાજી...’ એ કાળઝાળ અવાજે બોલ્યો, ‘ બ્લેક ટાઈગર પાસેથી મને તમારે વિશે બધું જ જાણવા મળી ગયું છે.’

    ‘ શું...?’ અમીચંદ પર જાણે કે આભ તૂટી પડ્યું. બ્લેક ટાઈગર ગોપાલને સાચી હકીકત જણાવી દેશે એવું એણે નહોતું ધાર્યું.

    ‘ હા, પિતાજી...તમારું અસલી રૂપ મારી સામે આવી ગયું છે. મારા શયતાન ભાઈઓ વિશે મને બધું જ જાણવા મળી ગયુ છે.’ આજે તમને બાપ, અને મહેશ તથા રાકેશને ભાઈ કહેતાં પણ મને શરમ આવે છે. તમે લોકો પૈસાની લાલચ ખાતર આવી નીચતા પર ઊતરી આવશો...માણસમાંથી શયતાન બની જશો...સુજાતાનું ખૂન કરીને તેના ખૂનને આપઘાતમાં પલટાવી નાખશો એવો વિચાર તો મેં સપનામાં ય નહોતો કર્યો...તમે...તમે મારી મમ્મીનું પણ ખૂન કરી નાખ્યું...! પિતાજી...તમે માણસ નહીં પણ રાક્ષસ છો...શયતાન છો...કસાઈ છો...કસાઈના હૃદયમાં પણ થોડી દયા હોય છે...પરંતુ તમારામાં તો એ પણ નથી! હું એમ પૂછું છું કે તમે આ બધું શા માટે કર્યું...! માત્ર પૈસા ખાતર જ...? ગુનાઓ આચરતા પહેલાં તમે એ વાત ભૂલી ગયા કે આ દુનિયામાં માણસ ખાલી હાથે આવે છે ને ખાલી હાથે જ પાછો જાય છે...?’ ગોપાલના અવાજમાં નફરતનો સૂર હતો.

    અમીચંદ કોઈક ગુનેગારની માફક નીચું જોઈ ગયો.

    ‘ મને માફ કરી દો દિકરા...! એ નંખાઈ ગયલા અવાજે બોલ્યો.

    ‘ તમારા ગુનાઓ જોતાં હું આવતા સાત જન્મમાંય તમને માફ નહીં કરું!...હું હંમેશને માટે આ ઘર છોડીને જઉં છું.’

    ‘ ના...!’

    ‘ વંદના સાથે મારા લગ્ન કરવાનું તમારું સપનું, સપનું જ રહી જશે...! ક્યારેય સાકાર નહીં થાય! તમે તો માત્ર કંગાળ જ નહીં, સડક પર વાટકો લઈને ભીખ માંગવાનો લાયક પણ નથી. તમારી હાલત ભિખારી કરતાં ય બદતર થાય એમ હું ઈચ્છું છું. જે રીતે મહેશ અને રાકેશે મમ્મીનું ખૂન કર્યું છે, એ જ રીતે તેઓ તેમને પણ મારી નાંખે...! તમારે તમારી માઠી કરણીનું ફળ ભોગવવું પડશે. બાવળ ઉગાડનારને ગુલાબ નહીં, પણ કાંટા જ મળે છે.!’ કહીને ગોપાલ ઝડપભેર બહાર નીકળી ગયો.

    ગોપાલને જતો અટકાવવાની અમીચંદમાં હિંમત નહોતી.

    એની નજર સામે પોતે આચરેલા ગુનાઓ તરવરવા લાગ્યા.

    ગભરાઈને એણે આંખો બંધ કરી દીધી.

  • ***
  • જોરાવર ટોર્ટર રૂમમાં ખુરશી પર બેઠો હતો.

    એની સામે વામનરાવ ઊભો હતો.

    ‘ જોરાવર...!’ વામનરાવ ગંભીર અવાજે બોલ્યો, ‘ તું તાજનો સાક્ષી બની જા તો તને સજા નહીં થાય!’

    ‘ એમ...?’ જોરાવર હસ્યો.

    ‘ હા, નહીં તો તને પણ મહેશ અને રાકેશની સાથે સજા થશે!’

    ‘ તને મને ગભરાવો છો...? પણ હું જરા પણ નહીં ગભરાઉં!’ જોરાવર નીડર અવાજે બોલ્યો.

    ‘ ના...હું તને હકીકત જણાવું છું જોરાવર...!’ વામનરાવનો અવાજ પૂર્વવત્ રીતે ગંભીર હતો.

    ‘ સાંભળો ઈન્સ્પેકટર સાહેબ...! તમે મને મારકૂટ કરીને સરકારનો સાક્ષી બનાવશો તો હું બની જઈશ...! એક વાર નહીં, હજાર વાર બની જઈશ...પરંતુ કોર્ટમાં હું ફરી જઈશ કે મેં મહેશ અને રાકેશને ગાયત્રીનો મૃતદેહ ઠેકાણે પાડતાં નથી જોયા. તમે તો કાયદાના જાણકાર હોવાને નાતે પોલીસને આપેલી જુબાનીનું કોર્ટમાં કંઈ જ મહત્વ નથી હોતું એ વાત બરાબર સમજતા હશો.’

    ‘ ચૂપ કમજાત...!’ વામનરાવનો પિત્તો ઉછળ્યો. વળતી જ પળે એણે જોરાવરના ગાલ પર સણસણતો તમાચો ઝીંકી દીધો.

    ‘ હજુ પણ જેટલું મારવું હોય તેટલું મારી લો...અત્યારે બાજી તમારા હાથમાં છે એટલે ગમે તે કરી શકો છો.’

    ‘ તારે ફાંસીના માંચડે લટકવું પડશે જોરાવર...!’

    ‘ મારા સાહેબ માટે હું એક વખત તો શું, હજાર વખત હસતા મોંએ ફાંસીના માંચડે લટકવા માટે તૈયાર છું. હું મારા સાહેબની વિરુદ્ધ જઈશ, એ વાત તમારા ગજવામાંથી કાઢી નાખો ઈન્સ્પેકટર સાહેબ! હું મારી જઈશ પણ મારા સાહેબની વિરુદ્ધ એક હરફ સુધ્ધાં નહીં ઉચ્ચારું...!’

    વામનરાવ જાણે કાચો ને કાચો ફાડી ખાવો હોય એ રીતે જોરાવર સામે તાકી રહ્યો.

    ‘ ઈન્સ્પેકટર સાહેબ...! દુનિયામાં મોતથી મોટી બીજી કોઈ સજા નથી...!’

    ‘ શટઅપ...’ વામનરાવ જોરથી બરાડ્યો.

  • ***
  • અમીચંદને ત્યાંથી નીકળીને ગોપાલ સુભાષ રોડ પર સરોજના ફ્લેટ પર પહોંચ્યો. એણે મોતીલાલને સરોજની પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો અને તેની પાસેથી જ એને આ ફ્લેટનું સરનામું મળ્યું હતું.

    ગોપાલને જોઈને સરોજના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા.

    એ તરત જ તેને અંદર લઈ ગઈ.

    ‘ ભાભી...મમ્મીનું ખૂન કોણે કર્યું છે, એની તમને ખબર છે...?’ ગોપાલે એક ખુરશી પર બેસતાં ગંભીર અવાજે પૂછ્યું.

    ‘ હા...અખબારમાંથી મેં બધું જ જાણી લીધું છે. એ ખૂનીઓની વાત પડતી મૂકી દે ગોપાલ!’

    ‘ ભાભી...’ કહેતાં કહેતાં ગોપાલની આંખોમાં આંસુ ઘસી આવ્યા.

    ‘ આ શું ગોપાલ..? તું રડે છે...?’ સરોજ તેને આશ્વાસન આપતાં બોલી, ‘ બનવા કાળ બની ગયું...! તું હિંમત રાખ...!’

    ‘ ભાભી...મેં પિતાજી, મહેશ અને રાકેશ પાસેથી આવી નીચતાની આશા નહોતી રાખી.’

    ‘ ગોપાલ...’ સરોજ વેદનાભર્યા અવાજે બોલી, ‘ ઈશ્વરને ખાતર એ કમજાતોનું મારી પાસે નામ ન લે...! એ શયતાનોનાં નામ માત્રથી જ મને કંઈનુ કંઈ થઈ જાય છે.!’

    ‘ ભાભી...તમે એ નરાધમોનું ઘર છોડીને સારું જ કર્યું છે. મેં પણ હંમેશને માટે તેમનું ઘર છોડી દીધું છે.’

    ‘ બધી વાતો પછી નિરાંતે કરીશું...જમવાનું તૈયાર છે...ચાલ પહેલાં જમી લે...!’

    ‘ ના, ભાભી...મને ભૂખ નથી લાગી!’

    ‘ તને જેટલું ફાવે તેટલું જમી લે...!’ સરોજ આગ્રહભર્યા અવાજે બોલી.

    ગોપાલ તેના આગ્રહને ન ટાળી શક્યો.

    એને થોડાં દાળભાત ખાધાં.

    ‘ સારું ભાભી...હવે હું જઉ છું....’ એ થાકેલા અવાજે બોલ્યો.

    ‘ જવું છે...?’

    ‘ હા...’

    ‘ ક્યાં જઈશ...?’

    ‘ આવડી મોટી દુનિયા પડી છે ભાભી...ગમે ત્યાં ચાલ્યો જઈશ.’

    ‘ ના...’

    ‘ હા, ભાભી...હું આ શહેર જ હંમેશને માટે છોડી દેવા માગું છું...!’

    ‘ ના ગોપાલ, તારે ક્યાંય નથી જવાનું...’

    ‘ કેમ...?’

    ‘ તારે અહીં, મારી પાસે જ રહેવાનું છે...હું તને ક્યાંય નહીં જવા દઉં!’

    ‘ પણ ભાભી...’

    ‘ ગોપાલ...!’ સરોજ વચ્ચેથી જ એની વાતને કાપી નાખતાં બોલી, ‘ તારી ભાભીનું ઘર પારકું છે...? તું તારી ભાભીને પારકી માને છે...? હું તને ક્યાંય નહી જવા દઉં ગોપાલ...! તારે મારી પાસે જ રહેવાનું છે...! પરમ દિવસે આપણે આ ફ્લેટ છોડીને પિતાજીના બંગલે ચાલ્યા જઈશું...જો તું મારી વાત નહીં માને તો પછી હું ક્યારેય તારી સાથે નહીં બોલું...!’

    ‘ ના, ભાભી...એવું ન બોલો...’ ગોપાલે પીડાભર્યા અવાજે કહ્યું, ‘ તમારા સિવાય અત્યારે આ દુનિયામાં મારું બીજું છે કોણ...?’

    ત્યારબાદ ગોપાલ સરોજના ફલેટમાં જ રોકાઈ ગયો.

  • ***
  • અમીચંદ અત્યારે જેલમા મુલાકાતી ખંડમાં મહેશ, રાકેશ તથા જોરાવરની સામે ઊભો હતો.

    ‘ મહેશ...’ અમીચંદ નંખાઈ ગયેલા અવાજે કહ્યું, ‘ તમારી જામીન અરજી નામંજૂર થઈ ગઈ છે.’

    ‘ આ તમે શું કહો છો પિતાજી...?’ મહેશ માંડમાંડ બોલી શક્યો. એના ચહેરાનો રંગ ઊડી ગયો હતો.

    રાકેશની પણ એવી જ હાલત હતી.

    જ્યારે જોરાવરના ચહેરા પર સંતોષના હાવભાવ છવાયેલા હતા.

    ‘ તને મારી વાત પર કદાચ ભરોસો નથી બેઠો દિકરા, પણ હું સાચું જ કહું છું...!’ અમીચંદ નિરાશા પૂર્વક માથું ધુણાવતાં બોલ્યો, ‘ સેથન્સ જજ ગુપ્તાએ તમારી જામીન અરજી નામંજૂર કરી દીધી છે. આપણા એડવોકેટ પાવાગઢી સાહેબે, જામીન માટે હાઈકોર્ટમાં અપીલ કરી દીધી છે. પાંચ-સાત દિવસમાં જ તમે જામીન પર છૂટી જશો એવી મને આશા છે.’

    ‘ આ જેલમાં અમને નથી ગમતું પિતાજી...! અહીં, ભોજન પણ સારું નથી મળતું! એટલા બધા મચ્છરો છે કે રાત્રે કેમેય કરીને ઊંઘ નથી આવતી.’

    ‘ બ્લેક ટાઈગરે, આપણી યોજના પર પાણી ફેરવી લીધું છું.’

    ‘ હું એ કમજાતને જીવતો નહીં મૂકું પિતાજી...!’ રાકેશ ક્રોધથી તમતમતા અવાજે બોલ્યો.

    ‘ રાકેશ, બ્લેક ટાઈગર કોણ છે એની પણ આપણને ખબર નથી. એ સંજોગોમાં આપણે તેનું શું બગાડી શકીએ તેમ છીએ ?’

    ‘ ગોપાલ, અત્યારે ક્યાં છે પિતાજી...?’ મહેશે પૂછ્યું.

    ‘ એ સરોજ પાસે રહે છે. એવું મને જાણવા મળ્યું છે.!’

    સરોજનું નામ સાંભળીને રાકેશનાં જડબાં ક્રોધથી ભીંસાયા.

    મુલાકાતનો સમય પૂરો થતાં અમીચંદ તેમને આશ્વાસન આપીને બહાર નીકળી ગયો.

    ત્યાંથી એ સીધો ઘેર પહોંચ્યો અને વ્હીસ્કીનો પેગ બનાવીને ધીમે ધીમે ઘૂંટડા ભરતો ગાયત્રીદેવીના ખૂનકેસ વિશે વિચારવા લાગ્યા.

    મહેશ, રાકેશ અને જોરાવર કોર્ટમાંથી નિર્દોષ છૂટી જશે એવી તેને આશા હતી.

    ગાયત્રીદેવીના મૃતદેહ પાસેથી મળી આવેલા મહેશના લોકેટનું કોઈ મહત્વ નહોતું.

    સહસા ટેલિફોનની ઘંટડીના અવાજથી તેની વિચારધારા તૂટી.

    એ ગ્લાસને સ્ટૂલ પર મૂકીને થાકેલા પગે ટેલિફોન પાસે પહોંચ્યો.

    ‘ હલ્લો...’ એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું,

    ‘ અમીચંદ સ્પીકીંગ!’

    ‘ બોલો નરોત્તમ સાહેબ...!’

    ‘ શટ અપ...’

    ‘ જી...’ અમીચંદ થોથવાયો.

    ‘ આપણી વચ્ચે હવે કોઈ સંબંધ નથી રહ્યો મિસ્ટર અમીચંદ...!’

    ‘ આ આપ શું કહો છો નરોત્તમ સાહેબ...?’

    ‘ મિસ્ટર અમીચંદ...તમને ન સમજાય એવી કોઈ ભાષામાં હું વાત નથી કરતો...સાંભળો...હું તમારા જેવી ખૂની કુટુંબ સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતો.’

    ‘ તો શું આપ વંદનાના લગ્ન ગોપાલ સાથે કરવા નથી. માંગતા ?’ કહેતાં કહેતાં અમીચંદના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી. એના ધબકારા એકદમ વધી ગયા.

    ‘ ના, મિસ્ટર અમીચંદ...મારી દિકરી જીદ્દી જરૂર છે, પણ મૂરખ નથી!’

    ‘ એટલે...?’

    ‘ એટલે એમ કે હવે એણે ગોપાલની સાથે લગ્ન કરવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી છે.’

    ‘ ઓહ...’

    ‘ ગોપાલ તમને છોડીને ચાલ્યો ગયો છે, એવું મેં સાંભળ્યું છે. એણે સારું જ કર્યું છે...તમે જો જો મિસ્ટર અમીચંદ...! એક દિવસ સૌ તમને છોડીને ચાલ્યા જશે...! દગો કોઈનો સગો નથી થતો!’

    સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

    અમીચંદના હાથમાંથી રિસીવર છટકી ગયું.

    ખરેખર જ અત્યારે એ પોતાની હાલત સડક પર ભીખ માંગતા ભિખારી કરતાંય બદતર અનુભવતો હતો.

    ગોપાલના લગ્ન વંદનાના સાથે કરીને લાખો રૂપિયાનું કરિયાવર મેળવવાનું તેનું સપનું પત્તાના મહેલની જેમ તુટી ગયું હતું.

    એક પછી એક દિવસો પસાર થતા ગયા.

    આઠમે દિવસે હાઈકોર્ટનો ચુકાદો પણ આવી ગયો. મહેશ વિગેરેની જામીન અરજી નામંજુર કરી દેવામાં આવી.

    જ્યારે આ સમાચાર અમીચંદે તેમને આપ્યાં, ત્યારે મહેશનો ચહેરો, જાણે કોઈક એક ટીપું લોહીનું નીચોવી લીધું હોય એમ ધોળો પૂણી જેવો થઈ ગયો.

    રાકેશની હાલત પણ એનાથી કમ નહોતી.

    પરંતુ જોરાવરના ચહેરા પર ભય કે ગભરાટનું નામોનિશાન પણ નહોતું.

    ‘ દિકરા...’ અમીચંદના અવાજમાં નિરાશનો સૂર હતો, ‘ જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવી જાય, ત્યાં સુધી તમારે જેલમાં જ રહેવું પડશે.’

    ‘ પિતાજી...અમને સજા થયા વગર નહીં રહે એવું મને લાગે છે.’

    ‘ આવું તે કેવી રીતે માની લીધું. ?’

    ‘ મારું મન કહે છે...!’

    ‘ તારા મનની વાત ખોટી છે મહેશ! તમને સજા થશે, એ વાત તમારા મગજમાંથી કાઢી નાખો.’

    ‘ સાહેબ...’ જોરાવર બોલ્યો, ‘ આપ કહેતા હો તો હું બધો આરોપ મારા માથા પર ઓઢી લઉં!’

    ‘ ના, જોરાવર...! તમારે કોર્ટમાં, તમે ગાયત્રીનું ખૂન કર્યું હોવાની ઘસીને ના પાડી દેવાની છે. પાવાગઢી કંઈ મામુલી નહીં, પણ ખૂનકેસનો નિષ્ણાત એડવોકેટ છે. એણે તમને ત્રણેયને કોર્ટમાંથી નિર્દોષ છોડાવી લેવાનો દાવો કર્યો છે.’

    જોરાવરે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

    એ જ વખતે સંતરીએ આવીને મુલાકાતનો સમય પૂરો થયાની સૂચના આપી.

    અમીચંદએ ત્રણેય સામે આશ્વાસનભરી નજરે જોઈને બહાર નીકળી ગયો.

    ***