રાત્રીના સમયે સોસાયટીના ગેટ સામે રાખેલ બે બાંકડા પર ચાર પાંચ સિનિયર સિટીઝન બેઠા છે, 
સોસાયટીની અંદરની બાજુએ બાળકો રમી રહ્યા છે, 
ને અમુક લોકો વોકિંગ કરી રહ્યા છે, 
ને સોસાયટીના ગેટ પર....
સોસાયટીના ગેટ પર વોચમેન પોતાનું કામ કરી રહ્યા છે. 
વોચમેનના કામમાં એવું છે કે, 
સોસાયટીના ગેટ પરતો બુમબેરીયર લગાવેલું છે, 
એટલે સોસાયટીમાં રહેતા કોઈ પણ સભ્યની ગાડી આવે, 
એટલે એ ગાડી પર લાગેલ સ્ટીકરને કારણે, 
બુમ બેરીયર તો એની મેળે ખુલી જાય છે. 
પરંતુ હા, 
જ્યારે કોઈ એકલ દોકલ વિઝિટર, કે પછી 
કોઈ ગેસ્ટ આવતા જતા રહે, ત્યારે 
એમની એન્ટ્રી કરવાનું કામ એ વોચમેન કરતા રહેતા હતા. 
હવે આ થઈ બિલકુલ સરળ, નોર્મલ કે પછી સ્વાભાવિક વાત. 
વાત સરળ એટલાં માટે કે, 
આ એક વાસ્તવિક દ્રશ્ય છે, 
જે દરેક જગ્યાએ અને લગભગ એક સરખું આપણને જોવા મળે જ છે. 
હવે અહીંયાં પણ, બધા લોકો 
પોતપોતાની જગ્યાએ, અને પોતાના કાર્યમાં રત છે.
ને પેલાં બાબાળકો પણ, પોતાની રમતમાં મશગુલ છે. 
હવે માની લો કે, 
અચાનક
સોસાયટીના કોઈ ફ્લેટમાંથી ધડામ કરીને કંઈ તૂટવાનો અવાજ સંભળાય,
અથવા તો, 
 
કોઈ ઘરમાં આગ લાગે, ને એની ચીસાચીસ બુમરાડ સૌના કાને સંભડાય,
કે પછી કોઈના ઝઘડાનો મોટો અવાજ સંભળાય,
અથવા તો માની લો કે, 
નજીકનાં રોડ પર કોઈ અકસ્માત થયો હોય, 
એવો અવાજ સૌના કાને સંભળાય, 
આમાં આગળ હજી વધારે ને વધારે આવા કારણો લખવા હોય, 
તો બીજા એક હજાર લખી શકાય, 
પરંતુ.....
અહીંયાં આપણે મુખ્ય વાત એ સમજવાની છે કે, 
આકસ્મિક કંઈ એવું થાય, કે જેને કારણે 
એક સાથે ત્યાં હાજર હોય, એ તમામે તમામ લોકોનું ધ્યાન એક સાથે, 
એ અવાજ આવ્યો હોય, એ તરફ સૌનું ધ્યાન જાય,
કે પછી કોઈ એવો બનાવ બન્યો હોય, 
એ તરફ સૌનું ધ્યાન જાય. 
ને આવે વખતે, એવું પણ બને કે, 
બાંકડે બેઠેલ સિનિયર સિટીઝન, 
હમણાં સુધી રોડ ઉપર ચાલવા આવ્યા હતા એ બધા લોકો, 
ને સાથે સાથે હમણાં સુધી સોસાયટીમાં રમી રહેલ બાળકો, 
તેમજ,
ફલેટમાં રહેતા અન્ય પરિવારના લોકો, બધાજ 
એક સાથે જ્યાં કોઈ બનાવ બન્યો હશે, ત્યાં દોડીનેે ભેગા થઈ જશે. 
હવે આને આપણે આપણી ભાષામાં કંઈ જોવા જાણવાનું કુતૂહલ પણ કહી શકીએ. 
કે આમ અચાનક શું થયું ?
કે પછી 
એ જાણવાની જિજ્ઞાસા પણ કહી શકીએ.
અને હા 
આ કુતૂહલ, અને જિજ્ઞાસા 
એવી બાબત છે કે, 
એમાં નાના મોટા સૌ કોઈને એની તરફ ખેંચે છે.
પછી એ નાનો માણસ હોય, કે મોટો 
નોકરિયાત હોય, ધંધાદારી હોય, કે પછી હોય ફેરીયો 
સ્ત્રી હોય, કે પુરુષ 
દરેકે દરેક વ્યક્તિનું ધ્યાન અચાનક જેની તરફ ખેંચાય, 
એને કહે છે, કુતૂહલ, કે જિજ્ઞાસા 
કંઈક નવું,
કંઈક અલગ,
કે પછી
કંઈક રોચક 
મનને ગમી જાય એવું,
કે પછી જોવા જાણવાની ઈચ્છા થઈ આવે, 
એટલે જ્યારે જ્યાં કંઈ પણ થાય, 
 
ત્યારે,
શું થયું  ?
કેમ થયું  ?
કોને થયું  ?
એ જાણવા માટે આપણા સૌની જિજ્ઞાસા તો 
ઘડીના છઠ્ઠા ભાગમાં જ જાગૃત થઈ જતી હોય છે. 
હવે આવીએ આપણા મુખ્ય વિષય પર 
વાચક મિત્રો, 
સફળ ફિલ્મોનું પણ આજ ગણિત હોય છે. 
આપણે જ્યારે કોઈ નવી ફિલ્મ જોવા માટે જઈએ છીએ, ત્યારે....
આપણને એ ફિલ્મમાં મજા આવવાનું ત્યારે શરૂ થાય છે કે, જ્યારે 
એ ફિલ્મમાં અચાનક જ 
આપણી ધારણા બહારનો કોઈ બનાવ આવે, 
સીધી ચાલતી ફિલ્મમાં કોઈ અકલ્પનીય ટર્ન આવે.
કે પછી,
આપણે શાંતિથી ફિલ્મ નિહાળી રહ્યા હોઈએ ને અચાનક, 
પડદા પર એવું કોઈ પાત્ર આપણી નજર સામે આવે, 
કે એ પાત્રની ઉપસ્થિતિ 
આપણને તુરંત એ વિચારવા મજબૂર કરી દે, 
કે આ કોણ હશે  ?
કે પછી, 
આ આમ અચાનક ક્યાંથી, અને કેમ આવ્યો હશે  ?
ને આવે સમયે આપણા મગજમાં આવા આવા સવાલો ન માત્ર ઉભા કરે, 
પરંતુ,
આપણે એ પાત્ર કોણ હશે, અને આમ અચાનક એના આવવાનું કારણ શું હોઈ શકે  ?
એ જાણવા માટે આપણે આપણું મગજ પણ દોડાવવા લાગીએ, 
ને ત્યારે....
આપણે એ પાત્ર માટે જે અનુમાન લગાવીએ,
ને ફિલ્મને અંતે 
આપણું એ અનુમાન સાચું પણ પડે, 
ત્યારે કહેવાય કે, 
આપણે ખરેખર ફિલ્મોનાં સાચા શોખીન છીએ, 
કે આપણે વધુ એક સારી ફિલ્મ જોઈ. 
ને સાથે-સાથે આપણામાં ફિલ્મોનું જ્ઞાન પણ છે. 
પરંતુ જ્યારે 
આપણું અનુમાન ખોટું પડે, ત્યારે તો 
આપણને એ ફિલ્મ એટલી ગમે, એટલી ગમે કે, 
આપણે આજસુધી જોયેલી સારી સારી ફિલ્મોનાં લિસ્ટમાં, 
એ ફિલ્મ પણ સામેલ થઈ જાય, 
ને સાથે-સાથે, 
આપણને એ વાતથી મજબૂર પણ કરે કે, 
આપણે સામેથી, 
આપણા ઓળખીતા લોકોને એ ફિલ્મ જોવા માટે, 
ખુશી ખુશી ભલામણ પણ કરીએ. 
હવે આવી ફિલ્મ બનાવવા માટે,
મારી દ્રષ્ટિએ
કરવાનું માત્ર એટલું જ હોય છે કે, 
કોઈપણ સ્ટોરી, કે સ્ક્રીપ્ટ વાંચતી વખતે, 
વચ્ચે વચ્ચે કોઈ એક પેરેગ્રાફ, કે પછી 
આખેઆખા એક કે પેજ 
સ્કીપ કરીને આપણે વાંચીએ,  
ને પછી જોઈએ વિચારીએ કે, 
આપણને આ વાર્તામાં કંઈ મિસ લાગે છે કે નહીં ? 
કે પછી,
પુરી વાર્તા આપણને સમજાઈ જાય છે  ? 
એનો અંદાજ આપણે લગાવવાનો છે. 
બાકી આમ જોવા જઈએ તો, 
મને લાગે છે કે, 
સાચી રીત એજ કે....
જે વાર્તામાં, 
આખે આખો પેરેગ્રાફ નહીં, કે પછી 
એક બે આખા પેજ પણ નહીં, 
પરંતુ....
જે તે વાર્તા વાંચતી વખતે, 
ખાલી વચ્ચે વચ્ચે એક એક 
કે બે બે લાઈન સ્કીપ કરીને વાંચીએ, 
ને ત્યારે,
જો આગળની વાર્તા સાથે 
આપણને કડી થી કડી જોડવામાં તકલીફ જેવું લાગે, 
વાર્તામાં કંઈક ખૂટતું હોય એવું લાગે, 
ત્યારે સમજી લેવું કે, બૉસ....
વાર્તામાં દમ છે. 
પરંતુ,  
પરંતુ 
પરંતુ 
ખાલી દમદાર વાર્તા હિટ ફિલ્મ માટે પૂરતી નથી હોતી.
વધારે ભાગ ચારમાં