Chandrvanshi - 2 - 2.3 in Gujarati Women Focused by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 2 - અંક 2.3

Featured Books
  • Operation Mirror - 4

    अभी तक आपने पढ़ा दोनों क्लोन में से असली कौन है पहचान मुश्कि...

  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 2 - અંક 2.3


સાઈના હવે તેની સામે ખુલ્લીને વાત કરે છે. “મારી કોલેજમાં એક નયન નામનો છોકરો હતો. જેમ તું જાણે છે તેમ. આખા ભારતમાં સારામાં સારી કમ્પ્યુટર્સ કોલેજ તે છે. કદાચ તે પણ મારી જેમ કમ્પ્યુટરનો શોખીન હતો. અંગ્રેજી અને ગુજરાતીભાષા સિવાય તે વધુ બે ભાષાનો તજજ્ઞ હતો. હિન્દી અને બંગાળી.”


“હું તેને જ્યારે પહેલીવાર મળી ત્યારે તે પણ મારી જેમ એ પણ પ્રિન્સિપાલની ઓફિસમાં એક ખૂણામાં ઉભો હતો. લગભગ અડધું વર્ષ પૂરું થઈ ગયું હતું અમારા ભણતરનું. પ્રિન્સિપાલે પ્રશ્ન અમને કર્યો. કાલે તમે બંન્ને મેન કોમ્પ્યુટર હોલમાં શું કરતાં હતાં?”


‘હું વિચારમાં પડી ગઈ. (અમે બંન્ને મેં તો આને અત્યારે જોયો.) હું કંઈ બોલું તે પહેલાં જ પ્રિન્સિપાલ બોલ્યો : “કાલે ચાર કમ્પ્યુટર પર કોઈકે રિસર્ચ કર્યું છે. જ્યારે પ્રોફેસરને ખબર પડી એમને મને વાત કરી. મેં બધી જ જાણકારી મેળવી ત્યારે ખબર પડી કે છેલ્લે જ્યારે રજા પડવાનો ટાઈમ હતો. ત્યારે એક છોકરો અને છોકરી અહીંથી વારા ફરતી નીકળ્યાં હતા.”


પછી મેં પ્રિન્સિપાલને વાત કરી. “સર હું આને નથી ઓળખતી પણ... હું આગળ બોલું તે પહેલાં જ તેને મને પ્રિસિપાલ સામે જ કિસ કરી લીધી.”

અને હિન્દીમાં કહ્યું. “સર સોરી હમ દોનો તો અંદર કિસી ઔર કામ સે ગયે થે. વૈસે ભી આપકો લાગતા હૈ કી મુજે કમ્પ્યુટર્સ કે બારે મેં કુછ આતા હૈ?”


પ્રિન્સિપલ અમને લવર સમજી કાંઈનો બોલ્યા અને જવા માટે કહ્યું. બહાર નીકળીને મેં તેને હિન્દીમાં પૂછ્યું. “તું ને મુઝે કિસ કયું કિયા ઔર પ્રિન્સિપાલ કો ક્યુ જુઠ બોલા? તેરી વજે સે મેરી બદનામી હો જાયેંગી પુરે કોલેજ મેં.”


તેને મને સોરી કહ્યું અને ગુજરાતીમાં કંઇક બબડીયો. તે સમયે હું ગુજરાતી નોહતી જાણતી. એટલે મેં તેને ફરી હિન્દીમાં પૂછ્યું. કેમકે મને એ તો ખબર હતી કે આ છોકરો બંગાળી તો નથી જ. “તું હે કહા કા?” અને તેને ગુજરાતનું નામ આપ્યું.


મેં તેની સામે જોયું અને તેને ત્યાંથી જવાનું કહ્યું. ત્યારબાદ અવારનવાર અમે બંને મળવા લાગ્યા. સમય જતાં મને નયન ગમવા લાગ્યો. તેને પણ હું પસંદ હતી. અમે બંને એ આમ જ કોલેજના બે વર્ષ પુરા કર્યાં અને... 


જીદ સાઈનાને વચ્ચે અટકાવતા પ્રશ્ન પુછે છે : “તમે બંને એ દિવસે ત્યાં કોમ્પ્યુટરસાથે શું કરતા હતા?”


“તે દિવસે અમે બંને એ નવા કોમ્પ્યુટરમાં આવેલ (ic) Integrated Circuitને ચેક કરવા ગયા હતા. જે અમારાથી બંધ ના થયું એટલે બીજું ખોલીને જોઈને પેલાને બંધ કરવાની ટ્રાય કરતા જ હતા કે રજા પડી ગઈ. અમે ત્યારે તો એકબીજાને નોહતા જોયા પરંતુ કિસ્મતથી તો પણ મળી ગયા.” સાઈનાના મોંઢા પર ચમક હતી.


“તો પછી શું થયું કે તમે બંને ના મળી શક્યા?”


“પેહલી વાત હું બંગાળી હતી. મારી ફેમિલીએ તો તેને અપનાવી લીધો પરંતુ તેની માતાને બંગાળી નય પણ ગુજરાતી ગમતી હતી. તેમ છતાં તેણે તેને મનાવી અને મને ગુજરાતી શીખવવા લાગ્યો પણ હું હતી કે તેને સીરીયસ લેતી જ નય.”


“એક દિવસ અચાનક તેની માતાનું એક્સિડન્ટ થયું. તે અહીંયાથી ત્યાં ગયો અને લગભગ ત્રીસ દિવસ પછી લેટર મળ્યો હિન્દીમાં. ‘મેરી માં કી આખરી ઈચ્છા થી કી મેં એક ગુજરાતીસે શાદી કરેલું.’

તેનાથી વધુ તે લખી શક્યો ન હતો. મને મારી ભુલ સમજાઈ અને હું તેની યાદમાં હંમેશા ગુજરાતી બુક્સ વાંચવા લાગી.”


જીદની આંખોમાં પણ જર્જરીયા આવી ગયા. લાંબા શ્વાસ સાથે તેને પોતાનું મોઢું ફેરવીને તેની નાની એકાઉન્ટ ઓફિસના બારણાં તરફ ફેરવ્યું.


ઓફિસના બારણાંની સામે જ રોમ ઉભો હતો.

ઢીલી પડેલી જીદનું મન હવે મોહિત થયેલા વિનયને શોધવા લાગ્યું. રોમ એકાઉન્ટ ઓફિસની બહાર પેલા રોમિયો આસિસ્ટન્ટને

હેરાન કરી રહ્યો છે.


***