Megharyan - 7 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | મેઘાર્યન - 7

Featured Books
  • Bewafa Ishq

    ️ Bewafa Ishq ️कहते हैं प्यार इंसान की ज़िंदगी को बदल देता ह...

  • It's all beacuse our destiny make

     किस्मत " Destiny "वेदिका और आर्यन की शादी को दो साल हो चुके...

  • इतिहास के पन्नों से - 8

                                                       इतिहास के...

  • My Alien Husband - 5

    [Location: पार्क के एक कोने में — शाम की हल्की हवा, चारों तर...

  • The Risky Love - 10

    अपहरण कांड की शुरुआत...अब आगे.........आदिराज अदिति को अमोघना...

Categories
Share

મેઘાર્યન - 7

 થોડીવાર સુધી હું અને મેઘા કઈ બોલ્યા નહીં. મેં સમુદ્ર તરફ નજર કરી તો હજી સૂર્યોદય થયાને થોડો જ સમય થયો હતો. મેં કઈ કહ્યું નહીં એટલે મેઘા બોલી, “અવિચલ હવે આપણે આ જગ્યાને છોડીને બીજી જગ્યાએ જવું પડશે. ચંદ્રકેતુ આ સ્થાન વિષે જાણી ગયો છે. તે શક્ય એટલી ઝડપથી આર્યવર્ધન પાસે જતો રહેશે. આર્યવર્ધનને આ સ્થાનની જાણ થશે એટલે તરત અહી આવી જશે. મારી મોટા ભાગની શક્તિ ચંદ્રકેતુ સાથેની લડાઈ વખતે વપરાઇ ગઈ છે. એટલે મારે શક્તિ ફરીથી મેળવવા માટે આરામ કરવો પડશે.”

મેં મેઘાને હકારમાં ઈશારો કર્યો એટલે મેઘાએ મારી પાસે આવીને મારો હાથ પકડ્યો. એટલે ચારેય તરફ ધુમ્મસ છવાઈ ગયું. તે ધુમ્મસ એટલું ગાઢ હતું કે તેમાંથી બહારની બાજુએ જોઈ શકાતું નહોતું. થોડો સમય પસાર થયાં પછી તે ધુમ્મસ અચાનક ગાયબ થઈ ગયું. મારી આસપાસની જગ્યા બદલાઈ ગઈ હતી. પહેલાં સમુદ્રના કિનારે હતો અને હવે એક પર્વતની ટોચ પર હતો.

અહી પર્વતની ટોચ પર એક નાનું કેબિન હતું અને પર્વતની ચારે બાજુ દૂર સુધી હરિયાળું જંગલ આવેલું હતું. ઉપર આકાશમાં ખૂબ ઓછા વાદળો હતાં. વાદળી રંગનું આખું આકાશ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું.  પર્વતની તળેટીથી ક્ષિતિજ સુધી કોઈ પણ જગ્યાએ ખુલ્લી જમીન દેખાતી નહોતી. મેં મેઘાને પૂછ્યું, “મેઘા આ કઈ જગ્યા છે ?”

મેઘા બોલી, “આ એમેઝોનનું જંગલ છે. આપણે અત્યારે સાઉથ અમેરિકામાં છીએ. અહી આપણને થોડો સમય મળી જશે. હવે તમેં આ ઘરમાં જઈને આરામ કરો. હું થોડીવારમાં આવું છું.”

આટલું કહીને મેઘાએ પર્વતની એક ધારથી નીચે તરફ જંગલ તરફ કૂદી ગઈ. હું ત્યાં રહેલા કેબિનનો દરવાજો ખોલીને તેમાં દાખલ થયો. આખી કેબિન લાકડાની બનેલી હતી. તેમાં એક ખૂણામાં નાનું ટેબલ અને બીજી બાજુ એક બેડ હતો. હું બેડ પર બેસીને મેઘાના આવવાની રાહ જોવા લાગ્યો. ત્યાં મારી નજર ટેબલ પર મૂકેલી એક બુક પર પડી. મેં તરત ટેબલ પરથી તે બુક હાથમાં લીધી.

મેં કેબિનનો દરવાજો ખોલ્યો તો બહારનું આખું દ્રશ્ય બદલાઈ ગયું હતું. ઉપરની બાજુએ જમીન દેખાઈ રહી હતી અને સામેં એક નાનું તળાવ હતું. મેં બહાર નીકળીને જોયું તો કેબિન એક ગુફામાં આવી ગયું હતું. મારી નજર સામેં એક નાનું તળાવ હતું જેમાં સુંદર કમળના ફૂલ ખીલેલા હતાં. આજુબાજુ વૃક્ષો પર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતાં. તળાવની સામેની બાજુએ એક વિશાળ મહેલ નજરે પડી રહ્યો હતો. તે મહેલની ઉપરની બાજુએ છત થોડી ખુલ્લી હતી તેમાંથી સુર્યનો પ્રકાશ આવી રહ્યો હતો.    

 હું તે મહેલની સામેં જોઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તળાવના પાણીમાં વમળો ઉત્પન થવા લાગ્યા. મને લાગ્યું કે તળાવમાંથી કોઈ બહાર આવી રહ્યું છે એટલે હું તરત પાછો કેબિનમાં જતો રહ્યો અને દરવાજો બંધ કરી દીધો. દરવાજામાં એક નાની તિરાડ હતી તેમાંથી હું બહાર તરફ શું થાય છે તે જોવા લાગ્યો.

થોડીવાર સુધી વમળો ઉત્પન્ન થતાં રહ્યા પછી પાણીમાંથી એક યુવતી બહાર નીકળી. તેની પીઠ મારી તરફ હતી. તેનું શરીર ભીનું હોવાના કારણે તેના બધા કપડા શરીર સાથે ચોંટી ગયાં હતાં. તેણે ફક્ત એક ટીશર્ટ અને શોટ્સ પહેર્યા હતાં. તે યુવતી મારી તરફ ફરી પણ મને તેનો ચહેરો દેખાયો નહીં.

પણ તેની સુંદરતા સ્વર્ગની કોઈ દેવી સમાન હતી. તેના હાથ નીલકમળની પાતળી દાંડી સમાન હતાં જે તેના ઘૂટંણ સુધી લાંબા હતાં. તેના પગની પાની બારમાસીના ફૂલની સમાન નાજુક લાગતી હતી. જ્યારે નિતંબ સંગેમરમરમાંથી કોઈ કારીગરે કંડાર્યા હોય તેમ લાગતું હતું. પાતળી કમર કમળના ફૂલની જેમ નાજુક લાગી રહી હતી. ઉન્નત ઉરોજ તેને અપ્રિતમ સૌંદર્ય અર્પી રહ્યા હતાં. એ યુવતીની સોનેરી ઝુલ્ફો પવનથી ઊડી રહી હતી પણ સાથે એ યુવતીનો ચહેરો પણ છુપાવી રહી હતી. મારા મનમાં એકવાર તે યુવતીની સાથે મારું આખું જીવન પસાર કરવાની ઈચ્છા થઈ ગઈ.