The Madness Towards Greatness - 10 in Gujarati Thriller by Sahil Patel books and stories PDF | The Madness Towards Greatness - 10

Featured Books
Categories
Share

The Madness Towards Greatness - 10

Part 10 :

SK ને કોઈ માણસ એની સાથે લઈ ગયો એ સાંભળીને જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને વિચારી રહ્યા હતા કે એવું શક્ય જ કેવી રીતે બને ? 

Queen એ ત્યારે દિવ્ય સંત ને પ્રશ્ન પૂછ્યો - " SK ની જવાબદારી તમારા પર પણ હતી ને ? તમને તો ખબર જ હતી ને બધી , તો તમે એ માણસ ની પાસે SK ને કેમ જવા દીધો ? "

" એ માણસ કોઈ સાધારણ માનવી નથી , એની પાસે રહીને જ SK નું કોમા માં રહેલું શરીર સ્વસ્થ થશે ; એના બાદ ઘણા નવા રહસ્યો ખુલવાના છે , ઘણા લોકો માટે હવે ખતરો સાબિત થઈ શકે છે , કેમ કે હવે SK નું કોમા માંથી એ રૌદ્ર રૂપ જાગશે જે માત્ર ક્રોધ અને ધૃણા થી ભરેલું છે , ભૂતકાળમાં થયેલા અનેક અન્યાય , તેની સાથે થયેલા છળ અને કપટો એ તમામ બાબતો નો એ બદલો લેશે ; તેનું મન માત્ર અહીં જ શાંત નહીં થાય તેની નજર માં દરેક ભૂલ કરવા વાળા માનવીને ની સજા મોત બની શકે એમ છે , જો આવું થશે તો હેપીન ની આત્મા કરતાં વધુ ખતરનાક તો SK નું આ રૌદ્ર રૂપ થશે "

" પણ એવું શા માટે થશે ? SK એવું શું કામ કરે ? એ તો એક મહાન માણસ છે , આજના સમય માં દેશ વિદેશ માં તમામ લોકો એને એક શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે જુએ છે , લોકો એના માંથી પ્રેરણા લે છે , બાળકો અને યુવાઓ માટે એ આદર્શ છે , જો આવું મહાન વ્યક્તિત્વ હોય તો એ તેવું શું કામ કરે ? " RK એ પ્રશ્ન રજૂ કર્યો.

" રિદ્ધવ , કોમા માં ગયેલો માણસ ઘણી વખત ઘણું બધું ભૂલી જતો હોય છે , જો એવું બને કે SK કોમા માંથી બહાર આવે ને તે વખતે ; જ્યારે તે હિમાલય માં આવ્યો હતો ને એ વખતે તેનું જીવન પરિવર્તન થયું એ સમયગાળા ની બધી યાદો ભૂલાઈ જાય ; એટલે કે ધૃણા અને નફરત વાળું પહેલાનું જીવન ; તો એ અવશ્ય વિનાશ માં જ પરિણમશે ; પરંતુ જો અત્યાર સુધીની એ બધી યાદો સાથે ઉભો થશે તો એ પોતાનું મહાન વ્યક્તિત્વ ટકાવી રાખશે ; પણ જે રહસ્યો વિશે એને જાણકારી મળશે , એ વાતનો બદલો એ અવશ્ય લેશે , કેમ કે બદલો લેવામાં એ કાળરૂપી છે અને ખૂબ જ ઘાતકી છે "

" પણ તમે જ કહો ને કે એ જ્યારે કોમા માંથી બહાર આવશે ત્યારે શું થશે ? અને તે શું કરશે ? તમે તો બધું જાણો જ છો ને ! - રિદ્ધવ એ પોતાની વાત રજૂ કરી.

" રિદ્ધવ , હું જાણું છું કે તું મારા પર શક કરી રહ્યો છે , પણ આ દુનિયા માં અમુક લોકો એવા છે કે જેમના ભવિષ્ય વિશે કોઈપણ પ્રકાર ની આગાહી કરવી અશક્ય છે , SK એ એવા વ્યક્તિઓ માં આવે છે કે જેના મન ની વાત જાણવી એ સ્વયં મારા માટે પણ અશક્ય છે , હું માત્ર ધારણાઓ જ કહી શકું ; આ બધી વાત જે હું તમને જણાવી રહ્યો છું એ SK સાથે નહીં ; પરંતુ તમારા લોકો સાથે સંકળાયેલી છે , એટલે મહત્વનું તો એ જ છે કે સમયસર બધા લોકો કે જેમણે કંઈપણ વાત છુપાવીને રાખી હોય અને જો એ SK માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક સાબિત થઈ હશે , તો એ અવશ્ય વિનાશ માં જ પરિણમશે "

" મતલબ હેપીન ની આત્મા આપણા માટે ક્યારેય મુખ્ય ખતરો રહી જ નથી " Queen મન માં વિચારે છે .

પણ એના મન ની વાત સંત જાણતા હોય છે , એ અંતે એટલું કહે છે કે - " SK જેની પાસે છે એ માણસને સૌથી પેહલા શોધીને એને બધી હકીકત જણાવો અને હેપીન ની આત્મા સામે લડવા માટે એને તૈયાર કરો , જો બધું સમયસર નહીં થાય તો પરિસ્થિતિ ધાર્યા કરતા પણ વધુ ખતરનાક થઈ શકે છે " 

એમ કહીને એમણે બધાને એક દોરા જેવું કંઈક આપ્યું અને કહ્યું કે -  આ એક રક્ષાસૂત્ર છે , જે હેપીન ની આત્મા ના પ્રકોપ થી તમારી રક્ષા કરશે અને આ રક્ષાસૂત્ર SK અને પેલો વ્યક્તિ કે જે SK ને લઈને ગયો છે એ બંને ને નથી આપવાનું , પરંતુ એ બંને ને એક એવું શસ્ત્ર શોધવાનું છે કે જે આ આત્મા ને હરાવી શકે , સમય આવશે ત્યારે એમને એ શસ્ત્ર વિશેનો જવાબ પણ મળી જશે.

બસ તેઓ એટલું બોલ્યા તો બરફ ની એક જોરદાર આંધી આવી અને ખૂબ જ પ્રચંડ પવન શરૂ થયો ; કઈ જ દેખાઈ રહ્યું નહોતું અને જ્યારે એ બર્ફીલુ તુફાન શાંત થયું ત્યાં સુધીમાં પેલા દિવ્ય સંત પણ ગાયબ થઈ ચૂક્યા હતા ! 

બધા લોકો એ રક્ષાસૂત્ર તો હાથમાં બાંધી લીધું પણ મુખ્ય પ્રશ્ન તો એ જ હતો કે જે માણસ SK ને લઈ ગયો એ આખરે મળશે ક્યાં ? તેને શોધીશું ક્યાં ?