AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 45 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -45

Featured Books
Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -45

અનોખી સફર
પ્રકરણ -45

“ અરે..વીરા..બહાર તો રાજુ હતો..એને વાડીએ જવા બોલાવેલો…પણ તું ક્યાં ગઈ ?..મને
તિજોરીમાંથી પૈસા કાઢી આપ એને હિસાબ આપવાનો છે અને ધરમપુરથી એ પમ્પ રીપેર કરાવી લાવ્યો બધું ચુકવણું કરી દઉં..” દીગુભાઈ વીરબાળાબહેનની અધકચરી વાત સાંભળતા.. હૃદયમાં દુઃખ અનુભવતા ત્યાંજ શૂન્ય મનયસ્ક ઉભા રહેલા.. ધર્મેશભાઈ આવ્યાં અને વીરા વીરા બૂમ પાડી એ વિચારોની તંદ્રામાંથી જાગ્રત થયા.. પોતાનાં મનને સંભાળતા બોલ્યા..” ધર્મેશ હું આજે બપોરે મુંબઈ જવા નીકળી જઈશ..મારે ત્યાં અગત્યનું કામ છે.. વાડીનું તું જોઈ લેજે..હું ઉચ્ચક પૈસા તને આપીને જાઉં છું પછી હિસાબ કરી લઈશું..તે રાજુને યાદ કર્યો
મને યાદ આવ્યું..હું ઘરની ચાવી મારી પણ તને આપતો જઈશ..બીજી સેટની અહીં ભલે રહી..એમ કહી
ખીસામાંથી કવર કાઢ્યું અને ધર્મેશભાઈને આપ્યું. ધર્મેશભાઈએ વિવેક કરતાં કહ્યું“ અરે દીગુભાઈ આપણે તો હિસાબ પછી જોઈ લઈશું..હમણાં તો હું બધો હિસાબ રાજુ અને દહાડિયોને આપી દઉં છું..આપણે કાયમ બોલાવીએ છીએ એટલે એલોકો પણ પઠાણી ઉઘરાણી નથી કરતાં..સમજે છે માન જાળવે છે..” “ દીગુભાઈએ કહ્યું “ ધર્મેશ તું મને કેટલો શરમાવીશ ? તું મારુ બધું કામ તો કરી લે છે મારે પાછળ જોવું નથી પડતું.તારા અને આ વીરબાળાના એટલા ઉપકાર છે આ પરમુભાઈના કુટુંબ પર..સબંધ અને લાગણીથી કોઈના કામ કેમ કરાય છતાંએ જતાવતા નથી તમે લોકો એ ખુબ પ્રશન્શા ને પાત્ર છો..અને આ વાત આખું ફળિયું શું આખું ગામ જાણે છે તમને ઓળખે છે..તમારા એ ઋણ અમે ક્યારેય નથી ઉતારી શકવાના ના એ અમારી વિવેક શક્તિ કે હેસિયત રહી છે.”.એમ કહેતા કહેતા એમના ગળેડૂમો બાઝી ગયો.. થોડા સમય પહેલાં વીરબાળા બહેને જે એમની અને યજ્ઞેશભાઈની જે અંગત વાતો કરી.. યજ્ઞેશના દગાથી તરછોડવાથી એમને થયેલા ઘા પીડા.. વર્ણવી..એનો પડઘો દીગુભાઈના બોલવામાં હતો. જોકે જે અસલ પેટમાં ધરબાયેલી વાત હતી એતો હજી એમણે દીગુભાઈ એ જાણી સાંભળીજ નહોતી..એ જાણશે ત્યારે એમને બોલવા માટે શું શબ્દો હશે? કેવી રીતે પ્રતિઘાત આપશે? એજ સમયે ધર્મેશભાઈ તરત ઘરમાં પાછા આવ્યા અને વીરબાળા બોલતા બોલતા અટકી ગયા ..જે ધરબાયેલું બહાર નીકળવાનું હતું એ પાછું કાળજે ધરબી દીધું.. ત્યાં વીરબાળા બહેન એમના રૂમમાં જઈ એમનું લોખંડનું કબાટ [તિજોરી] ખોલી હાથમાં પૈસાનું બંડલ લઈને ધર્મેશભાઈને આપ્યું..દીગુભાઈને કહ્યું..હું હમણાં પૈસા આપી દઉં છું આપણે પછી હિસાબ કરી લઈશું.. દીગુભાઈએ કહ્યું“ ના ના હું આ વખતે પૈસા લઈને આવ્યો છું અહીંની બેન્કના ખાતામાં પણ પૈસા યજ્ઞેશે
ટ્રાન્સફર કર્યા છે..આ હિસાબ તો લઇજ લો..” ધર્મેશભાઈએ વીરબાળાબહેન સામે જોયું..પછી સમજ્યા હોય એમ દીગુભાઈ પાસેથી કવર લીધું.. એમાંથી પૈસા કાઢી ગણ્યા અને એમાંથી 1200 પાછા આપતા કહ્યું આટલા વધુ છે દીગુભાઈ.. ત્યાં વીરબાળાબહેને યજ્ઞેશ નામ સાંભળી અંદરથી કંઈક …એ તરત બોલ્યા..” દીગુભાઈ તમારા ઘર અને વાડીનું ઇલેક્ટ્રિકનું બિલ મેં વિશ્વાને મોકલી ભરાવ્યું છે એનાં 2350 લેવાના છે..આ તમે નામ બોલ્યા મને યાદ આવ્યું..હું એ બિલ અને રસીદ તમને આપી દઉં જેથી મુંબઈ જઈ હિસાબ લખવાનો હોય તો સરળતા પડે..”
દીગુભાઈ નામ બોલ્યા એ વાત સમજી ગયા..પછી હિસાબની વાત કીધી બધો તાળો મેળવી લીધો..
ધર્મેશભાઈએ કહ્યું..” ઠીક છે હવે બાળા એતો પછી લેવાશે..એની શું ઉતાવળ છે? બિલ તો ભરાઈ ગયા
છે..” બિલ અને રસીદ અંદરથી લાવીને દીગુભાઈને આપતા વીરબાળા બહેને કહ્યું“ એમને મુંબઈ જઈ હિસાબ લખવાના હોય..ધર્મેશ...અને બિલ ચોપડે ચઢાવવાના હોય..આપીજ દઉંને..યજ્ઞેશ હિ સાબમાં અને વસૂલાતમાં ..બહુ ચોક્કસ છે દીગુભાઈને પણ કોઈ ભાર નહીં”.. એમ કહી દીગુભાઈને હાથમાં બિલ અને પૈસા ભર્યા ની રસીદો આપી દીધી..દીગુભાઈને બોલવાનું કશું હતું નહીં એમણે 1200માં બીજા 1200 ઉમેરીને વીરબાળા બહેનને આપ્યા..વીરબાળા બહેને અંદરથી 50 ની નોટ અંદરથી લાવીને પાછી આપતા કહ્યું“ હવે હિસાબ પૂરો..હવે દૂધનો હિસાબ બાકી એ હજી તૈયાર નથી એને પછી આપીશું એટલે હમણાં રહી વાત..
દીગુભાઈ કઈ બોલવા જાય પહેલા ધર્મેશભાઈએ ત્યાંથી નીકળી જવાની વાત કરતા કીધું..” વીરા હું
વાડીએ જાઉં હિસાબ પતાવું..દીગુભાઈ તમે પાછા જવા નીકળો એ પહેલા મારુ કામ પત્યું તો મળીશું નહિતર પછી ફોન પર વાત કરીશું..પણ વાળી અને ઘર અંગે નિશ્ચિંત રહેજો..હું બધું જોઈ લઈશ..” વીરબાળાબહેને કહ્યું “એતો હું પણ બેઠી છું ને જોવાવાળી..નિશ્નિ ચિંત રહો..ગામડાની છું પણ અભણ કે બેવકૂફ નથી..”ધર્મેશભાઈએ વાત
વાળતા કહ્યું..” બસ વીરા એમાં આવું બધું બોલવાની શું જરૂર છે..હું જાઉં વાડીએ પેલો રાજુ બહાર રાહ જોઈને બેઠો છે.. “દીગુભાઈએ કહ્યું“ હા ધર્મેશ તું નિકળ પછી વાત કરીશું..” ધર્મેશભાઈ વિરાની આટલી કડક અને ગુસ્સાવાળી હરકતથી આશ્ચર્ય સાથે ત્યાંથી જવા નીકળી ગયા. ધર્મેશભાઈના ગયા પછી “ દીગુભાઈ બોલ્યા..” વીરા મને ખબર છે તું કેમ આટલી અકળામણ કરે છે.તારી નારાજગી સમજુ છું... મેં શું યજ્ઞેષનું નામ લીધું તું તુ… .” વીરબાળા બહેને કહ્યું“ દીગુભાઈ મને અકારણ અકળામણ નથી થતી.. અમે સામાન્ય ઘરના છીએ પણ સ્વમાની છીએ.. મને તમે યજ્ઞેષનું નામ લીધું બધું યાદ આવી ગયું..મને આપેલ દગો..કે તરછોડી એ બધું ભૂલી ચુકી છું પણ..અમારી વાડીમાં બોર કરવાનો હતો..ધર્મેશે તમને કીધેલું કે દીગુભાઈ મંડળીમાંથી પુરી લોન નથી થઇ અને બીજા માટી પુરાણ અને છારુના ખવાના એજ વખતે
ઘરના પતરા નળીયા બદલાવવાના હતા એ સમયે અમારો હાથ થોડો તંગ હતો..યાદ છે ધર્મેશે 30 હજાર
માંગેલા 2 મહિના માટેજ..તમે વ્યવસ્થા કરી આપી હતી..સ્વાભાવિક છે તમે યજ્ઞેશને કીધુંજ હશે..ઠીક છે એ તમારા ઘરની વાત છે..પણ હજી 2 મહિના પુરા પણ નહોતા થયા અને યજ્ઞેશનો ફોન તમને બાજુમાં રાખી.. સીધો ધર્મેશ પર ઉઘરાણી માટે આવેલો.. મને બરોબર યાદ છે..”
“દીગુભાઈ..એ પણ ધર્મેશ તમને લોકોને વેચવા કેરી આપે છે એટલે તમારી પાસેથી માંગેલા જે ધંધામાં
એવુંજ હોય..જ્યા કેરી ભરાવીયે એમની પાસે ધિરાણ લેવાનું હોય.કારણકે આખી સિઝનનો બધો માલ તમને
આપી દીધો હોય તો.પછી? .અમે કેટલી કેરીઓ તમને ગુણવત્તા પ્રમાણે ગ્રેડિંગ કરી આપીએ છીએ..એના પૈસા સીઝન પછી ક્યારેય આવે છે અમે ક્યારેય એવું કીધું? કે આટલો સમય થયો તમારે કેરીઓ વેચાઈ ગઈ હશે અમને પૈસા ક્યારે આપશો ? હું એ વખતે ગમ ખાઈ ગયેલી તમે એક્સપોર્ટમાંતો એડવાન્સ પૈસા માંગો છો અમને ક્યારે આપો છો કદી અમે માંગ્યા ? પણ આવા અનુભવ થાય ત્યારે દુઃખ થાય છે.. કેટલું સહેવાનું સાચા થઈને? એ યજ્ઞેશ પોતાને લેવાનો હિસાબ સામે કોણ છે એ જોતો નથી અને કરે છે.. ખરે ખરતો એ સામે કોણ સીહહે એ જોઈનેજ આમ કડક હિસાબ કરે છે હું બધું સમજુ છું..દીગુભાઈ ક્યારેક તો અકળામણ થાય ને..આજે હવે
મારી દીકરી એ ચિંતા વધારી છે..તમે પાછા જવાની વાત કરો છો અને હજી એલોકો ડુંગરથી આવ્યા નથી..”
દીગુભાઈ હવે વીરાનાં વાગ્બાણ સહી નહોતા શકતા એ બાજુની ખુરશીમાં બેસી ગયા..આટલા વર્ષોમાં
પહેલીવાર પોતાને આટલા પરવશ અનુભવ્યા..એ બોલ્યા..” વીરા બસ કર હું બધું સમજુ છું.. જાણું છું પણ..તું વાત અધૂરી મૂકી..” વીરબાળા બહેને કહ્યું “ દીગુભાઈ હવે વેળા ગઈ..એ.. વાત ગઈ..પછી કોઈવાર..આ બિલ અને રસીદ જોઈ લેજો..માફ કરજો જે પીડા હતી શબ્દોથી નીકળી ગઈ…” દીગુભાઈએ કહ્યું“ ઠીક છે..હક્ક છે તારો..હું ઘરે છું… સોહમની રાહ જોઉં..એમ કહી ઘર તરફ ગયા… વીરબાળા એમને જતા જોઈ રહી..મનમાં યાદ
કરી રહી એ પીડાની પળો..

વધુ આવતા અંકે..પ્રકરણ-46 અનોખી સફર..