ધનુષનાં એનાઉન્સમેન્ટથી સાવી અને સારા બન્ને ચોકી ગયેલાં..આમ એકદમ ધનુષને શું થયું? આ
છોકરો કશું રજૂ કરશે એટલે? એનાં કહેવાથી બાર રૂમમાં સન્નાટો છવાયો..સાચેજ ધમધમતું મ્યુઝિક બંધ
થયું..ધનુષના ચહેરા પર આછું સ્મિત
આવ્યું.. એણે કહ્યું “થેન્ક્સ ફ્રેન્ડ્સ..” હું તમારો મૂડ બમણો મસ્ત કરી દઉં.”.એણે કાઉન્ટર તરફ હાથ હલાવી આભાર માન્યો..આ બાર નો માલિક કોઈ ઇન્ડિયન હતો..
સાવી સારાની સામેજોઈ બોલી “ આમ પણ આ ધનુષે મને કીધેલું કે એ સબંધો બનાવવા અને નિભાવવામાં એની માસ્ટરી છે. ચોક્કસ આ બારવાળો એનો ફ્રેન્ડજ હશે.” સારાએ સીપ મારતા કીધું“ એમાં કોઈ નવાઈ નથી સાચેજ એ એમાં નિપૂર્ણ છે. પણ આ છોકરો કોણ છે? કોઈ આર્ટિસ્ટ છે?” સારાએ ધનુષને કહ્યું
“ ધનુષ આ આર્ટિસ્ટ કોણ છે? એનો તો ઈન્ટ્રો કરાવ.” ધનુષે કહ્યું“ હેય જેમ્સ એ કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી
મારો ફ્રેન્ડ છે પણ ખુબ સરસ ગાય છે..આજે અહીં ઇન્ડિયન્સ ખુબ છે માહોલ ખુબસુરત છે તો મને થયું સોહમ કોઈ આપણી ધરતીની આઈટમ રજૂ કરે વતનની યાદ તાજી થાય..”
સારાએ પૂછ્યું “ઓહ તો કોઈ દેશભક્તિ નું ગીત ગાય છે?” હવે સોહમ એની સીટ પરથી ઉઠ્યો…એ
હસી ને સારા તરફ જોઈ બોલ્યો “ ના ના આતો ધનુષભાઈએ આગ્રહ કર્યો એટલે મને થયું ચાલ પરદેશમાં દેશના મૂડની.. દિલની વાત કહી દઉં..એક સરસ ગીત મને ઓડિયન્સ જોતા સ્ફૂર્યું છે તો આપની સમક્ષ રજૂ કરું છું”એમ કહી એની નજર સાવીની નજર સાથે મળી..એણે સ્મિત કર્યું..ધનુષે આપેલું માઈક હાથમાં લીધું..ગાવા શરૂ કર્યું..
સાવીએ સારા સામે જોઈ કહ્યું“ આતો તારી જગ્યાએ આનું રીલ બનાવવાનો વારો આવ્યો” એમ કહી
હસી..સારાએ કહ્યું“ હું બનાવું છું હવે તું સાંભળ તારીજ સામે જોઈ રહ્યો છે..લાગે એનું ઓડિયન્સ તુંજ છે”.. એમ કહી હસી અને રેકોર્ડ કરવા લાગી.. પેલા છોકરાએ સાવી સામે જોઈ ગાવાનું ચાલુ કર્યું..
“ આપકી આંખોમેં કુછ મહેંકે હુએ સે રાઝ હૈ.. આપસેભી ખુબસુરત આપકે અંદાઝ હૈ.. લબ હીલે તો મોગરેકે ફૂલ ખીલતે હૈ કહીં .. આપકી આંખોમેં ક્યા સાહિલભી મિલતે હૈ કહી..આપકી ખામોશિયાં ભી આપકી આવાઝ હૈ….આપકી..” સોહમનો ધીર ગંભીર પણ પહાડી મીઠો અવાજ બાર રૂમમાં ગૂંજી રહેલો.. બધા ખુબ ધ્યાનથી સાંભળી રહેલા..માહોલ એકદમ રોમેન્ટિક થઈ ગયો..સોહમની નજર સાવી તરફ સ્થિર હતી. સારાએ સિગરેટ સળગાવી એ ધ્યાનથી સોહમને જોઈ સાંભળી રહી હતી. ધનુષ અને ભૈરવી સોહમનું ગીત માણી રહેલા. સાવીનાં કાનમાં ગઝલના એક એક શબ્દો ઉતરી રહેલાં એને શબ્દો ગીતની રચના અમૃત તણી લાગી રહેલી એ સાંભળતાં સાંભળતાં કોઈ યાદમાં સરી જવા લાગી..સારા સોહમનું રીલ ઉતારી રહેલી..ગીત પૂરું થયું. તાળીઓનાં ગડગડાટ સાથે સાવી કોઈ તંદ્રામાંથી કોઈ પાશમાંથી.. બહાર આવી હોય એમ ચમકી..એણે પણ ગીતને વધાવી લીધું. સોહમેં બધા સામે જોઈ થેન્ક્સ કહ્યું પોતાની જગ્યા પર આવતા સાવી નજીક ઉભો રહ્યો અને બોલ્યો” તમને જોઈને મને મારુ વતન યાદ આવી ગયું..” સાવીએ કહ્યું “તમે ખુબ સરસ દિલથી ગાયું..ગીત
એના શબ્દો બધું સરસ પસંદ કરેલું…અભિનંદન..” આટલું કહી એ બધાના આશ્ચ્રર્ય વચ્ચે બારરૂમની બહાર દોડી ગઈ..
સારા રીલ ઉતારતી અટકી…એણે સોહમને જ સીધું પૂછ્યું “ શું થયું ? કેમ સાવી બહાર દોડી ગઈ ? તું એને
ઓળખે છે?” સોહમે આહત પામતા કીધું “ના ના હું તો ઓળખતો નથી હું પહેલીવાર તમને લોકોને મળ્યો..એનું નામ પણ તમે બોલ્યા એટલે જાણ્યું.. મને પણ નવાઈ લાગી એ બહાર આમ કેમ દોડી ગઈ ? “ સારા હવે સાચેજ શોક પામી એણે કાઉન્ટર ઉપર પૈસા ચૂકવ્યાં એ પણ સાવી પાછળ બહાર દોડી.. એણે નીકળતા પહેલા સોહમને અભિનંદન આપેલાં અને કીધેલું “સોહમ ખુબ સુંદર ગાયુંતે.કોઈવાર આ રીલ પણ તને શેર કરીશ..વાઇરલ કરીશ..” એમ કહી હસી નીકળી ગઈ.. સારાએ બહાર જઈ જોયું સાવી સડક પસાર કરી સામે તરફ જતી રહી છે એ પાછળ રીતસર દોડી અને સાવી પાસે આવી ને બોલી “ કેમ આમ કરે? શું થયું? તું કેમ બહાર દોડી આવી ? એ છોકરાને તું ઓળખે છે? તારું ખસી ગયું છે? કેટલું ખરાબ લાગે.. એતો તને જોઈનેતો ગાતો હતો..શું ચક્કર છે સાવી ? સાચું બોલ..” સાવીએ કહ્યું“ સારા હું એને નથી ઓળખતી..અહીં પહેલીવાર જોયો પેલા ધનુષ સાથે.. મારે કોઈ ઓળખાણ પિછાણ નથી મારા માટેએ સાવ અજાણ્યોજ છે પણ..એને જે ગઝલ ગાઈ મારી સામે જોઈને…એવીજ રીતે કોઈએ મુંબઈમાં ગાઈ હતી.. આજ શબ્દો..આજ ગીત..એ વખતનું બધું યાદ આવી ગયું..ખબર નહીં કેમ હું પછી બેસી ના શકી બહાર નીકળી ગઈ.” .સારા સાવીની સામે જોઈ બોલી “ વાહ તું પણ ભવ્ય ભૂતકાળ સાથે લઇ ફરે છે લુચ્ચી.કોણ હતું એ..શું નામ ??” સાવી કહે“ તું સમજે છે એવું કશું નહોતું. યાર ..બસ આ ગીત પૂરતો પરિચય પછી પુર્ણવિરામ…એમ કહી હસી..“ સાવી તારી પાસે ઘણો મસાલો છે બધો ખાલી કરાવવો પડશે એમાંથીજ ઘણા રીલ બની જશે..સાવી કહે છોડ ચલ હવે કોઈ ઇન્ડિયન રેસ્ટોરાં જઈએ.”.પછી એકદમ બોલી “એવું ના થાય કે ત્યાંય પેલો સિંગર ભટકાઈ
જાય…” બન્ને જણ એક સાથે હસી પડ્યા..
વધુ આવતા અંકે પ્રકરણ -5