Part 6 :
ફાધર ની વાત - " SK જીવિત છે " સાંભળીને બલવંત તો જાણે આશ્ચર્ય માં ગરકાવ થઈ ગયો હતો ! તેને એ માનવામાં જ નહોતું આવતું કે એવું કઈ રીતે થઈ શકે ? કેમ કે તેણે પોતાની આંખો સામે SK ને દમ તોડતા જોયો હતો .
બલવંત એ ફાધર ને કહ્યું - " ફાધર , SK મારી નજરો ની સામે જ ઢળી પડ્યો હતો , એ જોઈને એવું જ લાગી રહ્યું હતું કે તે મરી ચૂક્યો છે "
" ત્યારે એ મર્યો નહોતો , હજી પણ એ મર્યો નથી ".... ફાધર આ વાત બોલ્યા.
ફ્રાન્સ માં તો જાણે એક રાત માં આટલી બધી ઘટનાઓ બની હતી કે જે સામાન્ય માણસ ના વિચાર માટે પણ અશક્ય છે , એક આત્મા નો પુનર્જન્મ , એક રહસ્યમયી વ્યક્તિ વિશે ની જાણકારી અને વિશ્વ ના સૌથી પ્રખ્યાત માણસ વિશે એવી વાત કે બધા ને આશ્ચર્યચક્તિ કરી મૂકે , પણ મહત્વ નો પ્રશ્ન તો એ છે કે જો ફ્રાન્સ માં રહેલા ફાધર ને એ વાત ખબર હોય કે SK જીવિત છે , તો ભારત માં રહેલા SK ની સાથેના જ તેના નીજી લોકોને તેની ખબર નહીં હોય ?
આ એક સળગતો પ્રશ્ન પણ બલવંત ના મન માં ઉદભવ્યો , તેણે તરત ફાધર ને કહ્યું , જો SK ખરેખર જીવિત હોય તો Queen , RK અને ધનશ જેવા લોકો કેમ તેને મરેલો ઘોષિત કરે ?
ફાધર પાસે એનો જવાબ નહોતો , પણ બલવંત ની પર નજર રાખેલી USA ની સિક્રેટ એજન્સી અને US ના પ્રેસિડેન્ટ પાસે કદાચ તેનો જવાબ હતો.
US પ્રેસિડેન્ટ એ કહ્યું - " આપણો આ પ્લાન સફળ થયો , બલવંત એ જે કર્યું એ હું નથી જાણતો , પણ SK જીવિત છે એ વાત જો આપણા એજન્ટ ને ખબર હોય , આ ફ્રાન્સ માં રહેલા ચર્ચ ના ફાધર ને ખબર હોય તો આ તેના જ કંપની ના તેના અંગત લોકો ને કેમ ખબર નથી ? એ લોકો જરૂર કંઈક છુપાવી રહ્યા છે , હું જાણું છું એ શું છુપાવી રહ્યા છે , હું બસ આ તક ની રાહ જ જોઈ રહ્યો હતો , હવે આ કંપની જે US માં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહી હતી તેનો અંત નિકટ છે "
એવું નહોતું કે માત્ર બલવંત પર US પ્રેસિડેન્ટ નજર રાખીને બેઠા હતા , પરંતુ અહીં પણ એક મોટો ટ્વીસ્ટ છે , US ના પ્રેસિડેન્ટ પર પણ ભારત ની SK ગ્રુપ કંપની માંથી ધનશ અને RK પણ એમની દરેક ચાલ , વાત - ચીત પર નજર રાખીને બેઠા હતા , એમને તરત ઇન્ફોર્મેશન મળી ગઈ કે હવે US પ્રેસિડેન્ટ કઈક કંપની ને નુકસાન થાય એવું કરવાના છે અને એમને એ પણ જાણ થઈ ગઈ છે કે SK જીવિત છે , આ વાત તેમણે તરત જ Queen સુધી પહોંચાડી .
" ધ્યાન થી બધી વાતો સાંભળો , પ્રેસિડેન્ટ એમ કઈ રહ્યા છે કે એક સિક્રેટ ડીલ , એ વળી કઈ સિક્રેટ ડીલ ની વાત કરે છે ? આવી ડીલ આપણે US સાથે ક્યારે કરી ? " Queen મિટિંગ માં હાજર રહેલા કંપની ના દરેક ઊંચા પદ ના અધિકારીઓ સમક્ષ કહ્યું .
ત્યારે એક માણસ કે જે ફોરેઇન અફેર અને ડિફેન્સ સેક્ટર નો હેડ હતો તેણે જણાવ્યું - " મને SK એ આ વાત કહેવાની ત્યાં સુધી ના પાડી હતી , જ્યાં સુધી મારા પર કહેવાનું પ્રેશર ન આવે , એણે મને એમ પણ કહ્યું હતું કે આવી પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે , ત્યારે મારે આ વાત બધાને જણાવવાની છે , આ ડીલ છે ન્યુક્લિયર બોમ્બ ની અસર ને સંપૂર્ણ પણે નહીવત કરવાની ટેકનોલોજી ની....."