ફિલ્મો માટે ઓડિશન હોય
ફિલ્મોનું ઓડિશન ન હોય
ઉપરોક્ત વાક્યનો મર્મ, અર્થ, મતલબ કે પછી એમાં છુપાયેલી ગહેરાઈ જાણવા માટે,
આ વાક્યને આપણે વિસ્તારથી સમજીએ.
એક ફિલ્મ રસિક તરીકે, એક લેખક તરીકે, એક સાહિત્ય પ્રેમી તરીકે, અને એક ગુજરાતી તરીકે
મા સરસ્વતીની કૃપાથી
હું આ Matrubharti ના વિશાળ પ્લેટફોર્મ પર લેખન રૂપે મારાથી બનતું વધારાને વધારે લખી શકું,
કંઈક અલગ, કંઈક ઉપયોગી, કંઈક વિશેષ કરી શકું
બસ એજ,
વાચકોને વિનંતી, ને પ્રભુને પ્રાર્થના.
વાચક મિત્રો,
આપણે જાણીએ છીએ કે,
કોઈપણ ભાષાની ફિલ્મ બનાવતા પહેલા આપણે જે સ્ટોરી પસંદ કરી છે,
એ ફિલ્મની સ્ટોરી, કયા વિષય પર આધારિત છે ?
અને એમાં,
નાના મોટા કેવા-કેવા, અને કેટલા પ્રકારના પાત્રોની જરૂરીયાત છે ?
એની ઉપર સૌથી પહેલું કામ કરવામાં આવે છે.
હવે જરૂરી પાત્રોની યાદી તૈયાર થઈ ગયા બાદ.....
મોટે ભાગે,
મુખ્ય ભૂમિકા માટે જેટલા કલાકારો નક્કી કરવાના હોય,
એ પછી એક હોય, બે હોય કે પછી એથી વધારે,
સ્ત્રી પાત્ર હોય કે પુરુષ,
આ બધું જ....
જે તે વાર્તા ઉપર આધારિત હોય છે.
એ બાબતને આપણે પહેલું પ્રાધાન્ય આપતા હોઈએ છીએ, અને આ જરૂરી પણ હોય છે.
કારણ કે,
આપણે વર્ષોથી ફિલ્મો જોતા આવ્યા છીએ, એટલે સારી રીતે જાણીએ પણ છીએ કે,
જેવી કોઈ નવી ફિલ્મ થિયેટરમાં આવે, કે પછી કોઈ ફિલ્મ
આવવાની છે, એવી જાહેરાત કરવામાં આવે,
ત્યારે જ...
આપણે ફક્ત એ ફિલ્મ કયા કલાકારની છે ?
બસ એટલું જ જોઈ જાણીને પચાસ ટકા ઉપર નક્કી કરી લઈએ છીએ કે,
એ ફિલ્મ આપણે જોવા જઈશું, કે નહીં ?
પછી એ ફિલ્મનો હીરો આપણી પસંદગીનો હોય, કે હિરોઈન હોય,
ફિલ્મનો ખલનાયક આપણી પસંદગીનો હોય, કે પછી હાસ્ય કલાકાર
એ પસંદગી વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે.
બાકી ફિલ્મના કલાકારોની યાદી જોઈને જ
આપણે કોઈ ફિલ્મ જોવી કે નહીં ?
એનું અડધું ડીસીઝન તો લઈ જ લેતા હોઈએ છીએ.
હવે રહી વાત બાકીના પચાસ ટકાની....તો....
એ બાકીના પચાસ ટકામાં જે મુખ્ય બાબત આવે છે,
એ હોય છે,
ફિલ્મનો વિષય,
અન્ય કલાકારોનું કામ,
ફિલ્મના ગીતો, ડાયલોગ વિગેરે વિગેરે
આમાં પણ,
પહેલાં આપણી સાથે અસંખ્ય વાર એવું પણ બનતું હતું કે,
આપણે આપણને ગમતા કલાકારની ફિલ્મ જોવા ગયા હોઈએ, ને એજ ગમતા કલાકારની ફિલ્મ જોયા પછી...
આપણે ખરેખર નિરાશ થયા હોઇએ, કે પછી
એ ફિલ્મ જોવાની આપણને એટલી બધી મજા ન પણ આવી હોય.
પરંતુ આપણા એ જુના સમયમાં કોઈ ફિલ્મને એટલો બધો વાંધો નહોતો આવતો,
એનું મુખ્ય કારણ એ પણ હતું કે,
ફિલ્મના બજેટ ઓછા કે પછી માપના રહેતા, ને એની સામે અત્યારે.....
એ બજેટમાં ખૂબ નહીં,
પરંતુ ધરખમ વધારો આવી ગયો છે.
હવે આ જરૂરી છે, કે બિન જરૂરી ? એ વાત પાછી અલગ જ ચર્ચાનો વિષય છે.
પણ હા,
ફિલ્મો બનાવવા માટેનાં બજેટમાં આટલો બધો વધારો આવ્યો કેમ ?
તો એ બજેટ વધવાના અન્ય કારણોમાંથી મુખ્ય બે કારણ એ છે કે,
એક competition, અને બે Opstion
અને આ ફિલ્ડમાં ટકવા, કે પછી આગળ વધવા માટે...
આ બંને જગ્યાએ ફરજિયાત ઉભા રહેવું પડે છે.
એનું મોટામાં મોટું કારણ એ છે કે,
હમણાં હમણાંથી ફિલ્મ, કે પછી કોઈપણ પ્રકારનાં પ્રસારણ ક્ષેત્રે આમાં એક ખૂબ મોટું પરિબળ ઉમેરાયું છે,
અને સૌથી વધારે ચલણમાં પણ છે, એ પરિબળ એટલે કે,
"સોશિયલ મીડિયા"
અહીં આપણે અન્ય ક્ષેત્રોની વાત બાજુ પર મૂકી,
આપણા કરંટ ટોપીક પર આવીએ તો...
જેવી આપણી કોઈ ફિલ્મ મોટા પડદા પર આવે,
એના ગણતરીના કલાકોમાં જ....
આપણી ફિલ્મના સારા, કે પછી ખરાબ
રિવ્યૂ આવવાના શરૂ થઈ જતાં હોય છે.
અને આ સોશિયલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ પર આવતા ફિલ્મના રિવ્યુ,
કે જેમાં...
માત્ર જે તે ચેનલ પર જે તે ફિલ્મના રિવ્યૂ જ નહીં,
પરંતુ એ રીવ્યુ જોયા પછી
નીચે આવતી લોકોની comment કે જે
ફિલ્મના સપોર્ટમાં પણ હોઈ શકે છે, ને
ફિલ્મમાં રહી ગયેલ કચાશને ખુલી ખુલીને પબ્લિક સામે લાવે
એવી પણ હોઈ શકે છે.
"સોશિયલ મીડિયા"
ફિલ્મો માટે આ એક એવું પ્લેટફોર્મ છે, કે જે
ફિલ્મોને સૌથી વધારે ફાયદો પણ કરાવી શકે છે, ને આપણે ધાર્યું ના હોય, એટલું નુકશાન પણ કરાવી શકે છે.
માટે,
જ્યારે પણ આપણે આપણી નવી ફિલ્મ માટેના પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરીએ,
ત્યારે....
આપણી એક બે વર્ષની પ્રતીક્ષા
આપણી ટીમના નાના મોટા દોઢસોથી બસો લોકોની મહેનત,
તેમજ,
આપણે વ્યવસાયિક દ્રષ્ટિએ કરેલ આપણું અતિ કિંમતી આર્થિક રોકાણ
એળે ન જાય એને માટે
સંપૂર્ણ તકેદારી રાખીએ,
એજ આપણું સૌથી પહેલું, અને સૌથી મોટું કામ જાણીએ, અને જવાબદારી પણ...
ક્રમશ
વધું ભાગ છ માં