Chandrvanshi - 3 - 3.3 in Gujarati Love Stories by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 3 - અંક 3.3

Featured Books
  • Operation Mirror - 4

    अभी तक आपने पढ़ा दोनों क्लोन में से असली कौन है पहचान मुश्कि...

  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 3 - અંક 3.3

“જીદ... જીદ... ક્યાં સપનામાં ખોવાઈ ગઈ.”
એકા-એક માહીનો અવાજ સાંભળી જીદ ઉભી થઈ અને આંખો ચોળતા-ચોળતા બોલી. “આજે તો છુટ્ટીનો દિવસ છે ને!”

“હા પણ એ છુટ્ટીના દિવસે જ તું કોઈને મળવા જવાની છે. તને યાદ તો છે ને.” માહીની વાત સાંભળતા જ જીદ બોલી. “અરે...હા! હું એતો ભૂલી જ ગઈ.” પછી પોતાના બેડ પર જ બેઠી થઈ.

“હા તો મેડમ આજે ક્યાં કપડાં પહેરીને જવાનો ઈરાદો છે?” માહી બોલી.

“આજે...” બોલીને જીદ વિચારવા લાગી.

જીદે જાણે કપડાંની પસંદગી ન કરી હોય તેવું લાગતા માહી જીદને ચિડાવવા બોલી. “એક કામ કર આપણા ઓફિસનો યુનિફોર્મ પેહરી જા!”

જીદ ખોટો ગુસ્સો બતાવતી પોતાનું નાક ફુલાવી રહી હતી અને એકાએક તેને યાદ આવ્યો ને જીદ બોલી. “અરે હા તેને મને વાઇટ ડ્રેસ પેરી લાવવા કહ્યું હતું.”

“ઓહો લવસ્ટોરી તો બેરંગીન સફેદ પાના જેવી છે હજું.” 

માહીની વાત સાંભળીને જીદ હવે બેડ ઉપરથી મલકાતાં-મલકાતાં ઉભી થવા લાગી. “શરમાતી ચુડેલ કેટલી મસ્ત લાગે છે.” બોલીને માહી ખડખડાટ હસવા લાગી. તેની સાથે મીઠો ઝગડો કરતી જીદ બોલી. “તું ચુડેલ... તું. હું નય.”

“હા તારી ચુડેલને તો વિનયે મંદિરમાં જ મારી ભગાડી હતી નય.” માહી બોલી અને ફરી હસવા લાગી. 

જીદે તેની સાથે ઝગડવાનું છોડ્યું અને હવે થોડું ચિડાયેલું મોઢું કરીને ફ્રેશ થવા ચાલવા લાગી. તેને પોતાના હાથમાં ટોવેલ લીધો અને પોતાના વાળ ખુલ્લા કરતી-કરતી નાહવા માટે આગળ વધવા લાગી. માહી હવે નીચે તેની મમ્મીને મદદ કરવા ચાલી ગઈ. 

જીદને વિનય સાથે વિતાવેલી એ દરેક પળ યાદ આવી રહી હતી. તે કેવી રીતે મળ્યા કેમ વિનય તેનો દિવાનો થઈને તેની ઓફિસમાં પણ આવી રહ્યો હતો અને સૌથી મહત્વની વાત એ હતી. જ્યારે ચંદ્રતાલા મંદિરમાં વિનયે જીદને તમાચો લગાવ્યો. મતલબ તે સમયે તો જીદે એ જ જતાવ્યું કે તેને ન ગમ્યું. પરંતુ મનોમન વિચારી લીધું કે વિનય કોઈ બીજી છોકરીને આ જ રીતે મારી લે છે. જ્યારે તેને ખબર પડીકે, તે હું છું ત્યારે કેવો ભીગી બિલ્લી જેવો ચેહરો થઈ ગયો હતો. 

જીદ વિનયના વિચારો કરતાં-કરતાં નીચે આવી. સફેદ ડ્રેસ, ખુલ્લા વાળ, હાથમાં પર્સ અને ચેહરા પર એ જ ધીમું સ્મિત. માહીએ જીદને જોઈ અને પોતાની મમ્મીને સિડી બાજુ ફેરવતા તેના ખંભા ઉપર પોતાની હાથ રાખીને બોલી. “જો આજે દિવસે પણ ચાંદ નીકળ્યો.” 

તેની મમ્મી પણ એટલું જ પ્રેમાળ રીતે જીદને જોઈ રહી હતી. જાણે જીદથી નઝર હટાવવાનું મનજનો થાય. જીદને નજીક આવતા જોઈને માહિની મમ્મી બોલી. “જ્યારે તારી મમ્મી મને પહેલીવાર મળીને ત્યારે આવી જ લાગતી હતી. એકદમ રાજકુમારી જેવી. હું તો પહેલાં વિચારમાં પડી ગઈ આટલી સુંદર સ્ત્રી એકલી શા માટે?” પછી સરકી ગયેલી જીભ પર કાબુ રાખતા. વાતને બદલાવવા માહિની મમ્મી બોલી. “હા તો આજે તું અને માહી એકલાં જ કલકત્તા જોવા જાવ છો?” 

માહીની મમ્મીના છેલ્લા શબ્દોના વિચારમાંથી બહાર નીકળીને જીદ બોલી.“હા આંટી કેમ?” 

“ના બસ એમજ.” માહીની મમ્મી બોલી.

જ્યારે માહી અને તેની મમ્મી આ રીતે એકટક જોતી એટલે જીદ થોડું શરમાઈ રહી હતી.

“જો મારે માહીની જગ્યાએ દીકરો હોત તો હું તેના લગ્ન તારી સાથે જ કરી દેત.”માહિની મમ્મી ફરી બોલી.

તેની વાત સાંભળતા તેને ટોકતા માહી બોલી. “મમ્મી!”

પછી બધાંજ સવારનો નાસ્તો કરીને ઉભા થયાં. રામબાગન ચારરસ્તાની આગળ આવેલ કંપની બાગમાં જવા નીકળે છે. ત્યાં વિનય તેમની રાહ જોઈ રહ્યો હતો.

થોડીવારમાં જીદ અને માહી કંપનીબાગ સામે આવેલ અભેદાનંદરોડ પર આવી ગઈ. તે બંનેની આંખો કંપનીબાગમાં ફરવા લાગી અને જીદની નજર વિનય પર પડી. અચાનક જ તેની પાછળથી એક અવાજ આવ્યો. 

“આ ગાડી તો ઓગણીસો પંચાવનનું મોડલ છે. મને લાગ્યું કે વીનું હમણાં જ નવી આવેલી. ખુલ્લી વીંટેજ કારમાં ફરવા લઈ જશે. એક નંબરનો કંજૂસ અને મખ્ખીચુસ આદમી છે.” રોમ જીદની બાજુમાં આવતા બોલ્યો.

જીદ થોડું હસી. તેની બાજુમાં ઉભેલી માહી વિનયના લુકને જોઈ રહી હતી. વિનય પણ સફેદ શર્ટ પહેરીને આવ્યો હતો. તે જાણે કોઈ રાજકુમાર હોય તેવું લાગી રહ્યું હતું. 

  હવે વિનયની નજર પણ બાગની સામેના ફૂટપાથ ઉપર પડી. તેને પોતાની તરફ આવવા ઈશારો કર્યો અને ગાડીનું બારણું ખોલીને અંદર બેસી ગયો. જીદ અને માહી વિનય પાસે જાય છે. રોમ પાછળથી નાસ્તો લઈને આવી રહ્યોં છે. માહી અને જીદ ગાડીમાં બેસે છે અને રોમ પણ આવીને બેસી જાય છે. પછી રોમ બોલે છે. “હા તો ક્યાં જવાનું છે?”

“ક્યાં જવાનું મતલબ! એ જ ચંદ્રતાલા મંદિરે જવાનું છે.” વિનય પાછળની સીટમાં નજર કરીને બોલ્યો. પછી અભેદાનંદરોડ પર આગળ જઈને ડાબી તરફ આવેલ રવિન્દ્રસરણી રોડ પર ડાબી તરફ ચડ્યાં. 

“હા તો આપણે લાલપુરથી જવાહર રોડ પર નઈ જઈએ કેમ!” રોમને જાણે અગાઉ જ ખબર પડી ગઈ હોય તેમ તે બોલી ઉઠ્યો.

“હા. મતલબ ના. આપણે તે જ રસ્તે જઈશું. કેમ તને કોઈ વાંધો છે?” વિનય જાણે કઇ છુપાવતો હોય તે રીતે વાત બદલવા લાગ્યો.

“ના રે...ના મને અને વાંધાને તો સાત જન્મ સુધીની દુરી છે. તું તમ તાર ચાલ્યા કર... ને એવું લાગે તો વચ્ચે ઇન્ડિયામ્યુઝિયમ પણ આવે છે. ત્યાં પણ લઇ લે તો પણ હું તને નઈ કવ કે, તું તો ચંદ્રતાલા જવા નીકળ્યો હતો અને ક્યાં આવીને ઉભો રહ્યોં.”
વિનયના પ્લાનની ધજીયા ઉડાવતો રોમ બોલ્યો.

વિનયતો કંઈ જ બોલી નો શક્યો. માનમાંને મનમાં રોમને સાથે કેમ લાવ્યો તે માટે પછતાંતો હતો. પાછળ બેઠેલી માહી પણ હવે સમજી ગઈ હતીકે વિનય આ તરફ શા માટે જાય છે. એટલે માહી પણ રોમનો સાથ આપતા બોલી. “હા રોમ ભૈયા સાચું કે છે. તમે ત્યાં થોડીવાર જવા માંગતા હો તો પણ અમને કાંઈ વાંધો નથી.” 

જીદ થોડી શરમાઈ રહી હતી. પણ રોમના કાને માહીના મોંઢામાંથી નીકળે ભૈયા સાંભળીને જ પ્રતિભાવ આપવા તેનું મોં ખોલાવ્યું. “હું અને ભૈયા! વિનુડા ઉભી રાખ... ઉભી રાખ...”

“પણ કેમ!” વિનય ગાડી ચલાવતાં-ચલાવતાં બોલ્યો. 

“મેં તને કીધુંને!” રોમ હવે વિનયની સામે ઘુરીને જોઈ રહ્યોં હતો.

“હા આલે... સામે રહ્યું મ્યુઝિયમ બસ.” વિનયે જે વિચાર્યું હતું તે કામ થઈ ગયું હતું, એટલે ત્યાં સામે જ ગેટ પાસે ગાડી ઉભી રાખી.

રોમનું મોઢું ઉતરેલી કઢી જેવું થઈ ગયું અને બીજી જ ક્ષણે તેને પેલી એરહોસ્ટેસને જોઈ. તે ચમકી ગયો અને માહી તરફ જોઈને બોલી ઉઠ્યો. “જો માહી હવે તે મને ભાઈ બનાવી દીધો છે. જો,કે મને ગમ્યું તો નય. પણ તું હવેથી મારી નાની બહેન. એટલે ચાલ નાનકી તારી ભાભી શોધવા.”

માહી તો ચકિત થઈને બોગસ લાગતા રોમને આંખો ફાડીને જોતી જ રહીં. રોમેં એટલી જ વારમાં મસ્ત સેન્ટ લગાવ્યો. સ્પ્રેની સુગંધ ગાડીમાં જાજી વાર ટકી નહીં કેમકે, તે ખુલ્લી હતી. રોમ ગાડીના કાચમાં પોતાનો ચહેરો રાખી મસ્ત હેરસ્ટાઇલ કરી. જાણે તે રોમ હોય જ નય એવો મસ્ત લાગવા લાગ્યો અને ગાડીનું બારણું ખોલીને પોતાનો ડાબો પગ નીચે મુક્યો. જેવો તે ગાડીમાંથી સ્ટાઈલમાં ઉભો થવા ગયો કે તેની નઝર બુટની ખુલ્લી વાધરી (શૂ લેસિસ) ઉપર પડી. એન્ટ્રી વિખાય તે પહેલાં જ ફરી ગાડીમાં બેસી ગયો.

“શું થયું રોમિયો રોમ?” વિનય બોલ્યો.

રોમ હજું પણ બ્લૅકએન્ડવાઇટ ફિલ્મના કોઈ એક્શન હિરોની જેમ જ એન્ટ્રીમાં પોતાનો ડાબો પગ તેના જમણા સાથળ ઉપર રાખ્યો. પછી બોલ્યો. “તારી ભાભીને ખબરનો પડે એમ બુટની વાધરી બાંધી આપ.”

માહીની નવાઈ હવે ઓછી થઈ કેમકે રોમ તેનું લુક બદલી શકે સ્વભાવ નય. એટલે માહી બોલી. “ભૈયા અબ તો શૂ લેસિસ બાંધના શીખીએ.”
રોમે એકદમ ફિલ્મના ખલનાયક(વિલન)ની જેમ નજર ફેરવી અને માહી સામે જોઈને બોલ્યો. “હા તો એને હજું હા નથી પાડી. એટલે હું હજું પણ કુંવારો છું. અમને કુવારાઓને એવું બધું નો આવડે.”

જીદ હસી પડી એનો હસવાનો મતલબ વિનયથી હતો. વિનય એ સમજી ગયો અને રોમ હજું તેમના રોમાંસને આડે આવે તે પહેલાં જ તેના બુટની વાધરી બાંધી આપી. રોમ માહીને હાથ પકડીને લઇ ગયો અને ચાલતા-ચાલતા બોલતો જાતો હતો. “જો આમ તો મારે કોઈ બેન નથી એટલે મને કોઈ રાખડી મળતી નથી. પણ હું તને રક્ષાબંધનમાં મોંઘું ગિફ્ટ નય આપું.”

“હા! તો ભાઈ હોવું એ જ મારા માટે મોટી ખુશી છે.” માહી બોલી.

બંને આગળ ચાલ્યા ગયા હતા. હવે વિનય ગાડીને પાર્ક કરીને જીદને ગાડી અંદરથી નીકળવા હાથ આપે છે. વિનય અને જીદ બંનેજ ઝીણું-ઝીણું મલકાઈ રહ્યા હતા. પછી વિનય પોતાનો શર્ટ સરખો કરતો બોલ્યો. “તો જઈએ આપણે પણ મ્યુઝિયમ!” 

“હા કેમ નય!” જીદ બોલી.

“તું કેટલું જાણે છે ઇન્ડિયન મ્યુઝિયમ વિશે?” વિનયે જીદની સાથે વાતની શરૂઆત પ્રશ્નથી કરી.

“હું વધું તો નથી જાણતી. એકવાર કોલેજના પ્રોફેસરે કોલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમની વાત કરેલી.” જીદ પણ વાતને આગળ ધકેલવા માંગતી હોય તેમ બોલી.

“હમ્મ... મતલબ કે પહેલીવાર તું એ મ્યુઝિયમને પોતાની આંખોથી નિહાળી રહી છે. જેને તે સાંભળી જ હતી.” વિનય ખુશ થતા બોલ્યો.

“હા એ વાત તો સાચી.” જીદને આગળ ન સુજ્યું એટલે તેને હા માં જ જવાબ આપ્યો.

“હા તો હવે હું તારો ગાઈડ. જોકે, અહીંયા મોટે ભાગે વિદેશી જ ગાઈડનો ઉપયોગ કરતાં હોય છે પણ મને સ્વદેશીનો ગાઈડ બનવું વધું ગમશે.” વિનય બોલ્યો.

“હમ્મ... ઓકે મને પણ નવું જાણવું ગમશે. એ પણ...” જીદ અટકાઈ ગઈ પણ તેની આંખો ચોખ્ખું બોલી રહી હતી કે, “તમારી સાથે.” ખેર વિનય તે જીદની સ્માઈલથી સમજી ગયો હતો. 

“તો હવે હું તને ઇન્ડિયન મ્યુઝિયમની અંદર લઇ જઇ રહ્યો છું.” જીદની સામે જોઇને વિનય બોલ્યો અને આગળ વધવાનું ચાલુ કર્યું. ચાલતા-ચાલતા વિનય મ્યુઝિયમની વાતો કરવાનું શરૂ કરે છે.
“ઇન્ડિયન મ્યુઝિયમની શરૂઆત બે ફેબ્રુઆરી અઢારસોને ચૌદમાં કરવામાં આવી હતી. ભારતનું સૌથી મોટું અને જૂનું મ્યુઝિયમ એટલે ઇન્ડિયાન મ્યુઝિયમ. જેને અમે કલકત્તા વાસી ઓ જાદુઘર કહીએ છીએ. જોકે, હવે તું પણ...” વિનયનું અટકવું જીદનું ધ્યાન તેની તરફ ખેંચી ગયું.

“પણ... શું?” જીદે રોમાંસમાં વધારો કરવા પ્રશ્ન કર્યો. 

“કોલકત્તાની જ થઈ ગઈ છે.” વિનયે જીદની સાથે બોલવાનું સાહસ વધાર્યું.

“હમ્મ... પરંતુ મને હજું પણ ગુજરાત વધું ગમે છે.” વિનયના રોમાંસમાં થોડો દખલ કરતા જીદ બોલી.

એટલે વિનય ફરી મ્યુઝિયમની વાત પર આવ્યો. “આની અંદર પ્રાચીનવસ્તુ, જીવાષ્મ અને મુઘલ ચિત્રો જે બીજે ક્યાંય મળવા મુશ્કેલ છે. તો આપણે સૌ પ્રથમ જઈશું. શિવાલીક જીવાષ્મની અંદર જ્યાં મેમલ ગેલેરી છે. જેમાં આપણે પ્રાચીન પ્રાણીઓના હાડપિંજર જોઈશું.”

જીદ તે સાંભળતા જ બોલી. “ના મારે તે નથી જોવું.” જાણે તેને ઉબકા આવતા હોય તેમ કરવા લાગી. અંતે તો એક ગુજરાતી સ્ત્રી માટે કોઈ હાડપિંજર જોવું સહેલું નથી. કેમકે, જેને ઈંડુ જોઈને જ ઉલટી કરી નાંખી હોય તે હાડપિંજર જોવાની તાકાત ના ધરાવી શકે. 

વિનય તેની વાતમાં સહમત થયો અને પછી ધીમે-ધીમે બંને જૂની મૂર્તિઓ જોવા આરકયોલોજી ગેલેરીમાં જાય છે. 

   બીજી બાજુ રોમ અને માહી એરહોસ્ટેસની પાછળ-પાછળ ઇજિપ્તની મમ્મીને જોવા જાય છે. રોમ હવે માહીથી બેકદમ આગળ ચાલી રહ્યોં હતો અને એરહોસ્ટેસથી થોડો જ દૂર હતો. તે તેની ફ્રેન્ડ સાથે ઇંગ્લીશમાં વાતો કરતી-કરતી ચાલી રહી હતી. રોમ દૂર હોવાથી બવ સમજી શકતો ન હતો પણ જ્યારે એરહોસ્ટેસે તેની પાછળ ફરીને જોયું તો રોમ ફરી ચોંટી ગયો. તે હસવા લાગી. માહી તેના ભાઈની મૂર્તિને ટકોરા મારીને ખસેડવા લાગી.

રોમની મૂર્તિ ફરી નિખરી અને રોમ ગભરાઈને એકદમ બોલ્યો. “એ..ય...” તેની ચીસ થોડી વધુ હતી એટલે આજુબાજુના લોકોની નજર તેના પર પડી. પણ રોમને તેમની કાંઈ જ પડી નોહતી. તે ફરી એરહોસ્ટેસની પાછળ ચાલવા લાગ્યો. પોતાના વાળ સરખા કરતો હતો, માહી ફરી તેની પાછળ પર્સ લઈને ચાલવા લાગી. 

હવે રોમ અને તે એરહોસ્ટેસ અને તેની બધી જ ફ્રેન્ડ મમ્મીને જોવા ઉભા રહ્યાં. એ જ સમયે એક છોકરી એરહોસ્ટેસના ખંભા ઉપર હાથ રાખીને બોલી. “આરાધ્યા મુજે બહોત ડર લગ રહા હૈ.” 
અને રોમ તે સમયે જ સમયે અચાનક ઈજિપ્તની મમ્મીને જોઈને ડરી અને બમ નીકળી ગઈ. “આ...આ......” જેના લીધે આરાધ્યા અને તેના ફ્રેન્ડ પણ ડરી ગયા ને આમ તેમ દોડવા લાગ્યાં. હજુ આરાધ્યા ભાગી જ રહી હતી કે તે લપ્સીને તાબુતમાં પડવા જ જઇ રહી હતી કે, રોમે તેની કમર પર હાથ રાખીને અટકાવી લીધી.

આરાધ્યા અટકાઈ ગઈ હતી. માહીનું મોંઢું ખુલ્લું રહી ગયું. રોમને આ સીન હવે જિંદગી ભર યાદ રહેશે અને ધીમેથી તેણીને સીધી કરી. તેની સહેલીઓ ત્યાં આવી પોહચી. રોમની રોમાન્ટિક પળનો ભંગ પાડવા એક છોકરી બોલી. “અહીંયા તો બધુંજ ઠીક છે તો ચીસ કોને પાડી?” 

હવે રોમ સમજી ગયો કે, હવે તેને અહીંથી નીકળવું પડશે અને ફટાફટ ગાયબ થઈ ગયો.

***

પ્રેમનો સ્વીકાર


 'ॐ श्रां श्रीं श्रौं चन्द्रमसे नम:।'

“એકસો પૂરા...” રોમ પોતાની આંગળીઓના પેઢાથી ગણતો-ગણતો બોલ્યો. 

બ્રાહ્મણની નજર રોમ ઉપર પડી. તેની સામે જ યજ્ઞમાં એકસોઆઠવાર હોમ કરી ચૂકેલી જીદ પરસેવેથી રેબઝેબ થઈ ગઈ. માહી જીદની પાસે જ મંદિરના પ્રાંગણમાં બેઠી હતી. વિનય પોતાની ઘડિયાળ તેના પેન્ટની જમણી બાજુના ખીચ્ચામાં રાખતો-રાખતો રોમને અટકાવતા ધીમેથી બોલ્યો. 
“ધીમે રોમ... ધીમે.”

રોમે તેને થોડી કડવાસથી જોયો. બંને આંખો તેના નેણસાથે મળી રહી હતી અને નાક દેડકાની જેમ ફુલાવા લાગ્યું. એટલે વિનય તેને શાંત કરતા બોલ્યો. “મતલબ તું એમ માને છે કે, એ એરહોસ્ટેસની સહેલીઓને મેં કહ્યું હતું!”

“હું માનતો નથી પણ જાણું છું.” રોમે અવાજ ઉંચો કર્યો. 

વિનય તેને શાંત કરવા ફરી બોલ્યો. “અલા... રોમ તને તારા ભાઈ જેવા ભાઈબંધ પર વિશ્વાસ નથી!”

“વિશ્વાસ! ગળા સુધીનો વિશ્વાસ છે કે, મારી જિંદગીની પેહલી રોમાન્ટિક પળ તું જ અને તું જ બગાડી શકે.” રોમ વિનય તરફ આંગળી કરતો બોલ્યો.

હવનમાં બેસેલી જીદ અને માહી ઝીણું-ઝીણું હસી રહી હતી. કેમકે, રોમની રોમાન્ટિક પળ વિનયે બગાડી એ વાત માહીને જીદે કરી હતી. જે વાત લઇને માહીએ તેના નવા ભાઈને કરી. જે અત્યારે કાચીડાની જેમ લાલ-પીળારંગનો થઈ રહ્યો છે અને જોર-જોરથી શ્વાસ લઇને અખલાની માફક કાઢી રહ્યોં છે. 

“અરે... એ સે દોસ્ત સે તો દુશ્મનહી અચ્છે...
જો ના દેખ શકે અપને હી દોસ્ત કે બચ્ચે.”
રોમ ગુસ્સામાં શાયરીઓ બબડતો હતો. 

“બચ્ચે...!” બોલીને જીદ અને માહી ખડખડાટ હસવા લાગી. પુજારી આ બધાનું નાટક જોઈ રહ્યોં હતો અને પોતાના માથાને ખાંજોળી રહ્યોં હતો. કલકત્તામાં હિન્દી બોલવાવાળો બ્રાહ્મણ ગોતવો ખુબજ અઘરું કામ હતું. જેની સામે આ બધા લોકો ગુજરાતી બોલી રહ્યાં હતા. તેનું માથું ખંજોળવુંએ સ્વાભાવિક હતું.

“હું તારી સાથે વાત નય કરું.” રોમ બોલ્યો. વિનય આગળ કઈનો બોલ્યો. જેથી તેની પોલનો ખુલ્લે. તે હવે પંડિત સાથે વાત કરવા લાગ્યો.

“પંડિતજી પૂજા પુરી હો ગયી! તો હમ ચલે યહાઁ સે.” વિનયને જવાની ઉતાવળ હતી કેમકે, તેને હજુ સ્નેહાનો કેસ સોલ કરવાનો છે.

જીદ ઉભી થઇ ગઈ. માહી પણ તેની પાછળ-પાછળ ચંદ્રદેવને હાથ જોડતી ઉભી થઇ. જીદે પોતાનું પર્સ લીધું અને પંડિતજીની સામે જોયું પછી બોલી. “પંડિતજી કિતની દક્ષિણા હુંઇ?” 

પંડિતે પહેલાં વિનય તરફ નજર કરી. વિનય તેને ઈશારો કરીને ના પાડી રહ્યોં હતો. એટલે પંડિતે ધીમેથી કહ્યું. “કુછ નહીં બેટા હમતો ચંદ્રદેવ કે, ભક્ત હૈ. ઉનકે લિયે ઇતના તો કર હી શકતે હે.”

પંડિત હજું પૂરું બોલ્યો નો બોલ્યો ત્યાં તો રોમ પાછળથી બોલ્યો. “શું ઈશારા કરે છે પંડિતને?”

વિનય મનોમન બડબડવા (આજે આ મારું ભંગાવીને જ રેહશે.)

“હા તો મારું બરબાદ કરીને. તું શાંતિથી કેમ જીવી શકે?” જાણે તેના મનની વાત જાણી ગયો હોય તેમ રોમ બોલ્યો.

વિનય આશ્ચર્યથી જોવા લાગ્યો. પછી પંડિતને દક્ષિણા આપીને બધા ત્યાંથી નીકળ્યાં. માહી, રોમ અને પંડિત આગળ ગાડી પાસે પહોંચ્યા. એ સમયે વિનય જીદની વસ્તુ પેકેજ કરવામાં મદદ કરવા લાગ્યો. યજ્ઞ કુંડની બાજુમાં જ એક પુસ્તક પડી હતી. વિનયે તેને પોતાના હાથમાં લીધી અને જેવો ખોલવા ગયો કે જીદે એકદમથી તેના હાથમાંથી છટકાવી લીધી. વિનય ચકિત થઈ ગયો. 

“શું થયું?” વિનય બોલ્યો.

“કંઈ નય. બસ એમજ મને મારી વસ્તુ બીજાને અડવા દેવી નથી ગમતી.” જીદ ગભરામણમાં બોલી ઉઠી. 

(બીજા શબ્દ સાંભળી વિનય નિરાશ થઈ ગયો.) “સોરી.” બોલીને વિનય ઉભો થઈને ગાડી તરફ ચાલવા લાગ્યો. જીદને લાગ્યું કે, ગભરામણમાં વધુ બોલી ગઈ. એટલે થોડા ઉંચા અવાજે બોલો. “સોરી. મારા કહેવાનો મતલબ એ નોંહતો.”

વિનય અટકાયો અને થોડું મુસ્કુરાઈને બોલ્યો. “મતલબ હોય કે ના હોય છે સાચું જ.” 

“ના સાચું નથી.” જીદ જાણે કોઈ વીજળીનો કરન્ટ લાગ્યો હોય તેમ બોલી.

“હા તો જણાવ હું તારા માટે કોણ છું. તારે શું થાવ છું. કંઈ જ નય!” વિનય તડપી ઉઠ્યો.

“મારુ... મારા...” જીદ બોલીવાની હિંમત નથી કરી શકતી. વિનય પણ એકટક તેની સામે જ જોઈને ઉભો હતો. થોડીવારમાં જીદની આંખોમાં આસું આવી ગયાં. જાણે તેના હૃદયમાંથી જ્વાળામુખી ફાટી નીકળ્યો હોય. વિનય વાતને સમજતા જ જીદને જઈને ભેટી પડ્યો.

“મને માફ કરી દે. હું તો બસ તારા મોંઢે સાંભળવા માંગતો હતો. આઇ લવ યુ. લવ યુ શો મચ.” વિનય જીદને બાહોમાં સમેટીને બોલી રહ્યોં હતો. 

જીદ તેની સાથે હંમેશા રહેવા માંગે છે એટ્લે તે બોલી. “તો આ મંદિરની સાક્ષીમાં કસમ ખાઓ. મને ક્યારેય નય છોડો.” 

***