અનોખી સફર
પ્રકરણ-44
સોહમે વાળમાં ભરાવેલાં સુવાસિત રંગબેરંગી પુષ્પને સ્પર્શીને વિશ્વાએ કહ્યું“ સોહુ આ પુષ્પ તું કેવા સરસ
લાવી મારાં વાળની શોભા વધારી..મને પણ પુષ્પ.. વેણી ખુબ ગમે છે..તને ખબર છે? હું એવું માનું છું કે સ્ત્રીનું સાચું આભૂષણ લજ્જા..શરમ છે જે સ્ત્રીમાં જન્મજાત સ્વભાવમાં સંસ્કારમાં પરોવાયેલુંજ હોય છે..જે સ્ત્રી આપોઆપ સમય વર્ત્યે પ્રદર્શિત કરી બેસે છે..પણ..આ તાજા પુષ્પ કે સુવાસિત મોગરા કે પારસ ફૂલોની gutheli વેણી એ પ્રિયતમ પાસેથી મળેલું પ્રેમભર્યું આભૂષણ છે એની સામે હીરા રૂપા સોનાનાં આભૂષણ પણ ફિક્કા લાગે..” સોહમે કહ્યું“ વિશ્વા તારી વાત એકદમ સાચી છે..વેણી ગજરો જયારે સ્ત્રીના વાળ ચોટલા કે અંબોડામાં પરોવે એ પછી સ્ત્રીનું રૂપજ બદલાઈ જાય છે..એ એકદમ જાજરમાન એકદમ સુંદર અને મોહ પમાડનારી અપ્સરા બની જાય છે..હું તને પણ ફૂલોની સેજ પર સજાવી ખુબ પ્રેમ કરવા માંગુ છું પુષ્પની હાજરી જાણે કુદરતનાં સાક્ષી બની આશિષ મળી ગયા જેવું લાગે.તને ખબર છે કે જયારે તારા જેવી સુંદર સ્ત્રીના વખાણ થાય કે ખુબ પ્રેમ ભર્યું સંબોધન થાય તો સ્ત્રીના ચહેરા ઉપર શરમના શેરડા પડે..એજ લજ્જા સ્ત્રીનું આભૂષણ છે અને
એનાથી વધુ આકર્ષક લાગે છે એના તરફ મન ખેંચાય છે એક સંમોહન જેવી સ્થિતિ સર્જાય છે પુરુષ સ્ત્રીને વશ થઇ જાય છે..”
“ તને એક રસપ્રદ વાત કહું..વિશ્વા…હું કોલેજની લાઈબ્રેરી જોવા ગયેલો એમાં સિલેબસ પ્રમાણે પુસ્તકો
જોઈ લીધા..પછી બીજા પ્રસિદ્ધ પ્રાચીન અર્વાચીન લેખકોનું કલેક્શન જોઈ રહેલો એમાં પૌરાણિક ગ્રંથો વગેરે જોયા..એમાં મહાન કવિ કાલિ દાસજીનું મેં શાકુન્તલ જોયું..મેં એમના વિષે વાંચેલું સાંભળેલું.. મને થયું લાવ આજે હમણાં બીજું કામ નથી એમનાં શાકુંતલ પર નજર નાખી લઉં એમાં બે પ્રત હતી.. સંસ્કૃત બીજું ગુજરાતીમાં ભાષાંતર …સ્વાભાવિક છે સંસ્કૃતમાં ટપ્પી ના પડે એટલે ગુજરાતી ભાષાંતર લઇ વાંચ્યું..વિશ્વા..વાહ..એમાં શું પ્રેમનું વર્ણન અને નિરૂપણ છે.. શકુંતલા દુષ્યન્તનો પહેલી નજરનો પ્રેમ પછી એકમેક માટે સ્ફૂર્તુ .પમરતો ..વધતો અતુલ્ય પ્રેમ ..હું તો એમજ નજર નાખવા વિચારતો હતો પણ એટલો રસ પડ્યો કે લાઈબ્રેરી બંધ થવાનો સમય થયો ત્યાં સુધી વાંચતો રહ્યો..એક મટકું નથી માર્યું.. એટલું રસપ્રદ વર્ણન પ્રેમની ઉપમા ..ઉષ્મા ..શકુંતલા દુષ્યન્તનું પ્રેમમાં સમર્પણ..કેવા અનોખા કુદરતની સાક્ષીએ ગાંધર્વ લગ્ન…..પ્રણય..તન્પર ફૂલોનો
શણગાર..એકમેકમાં તન મનથી પરોવાઈ કરેલી રતિ ક્રીડા..કામદેવ શરમાય એવી એવી પ્રેમ ક્રીડાઓ …બેઉનું સમર્પિત થવું..વિશ્વા..એ રતિ ક્રીડા.. મૈથુનનું વર્ણન પણ ક્યાંય બીભત્સ ના લાગે..વરવું વર્ણન નહીં બસ..પ્રેમની સાચી પરાકાષ્ઠા ભોગવી..પણ જાણે કવિ એ લેખકે નવરસ શ્રુંગારરસના કુંડ ઊંધા વાળ્યાં હતા.. હું પણ તને એનાથી ચઢિયાતો પ્રેમ કરવા માંગુ છું….”
વિશ્વાએ કહ્યું..” મારાં સોહુ.તું મારો દુષ્યંતજ છે..હું તારી શકુંતલા..કવિ એ પ્રેમની એમના અમર કાવ્ય
શાકુન્તલમાં કાવ્યમય અલંકારિક શબ્દોમાં જેવું વર્ણન કર્યું છે એ મેં પણ વાંચ્યું છે..તને ખબર છે? શાકુંતલ
આપણા ઘરમાંજ છે..માં એ પણ વાંચેલું છે..એજ લઇ આવી હતી વરસો પહેલા…પણ વાત એ અગત્યની છે સોહુ કે એમણે જે વર્ણન કર્યું અને એલોકોએ જેવો પ્રેમ કર્યો ..આપણે એનાથી પણ અધિક અને વિશેષ કરીશું..પ્રેમની એવી પળો માટે બીજું બધું ભૂલીશું..પણ…સોહુ..એમના આવા શુભ શણગારી પરાકાષ્ઠા વાળા અતૂટ પ્રેમ પછી…રાજા દુષ્યંત ફરી આવવાનું વચન આપી પોતાના રાજ્યમાં પાછા જાય છે..અને…અહીં શકુન્તલા એમની આંખો પાથરી રાહ જોતી રહે છે..પણ દુષ્યંત ભાળ લેવા પણ નથી આવતા..શકુંતલાને પુત્ર રત્ન પણ ….”
સોહમે વિશ્વાના મોં પર હળવેથી હાથ મૂકી પ્રેમથી કહ્યું“ વિશ્વા..હવે આગળનું કશું યાદ નથી કરવું..એવો
કોઈ સમય આપણાં જીવનમાં નથી આવવાનો ..કદી નહીં આવે..મેં પ્રેમ શણગાર માટેજ શાકુંતલની વાત
કરી.આપણે પ્રેમની વસંતજ એમાં યાદ રાખવાની છે એ સતત નીતરતો પ્રેમ મને વાંચવો પણ એટલોજ
ગમેલો..આ વિશ્વા સોહમની કથની છે એમાં આવા કોઈ પ્રકરણ કે પડાવ કદી નહીં આવે..વિશ્વા..વિશ્વાશ રાખજે..
હું ખુબ પ્રેમ કરું છું ..કામદેવની કૃપા આશીર્વાદથી આપણે પણ પ્રેમનું અમૂલ્ય ફળ ભોગવીશુંજ.. હું જન્મ્યો છું તને મળ્યોજ છું ફક્ત પ્રેમ કરવા..એ પણ માત્ર હુંજ તારો દુષ્યંત તારો કામદેવ છું.બસ તનેજ બધા કામ જવાબદારીઓ વચ્ચે અત્યારે કે ભવિષ્યમાં માત્ર પ્રેમ કરવો છે.”
આમ બોલી સોહમે વિશ્વાનાં હોઠ પર હોઠ મૂકી દીધા..એના હોઠને ચૂસીને રસપાન કરી રહ્યો..બન્નેના તન એકમેકમાં પરોવાયા..મધુરસનું પાન બન્નેને ધીમે ધીમે ઉત્તેજિત કરી રહેલાં બેઉ જણા એમના હાથ એકમેકને વીંટાળી ચુસ્ત બાથ ભીડીને સહવાસનો આનંદ આપી રહેલાં..બેઉની આંખો બંધ થઇ ગઈ હતી એટલાં પ્રેમમાં ગુલતાન હતા કેના સમયકાળનું ભાન..ના વસ્ત્રોનું ભાન..બસ પ્રેમઆગોશમાં ખોવાઈ ગયાં હતા..હળવો હળવો ઠંડો પવન એમને સ્પર્શી શબ્દોનો ઉચ્ચાર કરી રહેલો ..એ પ્રેમ ભર્યા કુદરતના વાયુ તત્વની સાક્ષી શબ્દ સંચાર એમને જાણે વધુ પ્રેમ કરવા પ્રેરિત કરી રહેલો.. ખડક શીલા પરથી નીચે ઉતરી.. બન્ને પ્રેમી ધરતીની પથારી પર આવી ગયેલા.. એકમેકમાં હાથ પગ વીંટળાઈ ગયેલા..ધીમે ધીમે કામનો વાસનાનો વેગ વધી રહેલો કેફ ચઢી રહેલો.. સમય પણ સરી રહેલો..ત્યાં સોહમે પ્રેમા આવેશમાં વિશ્વાને જોરથી જકડી લીધી..એવી હરકત કરી..એનો કાબુ છૂટી રહેલો..અને વિશ્વા એકદમ સફાળી બેઠી થઇ ગઈ..એ સોહમને જોરથી વળગી ગઈ..એની આંખો ભરાઈ આવી..બોલી “ સોહુ..બસ આજે આટલું…આપણે એક સીમામાં રહેવાનું છે મારા ઈશ..મેં માં ને વચન આપ્યું છે લગ્ન પહેલા હું મર્યાદા નહીં લાંઘું…પછી બધું તારૂંજ છે..ફક્ત તારા માટેજ છે..માં નો વિ શ્વાશ નહીં તોડું…તારા શ્વાશથી શ્વાશ પણ જોડી રાખીશ પણ વિશ્વાશ ક્યારેય નહીં તોડું…”
સોહમે વિશ્વા સામે જોયું એનાં માથે હાથ ફેરવ્યો..ખુબ પ્રેમથી હોઠ પર ચૂમી ભરી કીધું..” વિશ્વાશ ખુબ મોટી વસ્તુ છે મારો સાથ છે તને આપણે સીમા મર્યાદા જાળવીશું..તને ખબર છે આ પ્રેમ આવેશ વેગને નિયંત્રિત કરી એક એવી સંતૃપ્તિની પરાકાષ્ઠા આવે છે જે શારીરિક નહીં માનસિક હોય છે જે ખુબ ઉચ્ચ કક્ષાની શારીરિક નિયત્રંણ શક્તિ છે..ઘણી પ્રેમ કથાઓમાં વાંચ્યું છે કેકેટલાય દિવસ મહિના વર્ષો નો વિરહ હોય એની પીડા હોય શરીર સુખ સબંધ બિલકુલ ના હોય છતાં માનસિક એવા પ્રેમમાં ગુરુર હોય છે એક પવિત્ર પાત્રતા હોય છે આપણે લગ્ન પછી બધુજ બધીજ રીતે..સીમા મર્યાદા ભૂલી ભોગવીશું.. મારી વિશ્વા..”
વિશ્વાએ સોહમનો ચહેરો પોતાની છાતીમાં છુપાવી ખુબ પ્રેમથી વધાવી કહ્યું“ સોહુ..હું તારો પ્રેમ તારો
વિશ્વાશ બધું સમજુ છું..મને પૂરો ભરોસો છે પણ.. માં એકવાર છેતરાઈ.. તૂટી ચુકી છે એટલે મને કાળજી લેવા કહે..ભલે તું મારો સોહમ છે મારો વહાલો માણીગર..ખુબ ભરોસા લાયક…લવ યુ સોહુ..પછી આકાશ તરફ જોઈ બોલી..” ચલ હવે ઘરે જઈએ.. બે વેળા વીતી ગઈ..જોવાની.. એ ખૂબી છે કે ના ભૂખ લાગી ના તરસ …પ્રેમમાં બધું ભુલાઈ જાય છે..”
સોહમે કહ્યું“ હા જઈએ વિશુ..પણ પેલા કાકાની કીટલીએ ચા પીને પછી ગામમાં જઈએ.. ચલ.. નીકળીએ.”....એકમેકમાં હાથ.. શ્વાશ પરોવી ધીમે ધીમે ડુંગરાની કેડી ઉતરવા લાગ્યા..
વધુ આવતે અંકે..પ્રકરણ-45 અનોખી સફર..