ફિલ્મમાં જ્યારે કોઈ પાત્ર એવું કંઈક કરે, કે જે સામાન્ય કરતાં કંઈક અલગ હોય.
પછી એ એક્ટિંગ હોય, ડાયલોગ બોલવાની છટા હોય, કે પછી એક્શન હોય.
ત્યારે એ પાત્ર સાથે દર્શકનું સીધું કનેકશન આપોઆપ જોડાઈ જતું હોય છે, અને
એકવાર એ કનેક્શન જોડાયા પછી,
એ કલાકારે પહેરેલ કપડાં તરફ,
એનો મેકઅપ તરફ,
તેમજ દ્રશ્ય પ્રમાણે ઉભો કરેલ સેટ તરફ પણ,
દર્શનનું ધ્યાન એટલું બધું નથી જતું હોતું,
અથવા તો,
એમાં થોડી ઘણી ખામી રહી ગઈ હોય, તો પણ
દર્શક એમાં વધારે ઊંડા નથી ઉતરતા.
અને એમાં પણ
જ્યારે ફિલ્મનું કોઈ પાત્ર સ્ટોરીના ભાગ રૂપે કોઈ એવી ચેલેન્જ સ્વીકારે કે,
જે અશક્ય હોય, અથવા
તો એ ચેલેન્જ પૂરી કરવામાં એ પાત્રને
જબરદસ્ત સંઘર્ષ કરવો પડે એવું હોય, અને
બીજી જ પળે.....
એ ચેલેન્જને પૂરી કરવાના પ્રયત્નો શરૂ કરી દે,
ને એ પણ એ રીતના કે,
ચેલેન્જ સ્વીકાર્યાના બીજા જ સીનથી દર્શકોની એ જાણવાની ઉત્સુકતા વધી જાય કે,
હવે આ કલાકાર પોતાની આપેલ ચેલેન્જને કેવી રીતે પૂરી કરશે ?
અને જ્યારે દર્શકોની એ ઉત્સુકતાનો ગ્રાફ
કલાકારના એક પછી એક પ્રયત્ને સ્ટેપ બાય સ્ટેપ વધવા લાગે, ને છેક
ફિલ્મના અંત સુધી જડવાઈ રહે,
તો એવી ફિલ્મથી સફળતાની આશા વધારે ને વધારે
મજબૂત બનતી હોય છે.
પછી ભલે બાકી થોડા ઘણા પાસાઓ થોડા નબળા,
કે પછી એવરેજ હોય, તો પણ
તો પણ ફિલ્મ ને સફળ થવામાં એટલો બધો વાંધો નથી આવતો.
આવું મારું માનવું છે,
મારા મતે ફિલ્મનાં વિષય વસ્તુમાં બે બાબતો ખૂબ ખૂબ અને ખૂબ જ મહત્વની હોય છે.
એમાં એક હોય છે, સંઘર્ષ અને
બીજી બાબત છે ઘર્ષણ.
પહેલા આપણે વાત કરીએ સંઘર્ષ વિષેની.
ફિલ્મના વિષયમાં સંઘર્ષ ખૂબ જરૂરી છે.
પછી એ સંઘર્ષવાળી ફિલ્મનો વિષય,
પ્રેમ કહાની પણ હોઈ શકે,
અભ્યાસને લગતો પણ હોઈ શકે,
સપના પૂરા કરવા માટેનો પણ હોઈ શકે,
અથવા તો
કોઈ વ્યવસાયમાં સફળ થવાનો,
કોઈ રમત ગમતમાં પોતાને પારંગત સાબિત કરવાનો,
પોતાના પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવવા માટેનો,
કે પછી
પરિવારના કોઈ વ્યક્તિની કોઈ એવી આશા,
કે જે એમના હાલનાં સમય, અને સંજોગો પ્રમાણે પુરી થાય એવી ન હોય,
કે પછી
કોઈ પણ એવી બાબત, ક્ષેત્ર કે પછી કોઈ એવી જગ્યા
કે જ્યાં પહોંચવું સામાન્ય રીતે કે પછી બધા લોકો માટે અઘરું હોય, કે પછી કઠિન હોય.
અને બીજા નંબરે આવે છે,
ઘર્ષણ
આ વિષય પર પણ ઘણી ફિલ્મો બની છે અને સફળ પણ રહી છે.
આમાં કાંટાની ટક્કર જેવું હોય છે.
આમાં
કોઈ એવો ગુંડો, કે ભાઈ હોય
જેની સામે કોઈ આંખ ઊંચી કરીને જોવાની પણ હિંમત ન કરતું હોય.
બધાજ લોકો એના આતંકથી ડરતા હોય.
અને એને જ્યારે કોઈ હીરો ધૂળ ચટાવવા,
એના આંતકનું સામ્રાજ્ય ખતમ કરવા,
કે પછી એને જેલ ભેગો કરવાનું બીડું ઉઠાવે,
ત્યારે એ બંને વચ્ચે
ઘર્ષણની બરોબરીની રેસ જામે,
અને એ રેસમાં
જ્યારે ફિલ્મ ને અંતે મુખ્ય હીરોનો વિજય થાય
એવી ફિલ્મ જોવાની તો દર્શકોને ખૂબ જ મજા આવતી હોય છે.
પછી એ સ્ટોરી હીરો, અને વિલનની હોય તો પણ લોકોને જોવાની મજા પડી જતી હોય છે,
ને એમાં પણ જો......
હીરો કદાચ પોલીસ, કે આર્મીમાં હોય
તો તો.....
તો તો એ ફિલ્મ એક લેવલ ઉપરની બની જાય છે.
ટૂંકમાં 100 માંથી લગભગ 80 ફિલ્મોનો વિષય,
કાંતો સંઘર્ષ હોય છે, કાંતો ઘર્ષણ હોય છે.
આના સિવાયનાં વિષયોમાં કૉમેડી જ એક વિષય એવો છે,
કે જેમાં
ના એટલું ઘર્ષણ હોય, કે પછી ના કોઈ સંઘર્ષ હોય
છતાં પણ....
કૉમેડી પ્રકારની ફિલ્મો બધાને પસંદ આવતી હોય છે.
ટૂંકમાં, એક સફળ ફિલ્મ બનાવવા માટે શરત માત્ર એટલી કે,
આપણી ફિલ્મ જે વિષય વસ્તુની હોય,
એ વિષય વસ્તુ, ફિલ્મના શરૂઆતથી લઈને,
એ ફિલ્મ ના અંત સુધી પકડાઈ રહેવી જોઈએ, ને એ પણ...
"પુરી જબૂતાઈથી"
આમાં ક્યારેય એવું ના વિચારવું કે,
આમાં આવું, કે તેવું કરીશું,
તો દર્શકો એનાથી આકર્ષાઈને થિયેટર સુધી આવશે,
કે પછી આપણી ફિલ્મ જોશે.
જેમકે,
મુખ્ય વિષય સિવાયની બાકી બધી વાતો,
દા.ત.
જરૂર વગરની કૉમેડી ભરવી.
જરૂર વગર ગીત ઉમેરવું,
કે પછી
જરૂર વગર કોઈ પાત્ર, કે પછી કોઈ લોકેશન બતાવવું.
આવું કરવામાં મોટે ભાગે સમય, અને નાણાંનો જ વ્યય થતો હોય છે,
હા આમાં અમુક અપવાદ હોઈ શકે છે, પરંતુ એ અપવાદ....નહિવત હોય છે.
ને આમ વધારાનું કંઈ ફિલ્મમાં નાખવાનો વિચાર આવવો,
એ આપણે જે વિષય વસ્તુ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ, એ સ્ટોરીમાં
આપણને જ એટલો વિશ્વાસ નથી, કે પછી વિશ્વાસ તો છે, પરંતુ આપણા એ વિશ્વાસ સાથે કામ કરવાની મક્કમતાનો થોડો અભાવ છે.
બાકી તો પુરી ઈમાનદારી, અને પૂરા વિશ્વાસ સાથે
આપણી પુરી ટીમ, પોતાની પૂરી આવડત લગાવીને,
ફિલ્મના મુખ્ય વિષયને વળગી રહે
તો એનું મીઠું ફળ,
"અચૂક, અને સારું જ મળતું હોય છે"