Chandrvanshi - 4 - 4.2 in Gujarati Detective stories by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2

Featured Books
  • Operation Mirror - 4

    अभी तक आपने पढ़ा दोनों क्लोन में से असली कौन है पहचान मुश्कि...

  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2

“આ આદમ જેવું પણ નામ હોય ખરું!” રોમ હસ્તો-હસ્તો બોલ્યો. 

“કેમ નામ તો ગમે તેવા હોય શકે. તો આદમમાં શું વાંધો છે?” વિનય બોલ્યો.

“ના મને કંઈ વાંધો નથી. વાંધો તો એને છે. (હસીને) તેનું નામ મારા હાથમાં રહેલાં કાગળમાં છે એટલે.” રોમ હસવા લાગ્યો.

“એ કાગળ નથી. અરેસ્ટવોરંટ છે.” વિનય બોલ્યો. 

“અરેસ્ટવોરંટ કાગળનો કહેવાય?” 

“આમાં શું સમજવું. આપણે કાયદાના રક્ષક જ વોરંટની કદર નય કરીએ. તો બીજા લોકો શું કરે ખાંક.” વિનય રોમને સમજાવતો બોલ્યો.

“એ વાત પણ છે નય! ચાલ ભાઈ કાગળ. આજથી તારું નામ અરેસ્ટવોરંટ.” રોમ કાગળને જમણા હાથની આંગળીથી ફટકારીને બોલ્યો.

લાંબો નિઃશાસો છોડીને વિનય બોલ્યો. “તું નય સુધર.”

“હા જાણે તું સુધરી ગયો હોય તેમ બોલેશ. ગાડી બંધકર આવી ગયું તારું સ્ટેશન.” રોમ શ્રી વાસ્તવ બિલ્ડીંગનું નામ જોતો-જોતો બોલ્યો. બંને નીચે ઉતર્યા. 

“મને લાગે છે. આજે રજા હશે.” રોમ શાંત વાતાવરણ જોઈને બોલ્યો.

“રજા?” વિનય ચકિત થઈને બોલ્યો.

“હા તને તો નય ગમે પણ આટલી શાંતી તો જ હોય.” ચાલતા-ચાલતા રોમ બોલ્યો.

બિલ્ડીંગની બહાર એક વોચમેનને ખુરશી રાખીને બેસાડ્યો હતો. રોમનું કહેલું મહદઅંશે સાચું હતું. પરંતુ, વિનયનો રોકાયો અને વોચમેનની નજરથી બચીને બિલ્ડીંગમાં ચાલ્યો ગયો. રોમ તેની પાછળ-પાછળ જ હતો. 

“અરે આપણે આ ખાલી બિલ્ડીંગમાં કેમ જઈએ છીએ?” રોમ બોલ્યો.

“તું કંઈ પણ બોલ્યા વગર ચુપચાપ મારી સાથે ચાલ.” 

બંન્ને શ્રેયાની ઓફિસમાં ગયા. વિનય ઓફિસની ફાઇલોમાંથી તેના માલિક વિશેની જાણકારી મેળવવા માટે શ્રેયાના ઓફિસની તિજોરીની ચાવી શોધવા લાગ્યો. તેને ટેબલ નીચે જોયું. જે ખુલ્લા હતા તે દરેક ખાનામાં જોયું. પરંતુ વિનયને ક્યાંય ચાવી ન મળી.

“તું શું શોધે છે?” 

“ચાવી.”

“તારે શેની ચાવી જોઈએ છે?” 

“તિજોરીની.”

“આ.” તિજોરીના કિચનવાળી ચાવી તેના જમણા હાથથી ઉંચી કરીને રોમ બોલ્યો.

“તને ક્યાંથી મળી?” આશ્ચર્યથી વિનય બોલ્યો.

“અહીંયાથી જ. મને લાગ્યું કે તું ફાઇલો લેવા આયો હશે પણ હવે ખબર પડી કે તું ચોરી કરવા આયો છે. એટલે જ ચોકીદારથી બચીને અંદર આવ્યો હે ને!” ખુલ્લું મોંઢું રાખીને દાંત દેખાતો રોમ બોલ્યો.

વિનયને શ્રુતિ મેડમની કાલે કહેલી વાત યાદ આવી ગઈ. (અગર તુમ ઉસકે માલિક કી ફાઇલ લેને જાઓ. તો અકેલે જાના. ઉસ ગધે કો સાથ મત લે જાના. પતા નહીં ઉસે કિસને ઇસમે ભરતી કિયા!) એટલે હસવા લાગ્યો અને વિનયે રોમને જૂની વાતો યાદ અપાવતા બોલ્યો.
“તને યાદ છે! જ્યારે હું પહેલીવાર આશ્રમમાં આવ્યો. ત્યારે મારો કોઈ દોસ્ત નોહતો. એ સમયે તું મારી પાસે આવીને બેઠો હતો.”

“હા કેમ ભુલાય મારા ભાઈ!” રોમ પીગળી ગયો.

“એ મનહુસ દિવસે હું ત્યાં કેમ આવ્યો એ હજું સુધી વિચારું છું.” વિનય ગુસ્સેથી બોલ્યો.

“હે...!” 

“લાવ ચાવી.” રોમના હાથમાંથી ચાવી લેતા બોલ્યો.

વિનયે તિજોરી ખોલી અને તેની અંદર રહેલી ફાઇલો ખોલવા લાગ્યો. પરંતુ, એકપણ ફાઈલમાં તેને આદમ કે જ્યોર્જ વિશે કંઈ જ મળ્યું નહીં. વિનય છેલ્લી ફાઇલ ખોળતો હતો. ફાઇલના છેલ્લા કવરમાં બે ફોટા હતાં. વિનયે તે ફોટા તેમાંથી બહાર કાઢ્યા. પેહલા ફોટો તેની નજર સામે આવ્યો. તે ફોટો સ્નેહાનો હતો. વિનયને તેના વિશેના બીજા તો કોઈ કાગળિયાં ન મળ્યા. વિનયને થયું બીજો ફોટો પણ તેનો જ હશે. હજું તે જોવા જતો હતો કે સિક્યોરિટીના અંદર આવવાનો અવાજ થયો. એટલે બધું જ એક્દમથી ગોઠવી દીધું અને ઓફિસમાં આવેલી ટેરિસના બારણાં પાછળ રોમ અને વિનય છુપાઈ ગયા.

“તુમ અગર આગે સે સોતે નજર આયે તો સમજો તુમ્હારી નોકરી ગઈ.” શ્રેયા બોલી.

“મેડમ આગે સે આપકો શિકાયત કા મૌકા નહીં દુંગા.” ચોકીદાર બોલ્યો.

“અચ્છા ઠીક હૈ. તુમ ઇધર હી ખડે રહો.” બારણાં પાસે તેને ઉભો રાખતા શ્રેયા બોલી અને પછી તે તેના ઓફિસમાં પ્રવેશી. અંદર આવીને શ્રેયા સિદ્ધિ જ તેની તિજોરી પાસે આવી ગઈ. હજું તે ચાવી લેવાનું યાદ કરીને પાછી જ ફરતી હતી કે તેને જોયું કે, ચાવી તો તિજોરી સાથે જ લાગેલી છે.

“સિક્યોરિટી...” શ્રેયાએ બહાર ઉભેલા ચોકીદારને બૂમ લગાડી. વિનયને થયું ‘લાગે છે શ્રેયાને જાણ થઈ ગઈ.’ રોમ એકદમ બેફિકર થઈને પડદાની પાછળની બારીથી આજુબાજુનો નજારો જોઈ રહ્યોં હતો. 

સિક્યોરિટીવાળો બારણાં પાસે આવીને બોલ્યો. “જી મેડમ.”
“યહાઁ પર કોઈ આયા થા?” 
“નહીં મેડમ આપકે અલાવા ઔર કોઈ નહીં આયા.” 
“મેં! મેં કબ આયી?”
“આજ નહીં મેડમ કલ રાત કી બાત કર રહા હું.”
“અચ્છા તો કલ રાત હી શાયદ યે ચાબી ઇધર રેહ ગઈ હોંગી.” 

પછી શ્રેયાએ ફરીથી તિજોરી ખોલી અને સૌથી નીચે મુકેલી કાળા અને ક્રીમકલરની ફાઇલ ઉપાડી. જેમાંથી થોડીવાર પહેલાં જ વિનયે ફોટા કાઢ્યાં હતાં. ફાઈલમાં ઘણું બધું આડુ-અવળું થયું હતું પરંતુ, શ્રેયાનું ધ્યાન ફક્ત એ ફોટા શોધવામાં હતું. જે કાલે રાતે તે લઇ જવા ભૂલી ગઈ હતી. તેને આખી ફાઇલ ઉથલ-પુથલ કરી નાંખી પણ ફોટોના મળ્યો. એટલે શ્રેયાએ ગુસ્સે થઈને ફાઈલને નીચે પછાડી અને પોતાના આડા-અવળા વાળને સમેટીને ફાઇલ લેવા નીચે બેઠી. જેવી ફાઇલ લઈને સામેના પડદા પર હજું નજર કરી જ હતી. તે પહેલાં જ ચોકીદાર બોલ્યો. 
“મેડમ કોઈ એલ.સી.બી. ઓફિસર આપશે મિલને આયે હે.”

“ઉસે બહાર હી રૂકને કો બોલદો. મેં અભી આતી હું.” કહીને શ્રેયાએ એકદમ ફાઇલ લઈને તિજોરી બંધ કરીને ચાવી પોતાના પર્સમાં નાખી દીધી અને બહાર નીકળી ગઈ. વિનયને હવે શાંતિ થઈ. રોમ પદડામાંથી નીકળીને જીદની ઓફિસમાં ગયો. વિનય રોમને તે ઓફિસમાં લેવા તેની પાછળ ગયો. ત્યાં વિનયનો પગ જીદના ટેબલ નીચે પડેલાં કાગળ પર પડ્યો. તે નીચે જુક્યો અને કાગળ હાથમાં લીધો. તે કાગળમાં સ્નેહા વિશે લખ્યું હતું. 
વિનયે તેના પાસે રહેલા ફોટા કાઢ્યાં. અત્યારે વિનયે પેહલાં ફોટાને નીરખીને જોયો. તેમાં સ્નેહાનું નામ પણ લખેલું હતું. પરંતુ, તેનું અડધું નામ જાણે કોઈએ ઘસીને ધોળું કરી નાખ્યું હોય તેમ સફેદ થઈ ગયું હતું. 

  વિનયે નામ જોવા માટે બીજો ફોટો જોયો અને તે ચોંકી ગયો. તે ફોટો જીદનો હતો.

***