Mr. Bitcoin - 16 in Gujarati Classic Stories by Divyesh Labkamana books and stories PDF | મિસ્ટર બીટકોઈન - 16

Featured Books
Categories
Share

મિસ્ટર બીટકોઈન - 16


     પ્રકરણ:16

      "હાલો,રુદ્રા? હું દિયા બોલું છું" સામેથી અવાજ આવ્યો.

      "હા બોલ,હજી નમ્બર ડીલીટ નથી કર્યો" રુદ્રાએ રુક્ષતાથી કહ્યું.

      "અરે સોરી યાર ગુસ્સો ન કર" દિયાએ કહ્યું.

      "ના,ના એવી કોઈ વાત નથી.બોલ ટ્રેડિંગ કેવી ચાલે છે?"

      "એ તો મેં એક વર્ષ પહેલાં જ છોડી દીધી,મેં તને કહ્યું નહોતું? કદાચ ભૂલી ગઈ હોઈશ" 

      "વોટ? પણ કેમ? તારો પોર્ટફોલિયો પચીસ લાખ નજીક પહોંચ્યો હતો અને તે?"

       "પહોંચ્યો હતો પણ છેલ્લા બીટકોઈન ક્રેશમાં તે અડધો થઈ ગયો"

       " સાવ બેવકૂફી કરી એવા ક્રેશ પહેલા નથી આવ્યા? જો તેમ જ રાખ્યા હોત તો તે રૂપિયા આવનારા સમયમાં કેટલા હોત એનો અંદાજો છે?"

        "જવાદે હવે જે થવાનું હતું તે થઈ ગયું" દિયાએ કહ્યું.

       "શુ યાર,સ્કવેર ઓફ કરતા પહેલા મને ફોન તો કરી શકી હોત.મેં તને એ ક્રેશ પહેલા પણ કોલ કર્યો હતો કે પોઝિશન હલકી કરી નાખજે ક્રેશ આવી શકે છે,પણ તે ઉપાડ્યો પણ નહીં અને કોલ પણ ન કર્યો"

       "એ મને જરૂરી ન લાગ્યું સો? અને હા કોલ જરાક રહી ગયો હશે.નજરમ નહિ આવ્યો હોય."

        "વૉટ? આજ સુધી તું મારી પાસે ટીપ માંગતી હતી અને અત્યારે તને એ જરૂરી ન લાગ્યું? ઠીક છે ચલ છોડ.એ કહે કે એ અડધા વધેલા રૂપિયાનું તે શું કર્યું?"

        "એની એફ.ડી કરાવી નાખી છે.રવિએ મને સજેસ્ટ કર્યું અને મને પણ એજ સારું લાગ્યું.હવે મને પણ માર્કેટ સટ્ટા જેવી લાગવા લાગી છે"

        "તું રવિની વાત પણ માનવા લાગી?" રુદ્રાએ હસતા હસતા કહ્યું.

       "તો એમાં પ્રોબ્લેમ શુ છે" સામેથી સહેજ ગુસ્સાભર્યો અવાજ આવ્યો."

       "ઓકે..ઓકે ઠીક છે.એક વાત માનીશ?" 

      "હા,હા બોલ"

      "એ એફ.ડી તોડી ફરી પૈસા બીટકોઇનમાં લઇ લે.જો નુકશાન થશે તો હું તને બધા પૈસા આપી દઈશ"

        "અને ફાયદો?" દિયાએ હસતા હસતા કહ્યું.

        "તને શું લાગે છે તારી પાસેથી હું ફાયદો માંગીશ? એટલી તો મારી ટ્રેડિંગ ફી લાગે છે" રુદ્રાએ કહ્યું.

          "અરે નહિ યાર હવે ઈચ્છા નથી,છોડ એ બધું"

           "ફક્ત બે વર્ષ માટે"

         "ના રુદ્રા પ્લીઝ હવે એ ટ્રેડિંગની વાત મૂકીએ"

         "તને શું થઈ ગયું છે? તું અગિયાર બારમાં જે દિયા હતી એ જ છો ને?" રુદ્રાએ સહેજ ઉદાસીન અવાજે કહ્યું.

          "ઓહ,હો એ જ છું,પણ તું એ નથી રહ્યો ઘણો ફેમસ થઈ ગયો છું.તારું ટ્વિટર હેન્ડલ મેં જોયું.મારી એફ.ડી કરતા વધારે ફોલોઅર્સ છે" દિયાએ કહ્યું.

          "બધી ઉપરવાળાની કૃપા છે." રુદ્રાએ કહ્યું.

        "મેં સાંભળ્યું છે તું પૉલિટિક્સના પણ કોન્ટેકટમાં છો?"

         "છોડ હવે એ બધી વાતો અહીં કરવી ઠીક નથી"

        "તું મને જણાવવા નથી માંગતો"

       "સાચું કહું તો ના,તું ઘણી બદલાઈ ગઈ છો અને હું જે દિયાને ઓળખતો હતો,તે તું રહી નથી,અને જેને હું ઓળખતો ન હોય એને મારી પર્સનલ ઇન્ફોર્મેશન આપવી હિતાવહ નથી" રુદ્રાએ સહેજ રુક્ષ અવાજમાં કહ્યું.
   
       "યાર સોરી હું થોડી પ્રોબ્લેમમાં ફસાઈ હતી.એટલે કોન્ટેકટ ન કરી શકી"

       "છેલ્લા એક-દોઢ વર્ષથી?"

       "યા હું જણાવીશ.શુ કામ? પણ તું દિલ્હી ક્યારે આવી શકીશ? કાલે"

       "ના આગલા ત્રણ મહિના હું ફ્રી નથી" રુદ્રાએ જાણીજોઈને કહ્યું.

      "ઠીક છે તો હું જોધપુર આવું છું.એરપોર્ટ પરથી પિકપ કરવા તો આવીશ ને કે એ પણ સમય નથી?"

       "ના એની કોઈ જરૂર નથી હું કાલે આવું છું,પણ છેલ્લા બે વખતની જેમ મળ્યા વગર તો પાછું નહીં જવું પડે ને?"રુદ્રાએ કટાક્ષ કરતા કહ્યું.

        "અરે નહિ યાર આવ ખરા! તને એક મહત્વની વાત જણાવી છે.તારા માટે એક સરપ્રાઈઝ છે." દિયાએ કહ્યું.

          "ઠીક છે ચાલ.સો ક્યાં હોસ્ટેલે આવું કે પછી?"

         "ના,લેમનમુન કેફે.હું લોકેશન સેન્ડ કરી દઈશ.ઠીક છે બાય" સામેથી ફોન કટ થયો.

**************

           બીજા દિવસે રુદ્રા થોડો વહેલો ઉઠ્યો હતો.હજી લગભગ છ જ વાગ્યા હતા અને તે તૈયાર થઈ ગયો હતો,કેમકે તેને કાલે રાત્રે લોકેશન સાથે સાડા નવ દસ સુધી પહોંચવાનું લખ્યું હતું.રુદ્રાની ફ્લાઇટ આઠ વાગ્યાની હતી.તે એરપોર્ટ માટે ડ્રાઇવર સાથે નીકળી ગયો હતો.

          શિયાળો હજી શરૂ થયો હતો.તેમ છતાં વાતાવરણમાં સારી એવી ઠંડી પ્રસરી હતી.જોધપૂરનું વાતાવરણ અત્યારના સમયે તો કોઈ રોલરકોસ્ટર જેવું હતું.રાત્રે કમકમાટી ભરી ઠંડી તો દિવસે ગરમ લાવા જેવી ધરતી થતી.અત્યારે પક્ષીઓનો ક્લબલાહટ કઈક ઔર જ હતો,કેમ જાણે બપોરના કાળઝાળ તાપથી બચવા માટે આખા દિવસનું ચણ ભેગું કરવા નીકળ્યા હોય.

          રુદ્રા લગભગ દસ વાગ્યા આસપાસ દિયાએ મોકલેલા લોકેશન સુધી પહોંચ્યો હતો.અત્યારે તેને એક માસ્ક અને ટોપી પહેરી હતી.જેથી કોઈ તેને ઓળખી ન શકે.ગઈ વખતે જ્યારે તે આવ્યો હતો,ત્યારે લોકોના એક ટોળાએ તેને ઘેર્યો હતો.તે સીધો કેફેમાં ઘૂસ્યો હતો.તેને આખા કેફે તરફ નજર નાખી હતી.તે ખૂબ આલીશાન કેફે હતો.તે ફેંકે એક ગાર્ડનમાં બનાવેલો હતો,અને બધા ટેબલ ફરતે એ રીતે વૃક્ષો અને મહેંદી લગાવેલા હતા કે લોકો પ્રાઇવેસી સાથે બેસી શકે.રુદ્રાએ મેસેજમાં ટેબલ નમ્બર જોયો અને કાઉન્ટર પર કહ્યો.એક વેઈટર રુદ્રાને ટેબલ સુધી છોડી ગયો.

          રુદ્રા ટેબલ પાસે ગયો.ત્યાં રવિ અને દિયા બન્ને પહેલેથી હાજર હતા.રુદ્રાએ પહેલાં રવિ તરફ જતા કહ્યું "ઓર બતા શુ ચાલે છે? લાગે છે દિલ્હીની હવા કઈક વધારે જ અનુકૂળ આવી ગઈ છે" રુદ્રાએ રવિના પેટ પર હાથ મુકતા કહ્યું.

         "ક્યાં યાર આ દિયાએ મને થોડા સમયથી ડાયટ કરવાનું કહ્યા કરે છે" રવિએ કહ્યું.

         "સારું છે,અને દિયા કેમ છો ઘણા પછી મળ્યા,પણ તું સહેજ પણ નથી બદલાણી"

          "તું કાલે કહેતો હતો ને કે હું ઘણી બદલાઈ ગઈ છું" દિયાએ કહ્યું.

        "હું તો શરીરની વાત કરું છું" રુદ્રાએ બેસતા કહ્યું.

          "તું બેસ તો ખરા" રવિએ આગ્રહ કરતા કહ્યું.

         "તો બોલો હવે મને શા માટે બોલાવ્યો અહીં?" રુદ્રાએ બેસતા કહ્યું.

           "કહું છું,કહું છું શુ ઉતાવળ છે?" દિયાએ કહ્યું.

          "અરે યાર હું સવારનો ભાગતો ભાગતો અહીં આવ્યો ને તું કહે છે કે શું ઉતાવળ છે" રુદ્રાએ કહ્યું.

           "અરે અરે કહું છું પણ પહેલા એક એક કોફી પી લઈએ" દિયાએ કહ્યું અને વેઇટરને બૂમ મારી.

            "મતલબ કોઈ ટેંશનની વાત તો નથી ને"

            "ના ના યાર એવું કશું નથી ચીલ આરામથી કોફી નાસ્તો કરી લઈ પછી કહીએ"રવિએ કહ્યું.

               થોડીવારમાં ફોકી અને નાસ્તો આવી ગયો.તેની સાથે ત્રણેયે એ નાસ્તો શરૂ કર્યો.રુદ્રાએ દિયા અને રવિ સામે વારાફરતી જોયુ.તે બન્ને મસ્ત થઈને નાસ્તો કરી રહ્યા હતા.રુદ્રાને પણ ભૂખ લાગી હતી.તેમ છતાં તે શું સરપ્રાઇઝ હશે તેના વિચારમાં પરોવાયો હતો.તે નાસ્તો કરતા કરતા એક એક સંભાવના વિચારી રહ્યો હતો પણ તેને સમજાઈ રહ્યું નહોતું, કે કયા કારણથી તેને શા માટે આમ અચાનક અહીં બોલાવવામાં આવ્યો છે.

          લગભગ અડધી કલાક પછી નાસ્તો પૂરો થયો હતો.દિયાએ ફરીથી કોફી મંગાવી હતી.રુદ્રા હવે કંટાળ્યો હતો.તેમ છતાં દિયાએ કહ્યું હતું કે આ ફોકી આવી જાય પછી પાક્કું તે જણાવી દેશે.રુદ્રાને સમજાઈ નહોતું રહ્યું કે ખૂબ મહત્વની વાત છે તો આ આટલું મોડું કેમ કરી રહ્યા છે.તે દિયા અને રવિ બન્નેના મોઢાને ધ્યાનથી જોઈ રહ્યો હતો.તેમાં કોઈ ભાવ નહોતો.તે પરખી નહોતો શકતો કે બન્ને શુ ધડાકો કરવાના હતા.રુદ્રા જોકે લોકોના ફેસ રીડિંગ કરી શકતો પણ આજે તે કામ તેને ખૂબ કપરું લાગી રહ્યું હતું.

          "હમ તો રુદ્રા સાંભળ,પહેલા તો સોરી કે છેલ્લા ઘણા સમયથી તારી સાથે વાત ન થઈ શકી.તેની પાછળ પણ એક કારણ છે" દિયાએ કહ્યું.

        "અરે પ્લીઝ હવે તું વધારે ખેંચે છે.હવે કહી દે બિચારાને" રવિએ કહ્યું. રુદ્રાને રવિનો આ ટોન જરા પણ ગમ્યો નહોતો.તેને કોઈ બિચારો કહે તે તેને ગમતી વાત નહોતી પણ અત્યારે તે મહત્વનું નહોતું.

        "ઓકે તો સાંભળ" દિયાએ વાત કહેવાની શરૂ કરી.


*********

ક્રમશ: