અનોખી સફર
પ્રકરણ-46
વિશ્વા અને સોહમ એકબીજાનાં હાથમાં હાથ પરોવી ડુંગરાની કેડીએથી ધીમે ધીમે નીચે ઉતરી રહેલા.. વિશ્વાએ કહ્યું“ સોહુ…મારો જીવ ચોળાય છે..એવું થાય છે ઘરે જવુંજ નથી અહીં ડુંગર પરજ વિસામો
કરી લઈએ…જોને અહીંથી પાછા જઈએ છીએ એમાંજ અહીંની વસુંધરા..આ પુષ્પ..છોડ વેલા બધુજ જાણે ઉદાસ થઇ ગયું છે..આપણે આવ્યા ત્યારે કેટલાં ખીલી ઉઠેલા..સોહુ આપણે બાઈક મૂક્યું એ જગ્યા પણ આવી ગઈ…થોડીવાર બેસીયે..મને તો જાણે ધરાવોજ નથી થયો..પ્લીઝ..સોહુ..”
સોહમે વિશ્વાનો ચહેરો હાથમાં લીધો..બન્ને ચાલતા અટકી ગયેલાં..વિશ્વાની આંખમાં આંખ પરોવી બોલ્યો..”
તારી ઈચ્છા હોય એમ હું કરીશ..અહીં હજી બેસવું છે.. ચલ બેસીયે..આપણી પ્રેમની વાતો ખૂટશેજ નહીં..જયાં આપણે ચૂપ રહયા ત્યાં..આ મોર.. પોપટ.. કોયલ બોલી ઉઠશે..એલોકો આપણાં સૂરમાં સુર મિલાવશે વિશ્વા..મને એમ થયું તને કોઈ સરસ ગીત સંભળાવીશ આજે..પણ વાતોમાંજ બે વેળા વીતી ગઈ..વિશ્વા સોહમનો હાથ પકડી ત્યાં એક મોટા વૃક્ષ પાસે લઇ ગઈ..એને સતત જોયા કરતી હતી..એની આંખો ચૂમી ..એના હોઠ ચૂમીને કહ્યું “ સોહુ મને એક સરસ ગીત યાદ આવ્યું છે જે બધી મારી હ્દયની વાત..મારી અંદર ધરબાયેલી લાગણીઓ કહી
દેશે..સંભળાવું? “ સોહમે કહ્યું.” .નેકી ઓર પૂછ પૂછ ? તારા મીઠાં અવાજમાં મને સંભળાવને..”
વિશ્વા સોહામના ખોળામાં માથું મૂકી ..એની આંખો ભાવ જળથી ભરાઈ ગઈ..થોડી સ્વસ્થ થઈને એણે
ગીત શરૂ કર્યું..એટલો મીઠો અવાજ..એ ગીતનાં શબ્દોથી આખી વનસૃષ્ટિ સાક્ષી બની સાંભળવા લાગી..એ ગીતનાં શબ્દો..” તુમ્હે દેખતી હૂં તો લગતા હૈ ઐસે.. જૈસે યુગોસે તુમ્હે જાનતી હું..અગર તુમ હો સાગર.. મૈં પ્યાસી નદી હું..અગર તુમ હો સાવન.. તો મૈં જલતી કલી હું…પિયા તુમ હો સાગર…” ગીતનાં એક એક શબ્દ સોહમ ના દિલમાં ઉતરતા હતા..દરેક શબ્દે શબ્દે એ વિશ્વાનાં પ્રેમમાં ભીંજાઈ રહેલો..ગીત પૂરું થતાં વિશ્વા સોહમને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી..સોહમ પણ એને પોતાની છાતિયે વળગાવી ભીંસી બોલ્યો “ એય વિશ્વા..હું પણ તને ખુબ ચાહું છું..આ વેરી.. સમય કેવી રીતે પસાર કરીશું..હજી તો…વિશ્વા ..તું વિશ્વાશ રાખ એક એક પળ હું તારી યાદમાં ઝૂરતો હોઈશ તનેજ યાદ કરતો હોઈશ.. આપણો પ્રેમ એવી પરાકાષ્ઠા વટાવશે કે કુદરત ખુદ આવીને આશિષ આપશે..”
બન્ને એકમેકમાં વીંટળાઈને પ્રેમમાં ભીંજાયેલા સ્પર્શ અને હૂંફથી જાણે પ્રેમને પોષી રહ્યા..ત્યાં પવન ફૂંકાયો.. બન્નેના વાળ.. કપડા જાણે ઉડવા લાગ્યા..એકાએક આંધી આવી હોય એમ ઝાડપાન ડાળીઓ ઝૂલવા
લાગી..સુસવાટાના પવનનાં સ્પર્શવા લાગ્યા ....સોહમે આભ તરફ મીટ માંડીને કહ્યું..” વિશુ ચલ કોઈ તોફાન
આવે પહેલાં તને સહીસલામત ઘરે લઇ જાઉં..તારી મમ્મી ચિંતા કરશે..હવે ચા તું ઘરેજ પીવરાવજે..”
વિશ્વાએ કહ્યું“ ના કીટલીએ ચા પી નેજ ઘરે જઈએ.. આભ નથી તૂટી પડવાનું..તારી ઈચ્છા હતી તો એ
પુરી કરીનેજ ઘરે જઈએ..સોહુ જતાવેલી ઈચ્છા પુરી કરવાનીજ અધૂરી મૂકે.. મને વ્હેમ આવે..ચલ બાઈક ચાલુ કર વેળાસર કીટલીએ જઈએ… “ સોહમે બાઈક સ્ટેન્ડ પરથી ઉતારી..બાઈક પર બેસી સ્ટાર્ટ કરી.. પાછળ વિશ્વા એને વીંટળાઈને બેસી ગઈ..બાઈક કેડી ઉતરીને સીધી કીટલીએ પહોંચી..
***********************************
પલટાયેલું વાતાવરણ જોઈને વીરબાળાબહેન ચિંતામાં પડ્યા..આલોકો હજી આવ્યા નથી વરસાદ આવશે
કે શું? આવી મૌસમમાં વરસાદ ? માવઠાને ક્યાં નોતરું હોય છે ગમે ત્યારે પણ તોફાન લઈને ચઢી આવે બધું
વગર કારણે બગાડીનેજ શાંત થાય..એ રાહ જોવામાં ઘરની અંદર બહાર કરવા લાગ્યા..એમની વિહ્વળતા
દેખાઈ આવતી હતી. વાડામાં જઈને ગાયને જોઈ આવ્યા..એય પવન અને તોફાનનું આગમન જોઈ પૂંછડી ઊંચી કરી આભ તરફ જોઈ રહી હતી.. મનોમન..સ્વગત વીરબાળા બહેન બોલી ઉઠ્યા..” વિશુ..સોહુ તમે લોકો હવે ઘરે આવી જાવ..વાતાવરણ સારું નથી..આવા વાતાવરણેજ મારું કૌમાર્ય નંદવાયું હતું .એ ભૂતકાળમાંસરી પડ્યા…એ લાગણી પ્રેમનું માવઠુંજ હતું .એ કોઈ ઋતુકાળનો વરસાદ નહોતો અને..મને કેમ આવું બધું અત્યારે યાદ આવી રહ્યું છે? આજે કેમ આવી કાળજે ખંજર વાગતીજ વાતો યાદ આવે છે?..એ સમયે..વાડીમાં કોઈ નહોતું મને યજ્ઞેશ.. હમણાં પાછા આવી જઈશું એમ કહી વાડીએ લઇ ગયેલો..ત્યાંથી પાછળ નદી તરફ ઉતરી ગયેલા.. આવુંજ તોફાની વાતાવરણ…મેં કેટલું કીધેલું.યજ્ઞેશ ઘરે જઈએ..માં મને વઢશે..પરમુકાકા જાણશે તો..શું થશે? ચલ પાછા..પણ મારું એક ના સાંભળ્યું.અચાનક વરસાદ તૂટી પડેલો..ભર ઉનાળે ચોમાસુ જોયેલું.. બન્ને સાવ પલળી ગયેલા..ખુબ ઠંડો પવન ફૂંકાયેલો હું આખી ભીની થઇ ગયેલી..થર થર કાંપતી હતી.. એવા સમયે નદી કાંઠેજ યજ્ઞેશે મને બાહોમાં જકડી લીધેલી.. અને એણે મને…હું સાવ લૂંટાઈ ગયેલી.. મારું
કૌમાર્ય છીનવાઈ ગયેલું..હું કેટલું રડી હતી.. એકબાજુ તનમાં આનંદ નવો અનુભવ પીડામાં આનંદ હતો.. મનમાં ખુબ ડર હતો..માંને શું કહીશ ?..યજ્ઞેશે તો જાણે કશું અજુગતું થયું હોય એવું લાગ્યુંજ નહોતું.મને કીધેલું..વીરા..આવું તો થાય.. જયારે જુવાનીનો જોશ આવેગ આવે એને રોકી ના શકીએ એને સંતોષવોજ પડે..મને કેવુંકેવું સમજાવતો હતો.. બોલેલો આજ તો ઉંમર છે મજા કરવાની.. ચિંતા ના કર હું છું ને? એણે મને સધિયારો આપેલો ..હું ગાંડી હતી મેં એનાં ઉપર વિશ્વાશ કરેલો..”
“ અને સમય આવ્યે..એજ નહોતો..હું એકલી વેઠતી રહી..મારી માંએ…મારું હિત વિચારી મને સાચવી ના
લીધી હોત તો મારું શું થયું હોત ? હું એ સમયે ઘરે કેવી રીતે પાછી આવી છું મારું મન જાણે છે..મેં કશુંક
ખોટું..અઘટિત કર્યું છે એવું મારુંજ મન કહી રહેલું એટલે મારા પગ થરથરતા હતાં મારામાં શરમ સંકોચ અને કોઈક પાપ કર્યું છે એ ભાવના ઘર કરી ગઈ એટલેજ હું ઘરમાં આગલાં બારણેથી અંદર જવાની જગ્યાએ પાછળ વાડામાંથી પાછળ બારણે અંદર ઘરમાં પ્રવેશ કરેલો..મારી માં ખુબ હુંશિયાર ચાલાક હતી..એને મારા પગલાં માંડવા જોઈનેજ ખબર પડી ગયેલી હું જેવી અંદર ઘરમાં પાછળથી રસોડામાં આવી ભીની થયેલી પલળેલી એ સમજી ગઈ મને બોલી “ આ આભમાં વાદળ કાળા શું ચઢી આવ્યા તું વીરા મોં કાળું કરી આવી ? તું શું સમજે મને ખબર નહીં પડે? તું છોકરી જાત..સંકોચથી પાછળ બારણે અંદર આવી અને જો પેલો નફ્ફટ યગણેશિયો કેવો
રોફથી એના ઘરમાં એના બાપ સામે અંદર જઈ રહ્યો છે..મને એ કાળો ભૂતકાળ યાદ આવી રહેલો ત્યાં..
ત્યાં બાઇકનો અવાજ આવ્યો..એ દોડીને આંગણામાં આવી ગઈ.. સોહમ અને વિશ્વા આવી ગયેલા..ત્યાં
દીગુભાઈ પણ જાળીએ આવી ઉભા રહયા. એમને પહેલા છોકરાઓ સામે પછી વીરબાળા સામે જોયું..વિશ્વા શરમ સંકોચથી ઉતરી ગઈ ઘરમાં દોડી ગઈ..જે ફળિયું આવતા પહેલા બાઈક પરથી ઉતરી જતી આજે વરસાદના ભયે છેક ઘર આંગણે ઉતરી ..
“ કાકી ..વરસાદ પડે એવું થયું એટલે તરત પાછા આવવા નીકળી ગયા..હું હમણાં ચા પીવા આવું છું..”
કહી એનાં ઘરમાં ઘુસ્યો..દિગુકાકા કહે બેટા હમણાં થોડીવારમાં મુંબઈ પાછા જવાનું છે. ચા પીને પાછો આવી તૈયારી કર.” . સોહમના પગનું જોર સાવ ધીમું પડી ગયું..એનો ચહેરો ઉતરી ગયો બોલ્યો “ હમણાં પાછા જવાનું છે? કેમ કાકુ?”
વધુ આવતા અંકેપ્રકરણ -47 અનોખી સફર..