અંધારું હજી છવાયેલું હતું ઠંડી પણ પુરબહારમાં હતી.. સિડનીની સુમસામ સડકો.. નિઃશબ્દ
સ્ટ્રીટ..હજી સવારના છ વાગ્યા હતાં સિટીમાં જોબ કરવા જનારા તૈયાર થઇ ઘરની બહાર નીકળી રહ્યા હતાં.
સાવી પણ વહેલી ઉઠીને ઠંડીમાં ઠઠરતી ફટાફટ નાહી ધોઈ જવા નીકળી.એણે કાંડા ઘડિયાળમાં જોયું ચાલવાની સ્પીડ વધારી. સેન્ડવીચ એલ્યુમિ નિ યમ ફોઈલમાં મૂકી લંચબોક્સ સાથે લીધેલું..ઉતાવળિયા મનમાં એક હાસ્ય ફરકી ગયું માંએ ચટણી થેપલા માટે આપેલી એ સેન્ડવિચમાં વાપરી..ઇન્ડિયાની યાદ આવીને ચાલી ગઈ..એણે વિચારો ખંખેર્યા ..
ઘરથી નીકળતા એની રૂમમેટ સરલા તોરસેકર સામે નજર નાખેલી ,,કેટલી બિન્દાસ હજી ઊંઘી રહેલી. કાશ..
પણ પછી યાદ આવ્યું કે એ નાઈટ શિફ્ટ કરીને આવી છે.કલાક પહેલાજ આવેલી..આ ઓસ્ટ્રેલિયાની કાઠી ઠંડીમાં આખી રાત ડ્યુટી કરીને આવી હતી.એ અવાજ ના થાય એમ બહાર નીકળી ગઈ હતી.
સાવી ચાલતી ચાલતી સિડનીના બધા રૂપકડા ઘર જોઈ રહી હતી બધા બંધ..ક્યાંક લાઈટ ચાલુ દેખાય પણ સુમસામ એણે ફરી ઘડિયાળ જોઈ.. સ્ફૂર્તિથી ચાલવાની સ્પીડ વધારી સમયસર બસ પકડવાની હતી મેટ્રોસ્ટેશન પહોંચવાનું હતું મુંબઈમાં લોકલ / ફાસ્ટ પકડવાની પ્રેક્ટિસ તો હતી..પોતે માસ્ટર્સ કરવા અહીંની યુનિમાં એડમિશન લીધું હતું. મુંબઈમાં રહેતા ચંદ્રકાન્ત દેશમુખની એક્ની એક દીકરી દુનિયા એક્સપ્લોર કરવા નીકળી હતી..ખુબ લાડમાં ઉછરી પણ આત્મનિર્ભર અને આત્મવિશ્વાશથી તૈયાર કરવા એને પરદેશ ભણવા મોકલી.એને પૈસાનો કોઈ પ્રોબ્લેમ નહોતો પરંતુ પાપા ઉપર બોજ ના પડે એને અનુભવની સાથે સાથે પોતાના ખર્ચ માટે પૈસા મળી રહે એટલે જોબ સહર્ષ સ્વીકારી લીધી હતી. સાવી ને સિડની આવે 6 મહિના ઉપર થઇ ગયું હતું. અહીંના જીવનથી ટેવાઈ ગઈ હતી. એને રૂમમેટ તરીકે કોલેજની મુંબઈ નીજ સરલા મળી ગઈ હતી.જે અંધેરી મુંબઈ અને સાવીનું શાંતાક્રુઝમાં ઘર હતું. નજીક હતા જે રૂમમેટ થયા પછી ઘણા નજીક આવી ગયા હતા. સાવી થોડી શરમાળ અને સરલા એકદમ બિન્દાસ્ત..પણ..બન્નેની દોસ્તી ખાસ બની ગઈ હતી.
સાવી બસસ્ટેન્ડ નજીક પહોંચી ને તરત બસ આવી એ ચઢી ગઈ ઓપેલ કાર્ડ સ્કેન કરી સીટ પર બેસી
ગઈ.મેટ્રો સ્ટેશન પહોંચવાનું હતું.એની નજર બહાર ઝડપતી પસાર થતા દ્રશ્યો પર હતી ત્યાં એક ઊંચો જાડિયો ગોરીયો એની બરાબર બાજુમાં આવીને બેસી ગયો.સાવીએ અછડતી નજરે જોયો અને નજર ફેરવી લીધી.પેલાએ સિગારેટ કાઢી ગોળ ગોળ ફેરવી સળગાવી અને જોર જોરથી ફૂંક મારવા માંડી અને સાવીની નજીક તરફ ખસ્યો એનું બિભસ્ત હાસ્ય સાવીને અકળાવી રહેલું..એ સમજી ગઈ કે નક્કામો માણસ બાજુમાં આવ્યો..સાવીએ બસ ડ્રાઇવર તરફ નજર કરી પણ એ ડ્રાંઇવિંગમાં મસ્ત હતો..એણે વિવશતા અનુભવી ..
સાવી વિચારતી રહી કાયમ ટ્રાવેલ કરું છું ક્યારેય આવો અનુભવ નથી થયો આગળ જે સ્ટેશન આવે ઉતરી જાઉં. પેલો વધુ નજીક આવી હવે એણે સાવીના ચહેરાં પર ધુમાડો કાઢ્યો અને બોલ્યો..” હે.યુ સ્વીટ ચીક માય ડાર્લિંગ..” એટલું સાંભળતા સાવી “ એસ્ક્યુઝ મી” એમ કહી ઉભી થઇ ગઈ અને સીટની બહાર નીકળવા ગઈ..ત્યાં પેલો વધુ ઉશ્કેરાયો એને કહ્યું“ નો..નો..ડાર્લિંગ સીટ વિથ મી આઈ..એમ” બોલતો એના ચહેરાં તરફ ઝૂકી ચૂમવા ગયો ત્યાં એ ગોરિયાંની હુડીનો કોલર ખેંચાયો અને એ સીટ પરથી બહાર ખેંચાયો..જેને ખેંચ્યો એ બોલ્યો
“ ઍય છોકરી તું બહાર નીકળી મારી પાછળ આવી જા.” ગોરીયાએ ખેંચનાર ઇન્ડિયન યુવાન તરફ હાથ ઉગામ્યો પણ પેલો એકદમ તૈયાર હતો એણે હાથ પકડી ફરી ખેંચ્યો અને એક મુક્કો મારી દીધો.
પેલો ડ્રગ લીધેલો નશાખોર પાછળની સીટ પર પડ્યો. એણેખબર નહીં સામેહુમલો ના કર્યો અને બસ
ધીરી પડતાજ ચાલુ બસે નીચે ઉતરી ગયો અને ગુસ્સાભરી આંખે થમ્બ નીચો કરી બબડવા લાગ્યો. પેલા બચાવનારે કહ્યું“ હું ધનુષ મહાત્રે મુંબઈથી છું..હું ઘણીવાર બસમાં જતી જોઉં છું..અહીં આવું ન્યુસન્સ ક્યારેક થાય છે પણ ડરવાનું નહીં.. તું?”
સાવીએ થેન્ક્સ કહીને બોલી “ હું સાવી દેશમુખ હું મુંબઈથીજ છું સાંતાક્રુઝ રહું છું હું માસ્ટર્સ કરવા આવી છું મેટ્રો પકડવા બસમાં રોજ જાઉં છું. મારા પાપા કોર્પોરેશનમાં મોટા અધિકારી છે. પેલાંએ વાત વધારતા કહ્યું“ હું પણ ભણવા આવેલો હવે પીઆર થઇ ગયો બે વર્ષ પહેલા સીટીઝન થઇ ગયો અહીં મને 13 વર્ષ થઇ ગયા હું અહીં માર્કેટિંગફર્મમાં જોબ કરું છું સેટ છું તું ક્યાં રહે છે? હું પેરામેટા રહું છું .” સાવીએ કહ્યું“ હું ફોક્ષલ રોડ રહું છું મારી ફ્રેન્ડ સાથે”. એણે સ્ટ્રીટનું નામ બધું ડિટેઇલ ના કીધું પેલો સમજી ગયો હોય એમ બોલ્યો “ઓકે ઓકે
..ફોક્સલ રોડ તો બહુ મોટો છે પણ ત્યાં ઘણા ઇન્ડિયન રહે છે. સેફ એરિયા છે.” સાવીના ઠંડા રિસ્પોન્સથી એ વધુ બોલ્યો નહીં એને કીધું“ હું પણ સ્ટેશન જઉં છું કોઈ કામ પડે કોન્ટેક્ટ કરજે “ કહી પોતાનુંકાર્ડ આપ્યું.સાવીએ લીધું થેન્ક્સ કીધું.સાવીએ ઉમેરતા કહ્યું” ધનુષભાઈ તમે આજે બચાવી મને.. અગેઇન થેન્ક્સ.” પેલાએ કહ્યું “ઇટ્સ ઓકે..” પછી સ્ટેશન આવ્યું એ ઉતરવા ગયો અને બોલ્યો “સાવી તારા પાપા કોર્પોરેશનમાં કયા વિભાગમાં છે?” સાવીએ કહ્યું “એસ્ટેટ એન્ડ રેવન્યુ.” પેલો થેન્ક્સ કહી ઉતરી ગયો.
સાવી પણ મેટ્રો સ્ટેશન આવતા ઉતરી ગઈ. ત્યાં પણ કાર્ડ સ્કેન કરી અંદર ગઈ એસ્કેલેટરથી ઉપર ગઈ
પ્લેટફોર્મ પહોંચી. થોડીવારમાં ટ્રેઈન આવી જેવા દરવાજા ખુલ્યા એ ચઢી ગઈ અને કાચના દરવાજામાંથી એની
નજર પ્લેટફોર્મ પર પડી ત્યાં ધનુષને કોઈ સુંદર છોકરીને કિસ કરતો જોયો, એને નજર ફેરવી લીધી.
વધુઆવતા અંકે..પ્રકરણ …2