Takshshila - 22 in Gujarati Classic Stories by અનિકેત ટાંક books and stories PDF | તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 22

Featured Books
  • पहली नज़र का इश्क - 4

    स्कूल की जिंदगी अब बिकाश और माया के लिए पहले जैसी सामान्य नह...

  • यशस्विनी - 31

         31: स्त्री देहतभी कक्ष में स्वामी मुक्तानंद की आवाज गूं...

  • मंजिले - भाग 42

                             ( 42 )"पछचाताप कहानी " एक मर्मिक जज...

  • विश्वांजली

    विश्वांजलीलेखक राज फुलवरे---प्रस्तावनायह कथा किसी एक स्त्री...

  • Mafiya Boss - 9

    (वीर के बॉडीगार्ड्स ने जैसे ही युवी को रेशमा और नेहा से जबरद...

Categories
Share

તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 22

તક્ષશિલાના રાજમહેલના ધન્વંતરિ કક્ષમાં અદ્રશ્ય તણાવ છવાયેલો હતો. સૂર્યોદયના પ્રથમ કિરણો બારીમાંથી છણાઈને અંદર આવી રહ્યા હતા, પણ એ પ્રકાશમાં ઉલ્લાસ નહોતો. સૂર્યપ્રતાપ શ્વેત વસ્ત્રો પર પથરાયેલા લોહીના ડાઘા સાથે બેભાન અવસ્થામાં હતો.

તેના કપાળ પર પરસેવાના ટીપાં વળેલા હતા અને શ્વાસમાં એક પ્રકારની ગભરામણ હતી.

ચંદ્રપ્રકાશ તેના ભાઈનો હાથ પકડીને બાજુમાં જ બેઠો હતો.

"આચાર્ય, આ ઘા ઊંડો છે. લોહી પણ ઘણું વહી ગયું છે. શું આપણી પાસે બીજો કોઈ રાજવૈદ્ય નથી?" ચંદ્રપ્રકાશના અવાજમાં ધ્રૂજારી હતી.

ચાણક્યએ જડીબુટ્ટીઓનો લેપ તૈયાર કરતાં શાંતિથી જવાબ આપ્યો, "ચંદ્ર, વૈદ્ય ગદ્દાર હોઈ શકે, પણ વિદ્યા ક્યારેય દગો નથી દેતી. સૂર્યપ્રતાપના શરીરમાં ક્ષત્રિય લોહીની સાથે તક્ષશિલાના સંસ્કારો વહે છે. તે જીવશે. પણ અત્યારે તારે રડવાનું નથી, લડવાનું છે. સાતમી રાતનો સૂર્યાસ્ત થવામાં હવે થોડા જ કલાકો બાકી છે."

ચાણક્યએ સૂર્યપ્રતાપના ઘા પર 'સંજીવની' લેપ લગાવ્યો. સૂર્યપ્રતાપના મોઢામાંથી એક આછી કરાહ નીકળી અને તેની આંખો સહેજ ખુલી.

તેણે ધૂંધળી નજરે ચંદ્રપ્રકાશને જોયો અને ધીમેથી બોલ્યો, "ભાઈ... તલવાર... મગધનો સેનાપતિ..."
"શાંત રહે, ભાઈ. તલવાર સલામત છે અને તારો ભાઈ પણ," ચંદ્રપ્રકાશે તેને આશ્વાસન આપ્યું.

બીજી તરફ, મગધની છાવણીમાં સ્મશાન જેવી શાંતિ હતી. સેનાપતિ ભદ્રશાલ ગુસ્સાથી લાલચોળ હતો. તેની સામે રાજમાતા મૃણાલિની ઉભી હતી, જેની આંખોમાં હારનો સ્વીકાર નહોતો પણ વેરની આગ હતી.

"તમારા વિસ્ફોટકો કામ ન આવ્યા, રાજમાતા!" ભદ્રશાલ ગર્જ્યો. "ચાણક્યએ મને મેદાનમાં ધૂળ ચાટતો કરી દીધો છે."
મૃણાલિનીએ ક્રૂર સ્મિત કર્યું. "સેનાપતિ, તમે ક્ષત્રિય છો એટલે તલવારની ભાષા સમજો છો. પણ હું સ્ત્રી છું, હું ધીમા ઝેરની શક્તિ જાણું છું. સાતમી રાતે જે હુમલો થશે, તે સૈનિકો દ્વારા નહીં પણ તક્ષશિલાની પોતાની 'અસ્મિતા' દ્વારા થશે. મેં નગરના મુખ્ય જળાશયમાં 'નિદ્રા-ચૂર્ણ' ભેળવી દીધું છે. આજે રાત્રે જ્યારે આખું નગર પાણી પીશે, ત્યારે તેઓ લડવા માટે નહીં પણ મરવા માટે સૂઈ જશે."

ભદ્રશાલની આંખો ચમકી. "તો સાતમી રાતે જ્યારે ચંદ્ર આકાશમાં મધ્યે આવશે, ત્યારે અમે કિલ્લા પર ચઢીશું?"

"હા," મૃણાલિનીએ કહ્યું. "અને આ વખતે કોઈ ચાણક્ય નીતિ કામ નહીં આવે."

મહેલમાં, મહારાજ આર્યનને હોશ આવી ગયો હતો, પણ તેઓ હજુ અશક્ત હતા. ચાણક્ય તેમની પાસે પહોંચ્યા.

"મહારાજ, શત્રુએ નગરના જળાશયમાં વિષ ભેળવ્યું છે એવા સમાચાર મારા ગુપ્તચરો લાવ્યા છે," ચાણક્યએ ગંભીરતાથી જણાવ્યું.

મહારાજ ચિંતિત થયા, "તો શું કરશો આચાર્ય? પ્રજાને પાણી પીતા કેવી રીતે રોકીશું? અફવા ફેલાશે તો અંધાધૂંધી થશે."

ચાણક્યએ હળવું સ્મિત કર્યું. "આપણે રોકીશું નહીં, મહારાજ. આપણે શત્રુને એવું બતાવીશું કે નગર ખરેખર ઊંઘી ગયું છે. આપણે 'માયા-નિદ્રા'નો ખેલ રચીશું. નગરના રસોડાઓમાં મેં અત્યારે જ સૂંઠ અને ગોળના પાણીની વ્યવસ્થા કરાવી દો, જે વિષની અસર નાબૂદ કરશે. પણ સૈનિકોએ અભિનય એવો કરવાનો છે કે તેઓ ખરેખર બેભાન છે."

સાંજ પડી. સૂર્ય આથમ્યો અને સાતમી રાતનો પ્રારંભ થયો. આખા તક્ષશિલામાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. મશાલો બુઝાઈ ગઈ. કિલ્લાના બુરજ પર પહેરેગીરો ઢળી પડેલા દેખાવા લાગ્યા. રાજમહેલના દરવાજા પણ અર્ધખુલ્લા હતા.
દૂરથી ભદ્રશાલ અને મૃણાલિની આ દ્રશ્ય જોઈ રહ્યા હતા.

"જુઓ સેનાપતિ, ઝેર પોતાનું કામ કરી રહ્યું છે," મૃણાલિનીએ ગર્વથી કહ્યું.

મગધની પાંચ હજારની પસંદગીની ટુકડી કોઈ પણ અવાજ વગર કિલ્લા તરફ વધી. તેઓ જ્યારે મુખ્ય ચોકમાં પહોંચ્યા, ત્યારે ત્યાં હજારો લોકો જમીન પર સૂતા હતા. ભદ્રશાલ વિજયના નશામાં અશ્વ પરથી નીચે ઉતર્યો.

"ચાણક્ય ક્યાં છે? શોધો તેને! મારે તેને સૂતેલી અવસ્થામાં જ કેદ કરવો છે," તેણે હાકલ કરી.

તે જેવો મહેલની ઓસરીમાં પ્રવેશ્યો, ત્યાં જમીન પર પડેલો 'સૈનિક' એકાએક ઉભો થયો. એ બીજું કોઈ નહીં પણ સૂર્યપ્રતાપ હતો, જેના શરીર પર હજુ પાટા બાંધેલા હતા પણ હાથમાં તલવાર મક્કમ હતી.

"સેનાપતિ, તક્ષશિલા ક્યારેય ઊંઘતી નથી!" સૂર્યપ્રતાપનો અવાજ ગાજ્યો.

ચારે બાજુથી "હર હર મહાદેવ" ના નાદ સાથે સૂતેલા સૈનિકો બેઠા થયા. શત્રુના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ સાતમી રાત હવે મગધની અંતિમ રાત બનવાની હતી.