The Madness Towards Greatness - 5 in Gujarati Thriller by Sahil Patel books and stories PDF | The Madness Towards Greatness - 5

Featured Books
Categories
Share

The Madness Towards Greatness - 5

Part 5 :

" મારી વિદ્યા માં ઊણપ ના બતાવ , તારા કાળા કર્મો યાદ કર.."
ફાધર એટલું બોલ્યા ત્યાં જ પેલી ખૂંખાર આત્મા ફરી જોર કરવા લાગી અને અવાજ આવ્યો 
" એ શું કહેશે , હું જ જણાવું કોણ છું હું , બલવંત હું તને અત્યારે નહીં મારું , આ ફાધર ને પણ નહીં મારું , હું કોઈને હાની નહીં પહોંચાડું પણ હવે મારો એક જ ધ્યેય છે SK , હું SK ને પેહલા બરબાદ કરીશ , પછી હું એને મારી નાખીશ અને એ બાદ હું તને પણ મારી નાખીશ "

" મેં વળી તારું શું બગાડ્યું છે હેપીન? કે તું મને મારવા માંગે છે "  બલવંત બોલ્યો.

" આજથી 25 વર્ષ પેહલા જ્યારે તું ધનવાન નહોતો ત્યારે એક છોકરી ને પ્રેમ કરતો હતો , તમારો પ્રેમ ઘણો આગળ વધી ગયો હતો , પરંતુ જ્યારે લગ્ન ની વાત આવી ત્યારે તે એને દગો આપી દીધો અને તરછોડી દીધી , તે એક પૈસા વાળી છોકરી સાથે લગ્ન કરી લીધા અને તું એમ સેટલ થઈ ગયો , પરંતુ પેલી છોકરી નું શું , એ મારી મા હતી , સમાજ માં એ શું જવાબ આપશે એના ડર ના લીધે એણે પણ મને ના અપનાવ્યો , મને એ જંગલો માં છોડીને ચાલી ગઈ , ત્યાં એક ઋષિ ને હું મળી ગયો , એક દિવસ નું બાળક , ખૂબ રુદન કરતું અને એને છોડીને કોઈ ચાલ્યું ગયું  , એમ વિચારી એ મને હિમાલય ના આશ્રમ માં લઈ ગયા અને ત્યાં જ મારું પાલન પોષણ થયું , વર્ષો પછી જ્યારે હું ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગયો હતો ત્યારે એક છોકરા સાથે મારી મુલાકાત થઈ તે મારો મિત્ર બની ગયો અને એક વખત મને એના ઘરે મળવા બોલાવ્યો , એની મા મને જોઈને કંઈક અલગ જ રીતે વર્તન કરતી , એ મને ઘણી વખત મળવા બોલાવતો, અમારા બંનેના શોખ અને ટેવ ઘણી સરખી હતી , એક વખત એ છોકરા ની માં એ મને મારા વિશે પૂછ્યું અને એ બાદ એ ખૂબ રડી પડી અને મને ત્યારે ખબર પડી કે હું એનો જ પુત્ર છું , મને જ્યારે ખબર પડી કે બલવંત તું મારો બાપ છે ત્યાં સુધી તું ભારત ની બહાર ભાગી ગયો હતો , તું હંમેશા કાળા કર્મો કરવા વાળો , દુષ્ટ અને પાપી માણસ જ રહ્યો છે , મારે બદલો લેવો હતો અને એ માટે હું તારી બધી પ્રોપર્ટી હડપી ને મારા અને મારી માં ના નામે કરવા માગતો હતો એટલે જ મેં તારા પુત્ર ઉદ્ધવિન સાથે મિત્રતા કરી , તારા દુશ્મનો વિશે જાણકારી મેળવી અને એમાં તને સંપૂર્ણપણે ખતમ કરી નાખે એવો એક દુશ્મન તે જાણ્યા અજાણ્યા માં બનાવી લીધો હતો - SK , SK જ એક એવો માણસ હતો કે જે મારાથી પણ શ્રેષ્ઠ હતો , બધી બાબતો માં , એની જાણકારી મેળવી , એની સાથે રહ્યો , મને ખબર પડી કે એ તારી કંપની ને હડપી ને તને કંગાળ કરવા માગે છે ત્યાં સુધી મોડું થઈ ગયું હતું , કેમ કે જો એ એમ કરત તો મારા હક ની બધી મિલકત મારી પાસે ના આવત , એટલે હવે SK ને રસ્તામાંથી હટાવવા માટે મેં ઘણા ષડયંત્રો કર્યા પણ બધા નાકામયાબ , એ બચી ગયો , એ કદાચ સત્ય પણ જાણી ગયો , પણ એણે મને વિશ્વાસ આપ્યો કે તારું આ સત્ય તારા મોત ની સાથે હું દફન કરી દઉ છું , મારા આ અધૂરા સ્વપ્ન ની વચ્ચે આવતી કડી SK જ હતો , હું તેને નહીં મૂકું , હું તેને અવશ્ય મારીશ , મારા સ્વપ્ન ભલે પૂર્ણ ન થયા પરંતુ હવે હું કોઈ ન પણ સપના સાકાર નહીં થવા દઉ , બલવંત તારા પરિવાર માં જોડાયેલા તમામ લોકો ને હું પેલા મારી નાખીશ , યાદ રાખજે બલવંત તે એક ભૂલ વર્ષો પેહલા કરી હતી એમાંથી તું છટકી ગયો , પણ આજે જે તારાથી ભૂલ થઈ હવે એ તારા મોત નું કારણ છે , સંપૂર્ણ વિશ્વ માં એવું કોઈ નથી કે જે મારી આ આત્મા સામે લડી શકે , હું શાસન કરીશ "

હેપીન ની આ વાત સાંભળીને બલવંત હસી પડ્યો અને બોલ્યો - " SK ને તુ બરબાદ કરીશ , એને પછી તું મારીશ ? , પછી તું મને મારીશ ? , તારા સ્વપ્ન પૂરા કરીશ , અરે મૂર્ખ આત્મા ! SK મરી ચૂક્યો છે , એ જીવિત નથી , હવે શું કરીશ તું ? "

" SK મરી ગયો ! અસંભવ ! એ શક્ય જ નથી , એ મરી ચૂક્યો હોય તો એની આત્મા ક્યાં છે ? એવું કઈ રીતે શક્ય છે ? એ ક્યારે મર્યો ? " બલવંત ની વાત સાંભળીને હેપીન ની આત્મા હાંફળા ફાંફળા થઈને એકદમ પોતાને પ્રશ્નો પર પ્રશ્નો કરવા લાગી.

ત્યાં ફાધર બોલ્યા - " SK જીવિત છે "