ઓહ. ઓહ, જો હું તે કરી શકું.
એક ક્ષણ વિચાર્યા પછી, મેં મારી આંખો એ રીતે થોડી ખોલી કે મારી પાંપણમાંથી સ્ક્વીકી ધ વોચડોગને એક નજર નાખી શકું. કેટલી નસીબદાર છું કે મારા નસીબે મને મારો કોરસેટ છુપાવવા માટે મારી જમણી બાજુ, તેની સામે જ, સૂવા માટે મજબૂર કરી. તે હજુ પણ સીડી સામે તેની પીઠ રાખીને બેઠો હતો, પરંતુ તેનું માથું લટકતું હતું. ઊંઘમાં.
અને કેમ નહીં, જ્યાં સુધી તે સીડી પાસે સ્થિતિમાં રહેશે, ત્યાં સુધી અમે તેનાથી કેવી રીતે આગળ વધી શકીએ? પણ હું પછીથી એ સમસ્યાનો સામનો કરીશ.
શક્ય તેટલી શાંતિથી, મેં મારા શરીરનો ઉપરનો ભાગ ફેરવ્યો, મારા કાંડાને મારા કોરસેટની બહાર નીકળેલી પાંસળી સામે રાખવાનો પ્રયાસ કર્યો.
તે સરળ નહોતું, કારણ કે મારા ડ્રેસમાં સ્લેશ બાજુમાં હતો. પરંતુ એક હાથને ખૂબ જ તાણ આપીને અને બીજા હાથની કોણી પર મારી જાતને ઉભી રાખીને, અવાજ ન આવે તે માટે, મેં મારા દાંત ભીંસીને સ્ટીલના કોરસેટના છેડાની આસપાસ મારા કાંડાને બાંધેલી દોરીને ફસાવી.
એટલી બધી વળેલી કે હું ભાગ્યે જ હલનચલન કરી શકતી હતી, છતાં સ્ટીલને ઢાંકતા ભારે સ્ટાર્ચવાળા કાપડને હું પાછળ ધકેલી શકી.
પછી, વધુ વિકૃત થઈને, મેં દોરીઓ કાપવાનો પ્રયાસ શરૂ કર્યો.
મેં એક વાર પણ લોર્ડ ટ્યૂક્સબરી તરફ જોયું નહીં. મેં શક્ય તેટલું ઓછું તેમના વિશે વિચારવાનો પ્રયાસ કર્યો, અને પછી ફક્ત મારી જાતને ખાતરી કરવા માટે એટલું જ વિચાર્યુ કે તે સૂઈ ગયા હશે. નહિંતર, મને સહનશક્તિ બહાર મારી સ્થિતિની પીડા અનુભવાઈ હોત.
આગળ પાછળ, આગળ પાછળ, ખૂબ જ મુશ્કેલીથી મેં મારા હાથને અને મારા બાંધેલા કાંડાને સ્ટીલ સામે દબાવ્યા. પીડાદાયક રીતે, અને ઘણા લાંબા સમય સુધી. હું કહી શકતી નથી કે કેટલા ખરાબ કલાકો પસાર થયા, કારણ કે તે છિદ્રમાં રાત અને દિવસનો કોઈ અંદાજ નહોતો. દોરીઓ સામે હું કોઈ પ્રગતિ કરી રહી છું કે નહીં તે પણ કોઈ કહી શકતું ન હતું, કારણ કે હું જોઈ શકતી ન હતી કે હું શું કરી રહી છું. મને એવું લાગતું હતું કે હું મારી જાતને કાપી રહી છું. પણ મેં મારા જડબાને વધુ મજબૂત રીતે દબાવ્યું અને મારી નજર સૂતેલા રક્ષક પર ટકેલી હતી, મારા કાન મારા પોતાના શ્વાસ બહાર કાઢવા ઉપરાંત સાંભળવા માટે તાણમાં હતા. મને મોજાઓનો ફટકો, પાણીનો ઢોળાવ, ક્યારેક ક્યારેક ગૂંગળામણનો અવાજ સંભળાતો હતો કારણ કે હોડી તેના ખાડા સામે ધસી રહી હતી -
તે માણસને જાણે માખી કરડી ગઈ હોય તેમ ચીસ પાડી. મારી પાસે મારી જાતને સપાટ કરવાનો સમય હતો, મારી પીઠ પાછળ તેનાથી મારા હાથ છુપાવવા માટે, તે તેની આંખો ખોલે તે પહેલાં.
"અ..એઈ," તેણે ફરિયાદી સ્વરે, મારી સામે જોતાં કહ્યું, " શાં માટે ખલેલ પહોંચાડે છે?"
હું થીજી ગઈ, લપાયેલી, ઝાડીમાં સસલાની જેમ.
પણ ડેકની બીજી બાજુથી એક શાહી અવાજ આવ્યો. "શા માટે? હું ઈચ્છું છું કે આ હોડી રોકાય. હું માંગ કરું છું, ના, હું આ હોડી રોકવાનો આદેશ આપું છું." ત્યાં યુવાન ટ્યૂક્સબરી, બેસિલવેધરના રાજકુમાર બેઠા હતા, જે આગળથી પાછળ અને ફરીથી આગળ ઝૂકીને, અમારી જેલની શાંતિને ખલેલ પહોંચાડતો હતો.
" એય તું!" સ્ક્વીકીની ચકમકતી નજર તેની તરફ વળી.
" અવાજ બંધ કરો."
"બંધ કરાવો." ઘમંડી રીતે લોર્ડ ટ્યૂક્સબરીએ તેની આંખમાં આંખ નાખી અને હલતો રહ્યો.
"તમે ઇચ્છો છો કે હું બંધ કરાવી દઉં?" સ્ક્વીકી તેના પગ પર ઝૂકી ગયો. "તમે વિચારો છો કે તમે મજબૂત છો, હેં ને? બળવાખોર, હું તમને બતાવીશ." મુઠ્ઠીઓ વાળી, તે ટ્યૂક્સબરી તરફ ચાલ્યો ગયો.