The Madness Towards Greatness - 2 in Gujarati Drama by Sahil Patel books and stories PDF | The Madness Towards Greatness - 2

Featured Books
Categories
Share

The Madness Towards Greatness - 2

Part 2

જ્યારે એક માણસ દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે તેણે હિમાલય માં કંઈક વિચિત્ર ઘટના જોઈ છે , ત્યારે બધા મિટિંગ માં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા , તેની આ વાત ને નકારતા એક અવાજ આવ્યો હતો કે -
" તારી આ વાત થોડા અંશે સાચી છે અને ખોટી પણ , કેમ કે તે હિમાલય માં જે જોયું તે જોઈને તને લાગ્યું કે એ SK હશે , પરંતુ તે SK નથી , તે એક AI નિર્મિત રોબોટ છે જે SK જેવો લાગે છે , લોકો ને ભ્રમિત કરવા માટે હિમાલય ના જંગલો માં આ રોબોટ ને રખાયો છે , તેને જોઈને બધા ને એમ થાય કે SK તો હજુ જીવિત છે ; પરંતુ હકીકત માં એ SK નથી "

" તે એમ જણાવ્યું કે પેલા માણસ ની વાત સાચી છે અને ખોટી પણ... તો એમાં સાચું શું છે ? " 
પ્રેસિડેન્ટ એ પૂછ્યું .

" Mr. President , I'm An Agent , તમે જ્યારે SK અને ઉદ્ધવિન ના યુદ્ધ બાદ મને ભારત મોકલ્યો હતો , ત્યારથી હું ત્યાં છું અને મેં ત્યારથી જોયું છે કે હજુ સુધી મને એ વાત નથી મળી કે SK ના શરીર ને અગ્નિ માં સળગાવાયું હોય , તો મેં વધુ માહિતીઓ ભેગી કરી , એમાં મને જાણવા મળ્યું કે હકીકત માં તો એનું મૃત્યુ થયું જ નથી , એનું સંપૂર્ણ શરીર કાર્યરત નથી , પણ ઘણા બેવકૂફ લોકો એ એને મોત સમજી લીધું છે , હું તમને એ પણ જણાવી દઉં કે આ વાત ની ખબર RK , ધનશ કે Queen ને પણ નથી

" મતલબ SK જીવિત છે , પરંતુ પેલા લોકો ને કેમ ખબર નહીં હોય ? " પ્રેસિડેન્ટ એ પ્રશ્ન કર્યો .

" કદાચ ખબર હોય પણ , પણ એમને કયાય બહાર ન પાડવું હોય , અથવા તો એ લોકો કંઈક બીજું જ વિચારી રહ્યા છે , પણ મને તમે એ જણાવો વિશ્વ ની આ મહાસત્તા એવા અમેરિકા ના પ્રમુખ થઈ ને તમે એક કંપની ની સામે કંઈક લીગલ એક્શન નથી લઈ શકતા ? કેમ આવું કર્યું ? "

" એ એક ડીલ છે " પ્રેસિડેન્ટ એ જણાવ્યું.

એટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા અને એજન્ટ ને પણ સાથે આવવા કહ્યું . મિટિંગ અહીં પૂર્ણ થઈ.

બીજી તરફ ફ્રાન્સ માં એક વૃદ્ધ માણસ અંધકાર ના સમય માં ચર્ચ પાસે આવેલા એક ઓરડા માં જાય છે અને કહે છે -      " ફાધર મારી મદદ કરો , હું તમને બધું અપાવીશ " 

સામે પેલો માણસ બોલે છે - " ચાલ્યો જા અહીં થી હું કોઈ ચર્ચ નો ફાધર નથી , લોકો એ મને આ હોદ્દો નથી આપ્યો " 

" હું જાણું છું તમે black magic ( મેલી વિદ્યા) જાણો છો , તમે જરૂર મારી મદદ કરશો , હું એ બદલ તમને ઘણા પૈસાઓ આપીશ "

" તું શું મને આપીશ , મારે જે જોઈએ એ પૈસા નથી , તું ચાલ્યો જા અહીંથી , હું કઈ પણ નથી જાણતો મેલી વિદ્યા વિશે ...... "

" ફાધર હું જાણું છું કે તમે કઈ વાત નો બદલો લેવા માગો છો , તમે બસ મારી મદદ કરો , તમારી મદદ થી એક એવી શક્તિ બહાર આવશે કે જેનાથી સંપૂર્ણ દુનિયા પણ તમારા ઇશારા પર ચાલી શકે  " પેલો વૃદ્ધ માણસ બોલ્યો.

" સંપૂર્ણ દુનિયા મારા ઈશારે ચાલશે ? એવું તો વળી શું કરીશ હું કે એવું થઈ શકે ? " 

" એક આત્મા ને જીવંત કરવાની છે   "