એક સફળ ફીલ્મ બનાવવી એ કોઈ નાની સુની વાત નથી, હા ખાલી ફિલ્મ જ બનાવવી હોય તો પછી એ અલગ વાત છે.
માટે આ ફિલ્મ બિઝનેસમાં એક વાત હંમેશા યાદ રાખવી કે,
એક સફળ ફિલ્મ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એ વાતનું પૂરતું ધ્યાન રાખવું અનિવાર્ય છે કે,
આ ફિલ્મની પાછળ કોઈ એક વ્યક્તિનું નસીબ નહીં,
પરંતુ અસંખ્ય લોકોના નસીબ જોડાયેલા હોય છે,
માટે સૌથી પહેલા તો આપણને એ બાબતનું પૂરેપૂરું જ્ઞાન હોવું અતિ આવશ્યક છે કે,
જે તે વ્યક્તિ જે આપણા પ્રોજેક્ટનો હિસ્સો છે,
પછી એ ભલે નાનો હોય કે મોટો, પ્રોજેક્ટમાં એનું કામ ઓછું હોય કે વધારે, એ પડદાંની પાછળ કામ કરવાનો છે, કે પછી કેમેરાની સામે,
એ બધું મેટર નથી કરતું, પરંતુ મેટર કરે એવી મોટી અને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે,
આપણા પ્રોજેક્ટમાં જોડાયેલ ટીમના દરેકે દરેક વ્યક્તિને, પ્રોજેક્ટમાં જે કામ અર્થે આપણે પસંદ કર્યા છે, એ કામમાં એ કેટલા માહિર છે ?
અને એમની એ આવડત,
જો આની પહેલાં એમણે કોઈ પ્રોજેક્ટ કર્યો હોય તો,
એમના આગળના સફળ પ્રોજેક્ટમાં એમની કુશળતા એમણે બતાવી હોય, એનાથી એક સ્ટેપ ઉપરની કુશળતા બતાવવાનો, એનાથી પણ વિશેષ કરવાનો ઉત્સાહ, અને ઉત્સુકતા એમનાં ચહેરા પર આપણને દેખાય છે ?
જો હા,
તો પછી બીજું કંઈ વિશેષ જોવાની આવશ્યકતા નથી રહેતી.
કેમકે પછી ભલે એ જે તે વ્યક્તિ, એજન્સી કંપની કે પછી કોઈ કલાકાર એમને, ચાર્જ, વેતન, કે પછી મહેનતાણું ઓછું મળી રહ્યું છે, કે વધારે ?
એ બાબતની આડઅસર કે પછી એ વાતનો અસંતોષ...
ફિલ્મની શરૂઆતથી લઈને, ફિલ્મના શૂટિંગ દરમિયાન, કે શુટિંગ પછીની પ્રોસેસ દરમિયાન, કે પછી ફિલ્મ રિલીઝ વખતે પ્રમોશનમાં એમને જો નાની મોટી તકલીફો પડી હશે,
તો પણ,
એની આડઅસર આપણો પ્રોજેક્ટ થિયેટર સુધી પહોંચે ત્યાં સુધ, કે પછી બીજો પ્રોજેક્ટ જ્યારે આપણે હાથ પર લઈએ એ વખતે પણ, જો આપણે એમનો કોન્ટેક કરીશું એ વખતે પણ....
જૂની કોઈપણ વાતનો અસંતોષ, કોઈપણ પ્રકારની નાની મોટી કોઈ ફરિયાદ, એમના વ્યવહારમાં, કે પછી એમના કામમાં આપણને જરાય નહીં દેખાય.
ઉપરથી એકબીજાના સંપર્કો મજબૂત બનશે, અને એ રીતે એક મજબૂત ટીમ પણ તૈયાર થશે.
બસ આજ છે એક સારી ફિલ્મ બનાવવા માટેની આપણે જે ટીમ ઉભી કરીએ એની સારામાં સારી પ્રોસેસ.
એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે,
એક સારી ફિલ્મનો પ્રોજેકટ આપણી ધારણા પ્રમાણે ત્યારે જ તૈયાર થાય, કે જ્યારે પુરી ટીમનો આશય એ ફિલ્મ મજબૂત બને, અને પોતપોતાના કામની અચૂક નોંધ લેવાય એ પ્રમાણે ટીમના દરેક વ્યક્તિ, પોતાનું પૂરું જોર, પોતાની પૂરી આવડત, અને પોતાની પૂરી મહેનત એમાં લગાવી દે.
કેમકે,
આ ફિલ્ડ એવું છે કે,
એકવાર ફિલ્મ પડદાં પર આવી ગઈ પછી એમાં આપણે કોઈ જ સુધારો વધારો, કોઈ નાનો મોટો ફેરફાર આમાનું કાંઈજ કરી શકતા નથી.
એટલે કહેવાનો અર્થ એવો થાય છે કે,
ફિલ્મ રિલીઝ પછી જ એ નક્કી થાય કે,
આપણે આગળના પ્રોજેક્ટ માટે, નવો પ્રોજેક્ટ મેળવવા માટે આપણે આનાથી વધારે મહેનત કરવી પડશે કે, આ પ્રોજેક્ટ આપણી નવો પ્રોજેક્ટ મેળવવાની મહેનતમાં ઘટાડો કરશે ?
કેમકે,
અત્યારે ક્ષેત્ર કોઈપણ હોય, ઓળખ ઊભી કરવી ખૂબ ખૂબ અને ખૂબજ અઘરી છે.
ને આતો.....
આતો ફિલ્મ ક્ષેત્ર
આ તો એવું ક્ષેત્ર છે, કે જેમાં સારી મધ્યમ કે ખરાબ....
છાપ ઊભી થતા વાર નથી લાગતી.
માટે આ ક્ષેત્રમાં જે પણ વિભાગનું કંઈ પણ કામ કરીએ,
એક વાતનું પૂરતું ધ્યાન રાખીએ કે,
આપણે સૌથી પહેલા તો એ વાતને પ્રાધાન્ય આપીએ કે,
મારે આ ફિલ્ડમાં સૌથી પહેલું અને સૌથી મોટું કામ એવું કરવાનું છે કે,
જેનાં થકી....મારું નામ થાય
જેનાં થકી મારી સારી ઓળખ ઊભી થાય.
જેનાં થકી આ ફિલ્ડમાં મને નવું કામ મેળવવા પહેલા જેટલી મહેનત ન કરવી પડે.
અને મારો મુખ્ય આશય કે ઉદ્દેશ....
મારો મુખ્ય આશય ક્યારેય માત્ર પૈસો ન હોવો જોઈએ.
કેમકે,
એકવાર નામ થઈ જાય,
એકવાર ઓળખ ઊભી થઈ જાય,
પછી તો ધાર્યા કરતાં પણ વધારે "કામ" અને "દામ" બંને મળવાના જ છે.
સિનેમા વિશે વધુ ભાગ 7 માં