Mr. Bitcoin - 15 in Gujarati Classic Stories by Divyesh Labkamana books and stories PDF | મિસ્ટર બીટકોઈન - 15

Featured Books
Categories
Share

મિસ્ટર બીટકોઈન - 15


      પ્રકરણ:15

    સમય:2027
    સ્થળ: જોધપુર,રાજસ્થાન

       રુદ્રાએ જ્યારે બધી હકીકત ઘરે જણાવી ત્યારે તેના પપ્પા પહેલા શોકાતુર થયા હતા, પછી રુદ્રા પર ગુસ્સે થયા હતા અને ત્યારબાદ તેને ગળે લગાવી ખૂબ રડ્યા હતા.તે દિવસ બધા માટે એક ઉત્સવ સમાન હતો.તેમને તે દિવસે ઘણી મજા કરી હતી.તેના પપ્પાએ પણ રુદ્રાને જે કરવું હોય તેની છૂટ આપી હતી.તેને તે જ દિવસે ફોર્મ ભર્યું હતું.

         રુદ્રા અત્યારે ફાઇનલ ઈયરમાં હતો.અહીં થોડું એકલાપણું મહેસુસ કરી રહ્યો હતો.તેને દિયા અને બેય કલાસીસ બન્ને યાદ આવી રહ્યા હતા.તે હમેશા જુના દોસ્તો,ઘટનાઓને યાદ કરતો રહેતો.હવે રુદ્રાનું નામ ભારતના અમીર લોકોમાં આવી ગયું હતું.તે એક યંગેસ્ટ બીલીનીયર બન્યો હતો. તેને લોકો હવે રુદ્રાની જગ્યાએ મિસ્ટર બીટકોઈનના નામે જ જાણતા હતા.

        રુદ્રાના ઘણા લોકો ઇન્ટરવ્યૂ લેવા માટે ટ્રાય કરતા પણ તે હંમેશા આ બધી વસ્તુઓથી દુર રહેતો.તે છેલ્લા એક વર્ષમાં ઘણો ફેમસ થઈ ગયો હતો.તેને હવે બહાર જવા માટે પણ બોડીગાર્ડ સાથે રાખવા પડતા હતા.જોધપુરમાં તે લગભગ એકલો પડ્યો હતો.તેને ત્યાં કોઈ એવા દોસ્ત મળ્યા નહોતા,જેવા તેને સુરતમાં મળ્યા હતા.કદાચ તમે અમીર હોય ત્યારે કોણ તમારી અમીરી જોઈને આવી રહ્યું છે અને કોણ તમારી ખુમારી જોઈને આવી રહ્યું છે તે કળવું ખૂબ મુશ્કેલ હોય છે.રુદ્રા સાથે પણ એવું જ કંઈક હતું.તેને છેલ્લા એક વર્ષ દમીયાન બધા સાથે ફક્ત હાય-હેલો વાળી જ મિત્રતા રાખી હતી.તે દિયાને મિસ કરતો હતો.તે ઘણીવાર તેને મળવા દિલ્હી જતો હતો.તેને હવે દિયાને મળવાનું ઓછું કર્યું હતું,કેમ કે છેલ્લા બે વખતથી તે તેને મળ્યા વગર જ પાછો આવ્યો હતો.દિયા તેને મળવા સુધ્ધા નહોતી આવી.તે જ્યારે હોસ્ટેલ પાસે પહોંચ્યો ત્યારે દિયાએ તેને કહ્યું હતું કે તે બીમાર છે એટલે નહિ આવી શકે. રુદ્રાને દિયાનું આ વર્તન ખટક્યું હતું.તેને સમજાતું નહોતું કે તેને શું પ્રોબ્લેમ પડ્યો છે. હકીકતમાં રુદ્રાનું કોઈ સ્કૂલફ્રેન્ડ નહોતું.રુદ્રાને સ્કૂલમાં બધા પાગલ જ કહેતા.તેની સાથે કોઈને રહેવું ગમતું નહીં.તે ઘરેથી સ્કૂલ અને સ્કૂલેથી ઘરે જતો રહેતો.તેના સહવિદ્યાર્થીઓ અત્યારે ક્યાં છે તે રુદ્રા જાણતો સુધ્ધા નહોતો. અત્યારે પરિસ્થિતી કઈક અલગ હતી.રુદ્રા પાસે એટલો પૈસો હતો કે તે કોલેજ ફ્રેન્ડ નહીં પણ પુરી કોલેજ ખરીદી શકે.છેલ્લા વર્ષ દરમિયાન તેની નેટવોર્થ અઢી લાખ કરોડ એટલે કે ત્રીસ બિલિયન આજુબાજુ હતી રુદ્રાએ તેમાંથી પચીસ ટકા ચેરિટીમાં આપી દીધી હતી.

        રુદ્રા અત્યારે એક શાંત જગ્યા પર બાંકડે બેઠો હતો.તેને બોડીગાર્ડને દૂર જ ઉભું રહેવા કહ્યું હતું.તે દૂર દેખાતી નાની ટેકરીઓને જોઈ રહ્યો હતો.તેમાંથી સૂરજ ઊગી રહ્યો હતો.તેને આજે સવારે જ્યારે ઉઠ્યો ત્યારથી જ બેચેની થઈ રહી હતી.તે નહોતો જાણતો કે એવું કેમ થઈ રહ્યું છે પણ કદાચ આખો દિવસ મિત્રો વગર,પરિવારથી એક સ્ક્રીનની સામે કરોડોનું ટ્રાન્ઝેક્શન કરતું રહેવું તે દૂરથી જ સારું લાગે છે.તેનું ટ્રેસ ખૂબ વધી જતું ત્યારે તે ઘરે ફોન કરી લેતો.તેના મમ્મી અને પપ્પા બન્નેને રુદ્રાએ નિવૃત કર્યા હતાં.તેના પપ્પાએ હોટેલ્સ પણ બીજાને ચલવાવા આપી દીધી હતી.તેઓ પણ જૂનું ઘર છોડી એક બાંગલામાં શિફ્ટ થયા હતા.રુદ્રાએ તેમના માટે કોઈ કમી છોડી નહોતી.રુદ્રાને અત્યારે પૈસાનું કોઈ ટ્રેસ નહોતું.તેમ છતાં તે ખૂબ એકલતા મહેશુશ કરી રહ્યો હતો.તે લગભગ દર દસ દિવસે ક્યાંકને ક્યાંક રખડવા ચાલ્યો જતો હતો.

      તેના મગજમાં બાંકડે બેઠા બેઠા વિચારો દોડી રહ્યા હતા. "ધીરે ધીરે બધું છૂટતું જાય છે.પહેલા વિચારતો હતો કે પૈસા હોય એટલે બીજી કોઈ વસ્તુની જરૂર રહેતી નથી.ત્યારે પપ્પાએ આપેલા પાંચ હજારની જે ખુશી મળતી હતી.તે આજના કરોડોની હેરફેરમાં નથી.આજે બધું મેળવ્યાનો ભાવ આવે છે.તેમ છતાં પૈસા એ જ જીવન માટે જરૂરી નથી.લોકો મિસ્ટર રુદ્રા માંથી મિસ્ટર બીટકોઈન બનાવી દીધો.ટ્વીટરમાં સ્ટાર બનાવી દીધો.મારી ટ્વિટ દ્વારા આજે હું માર્કેટ હલાવી શકું એટલી વેલ્યુ મને આપી.તેમ છતાં આ એકલતા ક્યાં સુધી? કોઈ દોસ્તની જરૂર છે!શુ હું ફરી બીમાર થઈ રહ્યો છું? મને લાગે છે મારે થોડો સમય વડોદરા મમ્મી પપ્પા પાસે જતું રહેવું જોઈએ.ખરેખર મને લાગે છે પહેલા હું વધારે ખુશ હતો.કદાચ મંજિલ મેળવ્યા કરતા તેનો રસ્તો વધારે સુખદાઈ હોય છે.કોઈ વ્યક્તિ જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુને ખૂબ વધારે મહત્વ આપે છે અને તેને વિચાર્યા કરતા પણ વધુ એ વસ્તુ જ્યારે તેની પાસે આવી જાય છે ત્યારે શરૂ થાય છે એક આત્મશોધનની પ્રક્રિયા.શુ આ જ વાક્ય કોઈ વ્યક્તિ માટે પણ લાગુ પડતું હશે?.શુ હું હમેશા રહેવાનો છું? હું જે જિંદગી જીવું છું તેના માટે અમુક કરોડથી વધુ રૂપિયાની જરૂર નથી.તો શા માટે આ ભાગદોડ.દિયાના કોલ પણ ધીમે ધીમે બંધ થઈ ગયા.પહેલા રોજે વાત થતી પછી એકાતરા દિવસે,પછી અઠવાડિયામાં બે વાર,પછી એકવાર અને છેલ્લા મહિનેથી તો તેનો કોલ જ નથી આવ્યો.મેં ટ્રાય કરી તો પણ તેને ઉપાડ્યો નહિ.તેને તે મિસ્ડ કોલ જોયો નહીં હોય.મને લાગે છે તે તેની અલગ જિંદગી જીવવા માંગે છે તો મારે તેને ડીસ્ટર્બ ન કરવી જોઈએ.તેને સારું લાગશે ત્યારે તે મને કોલ કરી લેશે.મેં રવિને પણ ફોન કર્યો.તે પણ સીધી રીતે વાત નથી કરતો! ખબર નહિ બધાને શુ થઈ ગયું છે.તે મારી સાથે વધારે વાત જ કરવા ન માંગતો હોય એવું લાગ્યું.તે મારી સાથે વાત કરવામાં ઘણો ગભરાઈ રહ્યો હતો,ખબર નહીં કેમ? તેને રવિ માથે કોઈ ઉપકાર કર્યો છે એવો ભાવ તેને કોઈ દિવસ મગજમાં આવતો નહિ.તે વીતી ગયેલી વાતોને ફરી ક્યારેય ઉથલાવતો નહીં.તેમ છતાં રવિનું આ વર્તન તેને ખટક્યું હતું. 

        રુદ્રાનો જે ગુણ હતો કે તેને એકલા રહેવું જ ગમતું હતું.તે અત્યારે તેની કમજોરી બન્યો હતો.તેને બુકો વાંચવી ગમતી.તે લાઈબ્રેરીમાં લગભગ કલાકો ગાળી શકતો,પણ છેલ્લા થોડા સમયથી તેનો એ ગુણ પણ ઘટ્યો હતો.રુદ્રાએ કોલેજ જવાનું ઓછું કર્યું હતું.તે ઘરે જ વાંચતો હતો.તેને તે ગમતું.તે થોડો સમય કોલેજ ગયો હતો.તેને જે પણ પ્રોફેસરની ટીચિંગ સ્ટાઇલ પસંદ ન આવી તે બધા લેક્ચરમાં તે જતો નહીં. રુદ્રા ઉપર કામનું પ્રેશર ખૂબ વધ્યું હતું.રોજે સી.એ સાથે મિટિંગ અને ઘણા નવા ઉભરતા ઑન્ટરોપીન્યોર સાથે મિટિંગ.તે ઘણા ધંધામાં ઇન્વેસ્ટ કરતો અને સાથે જ તે નવા ઉભરતા યંગ બિઝનેસમેનને હમેશા સપોર્ટ કરતો.તેના દિવસો આમ જ જવા લાગયાં.તેને તેની નેટવોર્થ ઉપર જવાની કે નીચે આવવાની કોઈ ચિંતા ન હતી.તેને એ ચિંતા કોઈ દિવસ થઈ જ નહોતી. રુદ્રા ડિપ્રેશનમાં જઈ રહ્યો હતો.

         રુદ્રાને તેનું શૈશવ યાદ આવ્યું.તેને કોઈ પણ ટેંશન વગર ફરતો રુદ્રા દેખાયો.તેને તેની પ્રાઇમરી સ્કૂલ દેખાઈ.વચ્ચે રહેલો ઘરડો વડલો અને હજારો યાદો તેના માનસપટલ પર તરી આવી.તે વખતના ચુસ્ત અને શિસ્તના પૂજારી અને નિવૃત્તિની ઉંમરે પહોંચેલા પણ ખૂબ મૃદુભાષી તેના શિક્ષક યાદ આવ્યા.ખરેખર ખૂબ કપરો સમય પણ જ્યારે ભૂતકાળ બને છે ત્યારે તે સોનેરી યાદોમાં ફેરવાય છે,પછી તમેં કોઈ કલાસમાં ફેઈલ થયા હોય કે કોઈની સાથેનો ઝગડો,વડીલોનો માર અને બીજું ઘણું બધું. રુદ્રાને તેના આ રૂપિયા કરતા તે જિંદગી અત્યારે સારી લાગી રહી હતી.તે દુનિયાના રંગમાં ધીરે ધીરે રંગાઈ રહ્યો હતો.તેને નાન રુદ્રા વધારે ગમતો હતો.

          રુદ્રાના મોબાઈલની રિંગવાગી અને તે આ વિચારોની શૃંખલામાંથી બહાર આવ્યો.તે દિયાનો કોલ હતો.તેને થોડીવાર વિચાર કર્યો. તેને કોલ ઉપાડવાની કોઈ ઈચ્છા નહોતી..તેને થોડીવાર મોબાઈલ સામે જોયું અને કોઈ અજ્ઞાત કારણોસર તેને ફોન ઉપાડી લીધો.

***********

ક્રમશ:

પ્રતિભાવ 7434039539 પર આપો