Megharyan - 2 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | મેઘાર્યન - 2

Featured Books
Categories
Share

મેઘાર્યન - 2

મારા આખા શરીર પર અનેક જખમ હતા પણ મને તેનો દર્દ હવે અનુભવાઈ રહ્યો હતો. આ દર્દમાંથી બહાર નીકળવા માટે એક ક્ષણ માટે મને થયું કે અત્યારે જ સામેની રેલિંગ પરથી કૂદીને મરી જવું છે. મેં એ રેલિંગ તરફ ચાલવાનું શરૂ કર્યું. પણ ત્યાં જ મને ચક્કર આવવા લાગ્યા અને હું રસ્તા પર જ બેહોશ થઈ ગયો. મારી આંખો બંધ થતાં પહેલાં મેં એટલું જોયું કે એક કાર ઊભી રહી હતી.

હું કેટલો સમય બેહોશ રહ્યો તે મને ખ્યાલ નહોતો. મારી આંખો ખૂલી ત્યારે મેં જોયું કે હું એક નાના રૂમમાં બેડ પર સૂઈ રહ્યો હતો. મેં તરત ઊભા થવાનો પ્રયત્ન કર્યો. પણ મારા પગે પાટો બાંધેલો હતો એટલે હું બેડ પરથી ઊભો ના થઈ શક્યો. કોઈએ મારી સારવાર કરીને મારા આખા શરીર પર જ્યાં ઇજા થઈ હતી ત્યાં બેન્ડેજ લગાવેલી હતી.

મેં આખા રૂમમાં નજર કરી તો તો છતની પાસે એક નાની હવાબારી હતી અને મારા બેડની સામેં એક દરવાજો હતો. મેં જોરથી બૂમ પાડીને કહ્યું, “કોઈ અહી છે? હું કઈ જગ્યા પર છું?” મેં જવાબ મળવાની આશા રાખી હતી પણ કોઈ જવાબ મળ્યો નહીં. એટલે મેં ફરીથી એ જ શબ્દોનું  ઉચ્ચારણ કર્યું પણ એ જ સન્નાટો જોવા મળ્યો. છેવટે હું પોતાનાથી હાર માનીને ફરીથી બેડ પર સૂઈ ગયો.

અમુક સમય પસાર થયાં પછી સામેનો દરવાજો ખૂલ્યો અને એક યુવતી રૂમમાં દાખલ થઈ. તેણે ગોગલ્સ, માસ્ક અને લેબકોટ પહેર્યો હતો એટલે મને લાગ્યું કે તે ડૉક્ટર હશે. મેં તે યુવતીને પૂછ્યું, “ડૉક્ટર, હું કઈ જગ્યાએ છું અને અહી કઈ રીતે આવ્યો?”

 મારો સવાલ સાંભળીને તે યુવતી હસી પડી. મને આ બહુ અજીબ લાગ્યું. મેં તેને ફરીથી પૂછ્યું, “તું કોણ છે?”

જવાબમાં તે યુવતીએ તેનું માસ્ક અને ગોગલ્સ હટાવ્યા. મેં તેને પહેલાં ક્યારેય જોઈ નહોતી પણ મને તેનો ચહેરો પરિચિત લાગ્યો. તે યુવતી બોલી, “તમેં મને ઓળખી ?”

“ના મેં આ પહેલા તને ક્યારેય જોઈ નથી. તો હું કઈ રીતે તને ઓળખી શકું ?” મેં તે યુવતીને જવાબ આપ્યો. મારી વાત સંભાળીને તે યુવતીએ કહ્યું, “મારું નામ મેઘા છે. હું તમારી એક રચના છું.” મને તેનો જવાબ અજીબ લાગ્યો. કોઈ યુવતી મારી રચના કઈ રીતે હોઇ શકે આવો વિચાર મારા મનમાં ઉદભવ્યો.

 “હું માણસ છું કોઈ ભગવાન નહીં. હું એક માણસને કઈ રીતે બનાવી શકું ?” મેં તે યુવતી સામેં દલીલ કરી. પણ તે યુવતી હસીને બોલી, “તમેં એક લેખક છો. તમેં અનેક નોવેલ લખી છે. હું તેમાંની એક નોવેલનું મુખ્ય પાત્ર છું. હું મેઘા, વરુણપ્રસ્થની રાજકુમારી છું. તમેં મને ક્યારેય વાસ્તવમાં જોઈ નથી. તમેં બસ મારી કલ્પના કરી છે. તેના કારણે તમેં મારાથી પરિચિત નથી ?”

“મેઘા, વરુણપ્રસ્થની રાજકુમારી ! એ મારી ડિફેન્ડર્સ સીરિઝની પહેલી નોવેલ હતી. પણ તેનું એક પાત્ર નોવેલ માંથી બહાર વાસ્તવિક જીવનમાં કઈ રીતે આવી શકે ?” આ પ્રશ્ન મારા મનમાં ઉઠ્યો. પણ એ સવાલને મેં મનમાં જ દબાવી દીધો. અત્યારે હું મારી નજર સમક્ષ રહેલા આ સર્જનને નિહાળવા માંગતો હતો.

ખરેખર મેઘાની સુંદરતા અંગે જે કલ્પના કરી હતી તેના કરતાં પણ તે વધુ સુંદર હતી. પરંતુ મને વાસ્તવિક પરિસ્થિતિ વિષે મને ખ્યાલ હતો. મેઘાએ કહ્યું, “અવિચલ હું જાણું છું કે તમેં ખૂબ જ પ્રેમથી મારી રચના કરી હતી. તમેં મને તમારા જેવો જ પ્રેમ કરનાર પુરુષ સાથે મારું મિલન કરાવ્યું હતું. તે માટે હું સદાય આપની આભારી રહીશ. તમેં મારા માટે ભગવાન સમાન છો. પણ અત્યારે મારે તમને એક જરૂરી વાત કહેવા માટે આવી છું.”