Chandrvanshi - 2 in Gujarati Women Focused by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 2

Featured Books
  • Operation Mirror - 4

    अभी तक आपने पढ़ा दोनों क्लोन में से असली कौन है पहचान मुश्कि...

  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 2

જીદ માહિના ઘરે આવે છે. માહીનું ઘર કોલકાતાના દાજીપરમાં છે. માહીએ બારણું ખટ-ખટાવ્યું. “હા આવી રહીં હું.” હિન્દી અને ગુજરાતીનું મિશ્રણ કરતી માહિની મમ્મીએ બારણું ખોલ્યું. “ઓહો બહુ જલ્દી આવી ગયા દીકરા.” માહિની મમ્મીએ વ્હાલ સોયા શબ્દોથી બંન્નેનું સ્વાગત કર્યુ.

     જીદ માહીના મમ્મી અને પપ્પાને મળે છે. તેમના ચરણ સ્પર્શ કરે છે અને આશીર્વાદ લે છે. તે બધા નવા-જૂની વાતો કરે છે અને આમ, તે સાંજ જીદ માટે ખુશીમાં ફેરવાય જાય છે. રાતે જમીને જીદ તેની મમ્મીને માહિના ઘરનાં ટેલીફોનમાંથી ફોન કરે છે પણ કોઈ કારણોસર ટેલિફોનનો કવરેજ પ્રોબ્લેમ હતો. ત્યારબાદ માહી તેના ગુજરાતવાળા આંટીને ફોન કરે છે. તેમને ફોન ઉપાડ્યો. “હા આંટી હું કલકત્તાથી માહી બોલું છું.”

“અરે... માહી! તું તો ગુજરાત આવવાનું કેહતી હતીને. કેમ તારી ફ્રેન્ડે ના પાડી?” ફોનમાંથી આંટી બોલ્યા.

“ના આંટી એ તો અત્યારે મારી સાથે જ છે. હું હજું હમણાં જ ગુજરાતથી આવી.”

“અરે! એમ કેમ બેટા ગુજરાત આવી અને અમને મળ્યા વગર નીકળી પણ ગઈ.” આશ્ચર્ય સાથે આંટી બોલ્યાં.

“આંટી થોડા દિવસોથી ઓફિસમાં થોડું કામનું પ્રેસર વધારે છે એટલે જીદને પણ અમદાવાદ એરપોર્ટ જ બોલાવી લીધી હતી.” માહી આંટીને મનાવવા બોલી.

“કાંઈ વાંધો નય પણ ફરી જ્યારે આવ ત્યારે અહીંયા આવવાનું ભુલતી નય!” 

“જરૂર આંટી. ઓકે બાય.”

“બાય બેટા.” આંટીનો અવાજ પણ થોડો કપાઈને આવ્યો. પરંતુ, કોઈએ એમાં ધ્યાન ન આપ્યું.

જીદ ચિંતા કરતા બોલી. “અરે આંટીને કોલ લાગ્યો પણ મમ્માને કેમનો લાગ્યો?” ઍટલે માહી બોલી. “આજે કદાચ વાદળાને લીધે તેવી આશંકા છે કે, ત્યાં કવરેજ નહીં આવતો હોય.”

જીદ ઝડપી પ્રત્યુત્તર આપતા બોલી. “તો આંટીને કેમ લાગ્યો.”

“એતો આંટી સીટીની મુખ્ય સોસાયટીમાં રહે છે એટલે ખાસ સુવિધા હશે કદાચ. એટલે આપણે કાલે તારા મમ્મીને ફોન કરશું અને નઈ લાગે તો તાર મોકલી દઈશું. ચાલ અત્યારે સુઈ જા. હું બવ થાકી ગઈ છું.” માહી જીદને સુવાનું કહીને સુઈ જાય છે.

 

  સવારે લગભગ આઠવાગ્યે માહિને તેના મમ્મી જગાડવા આવ્યા અને એકદમથી માહિના મોઢા ઉપર એકા-એક પાણીની ડોલ રેડી દીધી. ફફડી ગયેલી માહી એકદમ આંખો ચોળતી જાગી અને ચશ્મા ચડાવીને જોયું તો તેના રૂમમાં તેની મમ્મી, જીદ અને તેના પપ્પા તેની નઝર સામે હતા અને બધા એક જ સાથે બોલ્યા. “હેપી બર્થ ડે ટુ યુ.... હેપી બર્થ ડે ટુ યુ.... હેપી બર્થ ડે ડીયર માહિ.” માહિ ડરેલી હાલતમાં પણ હસવા લાગી. કેમકે, ઘરમાં બર્થડેના દિવસે પાણી નાખવાની શરૂઆત તેને જ કરી હતી. માહિ બેડ ઉપરથી ઉભી થઈને. તેના મમ્મીને ભેટી પડે છે. બધા માહિને વિષ કરવા આતુર હતા. એટલે તેમણે નવા કપડાં પહેર્યાં હતા. ગળે લગાડેલી માહીને માથે હાથ રાખતા તેના મમ્મી તેનું બાળપણ યાદ કરે છે.

“આજે માહિનો ત્રેવીશમો જન્મ દિવસ છે. જ્યારે માહિનો જન્મ થયો ત્યારે તે હસ્પિટલમાં એક મોટો બોમ્બ-બ્લાસ્ટ થયો હતો. પરંતુ, માહિ અને મને કોઈ ઇજા થઈ નહતી. બધાનું એવું માનવું હતું કે, કોઈ રાજાની દીકરીને મારવા માટે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ, સમાચારપત્રએ તો તેને અલગ જ રૂપ આપીને. આતંકી હુમલો ગણાવીને પાકિસ્તાન તરફ બધાનું ધ્યાન ખેચી લીધું હતું. 

  ત્યારબાદ માહિ જ્યારે બે મહિનાની થઇ, ત્યારે તેને તાવ આવ્યો હતો અને  ત્યારે ત્યાંની એક હોસ્પિટલમાં જ જીદને લઈને તેની મમ્મી આવી હતી. તેમણે જીદના માટે માતાના દૂધની જરૂર હતી. ત્યારે માહિની મમ્મીએ જ તેને પોતાનું દૂધ પાયુ હતું. 

તે સમયે જીદ અને માહિના મમ્મી પેહલીવાર મળ્યા હતા. થોડા સમયબાદ જીદ અને તેની મમ્મી પણ માહિના ઘર સામે જ રેહવા આવી જાય છે. ત્યારબાદ જીદ અને માહિ બંને એક જ સ્કૂલમાં ભણવા જાય છે અને બંને બેસ્ટફ્રેન્ડ થઈ જાય છે. ઓગણીસોને સાહિઠમાં માહિના પપ્પા કલકતા જોબ કરવા જાય છે. ત્યારબાદ સાત-આઠ વર્ષબાદ માહિ અને તેના મમ્મીને કલકત્તા લઈ જાય છે અને પછી તો એક પછી એક તે સોસાયટીમાંથી નીકળી જાય છે અને પાછા કહેતાં પણ જાયછે. “હવે, તો વિદેશમાં જઈને નોકરી કરવાનો ક્રેજ આવી ગયો છે.” જ્યારે માહિને જોબ મળે છે. ત્યારે થોડા સમયબાદ જીદનું ડૉક્યુમેન્ટ તે ત્યાં ભૂલથી આપી દે છે અને ત્યારે તે ડૉક્યુમેન્ટ જોઈને. માહિના મેડમ જીદને નોકરી આપવીની વાત માહિને કરે છે. 

  ત્યારે માહિ પણ ખુશ થઈને જીદને વાત કરે છે. પણ ત્યારે તેના મમ્મી કલકત્તા જવાની ના પડી દે છે. આજે છ મહિનાબાદ જીદ માહિના ઘરે તેના જન્મના દિવસે જ કલકત્તા તેની સાથે છે.”

બધા જ ખુશ હતા અને જુની વાતો યાદ કરીને હસી રહ્યાં હતાં. માહિ ફ્રેશ થઈ એકદમ તૈયાર થઈને નીચે આવે છે. માહિ અને જીદ બંને નાસ્તો કરીને નોકરી પર જવા નીકળે છે. 

***