Islamik Story - 1 in Gujarati Spiritual Stories by Amir Ali Daredia books and stories PDF | ઇસ્લામિક સ્ટોરી - 1

Featured Books
Categories
Share

ઇસ્લામિક સ્ટોરી - 1

ઈસ્લામિક સ્ટોરી 
                         1
વહાલા વાંચક મિત્રો.
ઇસ્લામનો પવિત્ર મહિનો રમજાન અત્યારે ચાલી રહ્યો છે. અને તે 1/3 જેટલો પૂરો પણ થવા આવ્યો છે.અને જ્યારે આ લેખ તમારા હાથમા આવશે ત્યારે કદાચ પૂરો થઈ ગયો હશે યા પુરો થવા આવ્યો હશે.
 
   આજથી હર અઠવાડિયે એક ઇસ્લામિક સ્ટોરી રજૂ કરવાની હું કરીશ. ઇન્શાલ્લાહ.

    *બિસ્મિલાહિર રહેમાનીર રહીમ*
 
તો શરુ કરુ છુ પહેલી સ્ટોરી પયગમ્બર હઝરત મુસા (av)થી. 

હિંદુ અને મુસ્લિમ ધર્મના અમુક કથાનકોમા કેટલુ બધુ સામ્ય છે તે તમને આ સ્ટોરી વાંચતા વાંચતા સમજાતુ જશે.
તો ચાલો શરુ કરીએ સફર આપણી ઈસ્લામિક સ્ટોરીની.

હઝરત મુસાને કલીમુલ્લાહ તરીકે પણ ઓળખવામા આવે છે.કલીમુલ્લાહનો અર્થ થાય છે અલ્લાહ સાથે સાક્ષાત વાતો કરનાર. બીજા કોઈ પણ પયગમ્બરને આ દરજ્જો નથી મળ્યો. સિવાય હઝરત મુસા અને રસુલ હઝરત મુહમ્મદ (sva) ને. 

   એ જમાનામાં મિશ્રના બાદશાહોને ફિરઓન તરીકે ઓળખવામાં આવતા હતા.ચૌદમી સદીમાં વલીદ બીન મુસાબ નામના ફિરઓનનુ શાસન હતું.જે પોતાને જ ખુદા સમજવા લાગ્યો હતો.અને લોકો પાસે પોતાને સજદો પણ કરાવતો હતો.
જેમ હિરણ્યકશ્યપ પોતાને ઈશ્વર સમજતો હતો અને લોકો પાસે પોતાની પૂજા કરાવતો હતો બરાબર એ જ રીતે.
એક રાત્રે એણે સ્વપ્ન જોયુ કે આકાશ પરથી એક સળગતો તારો એના મહેલ ઉપર આવીને પડે છે અને પોતે પોતાના તમામ લાવ લશ્કર સહિત એ મહેલમાં જ બળીને ભષ્મ થઈ જાય છે.
  સવારે ફિરઓને પોતાના દરબારમા મિશ્રમા જેટલા પણ નજીમુઓ યાને ભવિષ્ય જોનારા જ્યોતિષીઓ હતા એ બધાને ભેગા કર્યા અને તેમને પોતાના સ્વપ્નની વાત તેમને કહી. 
નજુમીઓએ ફિરઓનની વાત ઘણી જ ધ્યાન પુર્વક સાંભળીને પછી કહ્યુ.
"બાદશાહ.બની ઈસરાઈલની કોમમાં નજીકના સમય મા એક એવા બાળકનો જન્મ થવાનો છે જે બાળકના કારણે તમારી સલ્તનત નેસ્તો નાબુદ થઈ જશે.
અહીં આપણે યાદ કરી લઈએ વાસુદેવ અને દેવકીના લગ્ન વખતે થયેલી આકાશવાણીને.
"કંસ.દેવકીનો આઠમો પુત્ર તારી મૃત્યુનુ કારણ બનશે."
અને આકાશવાણી સંભાળીને કંસે દેવકીને મારવા તલવાર ઉગામી હતી.ત્યારે વાસુદેવે કંસને વચન આપ્યુ હતુ કે દેવકીને જ્યારે આઠમો પુત્ર જન્મશે તેને તે કંસને સોંપી દેશે. પણ નારદે કંસને ફૂલની પાંખડીઓનુ ઉદાહરણ આપીને સમજાવ્યુ હતુ કે આને તમે ગમે ત્યાથી ગણો આઠ જ થાય એટલે દેવકીનો ગમે તે પુત્ર જન્મે તે તેના મૃત્યુનું કારણ બની શકે છે.અને કંસે વાસુદેવ અને દેવકીને કારાવાસમાં રાખ્યા. અને જે પણ સંતાન થતુ એને એ મારી નાખતો.
બની ઈસરાઈલ યાને દસમી સદીમા થઈ ગયેલા પયગમ્બર યાકુબના વંશજો.જેઓને ફિરઓન પોતાના રાજ્યમા ગુલામની જેમ રાખતો હતો. અને તે લોકો પાસેથી મજદૂરીના અને બીજા હલકા કામો કરાવતો હતો.ફિરઓને તરત હુકમ જારી કર્યો કે. 
બની ઈસરાઈલ કોમની તમામ ગર્ભવતી સ્ત્રીઓ ઉપર નજર રાખો અને જો પુત્રી થાય તો છોડી દો.અને પુત્ર જન્મે તો મારી નાખો.
અને આ રીતે હજારો નવજાત શિશુઓને ફિરઓનના સિપાહીઓ દ્વારા મોતને ઘાટ ઉતારવામા આવ્યા. 
મુસાની માં જેમનુ નામ યુહાના હતુ તેમને પહેલા એક મરિયમ નામની નવ વર્ષની દીકરી હતી અને ત્રણ વર્ષનો હારુન નામનો પુત્ર હતો. 
મુસાનો તેમને ગર્ભ રહ્યો અને જયારે પુરા દિવસો આવી ગયા હતા છતા એમના પરિવાર સિવાય બાહરની કોઈ વ્યક્તિને જાણ ન થઈ શકી કે યુહાના ગર્ભવતી છે.
મૂસાના જન્મના એક દિવસ પહેલા અલ્લાહે યુહાનાને સુઝાવ્યુ કે તે એક બંધ સંદુક જેવી ટોકરીમા મુસાને મુકીને નીલ નદીમાં મુકીદે. 
યુહાના એવી ટોકરી બનાવવા ગઈ તો એ ટોકરી બનાવવા વાળાએ એને પૂછ્યું કે 
"ટોકરીનું શું કરશો?" 
યુહાનાએ જે સાચુ હતુ તેજ જવાબ તેને આપ્યો. 
"ભાઈ.મને એક બે દિવસમાં સંતાન થવાનુ છે.જો પુત્ર થશે તો આ ટોકરીમા રાખીને નીલ નદીમાં હુ એને વહેતો મુકી દઈશ."