વિશ્વ ગુરુ પક્ષ સત્તામાં આવતાં જ કલાવતી એ બતાવેલા આ ૨૧. મુદ્દા ને અમલમાં મૂકીને કાયદા બનાવતાં ભારતમાં હવે કોઈ વ્યક્તિ નિરીક્ષણ નહીં હોય, તેમ જ કોઈ વ્યક્તિ બેરોજગાર નહીં હોય .દરેક નાગરિક પાસે તેની લાયકાત, આવડત, અને ક્ષમતા મુજબ , વ્યક્તિ ની રુચિ પ્રમાણે નો નોકરી, ધંધો, અને વ્યવસાય હશે . દેશમાં ક્રાઈમ-રેટ બિલ કુલ નહીં હોય. અને પરિણામે દેશમાં મોટાભાગની જેલો અને અદાલતો બંધ કરવી પડશે. દેશમાં સુખ, શાંતિ ,અને સમૃદ્ધિ હશે. અને ભારત વિશ્વમાં ફરીથી 'સોને કી ચીડિયા કહેવાશે.
નવા અખંડ ભારતનો વિસ્તાર -૫૧,૩૫,૧૮૩. ચોરસ કિલોમીટર વર્ગ હશે. જે વિસ્તારની દ્રષ્ટિએ દુનિયામાં છઠ્ઠો સૌથી મોટો દેશ હશે. તેની પૂર્વ દિશા માં 'મ્યાનમારગ (બર્મા )ની સરહદ હશે. જ્યારે ઈશાન ખૂણામાં અને ઉત્તર માં 'ચીન'ની સરહદ હશે.પશ્ચિમ દિશામાં 'ઈરાન' દેશની સરહદ હશે. જ્યારે ઉત્તર દિશામાં હિમાલય ઉપરાંત તુર્કી સ્તાન અને તજાકિસ્તાનની સરહદ હશે . જ્યારે દક્ષિણ દિશા માં હિંદ મહાસાગર સુધી સીમા વિસ્તરેલી હશે.તેની કુલ વસ્તી- 165 કરોડ ની હશે .અને તે વસ્તી ની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ હશે . આવા વિશાળ દેશ નું 'કલાવતી' સરકાર પુનઃ નિર્માણ હાથ ધરશે.
પુનઃ નિર્માણના આ કામમાં શ્રીલંકાને સમુદ્રમાં પુલ બાંધી 'એઇટલેન' રોડ દ્વારા ભારત સાથે જોડી દેવામાં આવશે. 'અખંડ ભારત'ની સરહદ ને અડી ને ચારે બાજુ 35 હજાર કિલોમીટર લાંબો રોડ બનાવવામાં આવશે. તે રોડ એટલો મજબૂત હશે કે' જેના ઉપર ગમે તે સ્થળે હેવી- ભારે વાહનો પણ ઝડપ થી અવર-જવર કરી શકશે. અને એ રોડ ઉપર જરૂર પડે તો, ગમે તે જગ્યાએ 'ફાઈટર પ્લેન' કે 'પેસેન્જર પ્લેન' પણ ઉતરાણ કરી શકશે. અને ઉડાન પણ ભરી શકશે. અખંડ ભારતનો વિશ્વમાં સૌથી લાંબો પહોળો અને મજબૂત 'હાઈવે' ભારતની સરહદો ને અડી ને દેશની ચારે બાજુ, દુર્ગમ વિસ્તારમાંથી પણ પસાર થશે. તે અખંડ ભારતના 'કોલંબો' થી ચાલુ થશે. ત્યાં થી કોચી, પણજી, મુંબઈ, જામનગર, કરાંચી, જેહાની,હેરાત, ગીલગીટ, લ્હાસા , દિબ્રુગઢ, ઢાકા, કલકત્તા ,વિશાખાપટ્ટનમ, ચેન્નાઈ થઈને પાછો કોલંબો મળશે .
આ ઉપરાંત 'અખંડ ભારત'ના એક છેડા થી બીજા છેડા સુધી પહોંચતા બીજા ત્રણ 'સિક્સલેન' એક્સપ્રેસ હાઈવે પણ બાંધવામાં આવશે. જેમાં (૧) મિઝોરમ ના 'આઈજો
લ' થી અફઘાનિસ્તાન ના 'હેરાત' સુધી.(૨) શ્રીલંકા ના 'કોલંબો' થી પાકિસ્તાનના 'ગીલગીટ' સુધી.(૩) પાકિસ્તા ન ના 'કરાચી' થી તિબેટ ના 'લ્હાસા 'સુધી સીધા હાઇવે બાંધવામાં આવશે. તે ઉપરાંત અખંડ ભારતનું કોઈ પણ મોટું શહેર એવું નહીં હોય જે 'ફોરલેન હાઈવેથી જોડાયેલું ન હોય. અને કોઈ પણ ગામ એવું નહીં હોય કે જે 'પાકી સડક 'થી જોડાયેલું ના હોય .
બાંગ્લાદેશથી લઈને અફઘાનિસ્તાન સુધીની અખંડ ભારત ની બધી જ નદીઓને એકબીજાથી જોડી દેવામાં આવશે. તેના ઉપર યોગ્ય જગ્યાએ બંધ બાંધવામાં આવશે . અને સમગ્ર દેશ ને નહેરોના વિશાળ નેટવર્ક વડે જોડી દેવા માં આવશે. અને માત્ર 'ઓર્ગેનિક ખેતી જ અપનાવીને પુષ્કળ અનાજ 'પેદા'જ કરવામાં આવશે.
દેશ માં જાહેર કે ખાનગી કોઈપણ જગ્યાએ ગંદકી નહિ હોય, ગંદકી નહિ હોય એટલે 'માખી'ઓ પણ નહીં હોય, અને માખીઓ નહીં હોય એટલે માંદગી પણ નહીં હોય, બધા જ લોકો તંદુરસ્ત અને શક્તિશાળી હશે .
અખંડ ભારતની વસ્તી જે આજે- 165 કરોડ ની છે . તે કલાવતી સરકારના વસ્તી નિયંત્રણના કાયદાને લીધે 2040 ની સાલમાં ઘટી ને - 100 કરોડ થઈ જશે. આમ વસ્તીના પ્રમાણમાં પુષ્કળ જમીન હશે.અખૂટ અનાજ હશે.વિપુલ સંપદાયો હશે. જરૂરિયાત કરતાં વધુ સંસાધનો હશે. પુષ્ક ળ રોજગારી હશે. અઢળક આવક હશે. બધા જ લોકો સુખી હશે. અને ગરીબી, બેકારી , કે ભૂખમરા નું ક્યાંય પણ નામો- નિશાન નહીં હોય.'
તેની સરહદો માં અગ્નિ ખૂણામાં બંગાળનો ઉપસાગર હશે. જ્યારે નૈરુતય ખૂણે અરબ નો સાગર હશે. પાકિસ્તા ન અખંડ ભારતનો હિસ્સો બની ગયું હોવાથી ,ચીન ને ગવાદર પોર્ટ ને લીઝ ઉપર આપેલો કરાર આપો-આપ રદ થઈ જશે. અને તેથી સી.પી.ઈ.સી.લાઈન પણ ઉપર ચીને નાખેલી રેલ્વે -લાઈન અને 'સડક રોડ' પણ બંધ થઈ જશે તેથી ચીન ને માલ ના પરિવહનમાં અબજો નું નુકસાન થશે તેનાથી ચીન ધૂઆ-ફૂઆ થઈ જશે. પરંતુ અખંડ ભારતની સૈન્ય તાકાત એટલી મજબૂત હશે,કે' ચીન તેની સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત પણ નહીં કરે .
'અખંડ ભારત' નું સૈન્ય દુનિયાનું પ્રથમ નંબરનું સૌથી શક્તિશાળી સૈન્ય હશે. દુનિયાના કોઈ પણ દેશના સૈન્ય પાસે ન હોય, તેવાં આધુનિક શાસ્ત્રો તેની પાસે હશે. અને એ શસ્ત્રો માટે પોતે 'આત્મ નિર્ભર' હશે. અખંડ ભારતના વૈજ્ઞાનિકો અને સંશોધકોએ દુનિયામાં કોઈ દેશે ના વિકસા વી હોય તેવી આધુનિક ટેકનોલોજી વિકસાવી હશે. જેમાં માત્ર પશુઓનાં મૂળ- મૂત્ર, પાણી, હવા, અને સૂર્યપ્રકાશથી ચાલતાં અવાજ રહીત, અને પ્રદૂષણ રહિત વાહનો હશે. એક ટેબલેટ લેવાથી ક્યારેય પણ બીમાર ન પડાય તેવી ગોળી ઓ હશે. અહીં બેઠાં -બેઠાં દુનિયામાં અન્ય દેશો નાં સૈન્ય શું ગતિવિધિઓ કરે છે તે જોઈ શકાય તેવાં રડાર હશે. કેન્સર જેવી બીમારીને એક જ ટેબલેટ થી જડમૂળ થી જ મટાડી શકાય તેવી દવાઓ વિકસાવી હશે.
'અખંડ ભારત' દરેક ક્ષેત્રમાં દુનિયામાં નંબર- ૧ હશે. રમત-ગમત ક્ષેત્રે તે ઓલમ્પિકમાં સૌથી વધુ ગોલ્ડ અને સિલ્વર ચંદ્રક મેળવનારો દેશ હશે. સાહિત્ય ક્ષેત્રે દુનિયામાં સૌથી વધુ વીસ 'નોબલ પ્રાઈઝ' ભારત ના લોકોના નામે હશે. અને 'કલાક્ષેત્રે' સૌથી વધુ 'ઓસ્કાર' એવોર્ડ ભારત ના લોકો જીતશે .'
'પ્રવાસન ક્ષેત્રે' દેશના દરેક વિસ્તારને વિકસાવીને કાશ્મીર અને 'ગીલગીટ' જેવા બરફ આચ્છાદિત વિસ્તારમાં બધી જ પ્રકારની સવલતો અને સુવિધાઓ વિકસાવીને વિશ્વનું પ્રથમ નંબરનું પર્યટન સ્થળ બનાવવામાં આવશે . અને વિશ્વના લોકો ફરવા માટે 'સ્વિત્ઝર્લેન્ડ 'જવાને બદલે કાશ્મીરમાં આવશે. ભારતમાં તેમને કચ્છના રણની અફાટ સફેદ નું સૌન્દર્ય માણવા મળશે. તો 'હુઝાઘાટી'માં રહેતા ૧૨૫ વર્ષથી વધુ વર્ષ જીવતા 'હુઝાસમુદાય'ના લોકો પણ જોવા મળશે. તો વિશ્વમાં ક્યાંય ના જોયા હોય તેવા જુદા - જુદા ઉત્સવો પણ જોવા મળશે. આમ વિશ્વમાં સૌથી વધુ 'પર્યટકો' ભારતમાં આવશે.'
'અખંડ ભારત' પાસે પાકિસ્તાન ના 'જીવા ની બંદર' થી બાંગ્લાદેશ ના 'દખીનપુર' સુધી- 9966 કિલોમીટર લાંબી દરિયાઈ સીમા હશે. જેનો લાભ મોટા જહાજો ના પરિવ હન માટે તથા માછીમારી માટે કરાશે. આમ આર્થિક ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે, સંશોધન ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે, અને રોજગારી ક્ષેત્રે, 'અખંડ ભારત' દુનિયાનો પ્રથમ નંબર નો દેશ હશે. દેશનો ડી.જી.પી. સૌથી ઊંચો હશે . અને ભારતના રૂપિયા નું મૂલ્ય ડોલર, પાઉન્ડ, યૂરો અને રૂબલ કરતાં પણ વધુ હશે. અને દેશની ઈકોનોમિક 50 ટ્રિલિયન રુપિયા હશે. અને ભારત ફરીથી 'વિશ્વ ગુરુ' કહેવાશે. અને તે દરેક ક્ષેત્રમાં દુનિયાને રાહ ચીધશે.'
આમ ભારતને અખંડ ભારત અને 'વિશ્વગુરુ' બનાવવાની યોજના તૈયાર જ હતી. અને મુદ્દાઓ પણ તૈયાર હતા રાહ હતી માત્ર કેન્દ્રમાં કલાવતીના પક્ષ વિશ્વગુરુ'ની બહુમતીથી સરકાર બને તે. આ ૨૧ મુદ્દાઓને કાયદાનું સ્વરૂપ મળે. અને તે કાયદા અમલમાં આવે , અને એનું પાલન થાય તો 'કલાવતી' ને પૂર્ણવિશ્વાસ હતો. કે' પોતે ઉધમા નખીલેક ના બંગલા માં રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં જોયેલું એ 'મહા સ્વપ્ન' લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં પોતે ચોક્કસ પુરુ કરી શકશે . અને ભારત 'વિશ્વગુરુ' જરૂર બનશે. અને તે માટે જરૂર હતી માત્ર સમય ની રાહ જોવાની. અને એ 'સમય' હવે આવી ગયો હતો.'
ભારતમાં 'લોકસભા'ની ચૂંટણી જાહેર થઈ હતી. 'વિશ્વ ગુરુ' પક્ષનો ફેલાવો સમગ્ર દેશમાં થઈ ચૂક્યો હતો. નવા લાખો કાર્યકર્તાઓ, આગેવાનો, અને નેતાઓ, આ નવા પક્ષ માં જોડાયા હતા. ક્યાંક તો આખા પ્રાદેશિક પક્ષો તેમાં વિલય થયા હતા. કલાવતી ની 'પ્રતિભા' અને તેના પક્ષનો 'એજન્ડા' જોઈ, ખાસ કરીને યુવા અને શિક્ષિત વર્ગ આ માં વધુ જોડાયો હતો. રાષ્ટ્રીય સંગઠન , પ્રદેશનું સંગઠન, જિલ્લાનું સંગઠન, અને તાલુકાનું સંગઠન. બધાંજ સંગઠન ની રચના બહુ જ સારી રીતે થઈ ગઈ હતી .
દરેક રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણી લડવા માગતા પોતાના પક્ષના ઉમેદવારોની 'પસંદગી' પ્રક્રિયા ચાલુ કરી દીધી હતી. ચૂંટણી લડવા માગતો દરેક ઉમેદવાર 'ટિકિટ' મેળવવા માટે ક્યાંક પોતાના સમર્થકોને ભેગા કરી શક્તિ પ્રદર્શન કરતો હતો. તો ક્યાંક રજૂઆત કરતો હતો. અને પોતાને ટિકિટ મળે તેવી માગણી કરતો હતો. તો કોઈ પોતાના 'ગોડફાધર'ના સહારે ભલામણ કરાવી, લોબિંગ પણ કરતો હતો.
પરંતુ 'વિશ્વગુરુ' પક્ષમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં આમાની કોઈ પણ વાતને સ્થાન ન હતું. 'વિશ્વગુરુ' પક્ષમાં ઉમેદવારોની પસંદગી તેની સ્વચ્છ પ્રતિભા, શૈક્ષણિક લાય કાત, રાષ્ટ્ર ભાવના, અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા. જેવા માપદંડ ના આધારે જ થવાની હતી. તેમાં કોઈપણ પ્રકારની લાગવ ગ, કોઈપણ સગાવાદ ,કે જ્ઞાતિવાદ ને ક્યાંય પણ સ્થાન ન હતું.'
દરેક રાજકીય પક્ષોએ, કોઈ એક- કે -બે પક્ષો સાથે, ગઠબંધન કરીને , તો ક્યાંક ચાર -પાંચ પક્ષો ભેગા મળીને સંયુક્ત મોરચો બનાવીને લોકસભા ની આ મોટી ચૂંટણી લડવાની તૈયારીમાં લાગ્યા હતા. પરંતુ 'કલાવતી' ના પક્ષ 'વિશ્વગુરુ' પક્ષે કોઈ પણ પક્ષ સાથે આવી સમજૂતી, કે' ગઠબંધન કર્યું ન હતું. લોકસભાની બધી જ 545 બેઠકો એકલા હાથે પોતાના બળ ઉપર લડવાનો પક્ષે નિર્ણય કર્યો હતો. અને એ માટેની તૈયારી પણ તેમણે ચાલુ કરી દીધી હતી.
દરેક ચૂંટણીઓમાં રાજકીય પક્ષોને 'ચૂંટણી ફંડ'ના નામે વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો ,બે નંબરીયાઓ, અને માફિયાઓ પુષ્કળ પ્રમાણમાં 'ફંડ' આપતા હોય છે. તે પાછળ તેમનો ઉદ્દેશ એ હોય છે કે' તે પક્ષની સરકાર આવે તો, પોતાનાં 'હિતો' સચવાય. 'વિશ્વગુરુ પક્ષનું વાતાવરણ અને વ્યાપ જોઈને 'ઉગતા સૂર્યને સૌ કોઈ પૂજે' એ ન્યાય પક્ષ ને ચૂંટણી ફંડ ના નામે લાખો , અને કરોડોનું 'ગુપ્ત દાન મળવા લાગ્યું હતું .'
આઠ વર્ષના રાજકારણના અનુભવ ,અને અભ્યાસ ના કારણે કલાવતી એ ચૂંટણી કેવી રીતે લડવી, અને કેવી રીતે જીતવી. તે સારી રીતે શીખી લીધું હતું .તેથી તેણીએ બધી તૈયારીઓ પ્રથમ થીજ કરી રાખી હતી. પેલા 'ગુપ્તઆર્થિક સામ્રાજ્ય'નાં બે નામી નાણાં ,તેણીએ પક્ષના 'ભંડોળ'ના નામે ખુલ્લાં મૂકી દીધાં હતાં . ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂરી થઈ હતી. અને ઉમેરવાળી પત્ર પણ ભરાઈ ગયાં હતાં 'વિશ્વગુરુ' પક્ષે લોકસભા ની બધી જ- 545 સીટો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
'વિશ્વગુરુ' પક્ષે પસંદ કરેલા, બધા જ ઉમેદવારો સ્નાતક અનુસ્નાતક, કે તેથી પણ વધુ અભ્યાસ કરેલા, શિક્ષિત રાષ્ટ્ર ભાવનાવાળા, લોકપ્રિય, અને ટેલેન્ટ થી ભરપૂર અને પ્રતિભાશાળી હતા. દરેક ચૂંટણીમાં રાજકીય પક્ષો પોતાનો 'ચૂંટણી ઢંઢેરો'. 'મેનિફેસ્ટો' બહાર પાડતા હોય છે. અને તે 'મેનિફેસ્ટો' માં તે પક્ષ ની 'નીતિ'ઓ. ભાવિ યોજના ઓ, કામ કરવાની પદ્ધતિ, અને પોતે સત્તા ઉપર આવશે તો ક્યાં ક્યાં કામો કરશે. કેવી રીતે કરશે . વગેરે 'મુદ્દા'ઓ તેમાં સમાવેશ કરી, લોકો સમક્ષ મુકતા હોય છે .
દિલ્હીના રામલીલા 'મેદાનમાં છ માસ પછી ફરી આવડી મોટી સભા ભરવામાં આવી હતી. જેમાં સમગ્ર દેશના દરેક રાજય ના 'વિશ્વગુરુ' પક્ષ ના મુખ્ય નેતાઓ સ્ટેજ ઉપર હાજર હતા. અને સમગ્ર દેશમાંથી પક્ષના આગેવાનો, અને કાર્યકર્તાઓ, સભામાં ઉમટી પડ્યા હતા. આજે 'વિશ્વગુરુ પક્ષ નો 'ચૂંટણી ઢંઢેરો'. 'મેનિફેસ્ટો' જાહેર કરવાનો હતો. કાર્યકરોમાં ઉત્સાહ હતો. તો દેશ અને દુનિયા ની ટી.વી. ચેનલો , ન્યુઝ એજન્સીઓ, પ્રિન્ટ મીડિયા, અને અન્ય લોકો ને પણ તે જાણવાની ઉત્કંઠતા હતી .
મંચ ઉપર પાછળના પડદા ઉપર 'અખંડ ભારત' નો વિશાળ નકશો લગાવવામાં આવ્યો હતો. તેમાં ભારત ઉપરાંત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન, નેપાળ તિબેટ, અક્ષયચીન, પી.એ.કો.અને અફઘાનિસ્તાન ને પણ અખંડ ભારતનો ભાગ બતાવવામાં આવ્યા હતા.
કલાવતી પોતાના પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા ઉભી થઇ. લોકો ને જોઈ ને અંહીં હિન્દીમાં પ્રવચન કરવાનું તેણી એ પસંદ કર્યું. સૌપ્રથમ તેણીએ ' ભારત માતાકી જય...!' બોલાવી. ત્યારબાદ તેણીએ મંચ ઉપર ઉપસ્થિત, મુખ્ય નેતાઓ નાં 'સિન્યુરીટી' પ્રમાણે નામ બોલ્યાં . અને તે આગળ બોલી. 'પ્યારા ભાઈઓ, બહેનો, માતાઓ, અને વડીલો .'આજ થી છ માસ પહેલાં તમે અહીં, આ જ જગ્યાએ. 'વિશ્વગુરુ' પક્ષ'ની સ્થાપના વખતે, આ પાછળ લગાવેલા 'અખંડ ભારત'ના નકશા ને જોયો હતો. અને એ વખતે પણ એ નકશો જોઈને કેટલાક લોકોને મન માં 'કચવાટ' થયો હતો. પરંતુ હું આપને જણાવી દઉં, કે' એ જ 'ધ્યેય' પ્રાપ્તિ માટે આપણા પક્ષ ની સ્થાપના થઈ છે. અને તેના જ માટે 'પક્ષ' કાયમ કામ કરવા કટિબધ્ધ છે .
કલાવતી આગળ બોલી. પરંતુ ભારત, એ 'અખંડ ભારત કેવી રીતે બનશે. દુનિયામાં નંબર-૧ 'વિશ્વ ગુરુ' કેવી રીતે બનશે. તે માટે _વિશ્વગુરુ' પક્ષ ની 'નીતિ'ઓ શું હશે. અને 'એજન્ડા' શું હશે. અને કેવી રીતે કામ કરશે.' તેની રૂપરેખા હું પક્ષના 'મેનિફેસ્ટો'ના રૂપમાં આપ સમક્ષ મુકું છું ત્યારબાદ કલાવતી એ (૧) વસ્તી- નિયંત્રણ કાનુન.(૨) ન્યાયવસ્થા, અને કાયદા કાનૂનમાં ફેરફાર વિધેયક. (૩) ભ્રષ્ટાચાર નાબૂદી કાનૂન અને તેમાં સજાની જોગવાઈઓ (૪) દરેક ક્ષેત્રમાંથી અનામત પ્રથા નાબૂદ કાનૂન. (૫) ફરજીયાત શિક્ષણ કાનૂન . (૬) શિક્ષણ ,આરોગ્ય, અને ન્યાય, ફ્રી આપવાનો કાનૂન . (૭) ત્રણ ક્ષેત્રો સીવાય, તમામ પ્રકારની સબસિડી, શિષ્યવૃત્તિ, કે સહાય ને બંધ કરવાનો કાનૂન. (૮) ઉચ-નીચ ,જાતિવાદ ,કોમવાદ, ને નાબૂદ કરવાનો કાનૂન.' (૯) સૈનિક, શિક્ષક ,ડોક્ટર ,અને પોલીસને વધુ વેતન દર કાનૂન. (૧૦) ફરજિયાત લશ્કરી ટ્રેનિંગ કાનૂન . (૧૧) ગામો અને શહેરોનું પુનઃ નિર્માણ કાનૂ ન . (૧૨) વેશ્યાવૃત્તિ નેં કાયદેસર માન્યતા આપતો કાનૂન.
(૧૩) દેશ માંથી સંપૂર્ણ 'દારૂબંધી' ઉઠાવી લેવાનો કાનૂન . (૧૪) દરેક ગામે ફરજીયાત નાગરિક તાલીમ કેન્દ્ર કાનૂન.
(૧૫) ભયંકર ગૂના માં ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ત્રણ માસ માંજ સજા કરવાનો કાનૂન (૧૬) કાનૂનમાં ધરમૂળથી ફેરફાર કરી , ગુનેગારે કરેલ નુકસાન જેવી જ, તેને સજા કરવાનો કાનૂન . (૧૭) જાહેરમાં વાણી, વર્તન, અને વ્યવ હાર નો કાનૂન. (૧૮) સંરક્ષણના આધુનિક શસ્ત્રો થી સેના ને સજ્જ કરી, અને બધી જ ટેકનોલોજી માં દેશને આત્મા નિર્ભર' બનાવવાનો કાનૂન.' (૧૯) ખેંતી ,પશુપાલન અને ઔદ્યોગિક એકમો નેં પ્રાધાન્ય આપવાનું વિધેયક . (૨૦)
સમગ્ર દેશની નદીઓને જોડતો પ્રોજેક્ટ. (૨૧) દેશ માં આરોગ્ય ની આધુનિક સુવિધાઓ ,રોડ- રસ્તા, અને રેલ્વે નેં આધુનિક ઢબે વિકસાવવા નો પ્રોજેક્ટ.'
આમ 'વિશુગુરુ પક્ષનો ૨૧ મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો કલાવતી એ વિસ્તૃત માહિતી સાથે બહાર પાડ્યો.' ને કલાવતી એ પોતાની જોશીલી અને સુરેલી ભાષામાં આગળ કહ્યું.' જો પોતાનો પક્ષ સત્તા ઉપર આવશે. તો માત્ર ત્રણ- માસ ના 'સમયગાળા'માં જ આ ૨૧ મુદા ઓને કાયદાકીય સ્વરૂપ આપી. તેનો ચુસ્ત અમલ કરવામાં આવશે. કલાવતી એ પોતાના પક્ષના મુદ્દાઓ સાચા ઠેરવવા આગળ કહ્યું .'આ
૨૧ મુદ્દાના કાયદાકીય અમલથી , આગામી પાંચ વર્ષમાં ભારતની વસ્તી વધવાને બદલે ઘણી ઘટી ગઈ હશે. વસ્તી ના પ્રમાણ માં પુષ્કળ જમીન, પુષ્કળ કુદરતી સંપદા, પુષ્ક ળ સંસાધનો , અને પૂરતી રોજગારી હશે . ક્રાઈમ- રેટ બિલકુલ નહીં હોય . કોઈ માણસ ગરીબ, ભૂખ્યું, કે' ઘર વિહોણું નહીં હોય. બધા જ પ્રકારની આધુનિક સવલતો દેશમાં ઉપલબ્ધ હશે. લોકોનું જીવન-ધોરણ ખૂબ જ ઊંચું હશે. અને વિશ્વમાં સૌથી વધુ આવક વ્યક્તિ દિઠ ભારતના લોકોની હશે. કોઈપણ વ્યક્તિ નિરીક્ષર નહીં હોય. કે ' કોઈ વ્યક્તિ 'બેકાર' નહીં હોય.'
ભારતના લોકોની આ સમૃદ્ધિ, લોકોની સલામતી, શાંતિ, સુવિધાઓ, અને રાજ્ય વ્યવસ્થા, જોઈને' તેનાથી આકર્ષાઈ ને, જેમ લોકો અત્યારે અમેરિકા માં જવા માટે પડા-પડી કરે છે. અને ધૂસવા માટે જુદા- જુદા 'હથકંડા' અપનાવે છે. તેમ વિશ્વના અસંખ્ય દેશના લોકો ભારત માં આવવા માટે પડાપડી કરશે. પરંતુ સરહદે સુરક્ષા વ્યવસ્થા એટલી સઘન હશે. કે' પરવાનગી વગર ભારત માં માણસ તો શું, પંખી પણ નહીં પ્રવેશી શકે.'
ભારતની આ પ્રગતિ, સમૃદ્ધિ, વિકાસ, અને વ્યવસ્થા જોઈ ભારતના ચારે બાજુના પડોશી દેશોના લોકો જેવા કે બાંગ્લાદેશ ,શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, તિબેટ,
પી.એ.કો. અક્ષયચીન ,અને છેક અફઘાનિસ્તાન સુધી ના બધા જ લોકો, ઇતિહાસનો હવાલો આપી ને' પોતાનો 'દેશ' પણ એક સમયે 'અખંડ ભારત'નો જ ભાગ હતો. માટે તેમને પુનઃઅખંડ ભારતમાં સામેલ કરવામાં આવે, એવી માગણી કરશે. અને તે માટે જે તે દેશના લોકો તેમના દેશમાં 'જન આંદોલન' કરશે. ત્યાંની સરકાર તેને દાબવા ની ધણી કોશિશ કરશે . પરંતુ એ 'જન આંદોલન' એટલું વિશાળ, ઉગ્ર, અને ભયાનક હશે. કે' જે- તે દેશ ના 'શાસકો'એ તે' લોકો ની 'માંગ' સામે પ્રાણી ઝૂકવું પડશે.'
જે તે દેશના 'શાસકો' પોતાના 'દેશ'નું અખંડ ભારતમાં 'પુનઃ વિલીનીકરણ'નો પ્રસ્તાવ મૂકશે. કલાવતી સરકાર તે પ્રસ્તાવ ઉપર વિચાર કરી પોતાની 'શરતો'ને આધીન તે પ્રસ્તાવનો સ્વીકાર કરશે. આમ કલાવતી સરકારના કુશળ વહીવટ, અને દેશની શાંતિ, સમૃદ્ધિ, સુવિધાઓ, અને જીવન- ધોરણ થી આકર્ષાઈ ને, ત્યાંની જનતા ની 'માંગ' પ્રમાણે ,જે તે દેશના 'શાસકો' એક પછી એક, પોતા ના 'દેશ'નું અખંડ ભારતમાં 'વેલીનીકરણ' કરી દેશે.'
આમ ૧૦ વર્ષના 'સમયગાળા'માં જ 'અખંડ ભારત'ની રચના થઈ જશે. અને કલાવતી સરકાર તેનું 'પુનઃ નિર્માણ હાથ ધરશે. અને ૨૦૪૦ ની સાલ માં દુનિયામાં દરેક ક્ષેત્રમાં 'અખંડ ભારત' વિશ્વનો નંબર-૧ દેશ બની જશે. તેની ઇકોનોમી ૫૦ ટ્રિલિયન રુપિયા હશે . અને રૂપિયાનું 'મૂલ્ય' ડોલર, પાઉન્ડ, કે 'યુરો' કરતાં પણ વધુ હશે .'
'કલાવતી' એ બહાર પાડેલા 'વિશ્વગુરુ' પક્ષના ચૂંટણી 'ઢંઢેરા' ને સભા માં હાજર જનમેદની અને નેતાઓ એ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો . પરંતુ દેશ અને 'દુનિયા'માં તેનાથી 'હડકંપ' મચી ગયો. તિબેટ અને અક્ષયચીન નેં ચીન' તેમના દેશનો જ ભાગ ગણતું હોવાથી ચીને તે સામે વાંધો ઉઠાવ્યો. તો પાકિસ્તાને આ નકશા ને હિન્દુસ્તાન નું રીતસર નું માનસિક આક્રમણ ગણાવ્યું. બીજા દેશોએ પણ આ નકશા સામે થોડી ઘણી નારાજગી દર્શાવી. પરંતુ થોડા જ સમયમાં એ બધું શાંત થઈ ગયું.'
પરંતુ સૌ કોઈ મોટો 'હોબાળો' રાજકીય પાર્ટીઓ દ્વારા 'વિશ્વગુરુ' પક્ષ ના ચૂંટણી ઢંઢેરામાં સામેલ 'મુદ્દા'ઓ સામે કરવામાં આવ્યો. 'લોકશાહી ' રાજ્ય વ્યવસ્થા માં આવા 'મનઘડંત' કાયદાઓ લાગુ કરી જ ન શકાય.' આ તો લોકશાહી નું 'ખૂન' કરવા બરાબર છે. આ તો ભારત ને 'હિટલર શાહી' તરફ ધકેલવાનું એક ષડયંત્ર છે. એવો હોબાળો તમામ વિરોધ પક્ષો એ મચાવી દીધો . અને આ ચૂંટણી ઢંઢેરાનો 'બહિષ્કાર' કરી. કેટલાક રાજકીય પક્ષો એ તેને 'હાઇકોર્ટ'માં અને છેક, 'સુપ્રીમ કોર્ટ' સુધી પડકાર વાની પણ તૈયારી બતાવી. પરંતુ થોડા જ સમયમાં એ પણ બધું શાંત થઈ ગયું.'
ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ચૂંટણી પ્રચાર ચાલુ થઈ ગયો હતો. 'વિશ્વગુરુ' પક્ષના ચૂંટણી 'ઢંઢેરા'ની નકલો આખા દેશમાં ખૂણે- ખૂણે પહોંચી ગઈ હતી . કલા વતી' એ પોતાના દરેક ઉમેદવાર નેં દસ -દસ કરોડ રૂપિયા 'ચૂંટણી ફંડ' તરીકે આપ્યા હતા. તેથી પ્રચારતંત્રની બધી જ 'વ્યવસ્થા' તેઓ જાતે જ કરી લેતા હતા. અને રાત- દિવસ ધૂમ પ્રચાર કરતા હતા .
આ ચૂંટણીમાં 'વિશ્વગુરુ' પક્ષનો મુખ્ય આધાર કલાવતી' હતી. તેની 'પ્રતિભા' થી અંજાઈ ને જ દેશના કરોડો લોકો આ 'પક્ષ'માં જોડાયા હતા. તેથી દેશના બધા જ ભાગોમાં તેના દ્વારા પ્રચાર થવો. અને તેની 'જાહેર સભા'ઓ થવી ખૂબ જ જરૂરી હતી. ને તેથી દેશ માં દરેક જગ્યાએ ઝડપ થી પહોંચી શકાય, તે માટે પક્ષે 'કલાવતી' માટે એક 'ચાર્ટર્ડ પ્લેન' પણ ભાડે રાખ્યું હતું .'
કલાવતી એ પોતાનું હેડક્વાર્ટર 'દિલ્હી' રાખ્યું હતું. કલાવતી દરરોજ એક રાજ્યમાં ઓછામાં ઓછી, ત્રણ- કે ચાર સભાઓ કરે, તો જ સમગ્ર દેશમાં પહોંચી શકાય તેમ હતું . દાખલા તરીકે જો તેની એ 'ગુજરાત' માટે દિવસ ફાળવ્યો હોય તો, તે' સવારે 9:00 કે 10:00 વાગ્યે .
'ચાર્ટર્ડ પ્લેન'માં દિલ્હી થી અમદાવાદ એરપોર્ટ આવી જાય ચાર્ટર્ડ પ્લેન ત્યાં મૂકી. તેણી 'પક્ષ' દ્વારા ત્યાં તૈયાર રાખેલા 'હેલિકોપ્ટર'માં બેસી ને. 'પ્રદેશ નેતાગીરી' એ નક્કી કરેલી 'સભા'માં સભાસ્થળે પહોંચી જાય. અને ત્યાં 'સભા' ને સંબોધીને, એ જ હેલિકોપ્ટરમાં બેસીને બીજી 'સભા'માં પહોંચી જાય.'
આમ, ગુજરાતમાં એક જ દિવસમાં તેની પહેલી સભા 'અમદાવાદ' હોય, તો બીજી સભા 'ભુજ માં ત્રીજી સભા 'રાજકોટ' હોય, તો ચોથી સભા 'સુરત'માં . આમ 'હેલિ કોપ્ટર'માં એક જ દિવસમાં પ્રવાસ કરી ,ગુજરાતમાં જુદી -જુદી ચાર 'સભા'ઓ સંબોધીને, તેણી પરત અમદાવાદ આવી જાય . અને ત્યાંથી 'ચાર્ટર્ડ પ્લેન'માં બેસી ને પરત 'દિલ્હી' આવી જાય. આમ દરેક રાજ્યોના પ્રવાસના અને 'સભા' ઓના કાર્યક્રમ તેના અગાઉ થી જ ગોઠવાઈ ગયા હતા .'
ચૂંટણીપ્રચારે જોડ પકડ્યું હતું. 'વિશ્વગુરુ' પક્ષની ભારત ને 'અખંડ ભારત' અને દુનિયામાં સુપર પાવર નંબર
૧. બનાવવાની વાત, તેનો 'એજન્ડા' અને તેની નેતા કલાવ તી' ની અસાધારણ 'પ્રતિભા' થી લોકો આકર્ષાયા હતા. અને તેનું જોરદાર સમર્થન કરતા હતા. અધૂરામાં પૂરું ખાન ગી માં, રૂપિયા 40 કરોડ માં સોદો કરેલી, 20 ન્યુઝ ચેનલો અને બીજા પાંચ કરોડ રૂપિયામાં ખરીદેલું . 'પ્રિન્ટ મીડિયા' અને પ્રચાર માધ્યમો, આ વખતે 'લોકસભા'ની ચૂંટણી માં 'વિશ્વગુરુ' પક્ષ ને 'પ્રચંડ' બહુમતી મળશે . અને સો ટકા તે જ પક્ષ ની સરકાર બનશે. તેવી લોકોમાં હવા ઉભી કરવામાં ખાસ મદદ કરતાં હતાં . અમુક ટી.વી. ચેનલો તો 'કલાવતી'નું આખે- આખું ભાષણ પ્રસારિત કરતી હતી. અને તેની દરેક 'સભા'નું દરેક 'ન્યુઝ ચેનલ' માં મુખ્ય સમાચારો માં સ્થાન મળતું હતું .દરેક અખબાર તેના ફ્રન્ટ પેજ ઉપર કલાવતીના ભાષણના વિસ્તૃત સમાચાર છાપતું હતું.'
કલાવતી દરરોજ સવારે વહેલી ઉઠી તૈયાર થઈ જતી. દિલ્હીથી ચાર્ટર પ્લેન દ્વારા તે જે, તે રાજ્યના અગાઉ થી નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે, રાજ્યના મુખ્ય શહેર માં પહોંચી જતી. ત્યાં પક્ષના પ્રદેશ સંગઠને અગાઉથી ગોઠવી રાખેલા 'હેલિકોપ્ટર'માં બેસી, તે રાજ્ય સંગઠને ગોઠવેલી સભા ઓમાં તે પહોંચતી .આમ એક જ દિવસમાં તેણીએ ત્રણ- ચાર- કે ક્યારેક પાંચ સભા ઓને પણ 'સંબોધવી' પડતી. ને સાંજે પાછી તે પરત દિલ્હી આવી જતી.'
કલાવતી જે રાજ્યમાં સભા સંબોધવા જતી ત્યાં, તે' રાજ્યોની સ્ત્રીઓ પહેરતી હોય એવો, અથવા જે સ્થળે સભા હોય તે વિસ્તારની સ્ત્રીઓ પહેરતી હોય તેવો સ્થાનિ ક ,'પહેરવેશ' પહેરીને જ તે સભામાં જતી. તેણીનું શરીર એવું સુડોળ હતું કે' ગમે તે પહેરવેશ તેને દીપી ઉઠતો. સભામાં લોકોને સંબોધન, અને ભાષણમાં શરૂઆતમાં બે -ત્રણ વાક્યો તેણી ત્યાની સ્થાનિક ભાષામાં બોલતી. લોકો ખુશ- ખુશાલ થઈ જતા. તાળીઓના ગડગડાટથી થી તેને વધાવી લેતા. બાકીનું પ્રવચન તે હિન્દી માં કે અંગ્રેજી માં વસ્તી અને વિસ્તાર પ્રમાણે કરતી. તેના નામ માત્ર થી સભા માં લોકોની ભીડ ઉમટી પડતી. અને તેને જોવા અને સાંભળવા માટે લોકો પડા-પડી કરતા હતા.'
આ ચૂંટણીમાં ભારતમાં, કન્યાકુમારીથી કાશ્મીર સુધી, અને પોરબંદર થી લઈને 'ગંગટોક' સુધી બધે જ 'કલાવતી લહેર ફરી વળી હતી. અને સમગ્ર દેશ ના ખૂણે - ખૂણે 'અબકી... બાર..! દેવી.. સરકાર...!' અબકી.. બાર.. દેવી.. સરકાર...!' 'ફીર.. ઢાકા.. સે..! હેરાત ..તક... આર..પાર...!' નો 'નારો' સમગ્ર દેશમાં ગુંજી રહ્યો હતો. ચૂંટણી નો અત્યાર નો 'માહોલ' જોતાં આ ચૂંટણી માં 'વિશ્વગુરુ' પક્ષ ને ૪૦૦ થી વધુ રેકોર્ડ બ્રેક બેઠકો મળશે. અને સરકાર બહુમતીથી તે 'પક્ષ'ની જ રચાશે. તેવું બધી જ ટી.વી. ન્યુઝ ચેનલો, અને 'પ્રિન્ટ મીડિયા' અનુમાન કરતું હતું.'
આટલી 'વ્યસ્તતા' વચ્ચે બરાબર અણી ના સમયે 'કલા વતી' ને એક દુખદ અને આઘાત:જનક સમાચાર મળ્યા હતા. પોતે જેમને 'ભગવાન' માનતી હતી. દિલ ના એક ખૂણામાં જેમની તરફ લાગણી હતી. જેના ઉપર તેણીને 'અતૂટ શ્રદ્ધા' હતી . તેવા પરમ પૂજ્ય સંત. શ્રી. કેશારામ બાપુ ને, પશ્ચિમ બંગાળની કલકત્તા પોલીસ, અમદાવાદના તેમના આશ્રમમાંથી રાતો -રાત ધરપકડ કરીને ઉઠાવી ગઈ હતી. અને કાયદા મુજબ ગુજરાત પોલીસને તેઓએ તેની જાણ પણ કરી ન હતી.'
એટલું જ નહીં તેમના ઉપર 'પોસ્કો' બળાત્કાર, પ્રતિબં ધિત ડ્રગ્સ રાખવું. અને દેશ અને વિદેશ ના 'હવાલા રેકેટ' એવા ભયંકર ગુન્હાની , જુદી- જુદી ત્રણ એફ.આઇ.આર. નોંધી તે ગુનામાં તેમને 'જેલ'માં પણ ધકેલી દીધા હતા. કલાવતી આ સમાચાર સાંભળી વ્યચીત થઈ ગઈ . તેણી આ આક્ષેપો સાચા માનવા તૈયાર જ ન હતી. ઘડીભર તો તેણીને મનમાં થયું કે' પોતે કલકત્તા દોડી જઈને 'જેલ'માં જઈને બાપુને રૂબરૂ મળે. તેમના સમાચાર પૂછે. અને તેમને હિંમત આપે કે ''બાપુ' ગભરાવાની જરૂર કોઈ જરૂર નથી. દોઢ માસ પછી આપણી સરકાર બનવાની જ છે. અને તે સરકાર બનતાં જ. કલકત્તા પોલીસ તો શું . સી.બી.આઈ એ પણ તમને જેલમાં પુર્યા હશે, તો પણ હું તમને બાઇજ જત,'મુક્ત' કરાવી દઈશ !' પરંતુ દેશની