Part 3 :
" એક આત્મા ને જીવંત કરવાની છે ".....
" મૂર્ખ થઈ ગયો છે શું ? આત્મા જીવંત કરાવીને શું તું ભૂત પ્રેત વચ્ચે મને ફસાવવા માગશ ? આ ભૂત પ્રેત ના વિચાર મન માંથી મૂકી દે , હું તારી મદદ નહીં કરું "
ફાધર એ ચોખ્ખી ના પાડી દીધી.
" ફાધર મારી વાત સાંભળો , આ આત્મા મારા પુત્ર ની હશે , એ ખુબ જ શક્તિશાળી હતો , રશિયન ગેંગ માફિયા નો લીડર હતો , એ ફરી જીવંત થશે તો એ હવે ખૂબ જ શક્તિશાળી અને પહેલા કરતા ઘણો ખતરનાક સાબિત થશે , એ મારી વાત માનતો જ હતો , બસ એક વાત મારી પૂરી નહોતો કરી શક્યો અને એની બહેન ના મોત નો બદલો પણ નહોતો લીધો , હવે એ મારી વાત માનશે જ , તમે બસ મને તમારી ઈચ્છાઓ જણાવી આપજો , હું એ મારા પુત્ર કહીશ એટલે એ અવશ્ય પૂરી કરશે " પેલો વૃદ્ધ માણસ બોલ્યો.
" પહેલા તું મને 1 લાખ યુરો આપ , પછી જ હું તારું કામ કરીશ , મને ખાતરી થઈ જાય કે તું તારા વચન પર કાયમ રહીશ કે નહીં , એ હું નથી જાણતો પણ તું મને અગાઉ આટલા પૈસા આપીશ તો જ હું આ કામ કરીશ બોલ છે તારી પાસે પૈસા ? "
" હા મારી પાસે મારી કંપની ના શેર છે , અત્યારે જ 2 લાખ યુરો ના શેર તમારા નામે કરાવી આપું છું "
આટલું સાંભળીને ફાધર ખુશ થઈ ગયા , તેણે કહ્યું - " આ મારા નાના ઝૂંપડા થી દૂર એક ચર્ચ છે , એ ચર્ચ ની આગળ થોડો ઝાડી ઝાખરા નો વિસ્તાર છે એમાં આગલા રસ્તે એક જૂનું શ્રાપિત ચર્ચ છે , જે વર્ષો થી બંધ છે , આજે રાત્રે પ્રાણીઓ ના મૃત શરીર , લોહી , વાઇન , એક ક્રોસ લઈને મારી સાથે આ ચર્ચે આવજે , રાત્રિ ના 3 વાગે તું મને ત્યાં મળ "
રાત્રિ ના સમયે ઘોર અંધકાર હતો , શ્રાપિત ચર્ચ ની જગ્યા આમ પણ નેગેટિવ શક્તિઓ થી ભરેલી હતી , મુખ્ય ચર્ચ થી ઝાડી ઝાખરા માં જતા જતા ઘણી ભયાનક ચીસો , એકદમ અંધકાર અને ખૂબ જ ડર લાગે એવા માહોલ વચ્ચે બલવંત માંડ માંડ ચર્ચ સુધી પહોંચ્યો , વચ્ચે રસ્તા માં તેની પાસે મૃત પ્રાણી ના દેહ ને છીનવવા માટે ઘણી આત્માઓ એ પ્રયત્નો કર્યા , તેની પાસે પેલો ક્રોસ હતો એટલે તે બચી ગયો , તે હેમ ખેમ કરીને ચર્ચ સુધી માંડ માંડ પહોંચ્યો, ત્યાં તેણે ફાધર ને સંપૂર્ણ પણે કાળા કપડાં માં જોયા , એને જોઈને પણ એ ડરી ગયો.
" મેં તને કહ્યું હતું એ બધું લાવ્યો ને ? "
" હા , આ રહ્યું બધું " બલવંત બોલ્યો.
ફાધર એ કહ્યું - " હવે તું પેલા ખૂણે જઈને આ ક્રોસ ને હાથ માં રાખીને ચુપ ચાપ બેઠો રહેજે , કોઈ પણ માણસ , કોઈ પણ આત્મા કોઈ પણ વસ્તુ તારી પાસે આવે તારે હવે આગામી એક કલાક સુધી ત્યાંથી હલવાનું નથી , મારું રૂપ પણ આત્માઓ લઈ શકે છે , પણ એક કલાક સુધી તું ન હલતો "
બલવંત ખુણા માં જઈને હાથ માં ક્રોસ લઈને બેસી ગયો , ફાધર એ પોતાની વિધિ શરૂ કરી , ખૂબ જ પવન ફુંકાવવા લાગ્યો , જે લોહી નું પાત્ર હતું એ ચર્ચ માં ચારેકોર રેડાવવા લાગ્યું અને ભયાનક આવજો આવતા શરૂ થઈ ગયા , પ્રાણીઓ ના માસ ને ખાવા માટે અનેક આત્માઓ ત્યાં પહોંચી ગઈ હતી , આસપાસ ની બધું કાળી શક્તિઓ એ ચર્ચ ને ઘેરી લીધું હતું , આ તરફ ફાધર નો મંત્રોચાર શરૂ હતો , બલવંત પાસે જઈને આત્માઓ તેને હેરાન કરવા લાગી , તેના શરીર ને પસાર કરતો એક હાથ અચાનક તેની પાસે આવે અને બલવંત ને હવા માં ઉપર નીચે કરે , તેની પાસે ક્રોસ હોવાથી વધુ કઈ કોઈ આત્મા એનું બગાડી શકતી નહોતી , લગભગ કલાક નો સમય પૂરો થવા આવ્યો અને સંપૂર્ણ ચર્ચ માંથી બધી આત્માઓ ગાયબ ! અચાનક જમીન માં તિરાડ પડી ગઈ અને એક હાથ બહાર આવ્યો
ફાધર બોલ્યા - " son of balvant "
એ આત્મા ખૂબ જ શક્તિશાળી હતી તેણે ફાધર ને પણ એક બાજુ ફગાવી દીધા અને ખૂબ જ ભયાનક રૂપ , અર્ધ ચહેરો , લોહી થી ભરેલું માથું , બહાર નીકળેલી આંખો અને સંપૂર્ણ ચર્ચ માં જેટલા માસ અને લોહી હતા બધું એ આત્મા ખાવા લાગી , ફાધર એ આત્મા ને ક્રોસ અને બાઇબલ બતાવીને કંટ્રોલ કરી રહ્યા હતા અને છેવટે એ આત્મા કન્ટ્રોલ માં આવી , એક કલાક થઈ ગઈ .
ફાધર એ કહ્યું - " બલવંત તારો પુત્ર આવી ગયો જોઈ લે , મળી લે એને "
બળવંત એના પુત્ર ને જોવા માટે જતો હતો , બીજી તરફ ચર્ચ માં આવી ભયાનક પરિસ્થિતિ જોઈ અને આટલો શોર બકોર જોઈને મુખ્ય ચર્ચ ના એક વ્યક્તિ ને અંદેશો ગયો તેણે ફાધર ને જતા જોયા હતા , તે તરત દોડતો દોડતો ગયો - " ફાધર મેં તમારા ભાઈ ને પેલા શ્રાપિત ચર્ચ તરફ જતા જોયા હતા , હવે ત્યાં કંઈક તો અનર્થ થયું છે "
ફાધર ખૂબ જ ચિંતા માં ડૂબી ગયા , તેઓ પોતાના તમામ શિષ્યો અને સક્ષમ લોકો સાથે શ્રાપિત ચર્ચે પહોંચ્યા અને જોયું તો
" આ આત્મા બધાને મારી નાખશે "
ફાધર એટલું બોલ્યા ત્યાં થોડી વાર માં પેલી આત્મા તેમના તમામ લોકો ને ચીથરે ચીંથરા કરીને કટકા કરીને એમના ચૂથીને એમનું લોહી પીને ખાઈ જાય છે , બધા લોકો ને મારી નાખે છે , ફાધર તેના ભાઈ અને બલવંત જીવિત છે.
" આ મારો પુત્ર નથી "
" મૂર્ખ માણસ આ તારો જ પુત્ર છે "