Takshshila - 14 in Gujarati Thriller by અનિકેત ટાંક books and stories PDF | તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 14

Featured Books
  • यक्षिणी

    “शांत रातों में जो गूंजती है,वो कोई सादा प्रार्थना नहीं...हर...

  • पहली नज़र की खामोशी - 5

    ️ एपिसोड 5 – जब स्पर्श डराने लगे---1. नैना की सुबह – एक टूटी...

  • Rebirth in Novel Villanes - 2

     6. आरोप और आग़ाज़ कुछ ही दिन बाद, लूसी महल के खाने के दौरान...

  • सार्थक प्यार

    आज के दौर में प्यार करना, शादी करना, तलाक लेना फिर शादी करना...

  • 30 Minister with My Angel - 2

    डॉक्टर ने आकर PSI दत्ता से कहा — "कुछ ही देर में रोशन को होश...

Categories
Share

તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 14

તક્ષશિલા. એક નવી સવાર. એક નવો યુગ. આજનો દિવસ તક્ષશિલા માટે માત્ર તહેવાર નહોતો, પણ એક ઐતિહાસિક સંધિબિંદુ હતો જયારે ભૂતકાળના પાથરો પર નવી પેઢીની ભાવિ મંજિલ ઘડાવાની હતી.

સવારે સવારે જયારે સૂરજના કિરણો હળવે ધોવાઈ રહ્યા હતા, ત્યારે નગરજનો સ્વયંસ્ફૂર્ત રીતે પોતાના ઘરો બહાર નીકળી પડ્યા. રાજમાર્ગો પર ઘોડા નહીં, આજે ઉપસ્થિતિ હતી પૂજાપાત્ર સંસ્કૃતિની. ફૂલોની પાંખથી ઢંકાયેલા રસ્તાઓ, ધ્વજોથી શોભતા મંડપો, ઘંટધ્વનિ અને મંત્રોચ્ચારથી ગૂંજતા મંદિરો… સમગ્ર તક્ષશિલા આજે નવજીવનથી ધબકતું હતું.

રાજમહેલના મુખ્ય પ્રાંગણમાં વિશાળ શપથવિધી માટે મહામંડપ ઊભો કરાયો હતો. મધ્યમાં અગ્નિકુંડ ધૂમ્રપટો વહાવતું હતું. ચારેય તરફ થી યુદ્ધવિદ્યાશાળાના મુખ્ય આચાર્યો, રાજમંત્રીઓ, સેનાપતિઓ અને તપસ્વી વિદ્વાનો હાજર હતા. પ્રતિનિધિઓએ રાજમંડપના સન્મુખ પુષ્પગૂંચો ધરાવ્યો હતો. જનતા દરબારની બહાર એકત્ર થઈ હતી કોઈ વૃદ્ધ ધર્મગ્રંથ પઠન કરતા, તો કોઈ બાળક ચંદ્રપ્રકાશના નામે ઘોષણા કરતા.


શબ્દો શાંત થયા. એક મુક્ત પ્રકાશ છાંયે પડ્યો. દુધીયા વસ્ત્રમાં, સીધી પીઠ, ઊંચા મસ્તક અને શાંત આંખો સાથે યુવરાજ ચંદ્રપ્રકાશ ધીરે ધીરે મંચ તરફ વધ્યા. તેમના પગલે ઘંટઘોષ અને મંત્ર ગૂંજી ઉઠ્યા. પાછળ તેમની ઢાલ સમાન ઊભેલા ભાઈ સૂર્યપ્રતાપ સર્જક અને સંરક્ષક બંને એક મંચ પર.

વિદ્વાનો દ્વારા યજ્ઞારંભ શરૂ થયો. ધૂપની શોભા સાથે શબ્દોના સ્પંદન મંડપને પવિત્રતાની છાંયાથી આવરી રહેલા. આચાર્ય ચાણક્યના માર્ગદર્શન હેઠળ શપથવિધિ આગળ વધી.

ચંદ્રપ્રકાશએ ધર્મગ્રંથ પર હાથ મૂક્યો. ચાણક્યએ અવાજ ઊંચક્યો:

"યુવરાજ ચંદ્રપ્રકાશ, શું તમે તક્ષશિલાની પ્રજાની સામે આજ પવિત્ર ઘડીમાં પોતાની નિષ્ઠા અને સેવા માટે શપથ લેવા તૈયાર છો?"

"હું તૈયાર છું," ચંદ્રપ્રકાશે જણાવ્યું. અવાજ ઊંડો, દૃઢ અને સાફ હતો જેમાં ભય નહોતો, પણ ઊંડો ભાવ હતો.


"હું, ચંદ્રપ્રકાશ, તક્ષશિલાના નાગરિકો સમક્ષ, આજે, સંપૂર્ણ જ્ઞાન, બુદ્ધિ અને આત્મનિષ્ઠાથી, યુવરાજ તરીકે શપથ લઉં છું:

કે હું મારા રાજપદનો ઉપયોગ માત્ર શાસન માટે નહિ, પણ સેવા માટે કરીશ; કે હું ધર્મની રક્ષા અને ન્યાયના સ્થાપન માટે કાયમ નિષ્ઠાવાન રહીશ; કે દરેક જાતિના, ધર્મના અને વર્ગના નાગરિકોને સમાન સમજ, સંવેદના અને સન્માન આપીને ન્યાય કરીશ; કે મારી ભાષા નમ્રતા જન્માવશે અને મારા કર્મો એક આદર્શ સ્થાપિત કરશે; કે હું તક્ષશિલાની વિદ્યા પરંપરાને માત્ર જાળવી નહિ પણ તેને આધુનિકતાની દૃષ્ટિથી પ્રગટ કરીશ; કે હું ભ્રષ્ટાચાર, દુરાચાર અને અન્યાય સામે અવાજ ઊંચકાવામાં ક્યારેય ડગાવો નહીં; કે હું મારા ભવિષ્યના દરેક નિર્ણયમાં લોકોના હિત, લોકોના કલ્યાણ અને દેશના ગૌરવને પ્રથમ સ્થાન આપું; કે હું શત્રુ સામે કરુણા અને સ્ફૂર્તિથી પણ મારી પ્રજાની રક્ષામાં અજમાવેલી તલવાર સમાન બળ સાથે ઊભો રહીશ; કે હું રાજસિંહાસનને વૈભવ નહીં, પણ જવાબદારી માનું; અને કે મારા જીવનના અંતિમ શ્વાસ સુધી, હું તક્ષશિલાની ચેતના અને સમૃદ્ધિ માટે સમર્પિત રહીશ.

આ શપથ હું મારાં રક્તથી કાગળ પર નહિ પણ હૃદય પર લખી રહ્યો છું.”


મહારાજ આર્યન પોતાના સિંહાસન પરથી ઊભા થયા. તેઓએ ચંદ્રપ્રકાશના માથા પર હાથ મૂક્યો. "ભગવાન તને બુદ્ધિ આપે, તાકાત આપે, અને એવા શાસક બનાવે, જે લોકોના દિલમાં નહિ—પણ તેમના જીવનમાં સ્થાન ધરાવે."

તક્ષશિલાનું મંડપ તાળીઓથી ગૂંજી ઉઠ્યું. શસ્ત્રો ઊંચા થયા. ધ્વજ હવામાં લહેરાવા લાગ્યા. નગરમાં ઘોષણા ફેલાઈ:

"ચિરંજીવી યુવરાજ ચંદ્રપ્રકાશ! તક્ષશિલાનો તેજ, નમ્રતા અને ન્યાયનો સ્તંભ!"

પણ એ પ્રસન્નતામાં પણ એક પડછાયો શ્વાસ લઈ રહ્યો હતો.

મંડપના પાછળના પાંખમાં, ચાણક્યએ ગુપ્તચર દસ્તાવેજ ઉપર નજર કરી. ત્યાં માત્ર બે શબ્દો લખેલા હતા:

"બીજું પગલું – આજે રાત્રે."

ચાણક્યએ આંખ ઉંચકી. ખભા પાછળ ઊભેલા સૂર્યપ્રતાપ સાથે નજર મિલાવી. માત્ર નજરથી સંકેત થયો:

"રાત્રે રક્ષા એક નહીં, અનેક જોખમો સામે કરવાની છે. યુદ્ધ હવે ઘૂઘવાટથી નહિ, પડછાયાથી લડાશે."

મંડપની બાજુમાં ઊભેલા કેટલાક દરબાર સભ્યોના ચહેરા હજુ સ્થિર નહોતા. ખાસ કરીને મહામંત્રી શર્મિષ્ઠ અને નગરપાલક ઘનશ્યામ વચ્ચે નિઃશબ્દ વિવાદ ચાલી રહ્યો હતો. ચાણક્યએ એ લહેરાતી લાગણી પકડી. તેમણે મનમાં લખ્યું:

"શપથના તાપથી ઘણાંઓનાં પડછાયાં ઓગળી રહ્યા છે. અને જ્યાં પડછાયાં ઓગળે, ત્યાં જૂના ઘાત પિગળી નવું રૂપ લે છે."

દરબારમાંથી નીકળતા પહેલા, ચાણક્યને છેલ્લો એક પત્ર મળ્યો:

"જય છદ્મ છે. શપથ એક ઢાળ છે. યુદ્ધ તો હવે રાજમહેલની અંદર જ શરૂ થશે. તમારી પાસે ૭ રાત છે. એક નક્કી જવાબ શોધજો 'તમાંરું પોતાનું' કોણ છે?'"


તેઓએ પત્ર વાળ્યો. તરત જ એક નાની અગ્નિમાં રાખીને તેનો ભસ્મ કર્યો. અને મનમાં કહ્યું:

"હું તક્ષશિલાને માટે લડી રહ્યો છું ના તખ્ત માટે, પણ તત્ત્વ માટે. હવે જો ઘાત અંદર છે, તો મારી આંખ અંદર જોવા તૈયાર છે."