" હરખ આ કોણ હતી જે આ રીતે કમલેશને લાફો મારીને અને બંન્ને છોકરીઓને લઈને જતી રહી." આઇદે પુછ્યુ.
" તે મારી પત્ની છે, જે હરખના ઓફિસમાં કામ કરે છે."
આઇદને આ સાંભળીને શોક લાગ્યો. તેને કમલેશને કહ્યું.
"કમલેશ આપણે આટલા વર્ષથી સાથે કામ કરીએ છીએે, એટલે તને માત્ર ચેતાવણી આપું છું, તારી બેગમને સમજાવ કે તે આપણા કામમાં દખલગીરી ના કરે નહીંતો બહુ ભારી પડશે."
આઇદની આ ધમકી સાંભળીને કમલેશને ગુસ્સો આવ્યો અને તેને આઇદનું કોલર પકડીને તેને કહ્યું.
" તું મારી રજનીને નુક્સાન પહોંચાડીશ..... તું... તારી જાતને સમજે છે શું? તું ભારતમાં છે, મારા દેશમાં છે. જો મારી રજનીનો વાળ પણ વાંકો થયો છે. તો તને મારી આ ધરતીમાં જ ગાડી દઇશ. તારી સાત પેઢીઓ પણ તેને શોધી નહીં શકે."
" હા .... હા .... હા"
આઇદ જોર જોરથી હસવા લાગ્યો.
" તારો દેશ .. હા ... હા ... તારો દેશ ... તું મને મારીને અહીં દાટી દઈશ. મને... અરે, તું મને મારી શું તતે લાગે છે કે, તું જીવતો બચીશ અરે મેં નહીં પણ તે તારા દેશ સાથે ગદ્દારી કરી છે. તું જે મારો દેશ.... મારો દેશ કરી રહ્યો છે. જ્યારે તે જ દેશને ખબર પડશે, કે તું દેશની છોકરીઓ સાથે શું કરી રહ્યો છે? ત્યારે તું વિચારી લે તારી શું હાલત થશે?"
" હરખ આને સજાવી દે કે ઓકાતમાં રહે. નહીંતો હું જે કરીશ તેના માટે પાછળથી હું જવાબદાર નથી."
" આઈદ ભાઈ તમે શાંત રહો હું તેને સમજાવી દઈશ. તે બીજી વાર આવું નહીં કરે."
" ઠીક છે."
----------------------------------------------------------------------
આઇદિના ગયા પછી હરખે કમલેશને ધમકાવ્યો.
" કમલેશ તું પાગલ થઇ ગયો છે. આઈદિભાઈ સાથે પંગો લે છે. તે આપણા સૌથી મોટા અને જુના અને રેગ્યુલર કસ્ટમર છે. તેમના કારણે જ આપણે છોકરીઓને ખાડીના દેશમાં મોકલીએ છીએ જો તેમનાથી પંગો લેશું તો આપણો બિઝનેસ ખતમ થઇ જશે. આ શેખોને જ કારણે આપણો આ બિઝનેસ ચાલે છે. એટલે પ્લીઝ તારા હાથ જોડું છું. આઇદભાઈથી પંગો નહી ને લે."
પણ, હરખની વાત કમલેશના કાનમાં તો જતી હતી પણ મગજ સુધી નહોતી પહોંચી રહી. કેમ કે અત્યારે તેના મગજમાં માત્ર અને માત્ર રજનીના જ વિચારો આવ્યા કરતા હતા. તેને ખબર હતી કે તે ઘરે જશે તો રજની તેને નહીં મળે. તો, પણ હેર બની વાત સાંભળવા માટે ઉભા રહેવાના બદલે ભાગીને પોતાના ઘરે ગયો અને તેને ઘરે તેની ધારણા પ્રમાણે રજની નહોતી. ત્યારથી લઇને આટલા વર્ષો વીતી ગયા. તો પણ તે હજી સુધી રજનીને ભુલ્યો નથી અને રજની માટે તેની શોધ હજી ચાલું છે. આજે તે રજનીની યાદમાં તેમની જુની જગ્યા પર આવ્યો હતો.
.....................................................................
"સર હવે આપણે વૈદેહીને હોશ આવી ગયો છે. તે વાત બહુ સમય સુધી નહીં છુપાડી શકીએ." ડો. મોતીવાલાએ કમિશ. સાવંતને કહ્યું.
" હા, મને ખબર છે. ડોક્ટર પણ આપણા પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મને માત્ર ગણ દિવસ આપે. મેં માયા બાહોશ માણસોને આ કામમાં લગાડ્યા છે. તેમની હમણા સુધીની માટેની મારે નથી બરબાદ કરવી."
ઠીક છે કહીને કમિ. સાવંતે ફોન જેવો મુક્યો. તેવો જ મૈત્રીનો ફોન આવ્યો.
" મૈત્રી પ્લીઝ, ગીવ મી સમ ગુડ ન્યુઝ."
" સર ધેર ઇઝ સમ ગુડ ન્યુઝ. વી ફાઉન્ડ ડીસુઝા સર."
" વોટ, ઇટ ઇઝ મ્યુઝિક ટુ માય ઇઅર."
" હા, સર હું અને કપીસ તેમને લઇને સીધા મુંબઈ જ આવીએ છીએ."
" હા, તમે સીધા અહીં જ આવો અમે તમારી રાહે જોઈ રહ્યા છીએ."
Part -17 END