24. પાણી અને આગ!
અમે દરિયાનાં એક પ્રચંડ મોજાં સાથે ઉપર ઊંચકાયાં. આ દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો પૂરો થવા આવ્યો હોઈ સમુદ્રમાં ક્યાંક ઓછું દબાણ સર્જાતાં વંટોળ ઉદ્દભવે એમ વાંચેલું પણ પ્રત્યક્ષ અનુભવ તો આ વખતે જ થયો.
મારા શ્વાસ થંભી ગયેલા. હું અમારાં પ્લેનની પેસેન્જર, ડૂબતી નર્સને બચાવવા દોડી ગયેલો. તેને માંડ પકડી શકેલો. ત્યાં એ જેને કારણે ફંગોળાઈ ગયેલી એ દરિયાઈ વંટોળનું પ્રચંડ મોજું અમને ઊંચકી એક દરિયાઈ સ્તંભનું રૂપ લઈ ગોળગોળ ફરવા માંડ્યું. મેં એ નર્સને અને એણે તો ક્યારનો ગભરાઈને મને સજ્જડ પકડી રાખેલો. એમ જ અમે એકબીજાને સજ્જડ ચોંટેલી હાલતમાં જ ગોળગોળ ફરતાં ઊંચે ઊંચકાયાં. અમને એકબીજાના શરીરનાં અંગેઅંગનો સ્પર્શ થતો હતો પણ અત્યારે બીજો કોઈ જ વિચાર આવે એમ ન હતું. અમે સખત ભયમાં હતાં.
અમારી ચારે બાજુ અર્ધ પારદર્શક દરિયાના પાણીનો સ્તંભ હતો. હું સમજી ગયો કે આખરે એ સ્તંભ તૂટશે અને અમે દરિયામાં ગરકાવ થઈ જશું. એ જેટલો ઉપર ઊઠે એના કરતાં ક્યાંય વધુ નીચે જાય અને જે વસ્તુ એમાં ફસાઈ હોય એને તળિયાં તરફ ખૂબ ઊંડે લઈ જાય.
એટલું સમજ્યો કે મારે બચવા કંઈક કરવું પડે. એ હાલતમાં જ હું સખત પ્રયત્ન કરી આડો સૂઈ ગયો. મેં નર્સને પણ કચ્ચીને પકડી રાખેલ. મેં મારા પગ ઝડપથી હલાવવા શરૂ કર્યા, નર્સનો પગ પકડી એને પણ હલાવ્યો. એને પણ મેં પકડી રાખીને આડી કરી દીધી. એપણ પગો હલાવવા લાગી.
અમે મોજું અટકતું હતું એટલે ઊંચે આવી ગયાં. હવે સ્તંભની બહાર અમારાં શરીર આવી ગયાં. મારી નીચે દૃષ્ટિ પડી. અમે લગભગ કોઈ વહાણના કુવાસ્તંભ જેટલાં ઊંચે હતાં!
વેગથી એમ જ ચક્કર ચક્કર ફરતું મોજું દરિયામાં મોટો કૂવો હોય એવો ખાડો બનાવતું નીચે આવ્યું. માત્ર ઈશારાથી મેં નર્સને પણ મારી જેમ હાથ પહોળા કરી આગળ ડાઈ મારવા કહ્યું. એ સફળ રહી. અમે એ સ્તંભમાંથી તો નીકળી ગયાં પણ આટલા વેગથી જતાં મોજામાં દરિયામાં ઘણાં નીચે તો ગયાં જ. તરત પાણીએ જ ફેંકતાં ઉપર આવી ગયાં. નર્સ ને કમરેથી જ પકડી રાખી મેં સપાટી પર આવવું ચાલુ રાખ્યું અને હવે દરિયાના વેગે તરતાં, મોજાંઓના ધક્કે સપાટી સુધી આવી પણ ગયાં.
પાણીની નીચે અમને કોઈ કાળો, શેવાળ વાળો ખડક દેખાયો. એની ધાર મેં એક હાથે પકડી લીધી. અમે દરિયો શાંત થાય ત્યાં સુધી એ ખડક પર નીચે તરફ મોં કરી સૂઈ રહ્યાં. એ મારી નીચે હતી અને ઉપરથી મોજાં મને જોરદાર થપાટો મારતાં હતાં.
અમારાં જાતીય અંગો આપોઆપ એકબીજા સાથે અથડાઈને દૂર થતાં હતાં. એક અલગ જ , તીવ્ર જાતિય સિંહ જેવો અનુભવ બન્નેને થયો. પાણી છાલકો મારતું રહે, મને ઉપર થી નીચે અને એને નીચેથી ઉપર કે અમને ડાબે જમણે સહેજસાજ ધકેલતું રહે. ખડકની ભીની લીસી સપાટી પણ એની રોમાંચકતા માં વધારો કરે. અત્યારે તો કેટલોક સમય એમ જ પડી રહ્યાં.
આખરે એ વંટોળ શમ્યો. અમે ખડક પકડી રાખી આગળ જોયું.
થોડે જ દૂર આદિવાસીઓની વસાહત જોયેલી એ પર્વત દેખાયો અને ડાબી તરફ ભલે ખાસ્સી દૂર, નારિયેળી કમ તાડ જેવાં વૃક્ષોની હાર હતી.
તો અમે પ્લેન લેન્ડ કરેલું એની નજીક હતાં.
એ ખૂબ ડરી ગયેલી પણ હવે મેં એને શરીરે હાથ ફેરવી હિંમત આપી. અમારા બે માંથી એકેયના તરાપાનો પત્તો ન હતો. હવે ભરતી શરૂ થયેલી એટલે થોડી મહેનતે અમે કિનારા તરફ તરીને પહોંચી શક્યાં.
આ તો સપાટ જેવી જમીન, જેના પરથી હું પ્લેન દોડાવી લેન્ડ કરી શકેલો. ક્યાંક હજી પ્લેનના પટ્ટા પણ હતા.
અમે એકબીજાનો હાથ પકડી સાચવીને ચાલતાં પ્લેન તરફ જવા લાગ્યાં.
આ તો અમારી જૂની વસાહત. અમે એટલાં થાકેલાં કે ત્યાં જ પડી ગયાં. નીચે ઘાસ જેવું, થોડે દૂર પ્લેનનો ભંગાર.
નમતી બપોર થઈ ચૂકેલી.
એ નર્સ તો હિંમતવાળી હતી. ચાંચિયાઓએ અમને બાંધી દીધા ત્યારે એણે જ ક્રોસ થી અમારાં બંધન કાપેલાં. પણ અત્યારે એ એટલી બધી ગભરાયેલી હતી કે વાત પણ કરી શકે એમ ન હતી. એ ફાટી આંખે મને તાકીને જોઈ રહી હતી. મેં સાંત્વન આપવા એના ગાલે હાથ ફેરવ્યો ત્યાં એ એકદમ મને વળગી પડી. હું એની પર હાથ ફેરવું ત્યાં એણે મારા ખભા પર માથું મૂકી દીધું. બાળકની જેમ. એણે “you saved me, risking your life!” કહેતું ઓચિંતું મારા ખભા પર એક ચુંબન લઈ લીધું. મારાથી એને ગાઢ આલિંગનમાં લેવાઈ ગઈ.
ક્રમશ: